Flamboyant in Gujarati Motivational Stories by Dhruti Mehta અસમંજસ books and stories PDF | ભંડકિયું

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

ભંડકિયું

"અરે ઓ લખમી વહુ, ક્યાં મરી ગઈ? આ સૂરજ માથે ચડવા આવ્યો ને તું ગમાર જેવી રાજરાણીની જેમ હજુય ઘોંટી રહી છે કે શું?" સવાર સવારમાં આખા ઘરમાં ફૂલકુંવરબાનો અવાજ પ્રભાતિયાંની જેમ ગુંજી ઉઠ્યો.

હજુ કાલે જ પરણીને આવેલી નવી વહુનો આખી રાતનો થાક પોતાની વડસાસુનો અવાજ સાંભળીને જ ઉતરી ગયો. હજુ હમણાં એના હાથોની મહેંદીની લાલી ચહેરા પર ખીલી હતી ત્યાંજ ઘરમાં મચેલ હલચલથી તેનું નૂર હણાઈ ગયું.

નવી પરણીને આવેલી મીરાનાં માથે તો બે બે સાસુઓનો હુકમ ઉપાડવાનો ભાર હતો, અને આ ઘરમાં વડસાસુનો વટ હિટલર કરતા પણ વધારે ભારે હતો તેવા વખાણ મીરાએ લગ્ન પહેલાં જ સગા સંબંધીઓને મોઢે ભરી ભરીને સાંભળ્યા હતા.

ફટાફટ તૈયાર થઈને મીરા વડસાસુને પગે લાગવા ગઈ ત્યારે તેની સાસુ લક્ષ્મી બહેનની હાજરી વડસાસુના દરબારમાં લાગેલી હતી.
બિચારા લક્ષ્મી બહેન પહેલાજ દિવસે નવી વહુની હાજરીમાં પોતાની સાસુના વાકબાણ સાંભાળી રહ્યા.

મીરા જ્યારથી પરણીને આવી ત્યારથી વડસાસુના મોએ પોતાની સાસુ માટે ગમાર, અભણ, અણઘડ અને કુવડ જેવાજ સંબોધન સાંભળતી.

એંસીની ઉંમરે પહોંચેલા ફૂલકુંવરબા પોતે અભણ હતા છતાં બે ચોપડી ભણેલી પોતાની વહુ લક્ષ્મી બહેનને ટોણા મારવાનો એક મોકો પણ છોડતા નહિ. નવી પરણેતર મીરા જે ભણેલી ગણેલી હોવા છતાં તેને પણ તેઓ ઘણીવાર ભણી છતાં અક્કલ અને સંસ્કાર ઘરના ઉંબરે મૂકી આવી છો એવા ટોણા સંભળાવવાનું ચૂકતા નહીં. લક્ષ્મી બહેન બિચારા પોતાની સાસુની જોહુકમી વચ્ચે નવી આવેલી વહુને કેવી રીતે ઘડવી અને તેની સાથે કેવું વર્તન કરવું તે નક્કી નહોતા કરી શકતા.

ઘરનો બધો નકામો સામાન ઘરના છેવાડે આવેલ એક ભંડકિયામાં મૂકવામાં આવતો. ત્યાં એક નાનકડા કબાટને હંમેશાં તાળું મારીને રાખવામાં આવતું. પોતાની સાસુને પૂછતા મીરાને જાણવા મળ્યું કે તે કબાટ ફૂલકુંવરબાનું છે, અને સાથે તે કબાટને ભૂલથી પણ હાથ લગાડવો નહિ તેની કડક સૂચના પણ મીરાને મળી હતી.

મીરાએ નોંધ્યું કે પોતાના વડસાસુ ઘણીવાર કલાકો સુધી તે ભંડકિયામાં જઈને બેસી રહેતા. પોતાની સાસુની ચેતવણી હોવા છતાં તે પોતાની ઉત્સુકતા રોકી શકી નહિ અને એક દિવસ જ્યારે તેના વડસાસુ ભંડકિયામાં હતા ત્યારે તે ચોર પગલે ત્યાં પહોંચી ગઈ.

ભંડકિયામાં જતા જ મીરાએ જે જોયું તેનાથી એની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ.

ત્યાં ફૂલકુંવરબા કોઈ જૂની પુરાણી જર્જરિત ચોપડી છાતીસરસી ચાંપીને બેઠા હતા અને એમની આંખોમાં અજીબ ઉદાસી ડોકાઈ રહી હતી. ત્યાંજ મીરાના પગમાં કોઈ વસ્તુ અથડાઈ જતા થયેલ ખખડાટથી ફૂલકુંવરબાને મીરાની હાજરીની જાણ થઈ જતાં હવે આગળ શું પરિણામ આવશે તે વિચારીને મીરા ફફડી ઊઠી.

ફૂલકુંવરબા ધીમે ડગલે આગળ વધ્યા અને ધ્રુજતા હાથે મીરાના હાથોમાં પેલી ચોપડી થમાવી દીધી.

"હું નાની હતી ત્યારે મારા બાપુએ મને નિહાળે ભણવા મુકેલી, પણ હજુ બારખડી શીખી મારું નામ લખતાં થાઉં એ પહેલાતો મને પરણાવી આ ઘરમાં મોકલી દેવામાં આવી. મારો ખૂબ ખૂબ ભણવાનો મનોરથ મારા મનમાં જ રહી ગયો. ઉપરથી મારી ખૂબ કપરી સાસુએ મને એવી રીતે ઘડી કે સ્ત્રીનો અવતાર જુતી બરોબર હોય છે એવું હું સમજવા લાગી હતી. જેથી તારી સાસુ લક્ષ્મીને પણ હું એવીરીતે જ કનડતી જે જોઈ હું મોટી થઈ હતી. ભણેલી એવી તને જોઈને મારી આંતરડી ઠરી હતી પણ આદતથી મજબૂર હું મૂઈ તારી સાથે પણ ખરાબ વર્તતી રહી", આટલું બોલતા જ ફૂલકુંવરબાનો વર્ષોનો દબાવી રાખેલ ડૂમો અશ્રુ સ્વરૂપે વહી રહ્યો અને એક નાના બાળકની જેમ મીરાને વળગીને રડી પડ્યા.

આ નિષ્ઠુર અને કઠોર હૃદય પાછળ વર્ષોની એક ઝંખના છુપાયેલ છે તે જાણી મીરા પણ રડી રહી.

થોડા દિવસો પછી...

સવારે જ્યારે ઘરનો પુરુષવર્ગ કામ માટે બહાર નીકળતો ત્યારે એજ ભંડકિયું મીરાનો પોતાની બંને સાસુઓને વિદ્યાદાન આપવા માટેનું યજ્ઞભૂમી બની જતું.

✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)