Ispector ACP - 9 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 9

Featured Books
Categories
Share

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 9

ભાગ નવ
વાચક મિત્રો,
આગળનાં ભાગમાં જાણ્યું કે,
અવિનાશ અને વિનોદ, પચાસ લાખ રૂપિયા રોકડા લઈને,
શીવાભાઈ સરપંચના ઘરે આવી પહોંચ્યા છે.
શીવાભાઈ, એ પચાસ લાખ રૂપિયા સાચવીને મૂકવા માટે, રૂપિયાની બેગ લઈને ઘરમાં જતાં,
તેમના પત્નીને ચા બનાવવાનું કહે છે.
અવિનાશ અને વિનોદ, સરપંચના ઘરે, ઓસરીમાં ચુપચાપ બેઠા છે.
ભૂપેન્દ્રને કોઈ કામ હોવાથી, તે તેની ટ્રાવેલ્સ ઓફિસ જવા નીકળે છે.
થોડીવારમાં, સરપંચ શીવાભાઈ પણ પૈસા ઠેકાણે મૂકીને આવે છે,
ને ત્યાં સુધીમાં, તેમના પત્ની પાર્વતીબહેન પણ ચા લઈને આવી પહોંચે છે.
હવે,
ચા પીતા-પીતા સરપંચ.....
સરપંચ :- અવિનાશ, રમણીકે બીજું કંઈ કહેવડાવ્યું છે ?
અવિનાશ :- હા સરપંચ કાકા,
એમણે કહ્યું છે કે,
કાલે સાંજે પેલા ભુપેન્દ્રની લકઝરીમાં સ્કૂલના બાળકો, અને સ્કુલના સ્ટાફને લઈને મુંબઈ જવાની વાત કરી છે મને.
સરપંચ :- હા એ વાત મેજ એમને કરી હતી.
એમાં એવું છે કે,
આ શુક્રવારે સ્કૂલમાં આખર તારીખ હોવાથી,
રજા જેવું જ છે, ને પાછળ ને પાછળ શનિ રવી પણ આવે છે,
તો એ રજાઓમાંજ, * જો આપણે આ મુંબઈનો પ્રોગ્રામ ગોઠવી દઈએ, તો સારું રહેશે, કેમકે.....
પછી આમ ત્રણ રજાઓનો મેળ આવે ના આવે.
અવિનાશ :- તમારી વાત તો બરાબર છે, શીવાકાકા,
તો હવે, અમે સૌથી પહેલા તો, પેલા ભૂપેન્દ્રને વિગતવાર બધી વાતચીત કરી લઈએ,
જેથી એને પણ તૈયારી કરવાનો સમય મળી જાય.
બાકી, મુંબઈ જવા માટે, સ્કુલના બાળકો અને સ્ટાફની તૈયારી કેવી છે શિવાકાકા ?
સરપંચ :- એ બધું તુ અમારી ઉપર છોડી દે અવિનાશ, અને ખાલી તુ ભુપેન્દ્રને વહેલાસર જાણ કરી દે.
આમતો ઉપરછલ્લી વાત તો ભુપેન્દ્ર મને હમણાં મળ્યો હતો, ત્યારે મે એને જણાવી જ હતી, પરંતુ
આવતીકાલે મુંબઈ જવાનું ફાઈનલજ છે, એ તુ એને હમણાજ જણાવી દે.
આટલી વાતચીત કરી, અવિનાશ અને વિનોદ, ભુપેન્દ્રની ઓફિસ જવા નીકળે છે.
અત્યાર સુધી ચૂપચાપ બેસી રહેલ વિનોદ, રસ્તામાંજ અવિનાશને......
વિનોદ :- અવિનાશ, હું અહીથી મારા ઘરે જાઉં છું,
તુ ભૂપેન્દ્રની ઓફિસ જઈ, જે વાત કરવાની હોય એ કરતો આવ.
અવિનાશ ગઈકાલથીજ વિનોદનો મૂડ જાણતો હોવાથી, અવિનાશ વિનોદ સાથે, વધારે બીજી કોઈ વાત કર્યા સિવાય,
અવિનાશ :- સારું હું જઈ આવું છું.
પછી,
અવિનાશ એકલો ભુપેન્દ્રની ઓફીસ પહોંચી,
આવતીકાલે મુંબઈ જવાની વાતચીત કરે છે.
ત્યારે ભૂપેન્દ્ર, અવિનાશને જણાવે છે કે,
ભુપેન્દ્ર :- અવિનાશ, શીવકાકા જે પ્રમાણે મુંબઈ જવાની વાત કરતા હતા, એ પ્રમાણે,
જે બાળકોને આપણે મુંબઈ લઈ જવાના છે, તે સ્કૂલના બાળકો, તેમજ સ્કૂલના સ્ટાફની ટોટલ સંખ્યા,
૧૦૦ થી ૧૧૦ જેવી થાય છે.
અવિનાશ :- હા તો ?
ભુપેન્દ્ર :- અવિનાશ, તુ તો જાણે છે કે, મારી પાસે એકજ લક્ઝરી છે,
એટલે મારે બીજી લક્ઝરીની વ્યવસ્થા બહારથી કરવી પડશે.
અવિનાશ :- હા તો, કરીદે, એમાં શું વાંધો છે ?
ભુપેન્દ્ર :- હા પણ અવિનાશ,
એક મારી લક્ઝરી, ને બીજી લક્ઝરી, જે હું બહારથી કરીશ,
એ બંને લકઝરીના ભાડામાં થોડો ફર્ક આવશે.
મારી ગાડીનું ભાડું તો હું, આપણા ગામની સ્કૂલના બાળકો છે, એટલે સમજીને લઈ લઈશ,
બાકી, બીજી ગાડીવાળો તો કાયદેસર જે ભાડું થતું હશે, એ પ્રમાણે જ લેશે.
અવિનાશ :- એનો કોઈ વાંધો નહીં ભુપેન્દ્ર, તુ એની ચિંતા ના કરીશ.
થોડીવાર રહીને અવિનાશ, ભુપેન્દ્રને કોઈ શિખામણ આપતો હોય, કે પછી, ભૂપેન્દ્રને પાણી ચડાવતો હોય એમ.....
અવિનાશ :- ભુપેન્દ્ર,
તુ લાવી દે ને બીજી નવી ગાડી ?
ભુપેન્દ્રને આટલું કહી, અવિનાશ હસે છે.
ભુપેન્દ્ર :- ભાઈ, તારી વાત તો સાચી છે, ને પાછો એટલો ધંધો પણ મને મળી રહે છે, પણ બીજી ગાડી એમનેમ થોડી આવે છે, બીજી ગાડી લાવવા માટે પૈસા જોઈએને ?
અવિનાશ :- કંઈ નહીં આવી જશે, નવી ગાડીનો સમય થશે, એટલે એ પણ આવી જશે.
આટલી વાત કર્યા બાદ,
અવિનાશ પોતાના ઘરે જવા નીકળે છે.
આ બાજુ,
સરપંચ શીવાભાઈએ, તેમના પત્ની પાર્વતીબહેનને, અને પાર્વતીબહેને સ્કૂલનાં બાળકો અને સ્ટાફને કાલે મુંબઈ જવાનું ફાઈનલ જણાવતા.....
આવતીકાલે સાંજે, સ્કૂલના જે-જે બાળકો અને સ્ટાફને મુંબઈ જવાનું છે,
તે બધા, આજથીજ મુંબઈ જવાની તૈયારીમાં લાગી જાય છે.
બીજે દિવસે સવારે,
સરપંચના પત્ની પાર્વતીબહેન, મુંબઈ જવાનું હોવાથી,
તે પોતાની બેગ તૈયાર કરી રહ્યા છે,
ને સરપંચ શીવાભાઈ,
મટીરીયલના પૈસા આવી ગયાની જાણ અગાઉથી કરી હોવાથી, કોન્ટ્રાકટર અશોકભાઈની રાહ જોતા બેઠા છે, ને ત્યાંજ.....
કોન્ટ્રાકટર અશોકભાઈ આવી પહોચે છે.
કોન્ટ્રાકટર ને જોતાજ.....
સરપંચ :- આવો આવો અશોકભાઈ,
હું તમારીજ રાહ જોતો હતો. બેસો બેસો.
પછી કોન્ટ્રાકટરને બહાર બેસાડી, શીવાભાઈ, કોન્ટ્રાકટરને મટીરીયલ માટે આપવા માટેના પૈસા લેવા અંદરનાં રૂમમાં જાય છે.
હવે, સરપંચ શીવાભાઈએ,
જે રૂમની તીજોરીમાં પચાસ લાખ રૂપિયા મૂક્યા હતા,
તે તીજોરીની સામેજ એક બારી પડતી હતી, અને અત્યારે કોન્ટ્રાકટર અશોકભાઈ,
જ્યાંથી બરાબર એ તિજોરી દેખાતી હતી, તે બારીની બિલકુલ સામે બહારજ બેઠા હોવાથી,
આ વાત પાર્વતીબહેનને ઘ્યાન પર આવતા,
તેઓ તેમના પતિને ઘ્યાનથી, અડધી તીજોરી ખોલવા ઈશારો કરે છે, પરંતુ......
અત્યારે શીવાભાઈને, પત્ની પાર્વતી...
શું કહી રહી છે ?
તેનો ખ્યાલ કે ઈશારો સમજમાં આવતો નથી.
સરપંચ તીજોરી ખોલે છે,
તીજોરીના ઉપરનાં બે ખાનાં, નોટોના બંડલોથી ચહકાઈને ભરેલા છે.
સરપંચ શીવાભાઈ, રૂમમાંથીજ અશોકભાઈને સાદ કરે છે......
સરપંચ :- અશોકભાઈ,
અત્યારે તમારે કેટલા પૈસાની જરૂર છે ?
અશોકભાઈ :- સરપંચ સાહેબ, અત્યારે તો ખાલી દસ લાખ રૂપિયા આપો,
બાકી આવતા અઠવાડિયે વધારે જોઈશે.
શીવાભાઈ, દસ લાખ રૂપિયા રોકડા, અને પેલા ગામનાં હાર્ડવેરના વેપારીએ આપેલ કાર્ડ લઈને બહાર આવે છે.
બહાર આવી, અશોકભાઈને.....
સરપંચ :- લો અશોકભાઈ, આ દસ લાખ રૂપિયા અને આ કાર્ડ.
અશોકભાઈ :- કાર્ડ.....
આ કાર્ડ શાનું છે સરપંચ ?
સરપંચ :- એ કાર્ડ, અમારા ગામના એક ભાઈની, શહેરમાં બહુ મોટી હાર્ડવેરની દુકાન છે, એમનું છે.
એ શહેરની મોટી મોટી બિલ્ડિંગો જ્યાં બનતી હોય, ત્યાં બાંધકામનો સામાન સપ્લાય કરે છે.
હાર્ડવેરનો બહુ મોટો કારોબાર કરે છે એ.
મને એ ભાઈ હમણાં થોડા દિવસ પહેલાંજ, રૂબરૂ મળી ને ગયા, છે,
ને એ કહીને પણ ગયા છે કે,
આપણે સ્કૂલના ઓડિટોરીયમના બાંધકામ માટે,
જયારે જયારે, જેટલો માલ સામાન જોઈશે,
તેઓ પડતર ભાવે, અને સ્કૂલ સુધી પહોંચતો કરી દેશે.
સરપંચ શીવાભાઈના મોઢે આટલું સાંભળી,
કોન્ટ્રાકટર અશોકભાઈ મોઢું બગાડી, પોતાની જગ્યાએથી ઉભા થઈ જાય છે ને સરપંચ ને.....
કોન્ટ્રાકટર :- એ નહીં બને સરપંચ સાહેબ,
મટીરીયલ તો અમે જ્યાંથી ખરીદીએ છીએ, ત્યાંથીજ આવશે.
સરપંચ :- અશોકભાઈ, સામાન ત્યાંથી ખરીદો કે અહીંથી,
તમને શું ફર્ક પડે છે ?
અમારા ઓળખીતાને, અમારા ગામવાળાને જો ધંધો મળતો હોય, સાથે સાથે, અમને પણ બે પૈસાનો ફાયદો થતો હોય, તો
એમાં તમને શું વાંધો છે ?
કોન્ટ્રાકટર :- જુઓ શીવકાકા,
તમને એવું લાગતું હોય તો,
હું જ્યાંથી માલ મંગાવું, એનું બિલ તમારા ઓળખીતાને બતાવી તમે ભાવ ચેક કરાવી દેજો,
ને જો એમાં તમને ભાવ વધારે લાગશે, તો હું તમને એટલાં પૈસા બાદ કરી આપીશ,
બાકી તમે કહો છો, તે રીતે કામ નહી થાય.
થોડીવાર શાંતિ પછી.....
કોન્ટ્રાકટર :- જુઓ કાકા, આ સ્કૂલનું કામ છે, એટલે હું એક બીજો રસ્તો તમને બતાવું ?
સરપંચ :- બીજો રસ્તો ? બીજો કેવો રસ્તો ?
કોન્ટ્રાકટર :- બીજો રસ્તો એ કે,
હું તમને માલસામાન લખી આપુ, એ સામાન તમે તમારી રીતે, તમને જ્યાંથી ફાવે ત્યાંથી મંગાવી આપો,
હું તમને ખાલી લેબરથી કામ કરી આપીશ.
સરપંચ :- હા તો, આપણે એમજ કરીએ,
લાવો માલસામાનનું લીસ્ટ આપો મને.
કોન્ટ્રાકટર :- હા તો, મને કોઈ વાંધો નથી.
હું તમને એક બે દિવસમાં માલસામાનનું લીસ્ટ અને મારી મજૂરી, બધું તૈયાર કરીને મોકલી આપુ છું.
આટલું કહી, કોન્ટ્રાકટર પૈસા લીધા વગર, મોઢું બગાડીને નીકળી જાય છે.
વધુ આગળ ભાગ દસમાં.