intezar - 2 in Gujarati Fiction Stories by Bhanuben Prajapati books and stories PDF | ઇન્તજાર - 2

Featured Books
Categories
Share

ઇન્તજાર - 2

આપણે આગળના ભાગમાં જોયું કે' ' રીના કુણાલનો ઇંતેજાર કરી રહી હતી કુણાલ અમેરિકાથી વસંતીને લઇને લઈને આવી રહ્યો છે. એ ખબર પડતા તે બેભાન બની ગઈ હતી. અને ભાનમાં આવતા એના સાસુને સમજાવ્યા કે કુણાલનું ખુશીથી સ્વાગત કરે એના સાસુ રીના સામુ જોઈ રહ્યા . હવે આપણે આગળના ભાગમાં જોઈએ....

ભાગ/2

રીનાના સાસુ-સસરા વાત કરી રહ્યા હતા કે, રીના વહુ તરીકે નહીં પરંતુ છોકરી તરીકે દસ વર્ષ સેવા કરી છે એ છોકરીની આવી દશા થશે એવું તો વિચાર્યું ન હતું,! તેના સાસુ-સસરા બંને એને જોઈને આંસુ સારી રહ્યા હતા.

રીનાએ કહ્યું; મમ્મી -પપ્પા તમે ચિંતા ના કરો ! મારા નસીબમાં કદાચ આ લખાયું હશે. એમાં કોઈનો કોઈ દોષ નહિ હોય. પરંતુ તમે તમારો છોકરો આવે છે દસ વરસ પછી મળવાનું છે એટલે તમે તમારા દિલમાંથી વેદના વ્યક્ત ના કરો .

" રીનાના સાસુ એ કહ્યું ; "બેટા" તું સંસ્કારી છોકરી છે. તારામાં ભગવાને સ્ત્રી શક્તિ મૂકી છે અમે જાણીએ છીએ કે તારી લાગણી કેટલી દબાવી રાખી છે !!એ અમે સમજીએ છીએ. દસ વર્ષોથી રાહ જોતી હતી એ કુણાલે તારી સાથે બેવફાઈ કરી તારા ઈન્તજારનો આવું બદલો આપ્યો."

રીના કહે; મારો ઈન્તેજાર અહીં જ પૂરો થયો હોય એવું લાગે છે. એટલામાં તો કુણાલની ગાડી આવી ગઈ અને બધા ભેગા થયા .

" રીના ગાડી જોઈને કુણાલના સામે એકીટશે જોઈ તો રહી એની અંદર વેદના તો ઘણી રડી રહી હતી .અંદર જાણે દિલ અતિશય દુઃખ અનુભવી રહ્યું હતું ,પરંતુ એને પોતાની જાતને ખૂબ જ કઠણ બનાવી અને વિચાર્યું કે મારી જોડે જે થયું ખરું! પરંતુ એની સાથે વસંતી આવે છે એનું દિલ મારા જેવું તૂટી ન જાય એનું એને ખૂબ ધ્યાન રાખવું હતું એટલે એને તરત જ પોતાના ,દુઃખની રેખા હતી એને દબાવી દીધી અને એક કુત્રિમ હાસ્ય એના ચહેરા પર એને લાવી દીધું હતું.

"બાજુમાં એક સહેલી હતી જૂલી ,આ બધું જોઈ રહી હતી એને થયું હતું કે ;રીના અંદરથી ખૂબ જ તૂટી ગઈ છે એના પતિએ દીધેલ વિશ્વાસઘાતને છુપાવી રહી છે એના અંદર ના દિલના ટુકડે, ટુકડા થઈ ગયા છે પરંતુ બિચારી એટલી મજબૂત બનીને એનું સ્વાગત કરવા માટે ઉભી છે અને" ધન્યવાદ" આપુ કે પછી બેવકૂફ માનું, એ જ મને તો સમજાતું નથી! જે પુરુષ એ આટલો મોટો વિશ્વાસઘાત કર્યો હોય, એવું વળી કેવું સ્વાગત કરવાનું હોય!... એનાથી રહેવાયું નહીં એટલે તરત જ એ એના જોડે ગઈ અને કહ્યું રીના તું આ શું કરી રહી છે જેને તારી જિંદગી બરબાદ કરી નાખી, તારી જિંદગી ના અમૂલ્ય દસ વરસને ઈન્તેજારમાં કઢાવી નાખ્યા અને આજે તને એક એની નવી પત્ની સાથે મળવાનો છે અને તું કેટલી ગાંડી છે એનું સ્વાગત કરવા માટે આરતીની થાળી લઈને ઉભી છે અને સહેજ પણ તકલીફ નથી થતી કે એવું નથી લાગતું કે તું બેવકૂફ ભર્યું કામ કરી રહી છે.

"રીના એ કહ્યુ જુલી તારી વાત સાચી છે મારે અંદર ઘણી બધી વેદના છે મારો દિલ તૂટી ગયું છે પરંતુ હું મારા સાસુ ,સસરાને માતા-પિતા તરીકે માનું છું અને કદાચ મારા નસીબમાં કુણાલનો પ્રેમ લખેલો નહીં હોય જો હું અહીંથી ચાલી જઈશ તો મારા સાસુ- સસરાનું દિલ તૂટી જશે એક બાજુ એમને પણ દુઃખ હશે જ ! એ મને છોકરીની જેમ ચાહે છે એટલે કુણાલનું આ પગલું તેમને પણ દુઃખી કરી રહ્યું છે, અને જો હું અહીંથી ચાલી જાઉ તો એમને પણ મારાથી વધુ વેદના થાય અને વેદના શું ચીજ છે! એ મારાથી વધુ કોઈ પણ જાણી શકે એમ નથી અને હા ,કુણાલની વાત કરું તો એને મારી સાથે વિશ્વાસઘાત તો કર્યો છે પરંતુ હવે એનો કોઇ ઉપાય નથી ! હું એને મળી એનું સ્વાગત કરીશ અને પછી શાંતિથી એને છુટાછેડા આપી દઈશ પરંતુ જ્યાં સુધી છું ત્યાં સુધી હું આ ઘરની દરેક ફરજ નિભાવવા માગું છું મને ખબર છે કે મારા દસ વર્ષ બગડ્યા છે પરંતુ કદાચ મારા કર્મની ગતિ માં એ જ લખ્યું હશે.

"જુલીએ કહ્યું; તમે બધા કર્મ પર છોડી દો છો ક્યારે પોતાના હક્ક માટે લડવાનું વિચાર્યું છે! અને આપણા આ સમાજમાં દરેકને અમેરિકાનું કેવું લાગ્યું છે!

"રીના કહે ;તારી વાત સાચી છે મારા મમ્મી- પપ્પાને પણ મને મોકલવી હતી એટલે એમણે કુણાલ આવ્યો અને તરત જ પંદર દિવસમાં મારા લગ્ન કરી નાખ્યા. એમને કોઈ તપાસ પણ નહોતી કરી તારી આ વાત સાથે સહમત છું"

"જુલી કહે; એક કામ કર . તું પહેલા કુણાલનું સ્વાગત કરી લે પછી આપણે નિરાંતે વાત કરી છું. કારણ કે બધા ત્યાં ભેગા થઈને તારી રાહ જોઈ રહ્યા છે આપણે અહીંયા વાતચીત કરીશું તો કુણાલ પાછો જતો રહેશે એમ કરીને એને થોડું હાસ્ય પણ રેલાવી દીધું..

"રીના આરતીની થાળી લઈને ત્યાં પહોંચી ગઈ અને કુણાલને અને વસંતી બંનેની આરતી ઉતારી .કુણાલને સહેજ પણ પસ્તાવા જેવું મુખ પર દેખાતું ન હતું એને તો જાણે કંઇજ અસર નહોતી, રીનાને જોઈને એના ચહેરાના હાવભાવ પણ બદલાયા નહોતા ."

"રીનાએ બંને જણની આરતી ઉતારી તેના સાસુ-સસરાએ પણ આરતી ઉતારી અને આશીર્વાદ આપ્યા એના સસરાને તો ઘણો જીવ બળી રહ્યો હતો પરંતુ રીના એમને વચન ને બાંધ્યા હતા કે તમે ખુશીથી એનું સ્વાગત કરશો એટલે એ લોકો પણ ધ્યાનમાં રાખીને કંઈ પણ બોલ્યા નહીં અને એમનું સ્વાગત કર્યું"

"વસંતી જોઈને નવાઈ લાગી ખરેખર ભારતીય નારી આટલી સંસ્કારથી ભરેલી હશે .એવું વિચાર્યું પણ નહોતું . એને થયું કે ખરેખર આ તો કેટલી મજબૂત સ્ત્રી છે એના પતિ સાથે હું છું છતાં પણ એના ચહેરાના હાવભાવ એકદમ ખુશીભર્યા દેખાય છે એને તો ખૂબ જ નવાઈ લાગી હતી ખરેખર! એને પણ થયું કેમ મે આ સ્ત્રી સાથે અન્યાય તો નથી કર્યો ને!

"બધા ભેગા મળીને જમી લીધું અને વાતચીત પણ કરી પરંતુ રીના એટલી બધી મજબૂત બની ગઈ હતી કે એ પણ શાંતિથી વાત કરવા લાગી .

"વસંતીએ વાતવાતમાં રીનાને કહ્યું કે; રીના તું કુણાલની વાઇફ છે, એ હું જાણું છું અને મને એ વાત કુણાલે કરી હતી કે ભારતમાં મારી પત્ની છે પરંતુ મેં જાણીને પણ કુણાલ સાથે લગ્ન કર્યા, કારણ કે હું તેને પ્રેમ કરતી હતી અને કુણાલ પણ મને પ્રેમ કરતો હતો .છતાં પણ હું તને એમ નથી કહેતી કે તું કુણાલને છોડી દે . તું તારા પતિ સાથે રહી શકે છે. આપણે બંને એક સહેલીની જેમ રહીશું. અમારા અમેરિકામાં તો એવો કોઈ પ્રોબ્લેમ હોતો નથી આપણે બન્ને સાથે રહી શકીએ એમ છે અમારે ત્યાં બધી સ્વતંત્રતા રહેલી છે.

" રીનાએ તરત જ કહ્યું "અમારા ભારતીય સંસ્કૃતિમાં અમને એવા સંસ્કાર નથી"

અમારે ભારતમાં ફક્ત જેની સાથે લગ્ન થાય એની સાથે જીવન પૂરું થાય છે અને જીંદગી આખી એના ઇન્તજારમાં પૂરી થાય છે.

હા,કદાચ મનમેળ ના હોય તો અલગ થયી બીજા લગ્ન કરી શકીએ.પણ એક સાથે બે પત્ની કોઈ પુરુષ રાખી ના શકે.

એટલામાં કુણાલ ત્યાં આવે છે..

વધુ આગળ ભાગ/3