Tari Dhunma - 14 in Gujarati Love Stories by Writer Shuchi books and stories PDF | તારી ધૂનમાં.... - 14 - નવી સવાર....

Featured Books
Categories
Share

તારી ધૂનમાં.... - 14 - નવી સવાર....

સારંગ ચા ની તપેલી ગેસ પર ચઢાવી જ રહ્યો હોય છે ત્યાં ચાવીથી ઘરનો દરવાજો ખોલવાનો અવાજ આવે છે અને તે સમજી જાય છે આ વિધિ જ છે.

વિધિ : સુપ્રભાત.
સારંગ : સુપ્રભાતમ્.
વિધિ : તું તૈયાર થવા જા.
હું બનાવી લઉં છું ચા - નાસ્તો ફટાફટ.
તે રસોડામાં આવતા કહે છે.
સારંગ : તું ખાસ એના માટે આવી છે??
વિધિ : હાસ્તો.
નહિતો તું ચા પીને જ રવાના થઈ જાત.
સારંગ ગેસ પાસેથી ખસી જાય છે અને વિધિ ત્યાં આવી જાય છે.
વિધિ : તમે હજી રસોડામાં ઉભા છો??
સારંગ : જાઉં છું.
તે મુસ્કાય છે ને તેના રૂમમાં તૈયાર થવા જતો રહે છે.

15 મિનિટ પછી

વિધિ : ગરમાગરમ ચા અને ઉપમા.
સારંગ : હું જાઉં પછી તું શું કરીશ??
વિધિ : હું નીતિ ના ઘરે જવાની છું.
પછી ત્યાંથી 11 વાગ્યે અમે બંને સાથે ડાન્સ ક્લાસમાં જઈશું.
અને પછી મારે the_happyheart માટે અમુક જણાને મળવા જવાનું છે.
અને પછી 3:30 સુધીમાં હું પાછી અહીંયા આવી જઈશ.
સારંગ : તો પછી હું પણ 3:30 એ જમવાનું લઈને આવી જઈશ ઘરે.
વિધિ : ફરી બહારનું??
સારંગ : આ તો....
વિધિ : હું બનાવી લઈશ આવીને.
સારંગ : સારું.
ચાલો, હવે હું નીકળું.
સારંગ ઉભો થાય છે.
વિધિ : હા.
સારંગ : તને મૂકી જાઉં??
વિધિ : હું રીક્ષામાં જતી રહીશ.
તું જા.
સારંગ : ઓકે બાય.
વિધિ : બાય.
વિધિ વોલ ક્લોકમાં સમય જુએ છે.
વિધિ : 8:00.
સહેજ વાર રહીને નીકળું નીતિ ના ઘરે જવા.

* * * *

ક્રિષ્ના : તારી ચા.
તે હમણાં જ ઉઠીને બહાર આવેલા કુશલ ને તેનો ચા નો કપ આપતા કહે છે.
અને પોતાની કોફી, સાથે બંને માટે થેપલા લેવા રસોડામાં જાય છે.
કુશલ : આજે ન્યુઝ પેપર નથી આવ્યું??
તે રોજની જગ્યા પર ન્યુઝ પેપર ના દેખતા પૂછે છે.
ક્રિષ્ના : ના.
તે કોફી અને થેપલા લઈ બહાર આવતા કહે છે.
કુશલ : તું આખી રાત જાગતી હતી ને??
ક્રિષ્ના : સવારે 5 વાગ્યે ઉંઘ આવી.
કુશલ : એટલે તું 3 જ કલાક સૂતી....
ક્રિષ્ના : સરપ્રાઈઝ બહુ સરસ હતુ.
કુશલ : હા.
મને પણ ગમ્યું.
તે ચા પીતા કહે છે.
ક્રિષ્ના મુસ્કાય છે.

ક્રિષ્ના : આજે એક નવી સવાર થઈ હોય એવું લાગે છે!!
આજે હું મનમાં અને દિલમાં કોઈ ગીલ્ટ રાખ્યા વિના ઉઠી.
અને ઉઠી ત્યારે ખબર પડી કે કેટલા દિવસથી હું આ જ સવારની તો શોધમાં હતી.
તે ખુશ થતા કહે છે.
કુશલ ને પણ સાંભળીને ખુશી થાય છે અને તે બાજુમાં બેઠેલી ક્રિષ્ના ના ખભા પર મૂકતા તેને પોતાની તરફ ખેંચી તેના જમણા ગાલ ને ચૂમી લે છે.
કુશલ ના આમ કરવાથી ક્રિષ્ના ના ચહેરા પર ની ખુશી વધી જાય છે.

બંને ફરી તેમના ચા - કોફી પીવા લાગે છે.
કુશલ : થેપલા છે ને તારે જ બનાવવાના.
તું મારા કરતા વધારે સારા અને પોંચા બનાવે છે.
ક્રિષ્ના : ડન.
કેટલા દિવસે આજે જાણે શાંતિ થઈ એવી ફીલિંગ આવે છે ને તો આજે બસ આમ આરામથી બેસી રહેવું છે.
ઓફિસ જવાનું પણ મન નથી થતુ.
કુશલ : એ દેખાય રહ્યુ છે.
અને મને પણ મન નથી થઈ રહ્યુ.
પણ જવું પડશે.
ક્રિષ્ના : આપણા બોસ માટે આપણે જવું પડશે.
કુશલ : એ જ.
બંને હસે છે અને તૈયાર થવા માટે ઉભા થાય છે.

* * * *

નીતિ વિધિ ને તે કુશલ અને ક્રિષ્ના ઘરે ગયેલી તેની વાત કરે છે અને કુશલ ના વખાણ કરતા થાકતી નથી.
જે સાંભળી વિધિ ખૂબ ખુશ થાય છે અને મનોમન ભગવાનનો આભાર માને છે કે હાશ....હવે બધુ બરાબર થવા લાગ્યું.

નીતિ : ખરેખર, મારા જમાઈરાજ દિલના બહુ સારા છે.
અને તેમનો સ્વભાવ પણ મોજીલો છે.
જો તેમનો ફોટો બતાવું તને.
કહી તે તેના મોબાઈલમાં વિધિ ને કુશલ અને ક્રિષ્ના ના ફોટા બતાવે છે.
જેમાંથી અમુકમાં નીતિ પોતે પણ હોય છે.
ગઈકાલે તેમણે સાથે સેલ્ફીઝ લીધી હોય છે.
વિધિ : તારા જમાઈ દેખાય પણ સારા છે.
નીતિ : હવે મનીષ ને મનાવવાના છે.
મારો વિચાર છે એક વાર તે માની જાય પછી જમાઈરાજ અને ક્રિષ્ના બંને ને સરપ્રાઈઝ આપીશું સાથે તેમના ઘરે જઈને.
વિધિ : સરસ વિચાર છે.
નીતિ : પણ આ મનીષ ને મનાવવા જ અઘરા છે.
વિધિ : સમય સાથે માની જશે.
નીતિ : જલ્દી માને તો સારું.
ચાલ, હવે ચા બનાવું.
તારી જ રાહ જોતી હતી.
નીતિ રસોડામાં જવા ઉભી થાય છે.

* * * *


~ By Writer Shuchi



.