આકાશના પોતાના ખંભા પર હાથ ફેરવતાં હાથ લોહીવાળો થઈ ગયો. હદયના ધબકારા વધવા લાગ્યાં ધકધક...ધકધક...ધકધક... આકાશની ઉપર ઉંચુ ઉપાડીને જોવાની હિમ્મત નથી રહેતી. મનોમન પોતાને આવેલું સપનું પોતાની આખો સામે રૂબરૂ હકીકત બનતું જાય છે.આકાશ હિમ્મત કરીને ઉપર જોવાંનો પ્રયત્ન કરે છે.
નજર ઉંચી કરીને ઉપર જોતાં વેંત આકાશની આંખો પહોળી થઇ જાય છે. ઝાડ પર મરેલી હાલતમાં લટકતો રોકીનો મૃતદેહ દેખાણો. આ દશ્ય જોતાં આકાશનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવો આઘાત લાગ્યો. બધું જોતાં એકાએક આકાશનો મગજ સુન્ન પડી જાય છે.
રોકીના મૃતદેહને જેમ સપનામાં નજરે આવતું જોયેલું. એ રૂબરૂ હકીકત પોતાની આંખો સામે આવીને ઉભી હતી . રોકીના ગરદન પરથી લોહી નીચે ટપકતું હતું.આ બધું જોઈને ત્યાં વધું સમય ન વિતાવતા આકાશ હવેલી તરફ સુરક્ષિત આગળ વધવાનો એક માત્ર માર્ગ દેખાતો હતો. આકાશની હવેલી ગામમાં જવાનાં રસ્તેથી બે રસ્તા હતાં એક અંદર બજાર તરફ આને બીજો રસ્તો ખેતર તરફ જ્યાં હવેલી હતી. આકાશના પુર્વજો દ્વારા વારસામાં હવેલી મળેલી હતી.
શરીર પાણી પાણી થવા લાગ્યું આકાશ હિમ્મત કરીને ત્યાંથી ઝડપભેર ચાલવાનો પ્રયત્ન કરે છે. પરંતુ પાછળ કોઈ આકાશ તરફ આવતું હોય એવું લાગતું અને કોઈ જાણે આકાશને કશું કહેવા માગતું હોય એવી પરિસ્થિતિ સામે હતી. હવેલીથી અંદાજે દસ ફુટ દુર હતો. જેવો હવેલી નજીક આવતાં ઝડપભેર ચાલવાનો પ્રયત્ન કરતાં પગમાં પથ્થરની ઠેસ લાગવાથી આકાશ નીચે જમીન પર પડી જાય છે. ત્યાં પાછળથી કાનમાં ધીમેથી અવાજ સંભળાયો "તસવીર ".
એક સેકન્ડ સુધી હ્દય ધબકવાનું ચુકી ગયું હોય એવું ડરાવનો આભાસ આકાશને થયો. આકાશ આમતેમ જોવા લાગ્યો. ફરી ત્યાંથી ઉભો થઇને જેવો હવેલીના આંગણામાં અંદર પ્રવેશ કરવા જાય ત્યારે "સાધુ...સાધુ"...એવો સાદ આખા આંગણામાં ગૂંજી ઉઠ્યો. હ્રદયના ધબકારા વધી જાય છે. જાણે નવું જીવન પ્રાપ્ત થયું હોય એવી અનુભૂતિ આકાશને હવેલીની અંદર સલામતીથી પહોંચી જતાં થાય છે.
આકાશ જેવો હવેલીમાં અંદર પ્રવેશ કર્યો ત્યાં સમીર આવી પહોંચ્યો. સમીર : " આકાશ તું ક્યાં હતો ? હું ક્યારનો તને શોધી રહ્યો છું ".
આકાશના મગજમાં થોડીવાર પહેલાં ઘટેલી ઘટનાઓ ફરતી હતી. મગજમાં " સાધુ...સાધુ... સાધુ..." શબ્દો ગુંજી રહ્યાં હતાં. મોઢામાંથી શબ્દો બહાર નથી નીકળી રહ્યાં. આકાશ સમીરને હવેલીના ગેટ તરફ હાથ વડે ઈશારો કરે છે. આકાશના મગજમાં સંભાળેલો શબ્દ "તસવીર" પર વિચાર આવ્યો કે મારી પાસે તસવીર ક્યાંથી.
હાથમાં લોખંડનો સળિયો લઈને સમીર ઘીમે ઘીમે આગળ વધી રહ્યો હતો ત્યાં પાછળથી બુમ પાડી " આકાશ... આકાશ..." અવાજ હવેલીની અંદરથી આવ્યો.
અવાજ સાંભળતાં આકાશ અને સમીર દોડીને હવેલીમાં અંદર જવા લાગે છે. અંદર જતાં આકાશની કાકી સુધા ગભરાયેલી હતી.
આકાશ સુધા કાકી એની તરફ જોઈ રહ્યો છે. બહાર અનુભવેલા ડરામણા દશ્યના કારણે મોઢામાંથી અવાજ નથી નીકળી રહ્યો. રસોડામાંથી ચાંદની પાણીનાં બે ગ્લાસ લઈને આકાશ પાસે આવી. સુધા અને આકાશ પાણી પીવે છે.
સમીર : " શું થયું કાકી "?
સુધા : " આકાશ તારાં કાકા સાથે ફોનમાં વાત ચાલું હતી શહેરથી ઘરે આવવા નીકળી ગયાં હતાં. રસ્તામાં ગાડીમાં પંચર પડવાથી ઘરે આવવાનું મોડું થઈ ગયું. હમણાં જ ફોનમાં વાત ચાલુ હતી ત્યાં અચાનક તારા કાકાની ચીસ સાંભળી મેં સામે હેલ્લો... હેલ્લો... કીધું છતાં સામેથી કોઈ અવાજ સંભળાયો નહિ ".
આકાશ મને ખુબ ચિંતા થય રહી છે. અને હા જાણે એમની બાજુમાં કોઈ સ્ત્રીના ઝાંઝરનો અવાજ ફોનમાં આવ્યો અને ફોન અચાનક કટ થઇ ગયો. મેં પાછો લગાડ્યો પણ ફોન બંધ આવે છે.
આકાશથી માંડ બોલાયું કાકી તમે બરોબર સાંભળ્યું કોઈ સ્ત્રીના ઝાંઝરનો અવાજ આવ્યો ? સુધા માથું ઘુણાવીને હા પાડે છે.
સમીર : " આકાશ આપણે જલ્દીથી ગાડી લઇને ત્યાં જવું જોઈએ જરૂર શહેર જતાં રસ્તામાં કોઈ જગ્યાએ કાકાની ગાડી મળી જાઈ ".
આકાશની વાતથી સહેમત થઇને આકાશ હા પાડે છે. આકાશ અને સમીર બન્ને બહાર આંગણામાં પડેલી ગાડીમાં બેસીને આકાશનાં કાકા અધિરાજને શોધવાં નીકળે છે.
ક્રમશ...