Padmarjun - 12 in Gujarati Fiction Stories by Pooja Bhindi books and stories PDF | પદમાર્જુન - (ભાગ -૧૨)

Featured Books
Categories
Share

પદમાર્જુન - (ભાગ -૧૨)

પદમાર્જુન ( ભાગ : ૨)
સારંગપુર
ખુલ્લા મેદાનમાં એક અઢારેક વર્ષનો યુવાન તલવાર પકડીને ઉભો હતો. તેની સામે શ્વેત વસ્ત્ર વડે મોં ઢાંકીને એક પંદર વર્ષની યુવતી પણ પોતાનાં નાજુક હાથો વડે તલવાર પકડીને ઉભી હતી.
“શાશ્વત, આજે તો હું તને હરાવીને જ રહીશ.”તે યુવતી બોલી.

“એ તો સમય જ કહેશે અને એમ પણ તારાં અવાજ પરથી સ્પષ્ટ છે કે તું મારાથી ગભરાઈ ગઈ છો.”શાશ્વતે હસતાં -હસતાં કહ્યું.

“ગભરાઉ અને એ પણ તારાથી? હઅહ..પદમા ક્યારેય કોઈથી ગભરાતી નથી.”પદમાએ તલવાર પરની પકડ મજબુત કરી જુસ્સા સાથે કહ્યું.

પદમાનો જુસ્સો જોઈને શાશ્વતે પોતાની તલવાર વડે તેનાં પર પ્રહાર કર્યો પરંતુ પદમા પણ તલવારબાજીમાં કંઈ ઓછી નહતી. તેથી શાશ્વતે કરેલાં પ્રહારને પોતાની તલવાર વડે રોકી દીધો. બંને વચ્ચે થોડો સમય તલવારબાજી ચાલી. શાશ્વતે ફરીથી પોતાની તલવાર વડે પદમા પર પ્રહાર કર્યો.પદમાએ બચવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેનાં હાથમાંથી તલવાર છૂટી ગઈ અને તે નીચે પડી ગઈ.શાશ્વતે પોતાના હાથમાં પકડેલી તલવાર પદમાનાં ગળા પાસે રાખી.

“હજુ ઘણું શીખવાનું બાકી છે તારે.”શાશ્વતે કહ્યું અને પદમાનાં ગળા પાસેથી તલવાર હટાવી પોતાનો હાથ ધર્યો.પદમાએ શાશ્વતનો હાથ પકડ્યો અને ઉભી થઇ.
“ચાલ, આ વખતે પણ તું હારી ગઈ.હવે તો માની લે કે હું તારાં કરતાં સારો યોદ્ધા છું.”શાશ્વતે પદમાની આંખોમાં જોઇને પૂછ્યું કહ્યું.

પદમાએ પોતાના મોં પરનું શ્વેત વસ્ત્ર હટાવ્યું અને કહ્યું, “અત્યારે ભલે તું એક સારો યોદ્ધા છે પણ એક દિવસ હું તારાં કરતાં પણ સારી યોદ્ધા થઇને બતાવીશ.”

શાશ્વતે હજુ પણ પદમાનો હાથ પકડી રાખ્યો હતો.
“સારી યોદ્ધા પછી બનજે, પહેલાં મારી સહાયતા કર.”પદમાની નાની બહેન રેવતીએ કહ્યું.

પદમાએ ફટાફટ પોતાનો હાથ શાશ્વતની પકડમાંથી છોડાવ્યો અને કહ્યું,
“હા ચાલ.”


પદ્મિની અને પદમા વચ્ચે શું સંબંધ હશે?
શું અર્જુન અને પદ્મિની ફરીથી મળી શકશે?

.......


"મિત્ર,તારું મારા આશ્રમમાં સ્વાગત છે."ગુરુ તપને કહ્યું.


ગુરુ તપન અને ગુરુ સંદીપ બંને મિત્રો હતા. બંનેએ તપનનાં પિતા નચિકેત પાસેથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.ત્યારથી તે બંને ગાઢ મિત્રો હતા. શિક્ષણ પૂરું થયા બાદ તપને પોતાના પિતાનો આશ્રમ તપોવન સંભાળ્યો હતો જ્યાં જ્યારે સંદીપે ઉત્તર-પુર્વ વિસ્તારમાં રાજકુમારોને શિક્ષણ દેવાં સાંદિપની આશ્રમની સ્થાપના કરી હતી.


ગુરુ સંદીપ અને ગુરુ તપનની મિત્રતા ગાઢ હતી પરંતુ ગુરુ તપનને એ વાતન થોડું-ઘણું અભિમાન હતું કે છેલ્લા બે વખતથી તેમનાં શિષ્યો યોદ્ધા સ્પર્ધા જીતી રહ્યા છે જ્યારે ગુરુ સંદીપને એ વાતનો રંજ હતો કે તેમનાં શિષ્યો એ સ્પર્ધા જીતી શકતાં નથી.


"મિત્ર, આ શોર્યસિંહ છે,વિરમગઢનાં સેનાપતિ અને આ મારા શિષ્યો. આ અર્જુન છે.મારો શિષ્ય કે જે આ સ્પર્ધામાં ભાગ લેવાનો છે."


"પ્રણીપાત ગુરુ તપન." અર્જુને તેઓનાં ચરણસ્પર્શ કરતા કહ્યું.


"કલ્યાણ હો પુત્ર અર્જુન."ગુરુ તપને અર્જુનનું નિરીક્ષણ કરતાં કહ્યું.


આત્મવિશ્વાસથી ભરપુર ચહેરો,તેજસ્વી આંખો અને માયાળુ સ્વભાવ.ગુરુ તપન તેનું વ્યક્તિત્વ જોઈને જ પ્રભાવિત થઈ ગયા.


"મિત્ર, તારો શિષ્ય ક્યાં?"ગુરુ સંદીપે પૂછ્યું.


"એ આજે બપોર સુધીમાં સારંગગઢનાં રાજમહેલમાં પહોંચી જશે. માટે કાલે પ્રતિયોગીતામાં જ આવી જશે."


થોડા સમય બાદ એક અર્જુન જેટલી ઉંમરનો જ યુવાન આવ્યો અને ગુરુ તપનને કહ્યું,


"પ્રણીપાત ગુરુદેવ.રાજકુમાર વિદ્યુત સારંગગઢ સકુશળ પહોંચી ગયા છે.કાલે તેઓ અહીં રાજા સાથે આવી જશે."તે રાજા શબ્દ થોડી કટુતા સાથે બોલ્યો જે બધાનાં ધ્યાનમાં આવી ગયું.


"તું રાજમહેલ ન રોકાણો?"ગુરુ તપનનાં એક શિષ્યે તે યુવાનને પૂછ્યું.આ જોઈને ગુરુ તપને પોતાના શિષ્ય સામે ગુસ્સાથી જોયું અને તે યુવાન તરફ જોઈને કહ્યું,


"પુત્ર શાશ્વત, તું આજે મારા આશ્રમમાં જ રોકાઇ જજે અને મને સ્પર્ધાનું આયોજન કરવામાં મદદ કરજે."


"હા ગુરુદેવ,હું માત્ર રાજકુમાર વિદ્યુતને પ્રોત્સાહિત કરવા માટે અને તમને આયોજનમાં સહાયતા કરવા માટે જ સારંગગઢ આવ્યો છું."શાશ્વતે કહ્યું અને બધાને ફરીથી પ્રણામ કરી સ્પર્ધાનું આયોજન કરવામાં લાગી ગયો.