કૌસર ખાન. સામાન્ય નામ હતું. કૌસર ખાન શ્રુતિના કેસની ઇન્ચાર્જ હતી. સવારે ૭: ૧૫ તેની સાથે બે કોંસ્ટેબલ, અને તેની પાછળ ફરતો કોઈ ભાઈ હતો, તેની સાથે આવી ગઈ હતી. પ્રિલીમનરી સર્ચ મુતાબિક મૃત્યુનું કારણ કોઈ પદાર્થ માથે જોરથી મારવામાં આવ્યું હતું. કોઈ પથ્થર હતો. લોહી બધુ વહી ગયું, અને પાછળના મગજ જમીન સાથે પછડાતા તેનામાં તીરાડ પડી ગઈ. તીરાડ કોઈ ઓપરેશનથી પુરાઈ તેવી ન હતી. મોટા મગજ પર અસર થાય તે પહેલાજ લોહીના કમીથી મૃત્યુ થઈ ગઈ. જુઓ તો લાગે કોઈને ૧૫માં માળથી નીચે પાડવામાં આવ્યા હોય. તે પથ્થર ક્યાંય જ ન હતો. અને એટલી જોરથી પથ્થર મારવામાં આવ્યો હતો- પણ બોડી પર ડીએનએ ન હતું. તો કોને માર્યુ?
એવું તો હતું નહીં કે તે બચી જાય. એટલે કૌસરે ચાલુ કર્યુ. કાતિલ અહીં પોહંચ્યો હશે? ચાલતા, તો નજીકમાં કોઈ જગ્યા હશે. દૂર- તો કોઈ વાહનનો ઉપયોગ કર્યો હશે. આજુ બાજુ જેટલા પણ સી સી ટીવી લાગ્યા હોય તે જોયા, અને આજુ બાજુમાં રહેતા લોકોની પૂછ પરછ કરી. સામે જ દરિયો હતો. દરરીયા પર પહોંચવાના ઘણા રસ્તા હતા. બે ગુપ્તચરો હતા જે દરીયાઇ રસ્તાનું ધ્યાન રાખતા હતા. તેમના મુતાબિક દરીયામાં તો કોઈ ન હતું આવ્યું. એટલે એ રસ્તે ન હોય શકે. અહીં પોહંચવાનો રસ્તો એક હતો પગ પર આવવું. આજુ બાજુ બધી વિરાન હતું. સામે જે બે એકરની જમીન હતી, તે જમીનના મજૂરોએ સવારે કોઈને જોયા ન હતા. પણ એક બીજાે રસ્તે હતો, નારિયેળીના જંગલની પાછળ જ હતું. ત્યાં જ શ્રુતિનું શરીર પડ્યું મળ્યું હતું.
એ રસ્તો તો હતો જ, તેની સાથે હતો એ રસ્તો જે રસ્તો કદાચ, કૌસર, મુતાબિક શ્રુતિને તેની મૃત્યુ તરફ દોરી ગયા હશે. ઘરની અંદરનો રસ્તો. જે રસ્તે શ્રુતિ આવી, એજ રસ્તે તેનો કાતિલ આવ્યો, પાછળ જોયું, ત્યાં શ્રુતિ હતી, ત્યાં જ તેને પતાવી દીધી. તો એ પથ્થર ક્યાંથી આવ્યો? એ પ્રશ્ન આવે. હોય શકે તેની મૃત્યુ નિશ્ચિંત હોય? કે તે મુરતયું પામશે, એ નક્કી હોય.
એવું હોય શકતું હતું. પણ તો એ પથ્થર રાત્રે લવાયો હશે. કોણ લાવે? ત્રણ લોકો: તનિષ્ક, કે ક્રિયા.
હાલ ધ્યાન તનિષ્ક પર હતું. ક્રિયાને બાદ કરવામાં આવી ન હતી. તેની પર વાધારે શક હોવો જોઈએ.
તનિષ્ક પર ધ્યાન હતું, કારણકે:
તનિષ્ક શ્રુતિના મિત્ર ન હતા, તો પણ કોઈ અજાણી જગ્યા પર જવા તૈયાર થઈ ગયા હતા.
તે શ્રુતિને ત્યાં રહવાના પૈસા આપતા હતા.
તેઓ શ્રુતિની મૃત્યુ પર ભાગી ગયા હતા.
‘કોઈ પણ મર્ડર પાંચ કારણસર થાય છે:
પૈસા- શ્રુતિ સાથે પૈસા હતા.
બદલો- શ્રુતિ ની સાથે બદલો કોણ લેવા ઈચ્છે?
પ્રેમ- કોઈ જૂનો પ્રેમી?
વાસના- કોઈ વિકૃત માણસ? કોઈના સંબંધ વચ્ચે આવી ગઈ હોય તો.. પણ કોણ?
ઘેલછા- એવા તો કેટલા હોય શકે.
તેના મમ્મી પપ્પા ત્યાં ન હતા. તેઓને જોતાં લાગતું હતું કે તેઓ શ્રુતિની મૃત્યુ પાછળ દુખી હતા. કૌસર પ્રમાણે તેઓ કાતિલ ન હોય શકે.
શ્રુતિનો કેસ ‘જો.. તો..’ પર લાગેલો હતો. ‘જો શ્રુતિ ઉઠશે.. તો તે અવાજ સાંભળશે’ ‘જો શ્રુતિ અવાજ સાંભળશે.. તો શ્રુતિ નીચે જોશે..’ ‘જો શ્રુતિ નીચે જોશે.. તો કદાચ તે નીચે આવશે’ તો એ અવાજ શું હતો, કે તે દ્રશ્ય શું હતું જેનાથી તે ઉઠી ગઈ.
એલાર્મ? ના. તેના ફોનમાં કોઈ એવું એલાર્મ ન હતું.
ફોન? કોઈનો ફોન ન આવ્યો હતો.
દરવાજો ખખડ્યો હશે? હા હોઇ શકે.
બારી નઇ બહાર કે તિજોરીમાં પણ કોઈ અવાજ થાય તો કોઈ પણ જાગી જાય.
ક્રિયા મુજબ તે મૃત્યુ પામી પછી તે જબકી જાગી ગઈ હશે. હોય શકે તે પથ્થર પડ્યો તો કોઈ અવાજ આવ્યો હોય. ના, તે તો પહેલા જાગી ગઈ હતી. એટલે અવાજ એવો હતો જે બંનેઉને ઉઠાવી શકતો હતો. તનિષ્ક ઊંઘતા હતા. શું તે ઊંઘતા હતા?
ઘરમાં અવાજ થયો, કે બહાર? ઘરમાં થયો હોય તો-
‘શ્રુતિનો બોયફ્રેંડ હતો. તે અહીંજ છે.’