Preet's planting .... in Gujarati Love Stories by वात्सल्य books and stories PDF | પ્રીતનું વાવેતર....

Featured Books
Categories
Share

પ્રીતનું વાવેતર....

પ્રીતનું વાવેતર......
*******
આજે એ ભાઈ ભાભી સાથે.પ્રથમ વખત સૂરત જઈ રહી હતી.આજ સુધી સુરતની વાતો ખૂબ સાંભળી હતી.બસમાં રિઝર્વેશન કરી દીધું હતું. રાતની બસમાં સફર ખેડવાની હતી.ભાભી કહેતી કે સુરતમાં મસ્ત મસ્ત સાડી માર્કેટ,ઉભરાટ નો દરિયો,ડુમ્મસની દરિયા કિનારાની મોજ.હોડીમાં કોઈ દિવસ બેઠી નથી,પરંતુ ભાભી કહેતી કે ખૂબ મજા આવે.એય.. ને... આ બંધનમાંથી મુક્ત મને પોતાના પ્રેમી સાથે હાથમાં હાથ પકડી ટહેલવાની તો મજા જ મજા.પોત-પોતાના પ્રેમીને લઇને રવિવારે કે વાર તહેવારે સુરતી પ્રજા એન્જોય કરવા દમણ,દીવ,મુંબઈ,સાપુતારા નીકળી પડે.તે જોવાની નણંદબા મને તો ખૂબ મજા પડી જાય છે. આ વખતે ભાભીના મોઢે રૂઢિચુસ્ત બાપને મનાવી લીધા હતા.બાકી "સેજલ" ને સ્હેજેય બાજુના ઘેર પણ ના જવા દે.સેજલની બા સતત સેજલની ઉપર નજર નાખતી.કેમકે ઉત્તર ગુજરાતના રૂઢિચુસ્ત વાતાવરણમાં સેજલનો ઉછેર થતો હતો.કોઈ અપરિચિત છોકરાઓ જોડે તો એને બિલકુલ મોકલે જ નહીં.પરંતુ આજ ભાઈ ભાભીના બહાને નવી દુનિયા જોવાનો એને મોકો મળી ગયો.ભાઈ ક્લર-કેમિકલ બનાવવાની કંપનીમાં નોકરી કરતો હતો.પગાર પણ ખૂબ સારો હતો.ભાભી ખૂબ રંગીન હતાં.માર્કેટમાં આવતી નવી ડિઝાઇનની સાડી પહેરવાનો એને ગાંડો શોખ હતો.ભાઈને પોતાની પત્નીનો શોખ પૂરા કરવાનો શોખ હતો.સેજલ આજ તેના નવા નવા ડ્રેસ કાઢી બેગમાં પૅક કરતી કરતી વિચાર કરતી હતી.
ભાભી જોડે એને બહુજ ગમતું.ભાભી કરતાં બહેનપણી વધારે હતી.આખો દિવસ ભાભી ભાભી શબ્દ સાંભળી ઘરનું વાતાવરણ તાજું રહેતું.સેજલ કોલેજના ત્રીજા વરસમાં હતી.ખૂબ સોહામણી,ગોરી કાયા અને તેનાં યૌવનની ચર્ચા દરેક ફળીયાનાં જુવાનિયાઓ ખાસ કરતા.તે કૉલેજ જાય પરંતુ કોઈ છોકરાઓ બાજુ નજર ના કરતી.કેમકે તેને તેના ખાનદાન પરિવારની બીક હતી.કોઈ છોકરી છોકરાઓ બાજુ જુએ તો છોકરીઓને ઘરમાં પુરીને માર મારે અને છોકરાઓ પર છેડતી માટે કાયમ ગામમાં ઝઘડાઓ થતા.એટલે છોકરાઓ પણ છોકરીઓથી દૂર ચાલતાં.
સેજલનું કુટુંબ બધી રીતે આગળ હતું.રાજકારણ,પૈસો,પાવર,ભણતર વગેરેમાં નાતમાં.તે ખૂબ ઊંચું હતું.માટે સેજલની નજીક કોઈ છોકરાને ફરકવું એટલે મોતને મુઠ્ઠીમાં રાખી ચાલવું પડતું.
આજ કોલેજમાં છુટ્ટી હતી.છવીસમી જાન્યુઆરી હતી,સાથે શનિ-રવિ અને વસંત પંચમી જેવા તહેવારથી તેને કોલેજમાં છ-છ દિવસની રજા હતી.ભાભીએ ખૂબ આગ્રહ કરીને સેજલને તૈયાર કરી હતી.આખો દિવસ બેગમાં શું શું લઇ જવું તેવી કડા કૂટમાં તેની બેગ ફાટી જાય તેટલી ભરાઈ ગઈ.સૌ સમય થયે બસ પકડી.ભાભી સાથે તેનાં બે બાળકો પણ હતાં.એટલે બસમાં બે અને ત્રણ બેઠકવાળી સીટમાં સૌ ગોઠવાઈ ગયાં.રાતનું જમવાનું હતું નહીં.કેમકે સાંજે સૌ જમી ને જ બસમાં બેઠા હતાં.ઠંડીનો ચમકારો હતો.બસમાં સૌ એકબીજાંને અડીને બેઠા હતાં.કેમકે બસમાં ભીડ હતી.સાથે બે સીટની વચ્ચે ઉભેલા અન્ય પેસેન્જરની વાડ હતી.સેજલની સીટમાં તેના ગામનો પરંતુ અપરિચિત એક કોલેજીયન પણ હતો.
બસ હાઇવે પર સડસડાટ ચાલતી જતી હતી.સૌ જમીને બેઠાં હતાં એટલે ઝોકે ચડેલા હતાં.તેવી રીતે આખા દિવસના સૂરત જવાના દિવસ્વપ્નમાં રાચતી સેજલ પણ ઉંઘમાં ઝોકાં ખાવા લાગી.જોડે બેઠેલા "અલ્પ" સાથે રીતસર ખભે અથડાતી વારંવાર પોતાની જાતને સાચવતી ઊંઘતી હતી. બસની અંદરની બત્તીઓ બંધ થઇ ગઈ.. કાંડક્ટર પણ ટિકિટનું કામ પતાવી કેશ ગણવામાં મશગુલ હતો.આ વખત સેજલ અલ્પના ખોળામાં રીતસરની ઊંઘ લઇ લીધી. અલ્પ ખૂબ શરમાતો હતો.પરંતુ અન્ય પેસેન્જર નું ધ્યાન ન્હોતું એટલે સેજલની આ ઊંઘ તેને શુકન્વંતી લાગવા માંડી.તેણે ધીરેથી સેજલનું બાવળું પકડી પોતાના ખોળામાં સુઈ ગયેલી સેજલને કીધું.તમેં સરખાં બેસો.અન્ય લોકો તમારી પર નજર નાખે છે.
સોરી...સોરી... કહી તે સ્વસ્થ થઇ.અને કહેવા લાગી..તમારે ક્યાં ઉતરવાનું છે?... સૂરત "ok" મારે પણ સૂરત જ જવાનું છે. સારું ચાલો તો આપણને આ સીટમાં આવી રીતે જ બેસીને ઊંઘ કાઢવાની છે.મતલબ તમેં અમદાવાદ સુધી હોત તો મને સૂરત સુધી આખી સીટમાં લાંબી થઇ ઊંઘવાની મજા લેત..આજ ખરેખર મને ખૂબ ઊંઘ આવે છે.
અજાણ્યા છોકરે સેજલની વાત સાંભળી કોઈ ઉત્તર ના આપ્યો.સેજલ ફરી બોલી..તમારું નામ શું?
"અલ્પ "
તમેં સૂરત ક્યાં રહો છો? શું કરો છો?
"હું ભેસ્તાન છું,એક કંપનીમાં મેનેજર છું."
તમેં ફેમિલી સાથે રહો છો?
અલ્પ :"ના હાલ સિંગલ છું". મમ્મી પપ્પા ને સુરત નથી ફાવતું. ભાઈ નાનો છે.હું ખુદ એકલો જ છું કંપનીના મકાનમાં રહું છું.જાતે જ બધું કામ કરી લઉં છું.
સેજલને આ યુવક પ્રત્યે વધુ જાણવાની ઇંતેજારી જાગી.
"તમેં લગ્ન કેમ નહીં કરતા આટલી તકલીફ પડે છે તો?
અલ્પ :હું શોધું છું.મને મળી જશે તો આ સાલ કરવાં જ છે.કેમકે મોટી જવાબદારીમાં મને સમય નથી મળતો.થાકી જઉં છું.હોટેલનું ભાવતું નથી. શક્ય ત્યાં સુધી હું બધું જાતે જ કામ કરી લઉં છું. મારે કોઈ એવી છોકરીની જરુર છે,જે હરવા ફરવા ઘર સાચવવા મને સાચવે મારા પરિવારને સાચવે તેવી સંસ્કારી છોકરી જોઈએ છે.મારો પગાર ઘણો છે.માત્ર ઘર અને મને સાચવે તે ઘણું. હું ખૂબ કમાઉં છું,એટલે.
સેજલ પણ હજુ કુંવારી હતી.માંગા આવતાં પરંતુ તેના બાપ જ તે લોકોને ના પાડી દેતા કેમકે પોતાની દીકરીને એ જાણતા હતાં."સંસ્કારી છોકરીને મારે જયાં ત્યાં તો નથી જ નાખવી."
સેજલ બોલી :અલ્પ તમારું એડ્રેસ અને નંબર આપો.હું તમારા આ અભિયાન માટે કોશિશ કરીશ.હું સૂરત ત્રણ દિવસ રોકવાની છું.ભાભી જોડે ઉભરાટ,સૂરત સીટી આ બધું જોવાનો પ્લાન છે.તમેં તમારી કંપનીમાં રજાનું સેટિંગ થતું હોય તો તમેં અમારી સાથે આવો તો ખૂબ મજા આવશે.બીજું કહું કે તમેં સંસ્કારી છો એટલે મારે પૂછવા જેવું પૂછી લીધું છે.એટલે મને તમેં અજાણ્યા નથી લાગતા..તમેં અમારી સાથે આવો તો સારું.હું મારી ભાભીને તમારી વાત કરીશ. પરંતુ આ વાત હાલ ખાનગી રાખજો.મારા ભાઈ ખૂબ જુનવાણી છે.સૂરત આવી ગયું.
અલ્પને આવજો કહી સેજલ રિક્ષામાં ગોઠવાઈ.ભાભી સાથે બસમાં બનેલી બધી બાબતોની વાત સેજલ એ ઘેર જઈ ને કરી.ભાભી પણ ખૂબ ખુશ થઇ ગઈ.
બીજા દિવસે પ્લાન મુજબ પોતાની કાર લઇ અલ્પ નિર્ધારિત સ્થળે આવ્યો.બાળકો સાથે ઉભરાટના દરિયે ફર્યા.બીજા દિવસે સાડી ડ્રેસની માર્કેટ ઘૂમીને અલ્પ સેજલને સૂરતનાં મુખ્ય મુખ્ય સ્થળે બતાવી લાવ્યો.એકબીજાનાં વિચાર સામ્યતા જણાતાં બેઉએ નક્કી કરી લીધું.... સેજલ હું તારી વાટ જોઇશ.જલ્દી જવાબ આપજે.બીજી બાજુ સેજલને આવો ગમતીલો સંસકારી છોકરો ગુમાવવો પોષાય તેમ ન હતું.
સેજલની ભાભીને અલ્પ ગમ્યા.સેજલને તો બસમાં જ ગમી ગયો હતો.તે એટલી ઉત્સુક હતી કે ગાલે ચુમી કરી હાથમાં હાથ રાખી કહી દઉં "અલ્પ! તારે બીજે ક્યાંય શોધવા નથી જવું.હું તારી પડખે બેઠી છું.તેમાં શોધ" અલ્પને l love you કહેવાનું મન થયું પરંતુ મનમાં રાખ્યું.
તેણીએ બંદૂક ભાભીને ખભે ફોડવાની મનસા કરી હતી.સેજલને અલ્પ ગમી ગયો ત્રીજો દિવસ તે ભાભીને બહાને એકલી નીકળી પડી.અલ્પના નિવાસે ત્રીજો દિવસ તેણે આખો દિવસ અલ્પ સાથે વાતો કરી.સાંજે આવીને ભાભીને કીધું કે "અલ્પ" મને ગમે છે... ભાભી તું ભાઈ ને કહેજે. હાલ નહીં હું અહીં થી કાલે ગામડે જવા નીકળું એટલે સમય સંજોગ જોઈ ને જ કહેજે.
સેજલ વળતાં એકલી ગામડે આવી ગઈ.આખી વાટ અલ્પના અલ્પ પરિચયે તે બહાવરી બની ગઈ.ભાભીને વારેઘડી ફોન કરી પૂછી લેતી ભાભી કોઈ વાત થઇ ભાઈ જોડે? ત્યારે ભાભી કહે તમારા ભાઈ જોડે હજુ કોઈ વાત નથી થઇ.સાંજે કરીશ...
સાંજે ભાઈ જોડે ભાભીએ વાત કરી.ભાઈ રાજી હતો.ગામડે વાત નાખી.સૌ સંમત થયાં.આવતી વસંતપંચમીના દિવસે મુહૂર્ત કઢાવી દીધાં છે...ત્યાં સુધી સેજલ ગ્રેજ્યુએટ થઇ જાય અને અલ્પ પોતાનું ઘર લઇ લે.....એટલે ધામધૂમથી સેજલ અને અલ્પ એક થઇ જશે.....અસ્તુ!
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)