(અંબાલાલની હવેલીમાં ખજાનો છે એવી લોકવાયકા સાંભળીને જીગ્નેશ એ ખજાનો લૂંટવા દૌલતનગર આવે છે. ગેસ્ટહાઉસમાં ખોદકામ કરે છે પણ કંઈ હાથ નથી લાગતું. અને ગેસ્ટહાઉસથી પાછો જતો હોય છે ત્યાં અંબાલાલને ચકોરી ઉપર જુલ્મ કરતા જુવે છે...હવે આગળ.....)
અંબાલાલની આવી ક્રૂર વાણી સાંભળીને જીગ્નેશનું લોહી ઉકળી ઉઠ્યું. એકજ ઝાટકે એણે છાપરા પરથી ચાર નળિયાં ઉડાડયા. નીચે અંબાલાલ અને એના બેવ ચાકરો કંઈ સમજે એ પહેલા.
'જય મહાદેવ' નો એણે જય ઘોષ કરીને એણે છાપરેથી સીધી અંબાલાલ ઉપર છલાંગ લગાવી.એનું શરીર એણે અંબાલાલ ઉપર પાડ્યું અને એના પગ બન્ને રાખેવાળો ની છાતીમાં એણે ફટકાર્યા. રાખેવાળો ઓરડાના દરવાજા સાથે જઈ ભટકાયા. જીગ્નેશ સ્ફૂર્તિથી હાથમાં ડાંગ પકડીને ઝપાટાબંધ ઉભો થયો ડાંગ ને ફેરવીને એણે જોરથી અંબાલાલના માથામાં ફટકારી. અંબાલાલને તમ્મર આવી ગયા.પછી જીગ્નેશ બન્ને રાખેવાળો ઉપર ડાંગ લઈને તૂટી પડ્યો. બન્ને રાખેવાળોને એણે ઉભા થવાની પણ મોહલત ન આપી અને મારી મારીને બન્નેને અધમુવા કરી નાખ્યા. ચકોરી તો આ ચમત્કાર જોઈને ચકિત જ થઈ ગઈ. એ મોમાં આંગળા નાખીને આ બહાદુરની વિરતાને જોઈ રહી. પેલા ત્રણેને અચેતન અવસ્થામાં પોહચાડીને. જીગ્નેશે ચકોરીને પુછ્યુ.
'ચાલો નિકળશું અહીંથી?' ચકોરીને હજુ માન્યામાં આવતું ન હતું કે એની વહારે કોઈ આવ્યું છે. એણે ગભરાહટ ભર્યા સ્વરે પુછ્યુ.
'ત.તમે કોણ છો?'
'હું ચોર છુ.' જીગ્નેશે સાચેસાચુ કહી દીધું.
'ચોર?' ચકોરીથી ચોંકી પડાયું.
'હા ચોર છુ.પણ અત્યારે તમારો મદદગાર છુ. બીજા રાખેવાળો આવી પોહચે એ પહેલાં અહીંથી નીકળી જઈએ. ચાલો જલ્દી.'
'પણ આપણે જઈશું ક્યાં.?'ચકોરી હજુ અસમંજસ માં હતી.એને ડર હતો કે ક્યાંક પોતે ઉલ માંથી ચુલમાં નો પડે. જીગ્નેશ એના ડરને સમજી ગયો. એટલે એને સમજાવતા બોલ્યો.
'પહેલા તો આપણે દૌલતનગર માંથી બાહર નીકળી જઈએ.પછી વિચારશું કે કયા જવું.'
'પણ. પણ.' ચકોરી હજુ ખચકાય રહી હતી.
'શુ પણ પણ. મારા પર ભરોસો નથી?' જીગ્નેશે પુછ્યુ અને પછી એનો ઉત્તર પણ એણે જ દીધો.
'હ.હ. ક્યાંથી હોય?એકતો આપણે બન્ને એક બીજા માટે સાવ અજાણ્યા. અને એમાં હું સાચું બોલ્યો કે હું ચોર છું. એટલે તમને મારી બીક લાગે એ સ્વભાવિક છે. પણ અત્યારે તમારે મારો ભરોસો કરવો જ રહ્યો. કારણકે અંબાલાલ ભાનમાં આવતા ફરીથી તમારી સાથે લગ્ન કરવાની પીપુડી વગાડવા મંડશે.'
'હા હા ઠીક છે ચાલો' કહી ચકોરીએ જીગ્નેશ નો હાથ પકડી લીધો. એ મુલાયમ રેશમ સરીખા હાથનો સ્પર્શ થતા જ જીગ્નેશના શરીરમાં એક ઝણઝણાટી વ્યાપી ગઈ. બન્ને જણ ઝડપથી ડેલા માંથી બાહર નીકળ્યા.
ત્યાં સામેથી અંધારામાં એક વ્યક્તિ દોડતી આવતી હોય એવું જીગ્નેશને લાગ્યું. તરત એણે ચકોરીને ડેલા પાસેની દિવાલ સરસી ઉભી રાખી દીધી. અને પોતે પણ શ્વાસ રોકીને દીવાલ સરસો ટટ્ટાર ઉભો રહી ગયો. એ વ્યક્તિએ એમને જોયા નહીં. અને ઝડપથી એ ત્યાંથી પસાર થઈ ગઈ. જીગ્નેશ ની આંખો બીલાડીના જેવી તેજ હતી એ અંધારામાં પણ એને ઓળખી ગયો હતો. એ સોમનાથ હતો. અને સોમનાથ ની પાછળ એનો પીછો કરતો સુખદેવ પણ દોડતો આવતો હતો.સોમનાથના પસાર થતા જ જીગ્નેશે પોતાની ડાંગ દોડીને આવતા સુખદેવના પગમાં ભેરવી. અને સુખદેવ ગંદી ગાળ બોલતા જમીન પર પટકાયો. અને જીગ્નેશ તરત જ સુખદેવની છાતી પર ચડી બેઠો. પોતાની ડાંગ બન્ને હાથે સજ્જડ પકડીને એણે સુખદેવના ગળામાં ભીંસી. સુખદેવ જીગ્નેશને પછાડવા મરણીયા પ્રયાસ કરવા લાગ્યો. પણ સવારથી જ જીગ્નેશને જે ખુંન્નસ સુખદેવ ઉપર હતું એ ખુંન્નસ એ મનોમન ઘૂંટવા લાગ્યો. એને એકેએક દ્રશ્ય તાજું થઈને નજર સામે તરવરવા લાગ્યું. પોતે હોડકામાંથી ઉતર્યો ત્યારે એની ઉલટ તપાસ લેતો સુખદેવ. સાંજે સોમનાથની ઝૂંપડીએ તેડવા આવેલો સુખદેવ. અને હવેલીએ એના પેટમાં મુક્કો મારીને એના વાળને મુઠ્ઠીમાં જકડતો સુખદેવ. જેમ જેમ એ દ્રશ્યો એને દેખાતા ગયા. એમ એમ એની ડાંગ ઉપરની ભીંસ વધતી ગઈ. અને પછી જયારે એક કડાક કરતો અવાજ આવ્યો સુખદેવના ગળાની નળી તુટવાનો. ત્યારેજ જીગ્નેશ એની છાતી પર થી બેઠો થ્યો.....
શુ જીગ્નેશ. ચકોરી અને સોમનાથ દૌલતનગરમાંથી સહીસલામત નિકળી શકશે? રાહ જુવો.. ....