આપણે મનુષ્ય પહેલા કોણ છીએ?આત્મા ખરૂને , શરીર ધારણ કરીને બન્યા જીવ આત્મા, પરમપીતા પરમેશ્વર ઈશ્વરનો અંશ એટ્લે જીવ આત્મા , માતા પ્રકૃતિ એ પાંચ તત્વ અગ્નિ આકાસ જળ વાયુ અને જમીન માંથી આ દેહ ઘડી આપણ ને આ શરીર (દેહ) માં પ્રાણ પુરેલ, એટલેકે આપણાં આત્મા ને આ બે હાથ બે પગ ,ધડ,મો આંખ નાક હોઠ, વાળું શરીર આપેલ, જેમાં આપણને પાંચ કર્મ ઇન્દ્રિયો આંખ, નાક, કાન ત્વચાં જીભ દ્વારાં કર્મ કરવાની અને કર્મ દ્વારાં ફળ મેળવવાની ભેટ આપી, સાથે સાથે તેજ દિમાગ અને ભાવનાત્મક રદય આપ્યું ,ખરુને ?
હા, આ વાત સત પ્રતિસત સાચી છે, પણ માણસને આ પાંચ ઇંદ્રિયોવાળો દેહ (શરીર) આપવાનો ઉદેશ્ય ખબર છે? ના હોય તો જાણી લેવો જોઈએ,
ઈશ્વર તમારી જેમાં આસ્થા હોય હાલ પૂરતું તેમ માનીને જ વિચારો, આ જીવન આપણને ભેટ આપી ઉપકાર નથી કરેલ ?
બધાજ જીવોમાં સર્વથી ઉતમ જીવન મનુષ્ય અવતાર આપ્યો ,એને આપણાં પ્રત્યે કેટલો અપાર પ્રેમ હશે??????
વાસ્તવમાં તો આ જીવન ઍક પડાવ છે, ઓમકાર થી જીવ છૂટો પડી દેહ ધારણ ની આ પ્રક્રિયા થી શિવ (ઓમકાર) માં પાછો ણ ભળી જાય ત્યાં સુધીની ,
ઉદેશ્ય ? એકજ , હા એકજ છે, ઈશ્વર ના કાર્ય ને જાણવા , એના માર્ગને જાણવો ,અને તે થકી ઈશ્વર ના પ્રિય કાર્ય કરી ઈશ્વર સુધી પહોચવું,
જો માતા પ્રકૃતિ દ્વારાં જીવનજ ન મળ્યું હોત તો? તો મન બુધ્ધી ન મળોત અને તે વિના તમે વિચારી કે સમજી ના સકોત, કર્મ ના કરી સકોત અને અવકાસ માં તરતી ઉલ્કા શિલાઓની માફક ભટકતા રહોત ભૂતળમાં,
પાંચ કર્મ ઇન્દ્રિયો ના સંચાલન માટે તમારી પાસે એકજ દિવ્ય આત્મા છે, જે ઓમકાર નો અંશ છે તે તમારા શરીરના મસ્તિકના મધ્ય માં કપાળ ના મધ્યમાં ત્રિકુટિ મધ્યે તમારા શરીર ને ધારણ કરીને બેઠો છે, જેના વિના તમારું શરીર નિષ પ્રાણ એટલેકે મૃત છે, આ એકજ ઉર્જા જે તમારા શરીરની શક્તિ નો સ્ત્રોત છે, જે સુધ્ધ સ્તવને ધારણ કરેલ છે, આત્મા ને કોઈ સ્પર્શી સકતું નથી ,બાંધી સકતું નથી, બાળી સકતું નથી, ડૂબાવી સકતું નથી, મારી સકતું નથી, તે સવતંત્ર છે ,
પરંતુ આત્મા શરીર ને ધારણ કર્યા પછી મહામાયાના ફંદમાં જાતે ફસાય છે, આત્મા જયાથી આવેલ છે, તેના પરમ પિતાનો સંચાર સતત તેને મળતો રહે છે, વારંવાર આત્મા ના પિતા આત્મા ને ચેતાવતા પણ રહે છે, જજીજ નું કામ કરી સારા ન સારા નો ભેદ સમજાવતા રહે છે,
પણ શરીર ની સાથે આપણાં પરમ પિતાએ આપણને એક દિમાગ અને એક રદય આપેલ છે, તે તો આપણે ભધાય જાણીએ છીએજ,
દિમાગ – હા દિમાગ કે જે માં હમેશાં સ્વાર્થ થી ભરેલું છે, એટલેકે વિકાર એટલેકે કાળ સવાર રહે છે, કાળ એટ્લે વિનાશ, કાળ એટ્લે દાનવ, જેના લક્ષણો છે, ક્રોધ ,અહંકાર ,કામ વાસના, લાલચ ,લોભ, ઈર્ષ્યા જે ભયભીત પણ કરે છે, શાંતિ નો ભંગ પણ કરે છે, મતી ભ્રસ્ટ કરે છે, અને વિનાશ નું કારણ દુખ નું કારણ બને છે,
બીજું છે,
રદય – હા રદય એટ્લે કે દિલ , જે લાગણી સભર, ભાવના સભર હોય છે, ખુબ ભાવુક હોય છે, કોમળ, નાજુક અને ભોળું હોય છે, જે ભાવનાઓ માં વહી જાય છે,
આત્મા એ ઈશ્વરીય ગુણો દયા કરુણા પ્રેમ ક્ષમા ત્યાગ પ્રસન્તા ના ગુણો ધરાવે છે, તે આપણને હમેશાં સેવા અને પરોપકાર થકી સંસાર ના ભટકેલા દુખી એવા રદય અને દિમાગના બંધનોમાં ફસાયેલ માનસિક અસવ્સ્થ જીવ તો , શારીરિક અસવ્સ્થ જીવો ને મદદ અને માર્ગદર્શન આપી , ઈશ્વરીય ગુણો અને ઈશ્વર ની સમીપ લઈ જવાનો માર્ગ બતાવવા માટે પ્રેરે છે, એમને સહારો આપી એમની ડગમગ નાવ ને કિનારે લાવવા નું કામ કરવા પ્રેરે છે, આ આત્મા પ્રકાસ સતત નિરંતર પરમાત્મા દ્વારાં પ્રકાસીત રહે છે,
આત્માને પરમ પિતા દિલ દિમાગના બંધનો થી મુક્ત રહીને કર્મ કરવા કહે છે, તે તટસ્થ રહી કર્તવ્ય નું પાલન કરવા ધીર ગંભીર થઈને જીવવા કહે છે.
આત્મા ને ઈશ્વરે મન બુધ્ધી થી ઈશ્વરના વિરાટ સ્વરૂપને ઓળખવા મનુસ્ય અવતાર આપેલ છે, તેને પરમ પ્રકાસ પરમેશ્વરના વિરાટ રૂપ ને ઓળખી પાર બ્રહ્મ માં વ્યાપેલ જીવોના જગત કલ્યાણના તેમના પાલન પોષણ અને નિર્વાણ ના કાર્યા માટે સદાય તત્પર રહી, ધીર ગંભીર બની આ કાર્યા કરવા , તથા ઈશ્વર ની સમીપ રહી સતત તેના સંપર્કમાં રહેવા તથા તેના સંદેસા ને જીલી અનુસરવા મોકલેલ છે.
પણ આત્મા દેહ ધારણ કરતાં જેમ જેમ શાનમાં આવે તેમ તેમ સંસારી માયામાં મહામાયાના આવરણમાં આવતો જાય છે, અને જેમ જેમ દિલ અને દિમાગ વિકસિત થાય તેમ તેમ મન બુધ્ધી થી રદય અને દિમાગમાં રહેલા માનસિક અને આસુરી વિચારો આવરણોમાં કમ્ફ્યુજ થઈ તેમાં ફસાઈ ને તેના કરત્વય ને ,તેના ગોળ ને ,તેના આ ધરતી પાર આવવાના મુખ્ય ઉદેશ્ય ને ભૂલી જાય છે અને, અને વર્તમાન માથી દિલ કે દિમાગના અવરણમાં રહેલા માનસિક કે આસુરી વિચારોમાં ચડી કાળમાં ભ્રમિત બની ભૂત કે ભવિષ્યમાં ખોવાઈ વર્તમાનના ગોલને ભૂલી જાય છે, અને ઈશ્વર થી સંપર્ક તોડી ભૂતળમાં ભટકાયા કરે છે,કયારેક નાસવંત ચીજ વસ્તુ ખોઈ બેસે તેનું દુખ, કે પછી નાસવંત મૂડી મિલકત કે માયા છોડી શરીર છોડે અને જીવ માયામાં રહી જતાં અધોગતિ ને વારે છે, જીવિત હોય તે અંતે ભૌતિક સુખ સંપતિ થી થકી હારી અંતે, શાંતિ ની શોધમાં આમતેમ ભટકી જીવન વયતીત કરે છે, અને છેવટે જીવ થકી હારી શાંતિ ની સોધમાં જયા ત્યાં ઈશ્વરને શોધ્યા કરે છે,
ઈશ્વર એટ્લે કોણ ?પરમ પિતા , આ શરીર તો પાર બ્રહ્મનો ભાગ છે, માતા પ્રકૃતિ ની કૃપા થકી પાંચ તત્વોનો સમનવય છે, જે ઈશ્વર ની કૃપા થકી તેમને ઓળખવા તેમજ આત્મા એટ્લે કે જીવને ઈશ્વરીય ગુણો ધારણ કરી શક્તિ શાળી ધેર્ય શાંતિ ધરી બનવા નિર્વાણ પામવા અને ઈશ્વરના કાર્યો કરવા લાયક બનવા આપણને આ મનુષ્ય અવતાર આપેલ છે,
અલગ અલગ ધર્મમાં ઈશ્વરને અલગ અલગ નામ આપવામાં આવ્યું, દરેક ધર્મમાં જીવ આત્માઓએ ઈશ્વરીય કાર્યો કરી દેવત્વના ગુણો વિકસાવ્યા , જેને તમે આજે હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતા, મુસલું ધર્મમાં ઓલિયા પીર, કે અલ્લાહના બંદા, તો ઈસાઈ ખ્રિસ્તીધર્મમાં ઈશુ મસાઈ, જૈન ધર્મમાં મહાવીર સ્વામી, બોધ્ધ ધર્મમાં ગોતમ બોધ્ધ ને, શીખ ધર્મમાં ગુરુ નાનક ને, તે ઉપરાત સર્વ ધર્મ સંભાવ ના પ્રતીક સાઈ ને ભગવાન માન્યા, આદિ કાળ થી મહાકાળ પસુપતિ નાથ આદિ દેવ ને શિવ અને પ્રકૃતિ માતા ને ઉમા નામ થી ઓળખવામાં આવ્યા ,આમ દરેક ધર્મ ગુરુઓએ પોતાના જ્ઞાન મુજબ અલગ અલગ નામ અને ભગવાન બનાવ્યા,
તો શું બધાનો ભગવાન અલગ અલગ છે? માનવા જેવી વાત છે? અને મારો ભગવાન સાચો એમ કહી બધાજ ધર્મ થી ભટકી અધર્મ તરફ અભિમાન મારપીટ લડાઈ જગડા ઉપર ઉતરી આવ્યા, કોને જોયો છે ભગવાન કયા છે? કેવો છે? રંગ રૂપ નામ ઠેકાણું ? કઈક તો ઓળખ આપો,
આ ધરતી એ મૃત્યુંલોક , “હા મૃત્યું લોક એટલા માટે કે “ અહીયા કશુજ સ્થાયી નથી કાયમી નથી,ના શરીર ના કોઈજ ચીજ વસ્તું, જમીન જાયદાદ ,મિલકત, ફળ ફૂલ વનસ્પતિ, પશું પક્ષી, જીવ જંતુ , કશુજ નહીં, બધુજ પર બ્રમ નો ભાગ છે ,અંશ છે, પંચ તત્વનું સંયોજન મિશ્રણ છે, જે ભેગું થઈ આકાર લે , ભાગી ભુક્કો થાય છૂટું પડે, ફરી નવીન સર્જન પામે, બધી માયા એકજ છે, પરબ્રહ્મ અને આ નાસવંત શરીર ને ધારણ કરી અજર અમર અવિનાશી શિવ ઓમકાર નો અંશ આત્મા કર્મ કરવા જન્મ ધારણ કરે છે,
અને આત્મા મનુષ્ય અવતાર થકી જેટલું ઈશ્વર ના કાર્ય ને સમજી એ કાર્ય કરે છે તેવી પદવી એટલેકે પદ નામ પામે છે. જેમકે દેવ દેવી ,દેવીય આત્મા ,ધર્માત્મા ,પુણ્યશાળી આતમાં, પરોપકારી આતમાં, સંતોષી આતમાં, દયાળુ આતમાં, તરીકે નામ પામે છે, જેમને દેવ દેવી પીર ઓલિયા ઈશ્વરના બંદા ફરીસ્તા ,સંત, સાધુ, વિગેરે નામ આપી પુજો છો, માનો છો ,માં બાપ માનો છો, ખોટું પણ નથી, ભગવાને ભટકેલા ને રાહ બતાવવા , દુખી ની મદદ માટે તો બધાને મોકલેલ છે, તમારા માટે એ ભગવાન તુલ્યજ છે,
કારણ કે આ ધરતી એક મૃત્યુલોક છે ,અહિયાં જે પણ આવ્યું તે એક દિવસ મૃત્યુંને ભેટવાનું, તે રીતે નાસવંત શરીર ને ધારણ કરી કાળક્રમે આત્મા મનુષ્ય યોનિમાં જન્મ ધારણ કરી ,કાળક્રમે વિકારો ,કાળ ક્રોધ અહંકાર લાલચ લોભ કામ વાસનાના ભવનડર માં ફસાઈ લૂટફાટ ચોરી ડ્કેતી ખૂન ડગો વિશ્વાસધાત બેઈમાની, કરે છે ,પછી દર ભયમાં જીવે છે, કે તેના પાપ કર્મે અંતે દુખ પીડા માં ગરકાવ થાય છે, શારીરિક માનશિક પીડાઓ યાતનાઓ ભોગવે છે અને અંતે અધોગતિ માં જાય છે,
તો બીજી તરફ રજો ગુણી માણસ માયાળું મમતાળું સુખ દુખ નો મિશ્ર અનુભવ કરે છે, અને પાપી દુરાચારી આત્માના ત્રાસથી ત્રસ્ત દેવી દેવતાનો કે ઈશ્વર નો સહારો ગોતે છે,
સંસારમાં સર્જન પાલનપોષણ અને સંહાર ના કાર્ય માટે વિધ્યા લક્ષ્મી અને સકતી એવી ત્રણ ઉર્જા અને તેને ધારણ કરનાર ત્રણ તત્વ જેને હિન્દુ ધર્મમાં ત્રી દેવ ત્રી દેવીયા કહેવાય છે, ભગવાન માતા કહેવાય છે, પરમ પિતા શાંતિ દાતા ઓમકાર શિવના એ મહત્વના કાર્યો કરી ઈશ્વરના મહત્વના કાર્ય થકી શિવના પરમ ભક્ત અને પ્રિય બન્યા તેવું હિન્દુ શાસ્ત્ર મુજબ ફલિત થાય છે,
જયારે આત્મા ખુદ ઈશ્વરનો અંશ છે સંતાન છે, સતત ઉર્જાનો સ્ત્રોત આત્માને પ્ર્કાસિત કરતો રહે છે, તો બહાર કયા ઈશ્વરને શોધો છો, ઈશ્વર એક મહાન ઉર્જા છે , જે પર બ્રહ્મમાં અત્ર તત્ર સર્વત્ર વ્યાપેલ છે, તે પર બ્રહમમાં માતા પ્રકૃતિ સાથે મળી કઈક ને કઈક ને કઈક કયાક ને કયાક સર્જન પાલન નિર્વાણ ના કાર્ય માં વયસ્ત છે, મેઇન ઉર્જા માથી અરથીંગ પ્ર્કૃતિનું , એટ્લે કે શરીર અરથીંગ અને મેઇન ઉર્જા જીવ છે , અને પ્રાણ આવે ખોળિયામાં એ ચમત્કાર કે ઉર્જાનો પ્રકાસ છે, આપણાં કાર્ય થી પ્રસન્ન થઈ કોઈવાર ઈશ્વરે આપણી ઊર્જમાં મહાન ઉર્જા મોકલી વિરાટ રૂપ ના દર્શન પણ કરાવી તમને નિમિત બનાવી મોટું જગ કલ્યાણ કાર્ય કરાવી , તમને સૂરજની માફક ઍક આખો પરિવાર રાજ્ય પણ આપી દે, અને ખરાબ કાર્ય થી નારાજ થઈ તમને બલેક હૉલ કરી અંધકારમાં લુપ્ત પણ કરી નાખે, તમાર કર્મ અને પુરુસાર્થ પર આધાર રાખે છે,
આ મેઇન પ્રકાસ જે પ્રકાસીત થઈ દેખાય કે ન દેખાય પણ આ ઉર્જા એ ભગવાન છે, આપણે તે ઉર્જાનો ફક્ત પ્રકાસિત ભાગ છીએ, હવે તમે બુજાતા પહેલા કેટલા સક્તિશાળી બની કેટલા પ્રકાસિત રહી અજવાળું પાથરો છો, તે તમ પર નિર્ભર છે,
પ્રકાસ એટ્લે તેજ, લાઇટ કે અગ્નિ , તમે તમારી સકતી થી, સર્જન કરો છો ,જીવન માટે સિતલ પ્રકાસ પાથરો છો કે બધુ બાળીને ભસ્મ અને તમે પણ ભસ્મ તે તમારા પર નિર્ભર છે, આજ ઓળખ જીવ ની આત્માની સકારાત્મક ઉર્જા અને નકારાત્મક ઉર્જા , અંધકાર અને પ્રકાસ,
વિચારીલો પૃથ્વી ની જેમ ખોળો પાથરી આશરો બનસો જીવોનો, ચંદ્ર ની જેમ સિતળતા, કે ઉલકા શીલા કે બ્લેક હૉલ બની વિનાસ નું કારણ કે, સૂર્ય ની જેમ સ્વયમ પ્રકાસિત બની એક સૂર્ય મંડળ ઊભું કરશો?
ઉદેશ્ય બેજ પરોપકાર સેવા કરી જીવન આપવું, કે હોય તે છીનવી લેવું કે ઉદેશ્ય વિનાનું જીવન સેવા લેતા રહેવું, (દેવ- સુધ્ધ સ્તવ ગુણ , દાનવ- તમો ગુણ , કે માનવ –રજો ગુણ)
રજો ગુણ- રદય ની ઉપજ છે ,માનવીય લક્ષણ છે, હસી ખુશી, લાગણી, ભાવના,ઈચ્છાઓ શુખ દુખ ની અનુભુતી,
તમો ગુણ- દિમાગ ની સોચ, નકરો સ્વાર્થ, કાળ ક્રોધ ,અહંકાર ,અભિમાન ,લાલચ ,લોભ,કામ વાસના , લૂટફાટ હત્યા ,ચોરી ,ઈર્ષ્યા, બેઈમાની,
સતો ગુણ- આત્મા ના ગુણ,ત્રિકુટિ મધ્યે બિરાજમાન જીવ આત્મા , જે નિર્ગુણ ,ક્ષમાં કરુણા ,પરોપકાર,સહનસિલતા, નિર્વિભિમાન,અને શાંતિ નો ચાહક છે,
કયારેય ત્રણે ગુણ સુધ્ધ નથી રેહતા, માણસ દિવસમાં મિશ્ર ગુણ ને આધીન બને છે, અને તે આધારે કર્મ કરે છે,
પણ જે સુધ્ધ સ્તવને ધારણ કરી ધીર ગંભીર બની ઈશ્વરના કાર્ય અને તેમના ગુણને અનુસરે છે, ધ્યાનમાં રહે છે, માયાના ફંદ ને કાપી ઈશ્વરને શર્વશ્વ માને છે, પાંચ કર્મ ઇન્દ્રિયો ને વસમાં કરી ,સ્વાદ,ગંધ,સ્પર્સ,નજર,અને કર્ણ ના બંધનો માથી મુક્ત બને છે, તમામ કર્મ શિવને ધરી દે છે, ફળની આશા નથી રાખતો અને નિર્વિભિમાની પરોપકારી સાદું અન્યને ઉપયોગી એવું સેવાભાવી જીવન જીવે છે, જ્ઞાન અને ઉપદેસ આપી લોકોને માર્ગ ભટકેલને જીવનનો સાચો મર્મ બતાવે છે, અન્યને ઉપયોગી થાય છે,
ઈશ્વર બહાર કયાય નહીં મળે , ઈશ્વર સુધી પહોચવાનો દ્વાર ભીતરમાં જ છે, હ તમારા ભીતરમાં જ છે, એ શુક્ષ્મ દ્વાર જેને ખૂલવા માટે તમારે એકાગ્ર બનવું પડશે, દિશા ભટકયા વિના આગળ વધવું પડશે,
દિશાઓ ફક્ત બેજ છે ,
• એક આકાસ એટ્લે ઉપર જે ભવિષ્ય માં કલ્પનામાં લઈ જાય છે,
• અને બીજી છે પાતાળ એટલેકે નીચે જે ભૂતકાળમાં ગરકાવ કરી ખતમ કરી દેછે,
🤔ભવીષ્ય
🔼
❤️રદય ◀️ ☀️ આત્મા▶️ 🧠 દીમાગ
🔽
👤 ભુતકાળ
અને આ બે દિશામાં ભટકાવી તમને લક્ષથી દૂર કરનાર તમારી એકાગ્રતા ભંગ કરનાર બે તત્વ છે, રદય અને દિમાગ , જે તમને રજો ગુણ અને તમો ગુણમાં ફસાવી કા ભૂતકાળ જે વીતી ગયેલ છે , કે પછી ભવિષ્ય જે કોઈએ જોયું નથી તેમાં ખીચી જાય છે, અને તમે જન્મ મરણ ના આ ફેરા માથી બહાર નથી નીકળી શકતા,
માટે ધીર ગંભીર અને જાગ્રત અવસ્થા માં રહેવું એટલેકે પાંચ કર્મ અને જ્ઞાન ઇન્દ્રિયો થી મુક્ત બની કર્મ ની આશા વિના રજો કે તમો ગુણ થી નયારા બની સુધ્ધ સતો ગુણી સર્વ ગુણ નયારા બની એક દિવ્ય આત્મા બનીને વર્તમાનમાં રહવું, આત્મા કેવી છે??????
આત્મા અજર અમર અવિનાશી છે, આદિ અનંત એવા શાંતિ ના દાતા શિવ ઓમકાર નો અંશ છે, તેને કોઈ બાંધી ,બાળી, ડૂબોવી, ભીંગોવી નથી શકતું, તેને કોઈ સપર્શી પણ નથી શકતું ,તે દિવ્ય પ્રકાસ છે, તેને કોઈ બુજાવી નથી શકતું, મારી નથી સક્તુ , કાળ ની તેના પર કોઈ અસર નથી થતી, તે આજે છે કાલે હતી કાયમ રેહવાની છે, જીવંત છે, વર્તમાન છે,
ઉદેશ્ય નિર્વાણ પામવાનો ,સેવા પરોપકાર, ના કાર્યો કરવાનો , તે સુધ્ધ સતો ગુણી છે, કોના જેવી પરમ પિતા પરમ પરકાસ જેવી ,પણ તેમનો અંશ છે, આપણાં પિતા પરમ કૃપાળુ સાંતી દાતા પરમ શક્તિ શાળી છે, આપડે તો માત્ર તેમનો પ્રકાસ છીએ ,
આમ ઈશ્વરને પામવા માટે પાંચ કર્મ ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવી ,તમામ ઈચ્છાઓ અને વિકારોમાંથી આત્માને સ્વતંત્ર કરી એકાગ્રતા કેળવવી, અને આંખો બંધ કરી મન બુદ્ધિ વડે આત્મા ની ઓળખ કરવી એ પ્રકાસ નું ધ્યાન કરવું અને જયારે અંદરનો પ્રકાસ જયોર્તિ બિંદુ નું ધ્યાન લાગે ત્યારે આ પ્રકાસ ના બિંદુ દ્વારા આ પ્રકાસ કયાથી આવી રહ્યો છે તે પ્રકાસ ની તેજ ની કિરણ જયાથી આવી રહી છે તે કિરણને માધ્યમ બનાવી પરકસની આ કિરણ જયાથી આવી રહી છે તે માર્ગે ધ્યાન મુદ્રામાં આગળ વધો ,શરીર અહિયાં યોગમાં મૂકી મન કર્મ થી પ્રકાસ ની ગતિ થી એ પ્રકાસ તરફ આગળ વધતાં જાઓ જયા અંતે એ પ્રકાસની દુનિયામાં તમે પહોચસો , જયા તમે માત્ર ઍક જ્યોતિલિંગ સ્વરૂપે ઍક પ્રકાસિત દિપક જયોત હશો. અને ત્યાં સદાય પ્રેમ વરસાવનાર પરમ પ્રકાસિત શક્તિ અને શાંતિ ના દાતા દિવ્ય તેજોમય પરમ પિતા અપાર પ્રેમ અને સિતળ પ્રકાસ વરસાવતા હશે, જે દેખસો એ ધ્યાન મુદ્રા દ્વારા એ તમારો જાત અનુભવ હશે, જે માટે કોઈ શબ્દો નહીં હોય, અને તે જ્ઞાન ની સીમાનો અંત હશે, જીવન યાત્રા નો અંત હશે, તમારી જીજ્ઞાસા, કૃતૂહલ ,બધાનો અંત હશે, અને પરમ શાંતિ નો અનુભવ હશે, નિર્વાણ પામી પરમ ધામ પહોચ્યા હશો, એ દુનિયા આગળ આ મૃત્યુલોક તમને ખૂબ જાંખો લાગશે, આ જીવન આગળ તે આફ્ટર લાઈફ તમને સાગર કર્તા વિશાળ અને મોટી લાગશે, અને સંસારના બધાજ સુખ ફીકા લાગશે, પણ ઈશ્વર જે પરમ પ્રકાશિત પરમ શક્તિ શાળી ઓમકારનું જગકલ્યાણ પરોપકાર પ્રેમ કરુણા મય રૂપ જોઈ તમને પણ તેમના આ સદ ગુણોની અસર થશે, અને તમે પણ આ ગુણો નું રસપાન કરી શિવો મય બનશો.
આમ આત્મા અજર અમર અવિનાશી છે, દિવ્ય તેજો મય જ્યોર્તિ સૂક્ષ્મ બિંદુ છે, અને તેના પિતા પરમ તેજ પ્રકાસની દુનિયાના રાજા ,શાંતિના દાતા , છે તે નિર્ગુણ નિરાકારી, નિર્જન્મા, આદિ અન્નતા છે, તેમનું કોઈ રૂપ રંગ નથી આકાર નથી નામ નથી, આપણાં બધાય ના રચિતા માટે જ્ન્મ દાતા પરમ પિતા એટલેકે બધાયના પિતા છે, માતા પ્રકૃતિ ના ખોળે માનવ દેહ મળ્યો જ્ઞાન મળ્યું ,જેથી મન કર્મ થી આપણે તેમણે પામી શક્યા જડ માથી ચેતના મેળવી દેવીય રૂપ ધારણ કરી, પ્રકૃતિના વિકાસમાં આપણે દેવીય ભૂમિકા ભજવી બ્રહ્માડમાં સૂર્યની જેમ કાયમ પ્રકાસિત બની તરાઓની દુનિયામાં સ્થાન મેળવવા અહી અવતરેલ છીએ, જેમ ધૃવ નો તારો છે.
ૐ શાંતિ