Shapit - 2 in Gujarati Fiction Stories by bina joshi books and stories PDF | શ્રાપિત - 2

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

શ્રાપિત - 2






આસપાસના આખાં વિસ્તારમાં દુર દુર સુધી સાધુ...સાધુ...સાધુ... એવો અવાજ ગુંજી રહ્યો હતો. ઘરની અંદર સળગતી આગ લગભગ ઓલાવા આવી હતી. ઘરની બહાર ઉભેલા બધાં વ્યક્તિ એકદમ સ્તબધ બની ગયાં. ગામનાં સરપંચ પોતાનાં કાનને હાથવડે ઠંઠોડવા લાગ્યાં. છતાં અવાજ હજી ગુંજતો હતો. હ્દયમાં એક ભયાનક છબી તરી નજર સામે તરી આવતી હતી.અને કાનમાં પેલી સ્ત્રીના શબ્દો ગુંજતા હતાં.


હરિપ્રસાદ દ્વારા‌ ત્યાં ઉભેલા બધાં વ્યક્તિને ઘરે જવાની મંજુરી આપવાની વાત સરપંચઝહજી પાસે કરવામાં આવે છે. " અમને મંજુરી આપો સરપંચજી ". હરિપ્રસાદ બોલ્યાં.

પીળા રંગની ધોતી અને ઝભ્ભો પહેરીને પોતાની મુછો પર વળ ચડાવતાં રઘુવીર ચૌધરી જે તેજપુર ગામનાં સરપંચ હતાં. મંજુરી માંગનાર હરિપ્રસાદ બાજુનાં ગામ બંસીપુરના સરપંચ હતાં.

હરિપ્રસાદ : " ચાલો સૌ ગામની માથેથી ડાકણનો પ્રકોપ ઉતરી ગયો ".

છતાં આસપાસ ઉભેલાં વ્યક્તિના ચહેરા પર ગભરાટ અને ડરનો માહોલ સર્જાયો હતો. હરિપ્રસાદ સરપંચને રઘુવીર ચૌધરીને હચમચાવીને પુછે છે. કેમ શું થયું ?

આંખ બંધ કરતાં તેજપુર ગામનાં સરપંચ રઘુવીર ચૌધરીને પેલી સ્ત્રીના સળગતાં શરીરમાંથી વહેતાં અંગારા અને તેની આંખોમાં જોયેલો મોતનો ડર નહિં પરંતુ,આક્રોશ અને જિંદગી જિવવાનો કોઈ ઉત્સાહ નહીં. મોતની સામે ઝઝુમતી સ્ત્રી સરપંચની નજરે તરી વારંવાર તરી આવતી હતી.

સરપંચ બધાંને હાથ જોડીને ઘરે જવાની પરવાનગી આપે છે. સરપંચ ઘરે જવા આગળ વધી રહ્યા હતાં. જતાં જતાં એક વખત પાછળ ફરીને જોવાની હિમ્મત રહેતી નથી. ઘર સુધીનાં રસ્તામાં જાણે જાતજાતના દેવી દેવતાઓનાં નામ જંપવા લાગ્યા કુળદેવી અને ઈષ્ટદેવને પ્રાથના કરવાં લાગ્યાં.

ગામનાં સરપંચ રઘુવીર ચૌધરી ખેતરથી ઘરે જવા નીકળ્યાં સાંજનો સમય હતો. સુરજ આથમવા આવ્યો હતો. સરપંચ એકલાં હતાં.ખેતરથી ઘરે આવતાં રસ્તામાં ગામનાં પાદરે તળાવ આવેલું હતું.

સરપંચ થાકેલાં હોવાથી ત્યાં હાથ મોઢું ઘોવા તળાવ પાસે જાઈ છે. પાછળથી ઝમ..ઝમ..ઝમ.. ઝાંઝરનો અવાજ સંભળાયો. મોઢું ઘોતા સરપંચે પોતાની પાછળ એક પડછાયો દેખાતો હોય એવું લાગ્યું. ફટાફટ ત્યાંથી ઉભાં થઇને ઘરે જવા માટે ઝડપભેર ચાલવા લાગે છે. ટક..ટક..ટક.. દરવાજો ખખડાવ્યો. દરવાજો ખોલવા સુધા આવે છે. બહાર શ્ર્વાસથી હાંફતા એક સ્ત્રી બોલી સરપંચજી...સરપંચજી... તળાવ પાસે.

પચ્ચીસ વર્ષ પછી,

ફોનની રિંગ વાગે છે. પિયુષ: "આવ્યો યાર તારાં ગામમાં વાહનની અને નેટવર્કની મોટી મુશ્કેલી છે".

ફોન ઉપાડીને સામેથી આકાશ બોલ્યો : "અરે ભાઈ આ આપણું વિધાનગર નથી તેજપુર છે બેટા તેજપુર ".

બંસીપુર રેલ્વે સ્ટેશન પર ઉભેલાં આકાશનાં મિત્ર સમીર, પિયુષ,અક્ષય, વિવેક, ચાંદની, દિવ્યા બઘાં પોતપોતાના સામાન સાથે સ્ટેશન બહાર ઉભેલાં હતાં.

સામે કાળા કલરની હ્યુન્ડાઈ ક્રેટા સાથે ઉભો હતો.બઘા મિત્રો આકાશને જોઈને એકદમ ખુશ થઈ ગયાં.દોડીને એકબીજાને ગળે લાગે છે. આ બધામાં શાંત સ્વભાવ ધરાવતો સમીર જે એક લેખક હોય છે. દિવ્યાએ બુટીક ચલાવતી હતી. ચાંદની એક જાણીતાં કંપનીના પ્રોડક્ટ અને કપડાંની મોડેલિંગ કરતી હતી. અક્ષય આઈટી કંપનીમાં નોકરી કરતો હતો. અને છેલ્લે વધેલો હટ્ટો કટ્ટો પિયુષએ પોતાનાં અમીર બાપનાં પૈસા ઉડાવતો એટલે કે પોતાની ઘરની હોટલ અને રેસ્ટોરન્ટ સંભાળતો.

બધાં મિત્રો આકાશને જોતાં ખુશીનાં કારણે હગ કરીને કહે છે. એકલાં એકલાં લગ્ન નક્કી કરી લીધાં ." આમ અચાનક એ પણ બઘાની જાણ બહાર આમ થોડી ચાલે "દિવ્યા બોલી.

આકાશ : કાન પકડીને સોરી કહે છે." મારી માં તને સૌથી પહેલાં આમંત્રણ આપ્યું હતુું. હવે તો માફ કરો અને ક્રોધ શાંત કરો".

ચાંદની: "હા ઠીક ઠીક છે".

બધાં મિત્રો હસવા લાગે છે.સાંજના સાત વાગ્યા આવ્યાં. બધાં મિત્રો ગાડીમાં બેસતાં સેલ્ફી પાડે છે.આકાશ ગાડી ચાલુ કરે થઇ અને રસ્તામાં બધાં મિત્રો સાથે વાતચીત પણ ચાલુ હતી.

ગાડી ગામથી બે કીલોમીટર દુર હવેલીના ગેટ પાસે ઉભી રહી. બઘાં મિત્રો ગાડીમાંથી ઉતર્યા આકાશની વિશાળ અને આલીશાન રજવાડી હવેલી તરફ જોતાં બધાં મિત્રો એકદમ સ્તબ્ધ બની ગયાં. આકાશનું ઘર નહીં પરંતુ જુની કોતરણીકામ કરેલી વિશાળ હવેલી હોય છે.

અક્ષય: પોતાની આંખોને બે વખત ચોળીને જોવા લાગ્યો "આકાશ તું આટલાં પૈસાવાળા પરિવારનો દિકરો છૈ ! ખરેખર આવડી મોટી રજવાડી હવેલી તારી છે !મને હજું આ સપનું લાગી રહ્યું છે ".

દિવ્યા :" આકાશ તારી પાસે આવડી મોટી હવેલી છે ? એ વાતની મને પહેલા જાણ હોત તો હુ તને સામેથી પ્રપોઝ કરી નાખેત. બાજુમાં ઉભેલા બઘાં હસવા લાગ્યા.

આરતીની થાળી સાથે આકાશની મમ્મી ઘરની બહાર આવી. બઘાં મિત્રોના કાપળમા ચાંદલો કરીને પેંડા ખવડાવીને બધા મિત્રોનુ સ્વાગત કર્યું. આકાશ બધા મિત્રોનો પરિચય તેની મમ્મી અને કાકી સાથે કરાવે છે. બધાં મિત્રોએ હવેલીમાં અંદર પ્રવેશ કર્યો.

થોડીવાર આરામ કર્યો ફ્રેશ થઈને જમ્યાં અને વાતો કરીને બધાં મિત્રો સુવાની તૈયારી કરવા લાગ્યાં. ફરીથી છમ...છમ...છમ... ઝાંઝરનો અવાજ આવ્યો. અચાનક લાઈટ ચાલુ બંઘ થવા લાગી. ઘરની બહાર દિવાલ પર કોઈ પથ્થર વડે ઘા મારી રહ્યું હોય એવું લાગતું હતું. રૂમની બારી પવનનાં કારણે ખડખડવા લાગી. કોઈ સ્ત્રી બારી બહાર ઉભી હોય એવું પડછાયાં પરથી લાગ્યું. આકાશ ઉભો થઇને બારી બહાર જોવા જાઈ છે....


ક્રમશ...