સોહમ અને એની ગેંગ હવે એક પણ તક છોડવા માંગતા નહોતા આર્યને પરેશાન કરવા માટે. હજુ તો ક્લાસ ની શરૂઆત જ થઈ હતી અને એ લોકોએ અવનવી રીતથી આર્યને ક્લાસમાં પરેશાન કરી આખા ક્લાસમાં એનો મજાક બનાવી મૂક્યો હતો, પણ આર્ય શાંતિથી એનો સામનો કરી રહ્યો હતો.
બધા છોકરાઓને શાંત કરતો આર્ય પાછો પોતાની બુક ખોલી ભણાવવા લાગે છે, ત્યાંજ બુક હાથમાં લેતાંજ બુકની વચ્ચેથી ગરોળી નીચે આર્ય ના પગ પર પડે છે. એકદમ બુકમાંથી આમ ગરોળી નીચે પડતા, આર્ય પહેલા તો ગભરાઈ જાય છે, પણ થોડી વાર થયા બાદ ગરોળી નું હલનચલન ન થતા આર્ય જોવે છે તો એ નકલી ગરોળી હોય છે, આ જોતાંજ આખો ક્લાસ પાછો હસી-હસીને બેવડ વળી જાય છે. આર્ય ને હવે શું કરવું કઈ સમજમાં આવી રહ્યું નહોતું. પણ જેમ તેમ બધા છોકરાઓને સંભાળતો આર્ય ક્લાસ આગળ ભણાવવા લાગ્યો. થોડીવાર નીરવ શાંતિ પ્રસરી રહી. આર્યને પણ જરા વાર શાંતિ લાગી. પણ સોહમ આમ આર્ય ના જીવનમાં શાંતિ ટકાવી રહેવા માંગતો નહોતો.
થોડીવાર ની શાંતિ બાદ આર્ય જ્યારે બોર્ડ પર લખી રહ્યો હતો ત્યાં જ પાછળથી સોહમનો એક દોસ્ત ઉભો થઇ આર્યની ખુરશી ઉપર કંઈક મુકવા જઈ રહ્યો હતો, ત્યાં જ ક્લાસ ના દરવાજા પર થી અવાજ આવે છે, ત્યાં જ ઉભો રહે. સોહમ નો મિત્ર ત્યાંજ થંભી ગયો. દરવાજા પર જોતા જ સામે સ્કૂલના પ્રિન્સિપાલ નજરે આવે છે, એમને જોતા જ પેલો છોકરો થરથર ધ્રુજવા લાગે છે, એના હાથ પણ કાંપવા લાગે છે. પ્રિન્સિપાલ નો રુવાબ જ એવો હતો, તે ખૂબ જ કડક મિજાજના અને શિસ્તપ્રિય પ્રિન્સિપાલ, મોહન પટેલ સાહેબ થી પૂરી સ્કૂલ ડરતી હતી.
એ અત્યારે સ્કુલમાં રાઉન્ડ મારવા નીકળ્યા હતા. આર્ય ના ક્લાસ આગળથી પસાર થતા એમની નજર પેલા છોકરા ઉપર પડી, જે કોઈ વસ્તુ લઈ આર્ય ની ખુરશી ઉપર રાખવા જતો હતો. એટલે ત્યાં જ ઊભા રહીને એમણે એ છોકરા ને બુમ પાડી હતી. ગુસ્સા થી ભરપૂર એ પેલા છોકરાને જોઈ રહ્યા, અને બોલ્યા, શું કરતો હતો તું? તમારા માંથીજ તમારા મિત્રો આજે શિક્ષક બન્યા છે, એમને સન્માન આપવાની જગ્યાએ તમે લોકો આમ હેરાન ગતિ કરી રહ્યા છો, પેલો છોકરો તો કંઇ બોલવાની ક્ષમતામાં નહોતો, પણ પ્રિન્સિપાલ એને કોઈ સજા આપશે એ વિચારી ડરનો માર્યો બોલી ઉઠયો, સર આતો મેં કશું નથી કર્યું, આ કામ તો મને સોહમ એ કરવાનું કહ્યું હતું.
ત્યાંરે આર્ય વચ્ચે બોલી પડે છે, અરે સર આતો મેજ સોહમ અને એના મિત્ર ને આ કામ કરવા કહ્યું હતું. હું એક સબજેક્ટ રિલેટેડ પ્રયોગ કરવા માગતો હતો માટે મે આં લોકો ની મદદ માંગી હતી. એમા આં લોકોનો કોઈ વાંક નથી આમ બોલી આર્ય એ બાજી સંભાળી લીધી. એની વાત માની પ્રિન્સિપાલ ત્યાંથી નીકળી ગયા. એ સાથે જ સોહમ અને એના મિત્રો વિચારતા રહી ગયા આપણે આર્ય ને આટલો બધો પરેશાન કર્યો પણ એને આપણને કેમ બચાવ્યા હશે?
અરે પણ આપડા આર્ય ની એજ ખૂબી હતી એ હંમેશાં ખરાબ માણસોની સાથે પણ સારો જ વ્યવહાર કરતો. સોહમ ને હવે પોતાના બનાવેલ દોસ્તો ઉપર ગુસ્સો આવી રહ્યો હતો, જે મિત્રએ સજાના ડર થી પ્રિન્સિપાલને પોતાનું નામ કહી દીધું એવા મિત્રોનો એને ભરોસો નહોતો રહ્યો. પણ આર્ય પર હજુ પણ એને થોડી ઈર્ષા તો હતી જ.પ્રિન્સિપાલ ના ગયા પછી ડરના માર્યા વિધાર્થીઓ પણ આર્યને ફરીથી પરેશાન કરવાની હિંમત નોહતા દાખવી રહ્યા, અને આમજ આર્ય નો પહેલો પીરીયડ આં ક્લાસમાં સમાપ્ત થયો, ત્યારબાદ આર્ય નો બાકી નો દિવસ ખૂબ સરળ રીતે પસાર થયો.
શું આં બનાવ પછી સોહમ ના આર્ય પ્રત્યેના વ્યવહારમાં કોઈ બદલાવ આવશે? શું સોહમ આર્ય જીવન માં કોઈ નવી મુસીબત ઉત્પન્ન કરશે???
*******************
Dhruti Mehta (અસમંજસ)