bahadur aaryna majedar kissa - 13 in Gujarati Adventure Stories by Dhruti Mehta અસમંજસ books and stories PDF | બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 13 - એક અજનબી - 2

Featured Books
  • Reborn to be Loved - 2

    Ch 2 - Psycho शीधांश पीछले भाग में आपने पढ़ा…ये है हमारे शीध...

  • बन्धन प्यार का - 27

    बहू बैठो।हिना बैठ गयी थी।सास अंदर किचन में चली गयी थी।तब नरे...

  • कुआँ

    धोखा तहुर बहुत खुश हुआ था अपने निकाह पर। उसने सुना था अपनी ब...

  • डॉक्टर ने दिया नया जीवन

    डॉक्टर ने दिया नया जीवनएक डॉक्टर बहुत ही होशियार थे ।उनके बा...

  • आई कैन सी यू - 34

    अब तक हम ने पढ़ा की लूसी और रोवन उनके पुराने घर गए थे। वहां...

Categories
Share

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 13 - એક અજનબી - 2

યાર આર્ય આ માણસ જરૂર કોઈ રહસ્યમય લાગી રહ્યો છે, આ બીજી વખત આમ આપડાને જોઇને ભાગી ગયો, રાહુલ બોલ્યો.

હા હવે મને પણ સાચે કૈક ગરબડ લાગી રહી છે, આર્ય બોલ્યો.

અરે તમે બંને લોકો આ ક્યારના શું ગુચ પૂચ વાતો કરી રહ્યા છો? ચિન્ટુ એ આર્ય અને રાહુલને આમ વાતો કરતા જોઈ પૂછ્યું.

આર્ય એ ત્યારબાદ એની સુપર ગેંગને ગઇકાલ અને આજની પેલા શંકાસ્પદ માણસની બંને ઘટના કહી સંભળાવી. વાત સાંભળતા જ બધા ચૂપ થઈ ગયા અને વિચારવા લાગ્યા. યાર નક્કી કોઈ બાબત હશે માટેજ તો એ માણસ આમ ગભરાઈ ને જતો રહે છે, રોહિત બોલ્યો.

હા પણ એ બાબત શું છે એ આપડે કઈ રીતે જાણીશું? ચિન્ટુ બોલ્યો.

અરે હા, આપડે બીજી વખત હમણાં જ્યારે એ માણસને જોયો ત્યારે એ કોઈ બીજી વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હતો.
જોએ વ્યક્તિ મળી જાય તો આપડું કામ બની શકે, આર્ય વિચારતા બોલ્યો.

હા પણ તે બીજી વ્યક્તિ ક્યાં ગઈ? રાહુલ બધે નજર ફેરવવા લાગ્યો. પણ તે અન્ય વ્યક્તિ પણ ક્યાંય ના જોવા મળી.

આખી ગેંગ વિચારતી વિચારતી પોતપોતાના ઘરે જવા લાગી. સાંજે ફરી મળીને આગળ વાત કરવાનું બધાએ નક્કી કરી લીધું.

સાંજના બધા પાછા સોસાયટી ના મેદાન માં ભેગા થાય છે અને ત્યાંજ , સોસાયટી ની ઓફિસ માંથી એક માણસ ઉતાવળથી બહાર નીકળ્યો, એને જોઈ આર્ય અને રાહુલ ચમકી ગયા..
આ એજ બીજો વ્યક્તિ હતો જેની સાથે પેલો શંકાસ્પદ માણસ સવારે વાત કરી રહ્યો હતો..

બીજા શંકાસ્પદ માણસને સોસાયટીની ઓફિસમાંથી બહાર નીકળતા જોઈ આર્ય અને એની સુપર ગેંગ આશ્ચર્યમાં પડી ગઈ. અરે આતો પેલોજ માણસ છે, આ અહીં સોસાયટીની ઓફિસમાં શું કરી રહ્યો હશે? આર્ય બોલ્યો. ચાલો આપણે બધા ખુદ ઓફિસમાં જઈ તપાસ કરી લઈએ, એમ બોલતા બધા ઓફીસ તરફ ઉપડ્યા.

ઓફિસમાં ચંદુ ચોપાટ કોઈ ફાઇલમાં માથું ઘાલીને બેઠો હતો. છોકરાઓના ટોળાને આમ આવતાં જોઈ તરત ઉભો થઈ બોલ્યો, અરે આવો આવો બધા આજે આમ અહીં કેવી રીતે ભૂલા પડ્યા, બધા શું કોઈ નવા આયોજનને લઈને આવ્યા છો કે શું? અરે ના અંકલ આ તો તમે ઘણા સમયથી મળ્યા નથી માટે થયું ચાલો તમને મળતા જઈએ અને સોસાયટીના ખબર-અંતર જાણતા જઈએ માટે અમે સૌ અહીં આવ્યા છીએ, રાહુલ બોલ્યો.

અરે બહુ સારું કર્યું છોકરાઓ તમારે આમ અહીં આવતાં રહેવું, ચંદુ ચોપાટ બોલ્યો.

બધા છોકરાઓએ ઓફિસમાં જમાવટ કરી થોડા સમય અહીં-તહીં ની વાતો કરી, આજે ચંદુ ચોપાટ પણ જાણે ખુશ હતો એમ લાગ્યું.

તક જોઈ આર્યે ચંદુ ચોપાટને લાગતું જ પૂછી લીધું, અરે કાકા અમે જ્યારે અહીં આવી રહ્યા હતા ત્યારે એક અજાણ્યા ભાઈ અમે ઓફિસમાંથી બહાર આવતા જોયા, તે કોણ હતા? એમને અહીં પહેલા ક્યારેય જોયા નથી આપણી સોસાયટીમાં.
હરખાતો ચંદુ ચોપાટ બોલ્યો, અરે પેલા રમણીકભાઈ નું ઘર જે વર્ષોથી બંધ પડ્યું હતું ત્યાં આ ભાઈ ત્રણ-ચાર દિવસથી મકાન ભાડે લઈ રહેવા આવ્યા છે.

તો એમ વાત છે, કોણ છે અને શું કરે છે એની તપાસ તો કરી છે ને બરાબર, તમને તો સરકારના નિયમોની જાણ હશે જ ને કાકા આ તો જરા પૂછી લીધું તમને આર્ય બોલ્યો.

અરે છોકરાઓ આ બધી તમનેના સમજણ પડે, આ ભાઈ ખૂબ સારું ભાડુ આપી રહ્યા હતા માટે રમણીકભાઈએ એમને ઘર ભાડે આપ્યું છે, અને એનાથી આપણી સોસાયટીને પણ સારો ફાયદો થઇ રહ્યો છે, હવે રમણીકભાઈએ કોઈને મકાન ભાડે આપ્યું છે તો સમજી-વિચારીને જ આપ્યું હશેને, એમાં શું વધુ તપાસ કરવાની, આમતો સારો જ માણસ લાગે છે, પૂરા છ મહિનાના પૈસા એડવાન્સમાં આપી દીધા છે, ચંદુ ચોપાટ બોલ્યો.

અરે કાકા આમ થોડી કોઈને મકાન ભાડે આપી દેવાય, આમ આપણી સોસાયટીમાં કોઇને પણ, તમારે એમની પૂરી તપાસ કરી લેવી જોઇએ ચિન્ટુ બોલ્યો.

અરે છોકરાઓ મોટાના કામમાં મગજમારી ના કરશો, અને જાઓ તમે બધા હવે અહીંથી,મારે ઓફિસ બંધ કરવાનો સમય થયો છે ચંદુ ચોપાટ બોલ્યો.

આર્યની સુપર ગેંગ પાછી મેદાનમાં આવી ચર્ચા કરવા લાગી, અરે આ માણસ જરૂર કોઈ શંકાસ્પદ લાગી રહ્યો છે, આપણે જરૂર તપાસ કરવી જોઈએ, રોહિત બોલ્યો.

સાચી વાત છે આ ચંદુ ચોપાટ અને રમણીકભાઈ તો પૈસાની લાલચમાં કોઈજ તપાસ નહિ કરે, આપણે જ કંઇક કરવું પડશે, ત્યારબાદ બધાએ ભેગા મળીને વારાફરતી પેલા અજનબી માણસ અને તેના ઘરે થતી હિલચાલ કરતા ઉપર વોચ રાખવાનું નક્કી કર્યું. અને બધા છુટા પડ્યા.





****************
આખરે કોણ હતા એ અજનબી માણસો? શું એ લોકો સાચે જ કોઇ શંકાસ્પદ હિલચાલમાં સંકળાયેલ હશે કે પછી આર્યનની સુપર ગેંગની કોઈ ગેરસમજ? શું આર્ય અને એની સુપર ગેંગ આં રહસ્ય ને ઉકેલી શકશે?

જાણવા માટે જોડાઈ રહો, મારી આ ધારાવાહિક સાથે.

*******************
Dhruti Mehta (અસમંજસ)