Confession of love in Gujarati Love Stories by Nirudri books and stories PDF | પ્રેમ નો એકરાર

The Author
Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

પ્રેમ નો એકરાર

નિહાન એ કોલેજ નો સૌથી હોનહાર છોકરો.. તે ભણવાની સાથે સાથે બીજી પ્રવૃત્તિઓ મા પણ આગળ જ હોય... તેને ભણવા અને ઇતર પ્રવૃત્તિઓ સિવાય બીજા કશા મા રસ નહોતો.. તે હોશીયાર ની સાથે સાથે દેખાવ મા પણ અવ્વલ હતો... કોલેજ ની દરેક છોકરી તેની પાછળ પાગલ હતી... પણ નિહાન ને આ વાતો મા કોઇ જ રસ નહોતો...

એવી જ રીતે કોઈ બીજુ હોય છે જે અદલ નિહાન જેવુ હોય છે અને એ હોય છે નિહાની... એ પણ એવી જ હોય છે... ભણવા સિવાય બીજી કોઇ લપ જ નહી... નિહાની એક ખાસ બહેનપણી કે જેનુ નામ નેહા હોય છે... બંને નાનપણ થી જ ખાસ બહેનપણી આે...એકબીજા થી કોઈ વાત ના છુપાવે...

નિહાન નો પણ એક ખાસ ભાઇબંધ જેનુ નામ વિહાન હોય છે... બંને લંગોટીયા ભાઇબંધ... મિત્રતા તો એવી ને કે બંને કોઇ પણ કહ્યા વિના સમજી જાય... આ ચારેય એક જ ક્લાસ મા હોય છે ...એમા નેહા અને વિહાન બંન્ને એકબીજા ને સારી રીતે ઓળખતા કેમ કે બંન્ને ના ઘર એક જ સોસાયટી મા હતા... અને એ બંન્ને તો સાથે જ મોટા થયા હોય છે ...એ બંન્ને તો એકબીજા ને પ્રેમ કરતા હોય છે... માટે એ બંને ઘણીવાર કોલેજ સાથે આવતા જતા...

આ એક જ વાત એવી હોય છે કે આ બંને ની વાત નિહાન અને નિહાની ને ખબર નથી હોતી... નેહા અને વિહાન બંન્ને એ નક્કી કર્યું હોય છે કે સમય આવશે ત્યારે એ બંન્ને ને જણાવીશુ ...આમ સમય વહેતો હોય છે...

નિહાની કોઈ સાથે જલ્દી વાત ના કરે પણ નેહા અને વિહાન ના લીધે ઘણી વાર આ ચાર ભેગા થઇ જતાં...ત્યારે નિહાન અને નિહાની પણ વાતો કરતા પણ કેવી ભણવા ની વાતો...ત્યારે વિહાન કહેતો કે આ બંન્ને નુ કંઇ નઇ થાય... બઘા આ વાત સાંભળી ને હસી પડતા...

આમ કરતા કરતા તો તે લોકો કોલેજ ના બીજા વર્ષે મા આવી ગયા... હવે આ ચાર રોજ ભેગા થતા... નિહાન અને નિહાની પણ રોજ ભેગા થવાથી એકબીજા ને પસંદ કરવા લાગ્યા હતા ... પણ એ બંન્ને પોતાના મન ની વાત નતા સમજી શક્યા તો એકબીજા ને તો શું કહે...પણ નેહા અને વિહાન આ વાત સમજી ગયા હતા...

નેહા અને વિહાન એ બંન્ને પણ આ વાત વિચારે છે અને અંતે નક્કી કરે છે કે પેલા એ બંન્ને ના મન ની વાત જાણી લઈએ પછી આગળ વિચારીએ...એ બંન્ને તો બીજા દિવસ થી કામ પર લાગી જાય છે...અને એ બંન્ને તપાસ કરે છે તો તેમને માલુમ પડે છે કે એ બંન્ને એકબીજા ને પ્રેમ તો કરે છે પણ પોતાના મન ની વાત સમજી જ નથી શકતા...

નેહા અને વિહાન આ વાત જાણી જાય છે કે નિહાન અને નિહાની બંન્ને એકબીજા ને પ્રેમ કરે છે...એ જાણતા હોય છે કે નિહાન અને નિહાની આ વાત ક્યારેય એકબીજા ને કહેશે નહી... અરે કહેવાની વાત તો દૂર પણ સ્વીકાર કરશે પણ નહી... માટે એ નક્કી કરે છે કે એ બંન્ને ને આ વાત નો અહેસાસ કરાવશે...

બીજા દિવસ થી કામ પર લાગી જાય છે... કહેવાય છે ને કે ઇષૉ પ્રેમ નુ બીજુ નામ છે... નેહા નિહાન ની વઘુ નજીક રહે... તેનો હાથ પકડે...તેના ગાલ ખેંચે આ બઘુ નિહાની ને નતુ ગમતુ પણ કેમ એ સમજી નથી શકતી... તો બીજી બાજુ વિહાન નિહાની ની વધુ નજીક રહેવા લાગ્યો..તે આખોદિવસ નિહાન સામે નિહાની ની વાતો કરતો...તેની સુંદરતા ના વખાણ કરતો...ત્યારે નિહાન ને પણ આ વાત નથી ગમતી કે કોઈ બી નિહાની ના વખાણ કરે... તે બી નથી સમજી શકાતો કે કેમ તેને આવુ થાય છે...

હવે એકદિવસ વિહાન નો જન્મ દિવસ હોય છે... તો તેને બઘા ને પાટી માટે તેના ફામૅ હાઉસ પર આમંત્રણ આપે છે... બઘા તેના ફામૅ હાઉસ પર આવ્યા હોય છે ...પહેલાં બઘા ભેગા થઇ કેક કટ કરે છે ....પછી બઘા મ્યુઝિક શરૂ કરી ને ડાન્સ કરતા હોય છે... નેહા અને વિહાન બંન્ને પણ એકબીજા સાથે ડાન્સ કરતા હતા... નિહાન અને નિહાની એ બંન્ને સિવાય બઘા ડાન્સ કરતા હોય છે...

એ બંન્ને એક ખુણાના અલગ અલગ ટેબલ પર બેઠા હોય છે.... આ જોઇ ને નેહા ને એક યુક્તિ સુજે છે.. અને તે એ વાત વિહાન ના કાન મા કહે છે.. એ સાંભળી વિહાન પણ કહે છે કે તારી યુક્તિ સારી છે...પછી તે સીધો જ નિહાની પાસે જાય છે અને તેને ડાન્સ માટે કહે છે.. પહેલા તો નિહાની ના જ પાડી દે છે... પણ વિહાન તેને બહુ કહે છે અને તેનો જન્મ દિવસ હોવાથી તે અને વઘારે ના નથી પાડી શકતી...

નિહાની વિહાન સાથે ડાન્સ કરવા માટે જાય છે... વિહાન પણ નિહાન ને ઇષૉ કરાવા માટે નિહાની નજીક ડાન્સ કરતો હતો...આ જોઇ ને નિહાન ને ખૂબ જ ગુસ્સો આવે છે પરંતુ તે કંઇ કરી શકતો નથી... પણ તે તેના હાથમાં રહેલો કાચ ના ગ્લાસ ને હથેળી થી દબાઈ ને ફોડી નાખે છે તેના હાથમાં થી ખુબ લોહી નીકળતું હોય છે... તે ત્યાં થી ગસ્સા મા નીકળી જાય છે... આ બઘુ જોઇ ને નિહાની ખૂબ ગભરાઈ જાય છે... તે રડી પડે છે... પણ તે ત્યાં બઘા ને જોઇ ને પોતાને સંભાળી લે છે... ત્યાંથી બઘા ઘરે જતા રહે છે... નિહાની ઘરે તો આવે છે પણ તેને નિહાન ની ખુબ જ ચિંતા થતી હોય છે તે આખી રાત રડે છે...

બીજા દિવસે તે કોલેજ જાય છે તે નિહાન ને શોઘે છે પણ તે ક્યાય દેખાતો નથી.. આવુ બઘુ બે ત્રણ દિવસ ચાલે છે... નિહાની રોજ નિહાન ને શોધતી પણ તે ક્યાય નતો દેખાતો... નિહાની ખૂબ રડતી પણ તે કોઈ ને કંઇ જ નતી શકતી... આ બાજુ નિહાન પણ ગભરાતો હોય છે કે નિહાની તેને કંઈ પૂછશે તો શું જવાબ આપશે માટે તે કોલેજ જવા નુ ટાળટો...

આ બઘુ જોઇ ને નેહા અને વિહાન પણ ખુબ દુખી થતા કે આપણે કંઈ ખોટું તો નથી કરી દીધુ ને... પણ પછી વિચારે છે કે જ થયુ હોય એ પણ આ બંન્ને ને તો મિલાઇ ને જ જંપીશુ...

થોડા દિવસો પછી અચાનક નેહા નિહાની ને ફોન કરીને નિહાન ની સગાઇ ના સમાચાર આપતા કહે છે કે આજે સાંજે નિહાન ની સગાઇ છે તો નિહાને સગાઇ ના આમંત્રણ આપ્યું છે તો આપણે જવાનુ છે તો એ સમય અને જગ્યા કહીને ફોન મુકી દે છે... બીજી બાજુ વિહાન પણ નિહાન ને આવા સમાચાર આપે છે કે નિહાની ની સગાઇ છે અને આપણે જવાનુ છે તે પણ સમય અને જગ્યા કહી ને ફોન મુકી દે છે... આવા સમાચાર સાંભળીને બન્ને ની હાલત કફોડી થઇ જાય છે... રોઇ રોઇ ને બંન્ને ની આંખો લાલ અંગારા જેવી થઇ જાય છે... પછી બંને વિચારે છે કે હવે શું થવાનુ... પણ બંને નક્કી કરે છે કે તે આ સગાઇ મા જશે... વિચારે છે કે છેલ્લી વાર એકબીજા ને જોઇ પોતા પોતાના રસ્તે નીકળી જશે...

સાંજ થતા નિહાન વિહાન ને ફોન કરીને જવા કહે છે ત્યારે વિહાન કહે છે કે એ તો ત્યા પહોચી ગયો છે તો તેને ત્યાં આવી જવા કહે છે... નિહાન તેની રીતે આવા નીકળી જાય છે... સામે નેહા પણ નિહાની ને આવુ જ કહે છે માટે નિહાની પણ ત્યાં આવવા નીકળી પડે છે...

બંને તે જગ્યાએ પહોંચી જાય છે.. પણ ત્યાં આવી ને જોવે છે તો ત્યાં કોઇ હોતુ નથી... માત્ર ચારેકોર અંધારુ હોય છે ... બંને વિચારે છે કે અહીં તો કોઈ નથી ક્યાંક ખોટા સરનામાં પર તો નથી આવી ગયા ને... પણ સરનામું તો સાચુ હતુ તો કેમ આવુ... અંધારા મા કંઈ દેખાતુ નથી ... બંને ગોળ ગોળ ફરતાં હોય છે... અચાનક એકબીજા સાથે અથડાઈ જાય છે... નિહાની ગભરાઈ ને ચીસ પાડે છે... નિહાન તેનો અવાજ પારખી જાય છે... તે પહેલાં તો નિહાની ને શાંત કરે છે... બંને અસમંજસ મા હોય છે... બંને સાથે અેકબીજા ને પુછે છે કે આજે તો સગાઈ છે તો આ બઘુ શું છે...

નિહાની નિહાન ને કહે છે કે તારી તો સગાઇ છે તો આ બઘુ શું છે... ત્યારે નિહાન કહે છે કે મારી સગાઇ કેવી રીતે હોય આજે તો તારી સગાઇ છે...ત્યારે નિહાની કહે છે કે ના મારી સગાઇ નથી... બંને વિચારે છે કે આ બઘુ શું થઇ રહ્યું છે... પછી બંને અેકબીજા ને પુછે છે કે આ વાત કોને કીઘી.. ત્યારે નિહાની કહે છે કે મને તો નેહા અ આ વાત કીઘી.. નિહાન કહે છે કે મને આ વાત વિહાને કીઘી.....બંને વિચારે છે કે આ બંને એ આમ કેમ કર્યુ...પણ જ્યારે એ બંન્ને ને ખબર પડે છે કે સગાઇ તો બંને માથી કોઈ ની નથી... બંને એકબીજા ને ભેટી પડે છે... બંને એકબીજા ને પ્રેમ નો એકરાર કરે છે બંન્ને બવ જ ખુશ થઈ જાય છે...

ત્યાં એટલામા લાઈટ થાય છે.. જ્યારે બંન્ને એ બાજુ જોવે તો ત્યાં નેહા અને વિહાન હોય છે... નિહાન એ બંને ને પુછે છે કે આ બઘુ શુ છે ...ત્યારે વિહાન કહે છે કે તમારો પ્રેમ તો એકરાર માટે નુ આ નાટક હતુ...ત્યારે નિહાન કહે છે કે ના ના એવુ કંઈ નથી જોડે જોડે નિહાની પણ કહે છે કે હા એવુ કંઇ નથી... ત્યારે વિહાન કહે છે કે સારુ જો તમારે એવુ કંઇ ના હોય તો હુ નિહાની ને પ્રપ્રોજ કરુ... આ સાંભળી નિહાન તેને મારવા લાગે છે અને કહે છે કે મારી નાખીશ જો કોઈ એ મારી નિહાની તરફ જોયુ છે તો... નિહાન ની આવી વાત સાંભળી ને નિહાની શરમાઈ જાય છે.... નેહા અને વિહાન બંન્ને ખૂબ જ હશે છે....

નિહાન નિહાની પાસે જાય છે અને તેને પ્રપ્રોજ કરે છે... તે કહે છે કે હુ તને બવ જ પ્રેમ કરુ છું અને તારી સાથે લગ્ન કરવા માગુ છું... આ સાંભળીને નિહાની શરમાઈ ને હા પાડે છે... પછી નિહાન નિહાની ને ગાઢ આલીગન મા લઇ તેના માથે ચુંબન કરે છે અને હમેશા તેનો સાથ નિભાવવા નુ વચન આપે છે... પછી વિહાન પણ તેની અને નેહા ની વાત તે નિહાન અને નિહાની કરે છે અને આ સાંભળીને બઘા બહુ ખુશ થઈ જાય છે...

નિહાન અને નિહાની પણ નેહા અને વિહાન નો બંને ને એક કરવા માટે આભાર માને છે... આમ થાય છે એમના પ્રેમ નો એકરાર.......