Sadhana ... in Gujarati Motivational Stories by वात्सल्य books and stories PDF | સાધના...

Featured Books
Categories
Share

સાધના...

साधना.....
કરિયાવરમાં તેના બાપે ગાડાં ભરી ભરીને આપેલું છતાં સાસરિયામાં સાધનાની સાચી સાધના કોઈને ના ફળી.સાધના જ્યારથી પરણીને સાસરી ગઈ ત્યારથી તેના બાપને કહેતી કે આટલો બધો કરિયાવર ના આપો.મને આપવું હોય તો હજુ ઘણા દિવસ વરસ પડેલાં છે.તમતમારે પછી આપજો.કેમકે મારી સાસરી વાળા લાલચી વધુ લાગી રહ્યાં છે.તમેં મારી સગાઇ ત્યાં કરી છે ત્યારથી તે લિસ્ટ બનાવી રાખ્યું છે કે આટલી વસ્તુ આપણા ઘરમાં નથી.સરગમની ઘણી બધી વાતોમાં મને અણસાર વરતાઈ રહ્યો છે કે આ લોકો માણસાઈના નહીં રૂપિયાના પૂજારી લાગે છે..
સાધનાના બાપ સાધનાની વાત કાપતાં બોલ્યા કે આપણું ખોરડું સમાજમાં ખૂબ મોટું છે.અને તું પાછી મારી એકની એક દીકરી છો.માટે સમાજમાં મારો ડંકો વાગે વટ પડે કે જુઓ ગામના સુખી ખોરડાના માલિક કુબેરભાઈએ તેમની દીકરી માટે ખૂબ મોટો કરિયાવર આપ્યો છે.લોકોને જીભે મારું નામ રમતું થાય.જગતમાં કોઈએ ના કર્યું હોય તેવું કરિયાવર આપ્યું છે.મારી નામના વધે.અને તે રીતે તને પણ આ રીતે થોડી મદદ થાય.મારા સંતાનમાં એક પુત્ર અને તું એક પુત્રી છે,માટે મારે મન બેઉ સરખાં છે.તેથી મારી મિલ્કતનો ભાગ પણ સરખો પાડીને બેઉનો આપવો છે.
બાપને દીકરી સમજાવે છે.કે આપવા માટે દિવસો ઘણા છે છતાં દિવસ્વપ્નમાં રાચતા શ્રી કુબેરદાસ દીકરીની ગર્ભિત વાત ના સમજી શક્યા અને તે રીતે સાધનાને જગતમાં ના કર્યું હોય તેવું કરિયાવર વિવાહ કરી ગાડું ભરી વિદાય કરી.
વરસને જતાં વાર નથી લાગતી.સાધના સાસરે ખાધે પીધે સુખી હતી.દિવસની કમાણી રાતે વેડફાઈ જવા લાગી.સાધનાના પતિ સરગમ દરરોજ રાતે મોડા લથડીયાં ખાતા ઘેર આવે અને આવ્યા પછી સાધના રાંધીને મોડા સુધી રાંધેલું ઠરી જાય છતાં પતિ ખાધા વગર ઊંઘી જાય. સાધના પણ પતિના જમ્યા પછી જમતી તેથી તે પણ જમ્યા વગર ઊંઘી જતી.રાંધેલું દરરોજ આ રીતે વાસી ફેંકી દેવું પડતું.
સાધનાની કાયા દિવસે સુકાય તે કરતા રાત્રે વધુ સુકાવા લાગી.સાધના કહેતી કે આ લોકો મને જોવા આવ્યા ત્યારેજ પોતાની ભાડાની ટેક્ષીમાં અહીંથી પીવાનું લઇને ગયા હતા.ત્યારથી જ મને શક હતો.પરંતુ હું ચૂપ હતી.કેમકે કદાચ પીવાની આદત એમનામાં નહીં હોય.પરણ્યાની પેલી રાતે એ પી ને જ મારી સાથે ઊંઘ્યા હતા.મારી સખીઓ વાતો કરતી મેં સાંભળી કે પરણ્યા ની પેલી રાતે બેઉ પીએ તો ખૂબ મજા આવે.તે વાતો બધી યાદ આવી ગઈ હતી.પરંતુ મને આ વાતની નફરત હતી.કેમકે કોઈનો પ્રાસંગિક આનંદ બગાડવો જોઈએ નહીં.સૌ સૌની ખુશી માટે હું શું કામ આડી ઉતરું? આવું સમજી હમેશાં ચૂપ રહી.
સરગમ તો પીએ પરંતુ તેનો બાપ આલાબાપા પીએ પછી સરગમને અસર તો થાય જ ને?બાપ કરતા બેટો સવાયો નીકળ્યો.બેઉ પીવાની ચડસા ચડસીમાં પાડોશી જોડે અનેક વખત ઝઘડા થયેલા તે નવી સવી સાધનાને કાને એક પછી એક અસહ્ય ઘટિત ઘરની ઘટનાઓની ઘટમાળ અથડાવા લાગી અને ચોરે ચૌટે ચર્ચાવા લાગી.સાધના મોટાં સપનાં લઇને આવી હતી તે બધાં જ સપનાં રોળાઈ ગયાં.આવેલો કરિયાવર અને દાદાની વારસામાં મળેલી મિલ્કત ધીરે ધીરે પગ કરી જવા લાગી.બાપ-દીકરો બેઉ હવે ખુલ્લેઆમ પી ને બાટલી ઉછાડવા લાગ્યા.પીએ બાપ દીકરો અને ખાલી બાટલીઓનો કચરો પાડોશીઓના ઘેર ઉડીને પડવા લાગ્યો.પાડોશીઓ પણ કેટલું સહન કરે? કેટલીય વખત પોલીસ સ્ટેશન જઈને બીજા દિવસે જામીન આપી છૂટી ને આવી જાય.તેમને હવે આબરૂ જેવું કોઈ તત્વ બચ્યું ન હતું.સરેઆમ આવેલી સાધનાની જીવન સાધનામાં ખલેલ થવા લાગી.તે રડી ને આજીજી કરવા લાગી કે તમેં બાપ દીકરો બેઉ ખૂબ પીઓ.આ પીઓ તેનાથી વધુ પીઓ.જાઓ કોઈનું કીધું નથી સમજતા માનતા તો જાઓ.મારે માટે આ ઘર કરતાં સ્મશાન વધુ નજરમાં દેખાઈ રહ્યું છે.
મારા બાપે ઊંચું ખોરડું સમજી તમને પરણાવી હતી.પરંતુ તમેં તો હલકી કક્ષાના નીકળ્યા.મારે આ ઘર હવે નથી રહેવું.હું અહીંથી જઉં છું.જયારે બાપ દીકરો બેઉ પીવાનું છોડશો ત્યારે તેડવા આવજો.બાકી હવે આ ઘેર નહીં આવું.કહી સાધના પિયરવાટે ચાલી નીકળી.બેઉના અતિશય ત્રાસથી સાધનાની સાસુ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.ઘરમાં રાંધનાર કોઈ હતું જ નહીં.કેમકે ઘરમાં માત્ર વરસો પછી સાધના જેવી સંસ્કારી વહુ આવી હતી.તે પણ પિયરવાટ પકડી લીધી.
રાત્રે પી ને આવતા બેઉને આજે સાધનાની અને સરગમની બા ની ખોટ વાર્તાણી.રાત્રે ભૂખ્યો સૂતો પતિ કે પુત્રને આજીજી કરી જમાડતી પત્ની કે માતા બેઉની યાદ આવી ગઈ.રૂપિયા હતા તે બધા વપરાઈ ગયા.ઘરમાં આવક બંધ થઇ ગઈ.જાવક વધી ગઈ.મહેનતનો રૂપિયો જ ટકે છે.અહીં તો દાદાએ કાળી મજૂરી કરી બે પાંદડે જમીન જાગીર વસાવી.બાપ દીકરે બેઉએ પીવાની આદતે વાપરતાં વાર ના કરી.ઓછામાં પૂરું કરિયાવરમાં આવેલો અખૂટ ભંડાર ખાલીખમ થઇ ગયો.વગર મજૂરીએ દાદાની મહેનતની મિલ્કતની કિંમત ના સમજાઈ.સખત મહેનતથી મેળવેલી દાદાની મિલ્કત અને આબરૂ સમાપ્ત થઇ ગઈ.
સાધનાને પિયર ગયાને બે માસ વીતી ગયા હતા.સરગમને સાધના યાદ આવી ગઈ.સાધનાના શબ્દો સસરો યાદ કરી કરી રડવા લાગ્યો.સરગમ ને પણ ખૂબ પસ્તાવો થયો.કે ઘરમાં આવેલી લક્ષ્મી અને ઘરમાં હતી તે મારી બા લક્ષ્મીની કિંમત હવે સમજાઈ ગઈ.ઘરમાં બધું જાતે કરવાનું.મજૂરી કરી બેઉને જીવવાનો સમય આવી ગયો.એક બે દિવસ તો ભૂખ્યા સુઈ જવાનું થતું.સરગમને જુવાની હતી તો એક બે દિવસ ઉપવાસ ખેંચી લેતો.ઘરડો બાપ ધીરે ધીરે બીમાર રહેવા લાગ્યો.ભૂખ્યા રહેવું તેનાથી સહન ના થતાં,પાડોશીઓ દયા ખાઈ એક બે પાંચ દિવસ આપ્યા પછી આપવાનું બંધ કર્યું.સમય બદલાઈ ગયો.રાતે ઘરનાં ખૂણે રડીને રાત કાઢવા લાગ્યા. બાપે સરગમને કીધું.બેટા હું બાપ કહેવાને લાયક નથી.મેં મારી જિંદગી તો બગાડી.તારી બા ને વગર વાંકે મારી નાખી.હવે મને ખૂબ પસ્તાવો થાય છે.જા બેટા! લક્ષમીનો અવતાર સમી સાધનાને લઇ આવ.એને પગે પડજે,માફી માગજે પણ લીધા વગર પાછો ના આવતો.
સવારે સરગમ સાધના પાસે પહોંચી ગયો.પગે પડી માફી માગી.તેને સાસરી પક્ષનાંએ ખૂબ ટોક્યો.ઠપકો આપ્યો.સાધનાના બાપા ખૂબ રડ્યાં કે મારી દીકરીની વાત મેં ના માની રાક્ષસ કૂળમાં મેં મારી દીકરી નાખી.
બે ચાર દિવસ સરગમ સાસરીમાં રોકાઈ ગયો.બધાં ખૂબ લડ્યાં.સરગમ એક કાને સાંભળી બીજે કાને કાઢી ગમે તે ભોગે સાધના તેડી લાવી પોતાને ઘેર આવ્યો.
ઘરમાં પ્રવેશતાં ખબર પડી કે તેના બાપે ફાંસો ખાઈ લીધો હતો.ફળિયાના તમામે ત્રણ દિવસ પછી તપાસ કરી તો ખબર પડી કે સરગમના બાપાએ અકાળે મોતને વહાલું કરી દીધું હતું.સરગમ ખૂબ રડ્યો. મા ગુમાવી,બાપ ગુમાવ્યો.મારે દારૂ પી ને મારી સાધના હવે નથી ગુમાવવી.(વ્યસનના ગુલામ થવા કરતાં "વેદવ્યાસ" ના ગુલામ થજો તો કોઈની ગુલામી નહીં કરવી પડે.)
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )