Infinity - 2 in Gujarati Love Stories by Minal Vegad books and stories PDF | ઇન્ફીનીટી- ધ સિમ્બોલ ઓફ લવ - 2

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

ઇન્ફીનીટી- ધ સિમ્બોલ ઓફ લવ - 2


Part :- 2


આરોહી એ બોક્સ ખોલ્યું તો તેમાં એક બ્લૂટુથ સ્પીકર હતું અને સાથે એક લેટર પણ હતો. આરોહી એ લેટર ઓપન કર્યો,
" હાય, તો આ આપણી બીજી મુલાકાત છે.
આ સ્પીકર ના મેમરી કાર્ડમાં જે પણ સોંગ છે એ બધા જ મારા ફેવરિટ છે. કારણ કે હું જ્યારે પણ આ બધા સોંગ સાંભળું ત્યારે તું હમેંશા મને મારા ચહેરા સામે દેખાય છે. અને મજાની વાત તો એ છે કે આ બધા સોંગ તને જોયા પછી મને ગમવા લાગ્યા છે.
અને આ સોંગ સાંભળ્યા પછી કદાચ તું પણ મારા માટે એવું જ ફીલ કરે...............
આઈ હોપ યુ લાઈક ઇટ..."
આરોહી એ લેટર પર્સમાં મૂક્યો અને સ્પીકર હાથમાં લીધું. બ્લુટુથ સ્પીકર નાનકડું એવું સરસ મજાનું પોકેટમાં રહે એવું હતું.
" કોણ હોય શકે?? કે પછી ફરી કોઈની ભૂલ થઈ છે.....??" આરોહી એકલી એકલી બોલી રહી હતી.
" કાઈ નામ કે એવું કાઈ લેટર માં મેન્શન કર્યું છે?" બ્રિંદા પૂછી રહી હતી.
" ના યાર.... એવું કાઈ જ નથી લખ્યું." આરોહી મોં બગાડતા બોલી.
*
" હાય, ગુડ મોર્નિંગ... આરોહી!!" બ્રિંદા ઓફિસમાં આવતા બોલી.
" વેરી ગુડ મોર્નિંગ, બ્રિંદા!!" આરોહી પણ સ્ફૂર્તિલા અવાજે ગ્રીટિંગ કરતા બોલી.
" આજે કેમ બેગ લઈને આવી છે??" બ્રીંદા એ જોયું તો પર્સ સાથે આજે આરોહી એક બેગ પણ લઈને આવી હતી એટલે પૂછ્યું.
" આજે ઘરે જાવ છું. એટલે ડાયરેક્ટ જ અહીથી બસ સ્ટોપ પર જતી રહીશ. સો, બેગ સાથે જ લઈ આવી." આરોહી એ કારણ જણાવ્યું.

"ઓહ, મારા મોબાઈલમાં બેટરી જ નથી. થોડી વાર ચાર્જ કરી લઉં નહીતો બસમાં બેસી ઘરે કોલ નહિ થાય તો પપ્પા ચિંતા કરશે." આરોહી એ મોબાઈલ ચેક કર્યો તો 20% જ બેટરી હતી.
" હા, યાર આ આજકાલ મોબાઈલ થોડા જૂના થાય એટલે બેટરી ના આ જ વાંધા પડે. મારે પણ નથી ટકતી. હું પણ દિવસમાં ચાર પાંચ વાર તો મોબાઈલ ચાર્જ કરું જ." બ્રિંદા પણ પોતાના મોબાઈલની બુરાઈ કરી રહી હતી.
હજુ બન્ને વાતો કરી રહ્યા હતા ત્યાં જ બધાના કમ્પ્યુટર બંધ થઈ ગયા.
" આ લાઇટને શું થયું?? કેમ બધું બંધ થઈ ગયું??" બ્રિંદા એ જોયું ઓફીસ માં પંખા લાઈટ બધું બંધ થઈ ગયું હતું.
" આને સામાન્ય લોકો પાવર કટ કહે.... સિમ્પલ છે ઈલેક્ટ્રીસિટી જતી રહી છે." સાહિલ મજાક કરતા બોલ્યો.
" ઓહ.... શીટ...યાર!! મારો મોબાઈલ ચાર્જ નહિ થાય હવે..." આરોહી રડવા જેવું મોઢું કરી બોલી.
" હેલ્લો ગાયઝ, હવે તમે લોકો ફ્રી છો. આજે હવે વર્ક પોસીબલ નથી. સાંજ સુધીનો પાવર કટ છે." સર બહારથી આવ્યા અને બધાને જણાવ્યું.
" ઓહ.... વાઉ... આપણે ફ્રી....યે..." બ્રિંદા ખુશ થતા બોલી.
" ઓહ...નો....." આરોહી મોબાઈલ હાથમાં લઈ બોલી.
*
આરોહી બસમાં બેસી ગઈ હતી અને ઘરે પણ ફોન કરી દીધો હતો. આરોહી એક વાતે ખુશ હતી કે એ હવે અંધારું થાય પેહલા જ ઘરે પહોંચી જશે. પરંતુ આ વખતે ચાર કલાક નો સફર મોબાઈલ વગર જ કાપવાનો હતો. કારણ કે મોબાઈલ માં થોડી બેટરી જ બચી હતી અને એ કોઈના કોલ આવે તો આન્સર કરવા માટે જરૂરી હતી. આરોહી હમેંશા એકલી હોય કે ટ્રાવેલ કરતી હોય ત્યારે સોંગ સાંભળવાનું પસંદ કરતી પરંતુ આ વખતે તો એ શક્ય નહોતું. આરોહી એ આંખો બંધ કરી પોતાનું માથું સીટ સાથે ટેકવી દીધું.
આરોહી ને જાણે કાઈક યાદ આવ્યું હોય એમ અચાનક જ આંખો ખોલી અને પોતાનું પર્સ હાથમાં લઈ પેલો લેટર અને સ્પીકર બહાર કાઢ્યું. લેટર ખોલીને ફરી વાંચ્યો.
" જોઈએ તો ખરા કેવા સોંગ ગમે છે એ આશિક ને...." હેન્ડ્સ ફ્રી લગાવતા આરોહી મનમાં જ બોલી.
આરોહી તો એ સોંગ સાંભળવામાં મશગુલ બની ગઈ હતી. આંખો બંધ કરી ફરી માથું સીટ સાથે ટેકવી એ તો જાણે બીજી દુનિયામાં જતી રહી હોય અને તેની આજુબાજુ એકદમ શાંતિભર્યું વાતાવરણ હોય અને પોતે પોતાનામા જ ખોવાયેલી હોય એમ આરોહી વિચારોમાં ખોવાઈ ગઈ હતી.
આરોહી ના ખોળામાં રહેલો મોબાઈલ જ્યારે વાઈબ્રેટ થયો ત્યારે આરોહી એ આંખ ખોલી અને ટાઈમ જોયો ત્યારે ખબર પડી કે તે હવે અડધી કલાકમાં જ ઘરે પહોચવાની હતી. તેના પપ્પાનો કોલ હતો.
" હા, બસ અડધી કલાકમાં જ પહોચી જઈશ." આરોહી એ પપ્પાને જણાવ્યું.
"ફ્રી હોય તો લેવા આવજો નહીતો હું મારી રીતે પહોચી જઈશ ઘરે. તમે ચિંતા ન કરો." પપ્પા આરોહી ને બસ સ્ટોપ પર તેડવા આવવા માટેનું પૂછી રહ્યા હતા.

આરોહી એ ફરી ઘડિયાળમાં ટાઈમ ચેક કર્યો એને પોતાને વિશ્વાસ નહોતો આવતો કે આટલો જલદી ટાઈમ કઈ રીતે પસાર થઈ ગયો. એને લાગતું તું કે એણે તો હજુ હમણાં જ આંખો બંધ કરી હતી ત્યાં તો ત્રણ - સાડા ત્રણ કલાક જેવો ટાઈમ પસાર થઈ ગયો હતો. સોંગ સાંભળી આરોહી એકદમ રિલેક્સ ફીલ કરી રહી હતી. ઘણા સોંગ એવા હતા જે આરોહી ને પણ સાંભળવા ગમતા પરંતુ એમાંના ઘણા એવા પણ હતા જે આરોહી એ ક્યારેય સાંભળ્યા પણ નહોતા.
" કલેક્શન તો સારું છે આ આશિક નું....." આરોહી સ્પીકર હાથમાં રાખી મનમાં ને મનમાં બોલી રહી હતી.
*
"આરોહી..... જમવાનું થઈ ગયું છે. આવી જા બેટા!!" મમ્મી એ કિચનમાંથી બૂમ પાડી. આરોહી અગાશી પર હતી. બપોરે આરોહી અને તેની મમ્મી એ પાપડ બનાવ્યા હતા અને અગાશી પર સુકાવા રાખ્યા હતા.
" આવું છું, મમ્મી!!" આરોહી પાપડ ફેરવતા બોલી.
" આરુ દીદી, તું આ બ્લુટૂથ સ્પીકર મારા માટે લઈ આવી છો??" વિવાન પેલું સ્પીકર હાથમાં લઈને આવ્યો.
" ના.... આ મારું નથી મારી ફ્રેન્ડ નું છે. લાવ અહી." આરોહી એ એકદમ થી વિવાન ના હાથમાંથી સ્પીકર લઈ લીધું.
" વિવાન, તું એ બધું છોડ અને તારા પપ્પાને ફોન કર. ક્યારે આવે છે? અંધારું થયું તોય હજુ આવ્યા નથી. ક્યાં રોકાય ગયા હશે કોને ખબર." મમ્મી જમવાની તૈયારી કરતા બોલી.
" આવતા જ હશે. રસ્તામાં હશે. એમાં આટલી બધી ચિંતા શું કરે છે." આરોહી ફ્રીઝમાંથી દૂધની તપેલી કાઢતા બોલી.
" કોણ યાદ કરે છે મને આટલું બધું?" પપ્પા બહારથી આવ્યા અને પોતાના હાથ ધોતા બોલ્યા.
" બસ, લ્યો આવી ગયા ને ...." આરોહી મમ્મી સામે જોઈને બોલી.
" કેમ તમારું મોઢું આજે આવું દેખાય છે? તબિયત તો સારી છે ને??" પપ્પાનું વર્તન થોડું અલગ હતું એટલે મમ્મી એ ચિંતાથી પૂછ્યું.
" આ આજકાલના છોકરા એ શું ધારી છે એ જ ખબર નથી પડતી. ક્યાં જઈને અટકશે આ બધા લોકો??" પપ્પા જમવા બેઠા અને બોલવા લાગ્યા.
" પેલો અશોક ની છોકરી જતી રહી....." પપ્પા બોલ્યા.
" ધરમશી કાકાના અશોક ભાઈ ને??? જતી રહી એટલે...??" મમ્મી યાદ કરતા બોલી.
" હા એ જ..... જતી રહી એટલે કોઈ છોકરા જોડે ભાગી ગઈ બીજું શુ...." પપ્પાના ચહેરા પર ગુસ્સો દેખાતો હતો.
" એમની છોકરી તો આપણી આરોહી કરતા પણ નાની છે હજુ તો... નહિ આરુ??" મમ્મી આરોહી સામે જોઈ બોલી રહી હતી.
"હા, એ મારાથી બે વર્ષ નાની છે." આરોહી વધુ કાઈ બોલ્યા વગર જમવા લાગી.
" મને સમજાતું નથી આવું પગલું શું કામે ભરતા હશે. એના મા બાપ એના માટે કાઈક સારું જ વિચારતા હોય. અશોક ની જગ્યા એ હું હોય તો મારી છોકરી ને મારા હાથે ગળું દબાવી દઉં. એમને જાણે એટલે જ મોટા કરતા હશું કે એ મોટા થઈ બાપનું નાક કપાવે." પપ્પા ની આંખોમાં ગુસ્સો દેખાતો હતો.
" શાંત થઈ જાવ. આપણા ઘરે હજુ જુવાન દીકરી છે ત્યાં સુધી આપણાથી બીજા કોઈની દીકરી વિશે કાઈ ન બોલાય. એને પરણાવી ન દેવી ત્યાં સુધી આપણે કાઈ જ નહિ બોલવાનુ. સમયનું કાઈ ન કેહવાય હજુ ભવિષ્યમાં શું થયું......" મમ્મી આરોહી સામે જોઈ બોલી રહ્યા હતા.
" એટલે તમે કેહવાં શું માંગો છો મમ્મી?? મમ્મી, પ્લીઝ આ બધા પાછળ તમે મારી પર પણ શક કરો છો." આરોહી જમવાનું છોડી પોતાની ડીશ લઈ ઊભી થઈ ગઈ.
" બેટા, વાત એવી નથી. અમને તારી પર પૂરો ભરોસો છે પરંતુ આ સમય જ ખરાબ ચાલે છે. એટલે જ વારંવાર એક વાત તને યાદ અપાવી પડે છે. બેટા, ધ્યાન રાખજે નહીતો અમે નહિ જીવી શકીએ....." મમ્મી નો અવાજ લાગણીસભર હતો એમના આંખમાં પાણી આવી ગયા હતા.
" મમ્મી......બસ પણ....." આરોહી મમ્મી ને પાણીનો ગ્લાસ આપતા બોલી.
*
"ગુડ મોર્નિંગ, આરોહી!!" આરોહી આવી એટલે બ્રિંદા એ કહ્યું.
" મોર્નિંગ.....!!" આરોહી ધીમેથી બોલી પોતાની જગ્યા એ બેસી ગઈ.
" કેમ આવું ઢીલું ઢીલું બોલે છે? તબિયત નથી સારી કે શું??" બ્રિંદા ને આરોહી નો અવાજ થોડો ઢીલો લાગ્યો એટલે પૂછ્યુ.
" એવું કાઈ નથી. સવાર માં વેહલાં નીકળી એટલે નીંદર પૂરી નથી થઈ અને ચાર કલાકનું ટ્રાવેલિંગ એટલે થાકી ગઈ છું. સાંજે રૂમે જઈ આરામ કરી લઈશ એટલે સારું થઈ જશે." આરોહી પોતાનું પીસી શરૂ કરતાં બોલી.
*
આજે આખો દિવસ આરોહી ના મનમાં મમ્મી એ જે કંઈ કાલે સાંજે કહ્યું હતું એ વાત ઘૂમ્યા કરતી હતી. આરોહી પોતાના રૂમ પર આવી અને પોતાની બેગ ખાલી કરવા લાગી. એના મગજમાં એક જ વાત ઘૂમી રહી હતી અને એને કારણે એનું માથું પણ દુઃખતું હતું. આરોહી બેગ ખાલી કરતી હતી ત્યાં પેલું સ્પીકર નીકળું. આરોહી સ્પીકર માં સોંગ ઓન કર્યા અને પોતાના બેડ પર આડી પડી.
જ્યારે આરોહી ની આંખ ખુલી ત્યારે રાત ના બાર વાગ્યા હતા અને સ્પીકર માં હજુ સોંગ ચાલુ જ હતા. આરોહી એકદમ ફ્રેશ ફીલ કરતી હતી. જાણે આખી રાતની નીંદર પૂરી થઈ ગઈ હોય એવું લાગી રહ્યું હતી. આરોહી ઊભી થઈ સ્પીકર બંધ કરી ચાર્જ પર લગાવ્યું અને તેણે કપડા ચેન્જ કરી નાઈટ ડ્રેસ પેહર્યો. આરોહી ચેન્જ કર્યા વગર જ સૂઈ ગઈ હતી. અને જમ્યું પણ નહોતું. આરોહી કિચન માં ગઈ અને મેગી બનાવવા લાગી હવે એને ભૂખ લાગી હતી.
આરોહી મેગીનું બાઉલ લઈ પોતાના બેડની બારી પાસે બેસી ગઈ. અને આકાશ ને જોવા લાગી. એકદમ શાંત અને સ્વચ્છ લાગી રહ્યું હતું. દૂર દૂર સુધી બસ તારા જ ટમટમી રહ્યા હતા. અને ચાંદા મામા પોતાની ચાંદની બધી બાજુ પ્રસારવી રહ્યા હતા. આરોહી પણ અત્યારે એકદમ આવું જ ફીલ કરી રહી હતી એકદમ શાંત અને એકદમ તરોતાજા. આરોહી ક્યાંય સુધી આકાશને તાકતી બેસી જ રહી.......
*

"ઓય....સાહિલ, સર આજે નથી આવવાના કે છુ?" બ્રિંદા સાહિલ ને નજીક બોલાવી ધીમેથી પૂછી રહી હતી. બપોર થઈ ગઈ હતી પણ સર હજુ આવ્યા નહોતા એટલે બ્રિંદા પૂછી રહી હતી.
" મને શું ખબર?? સર મને પૂછીને નથી ગયા. આવે એટલે કહી દઈશ હવે પછી મને પૂછીને જાય હો....." સાહિલ બન્ને હાથ ઊંચા કરી કહ્યું અને બ્રિંદા ની મજાક કરવા લાગ્યો.
" તારી સાથે તો વાત કરવી જ બેકાર છે....." બ્રિંદા મોં બગાડી પોતાનું કામ કરવા લાગી.
" હેલ્લો, ગાયઝ.... વર્ક પ્રોપર ચાલી રહ્યું છે ને??" સર બહારથી આવ્યા અને બધાને તાજગીભર્યા અવાજ સાથે પૂછ્યું.
" યસ સર....." બધા એકસાથે એવા જ તાજગીભર્યા અવાજમાં જવાબ આપ્યો.
" વેરી ગુડ...." સર પોતાની ઓફિસમાં ગયા.
" હેય, આરોહી..... આ તારા માટે....." સર ઓફિસમાં ગયા અને એક બોક્સ લઈ આરોહી પાસે આવી કહ્યું.
" આ તારા માટે આવ્યું છે ...." સર આરોહી સામે બોક્સ લાંબુ કરતા બોલ્યા.
" અરે.... ફરીથી યાર!!!! કોણ છે આ.....??" આરોહી કાઈ પણ વિચાર્યા વગર થોડા ગુસ્સા સાથે બોલી.
" આરોહી, વોટ્સ રોંગ વિથ યુ??" સર ને સમજાયું નહિ આરોહી પોતાને આવું શું કામે કહી રહી હતી.
" ઓહ... સોરી સર, આઈ એમ વેરી સોરી સર......." આરોહી ને પછી યાદ આવ્યું કે પોતે સર સામે ઉભી હતી.
" ઇટ્સ ઓકે આરોહી!! બટ કાઈ પ્રોબ્લેમ છે??" આરોહી નું રિએકશન જોય સર ને લાગ્યું કાઈક પ્રોબ્લેમ હોય શકે.
" કાલે તમે લોકો જતા રહ્યા પછી કુરિયર બોય આવેલો એટલે મે કુરિયર લઈ લીધું." સર એ જણાવ્યું.
" સર, એ... આ ત્રીજું કુરિયર આરોહી માટે આવ્યું છે બટ મોકલનાર કોણ છે એ ખબર નથી." આરોહી કાઈ બોલે એ પેહલા બ્રિંદા એ જવાબ આપી દીધો.
" ઓકે... પેહલા તારી જાતે તું પ્રોબ્લેમ સોલ્વ કરવાની ટ્રાય કર. અને કાઈ પણ મદદ જોઇએ તો જરૂર કહેજે." સર એ આરોહી ને શાંત કરતા કહ્યું.
" હા.... થેંક્યું સર!!" આરોહી એ શાંતિથી કહ્યું.
" એન્ડ ધિસ ઇઝ યોર ગિફ્ટ ફ્રોમ અનનોન પરસન...." સર એ બોક્સ આરોહી ના ટેબલ પર મૂક્યું અને હળવું સ્મિત આપી ચાલ્યા ગયા.
" અરે.....યાર.... આ જે કોઈ પણ છે એ માથાનો દુખાવો બની ગયું છે મારા માટે......" આરોહી ગંભીર બની ગઈ હતી.
" પેહલા ખોલીને જોતો તો ખરા આ વખતે શું મોકલ્યું છે મી. અનનોન એ...." બ્રિંદા તો બોક્સ ખોલવાની જ રાહ જોઈને બેઠી હતી.
" હા, એના સિવાય આપણે બીજું કામ પણ શું છે...." આરોહી બોક્સ ખોલવા લાગી.
" વાઉ.... યાર, આટલી મસ્ત સુંગંધ ક્યાંથી આવી રહી છે. એકદમ સ્વીટ અને એકદમ યુનિક સ્મેલ છે. આ સુગંધ શેની છે કોઈ મને જણાવશો??" સાહિલ એકદમ મનમોહક ખુશ્બૂથી ખુશ થઈ બોલી ઉઠ્યો.
" એ સુગંધ આ બોક્સ માંથી આવી રહી છે." બ્રિંદા બોક્સ તરફ આંગળી ચીંધતા બોલી.
" હા...... સાચે જ એકદમ અનોખી ખુશ્બુ આવી રહી છે આમાથી તો....." આરોહી પણ લાંબો શ્વાસ ભરી તે સુગંધને પોતાનામાં ભરી રહી હતી. આખી ઓફિસ માં સુગંધ ફેલાય ગઈ હતી.
અગાઉના બોક્સ જેમ જ એમાં પેહલા એક લેટર હતો અને પછી બે પરફ્યુમ ની બોટલ હતી. બન્ને પરફ્યુમની બોટલ હાર્ટ શેપમાં હતી. આરોહી એ બન્ને બોટલને બહાર કાઢી તો એમાંની એક તો પોતે જે પરફયુમ વાપરતી હતી એ જ હતી. પરંતુ બીજી જે હતી એ જ અત્યારે આખા વાતાવરણમાં છવાયેલી હતી.
" હાય...... સો, ધીસ ઇઝ અવર થર્ડ મિટિંગ......
આઈ નો... કે તને મારા વિશે ઘણા સવાલો હશે. કદાચ મારી આવી હરકતોથી ગુસ્સો પણ આવતો હશે. અને જો સાચે જ ગુસ્સો આવતો હોય તો આંખો બંધ કરી ફરી વાર એક ઊંડો શ્વાસ લઈ લે........" આરોહી આંખો બંધ કરી ઊંડો શ્વાસ લીધો અને ફરી પેલી ખુશ્બુ તેના દિલોદિમાગમાં છવાય ગઈ અને આરોહી થોડીવાર આંખો બંધ કરી બસ ખુશ્બુ જ માણી રહી હતી.
" કેમ થઈ ગઈ ને એકદમ રિલેક્સ.....!!!" આરોહી માં મોં પર સ્મિત આવી ગયું. જાણે કોઈ તેની સામે બેસી તેને ઓર્ડર આપી રહ્યું હોય અને તે કાઈ પણ ઓબજેક્ષન વગર તેને ફોલો કરી રહી હતી. આરોહી એ આગળ વાંચવાનું શરૂ કર્યું.
" મને તારી ખુશ્બુ પણ એટલી જ ગમે છે એટલે હું તો પેહલા તેને જ પસંદ કરીશ. અને આ જે યુનિક સ્મેલ વાળો પરફ્યુમ્ છે એ તારા અને મારા પરફયુમ નું કોમ્બિનેશન છે. જો ફક્ત બન્ને ના પરફયુમ ભેગા થઈ વાતાવરણ આટલું સુગંધીદાર બનાવી દેતા હોય તો પછી કદાચ આપણે બન્ને મળી જઈએ તો આ જિંદગી પણ એટલી જ સુગંધીદાર બની જાય..............
આઈ હોપ યુ લાઈક ઇટ....!!"
લેટર પૂરો થઈ ગયો હતો પરંતુ આરોહી હજુ પણ તેને એમ જ હાથમાં લઈને બેઠી હતી. એ ઈચ્છતી હતી હજુ આમ કાઈક આવું જ પ્રેમભર્યું લખાણ પોતાના માટે હોય અને પોતે આમ જ વાંચ્યા જ કરે........
" આરોહી, શું લખ્યું છે અંદર??" બ્રિંદા આરોહી ના ખભા પર હાથ રાખી પૂછી રહી હતી.
" હે..... કાઈ ખાસ નહિ. અગાઉના લેટર જેમ જ બક્વાસ." બ્રિંદા એ ખભે હાથ મૂક્યો એટલે આરોહી પોતાના વિચારમાંથી બહાર આવી અને પોતાની રીતે જવાબ આપી દીધો.
*
" સોનુ.......યાર, આ મારી સાથે શું થઈ રહ્યું છે મને કાઈ સમજાતું નથી??" આરોહી રડવા જેવા અવાજે બોલી રહી હતી.
" આરું, શું થયું?? કેમ આવું બોલે છે?? કાઈ પ્રોબ્લેમ છે ઓફિસ માં??" આરોહી નો અવાજ સાંભળી સોનુ ચિંતા સાથે પૂછવા લાગી.
" હા, મે તને પેલાં ચોકલેટ વાળા બોક્સ નું કહ્યું હતું ને હજુ એની જ કહાની ચાલી રહી છે." આરોહી એ અત્યારસુધીની બધી જ વાત સોનુ ને જણાવી દીધી.
" અરે, આટલું બધું થઈ ગયું અને તું મને અત્યારે કહી રહી છે??" સોનુ નારાજ થતા બોલી.
" તારે એક્ઝામ ચાલુ છે એટલે હું તને ડિસ્ટર્બ કરવા નહોતી માંગતી." આરોહી સોનુ ને સમજાવી રહી હતી.
" એ બધું છોડ. મૂળ પોઇન્ટ પર ફોકસ કર. તે કહ્યું એ પ્રમાણે એવું લાગે છે કે એ તને ઓળખે છે. કેમ કે એને તારા પરફયમ વિશે પણ ખબર છે. તો એ કોઈ તારું જાણીતું જ હોવું જોઈએ. કદાચ કોઈ તારી આસપાસ વાળું જ હોય." સોનુ પોતાની રીતે પોતાનું દિમાગ લગાવી રહી હતી.
" પણ મારી આસપાસ એવું કોણ હોઈ શકે. મને તો કોઈ એવું મગજમાં નથી આવતું." આરોહી વિચાર કરતા બોલી.
" કદાચ કોઈ તારું ઓફિસ માંથી પણ હોય. તું ઓફિસ સિવાય બીજે બહાર તો ક્યાંય જતી નથી એટલે ડેફિનેટલી એ ઓફિસ માંથી જ કોઈ હશે. કોઈ છે એવું જે તને લાગતું હોય આમ તને પસંદ કરતું હોય....." સોનુ લોજિક લગાવી રહી હતી.
" અમારી ઓફિસ માં પાંચ મેલ કલીગ છે. એમાંથી બે ની ઉંમર તો મોટી છે. બચ્યા ત્રણ એમાં સર ના હજુ છ મહિના પેહલા જ લગ્ન થયા છે. એટલે એ હોય ના શકે. એક નિખિલ છે પણ અમારી સાથે કોઈ દિવસ બોલે નહિ એ પોતાનામાં જ મસ્ત હોય. અને હવે બચ્યો એક સાહિલ....." આરોહી બધા વિશે સોનુ ને જણાવી રહી હતી.
" હા, તો સાહિલ... કેવો છે આમ??" સોનુ પણ જાણે એકદમ જાણવા ઉત્સુક હતી.
" સારો છે. સારો શું? ઇન્ફેટ બહુ સારો છે. અને એકદમ મજાકિયા છે. હું અને સાહિલ અમે બંને થઈ બિચારી બ્રિંદા ની તો મજાક જ બનાવતા હોય." આરોહી હસતા હસતા કહી રહી હતી.
" એ બધું છોડ, મનેં એ કહે એ સિંગલ છે??" સોનુ જાણવા તત્પર હતી.
" હા કદાચ, કારણ કે એના મોઢે કોઈ દિવસ સાંભળ્યું નથી કે એને કોઈ ગર્લફ્રેન્ડ હોય. અને એના વર્તન પરથી પણ નથી લાગતું." આરોહી સોનુ ના સવાલનો જવાબ આપી રહી હતી.
" એ બ્રિંદા જેમ તારી સાથે કોઈ દિવસ ઝઘડિયો છે??" સોનુ આરોહી ને એક પછી એક સાહિલ વિશે સવાલ પૂછી રહી હતી.
" ના..... પરંતુ તું સાહિલ વિશે આટલું બધું કેમ પૂછી રહી છે?" આરોહી ને સમજાયું નહિ.
" મને લાગે છે કે તો આ મી. અનનોન કદાચ સાહિલ જ હોય શકે..." સોનુ બધી વાત પરથી તારણ કાઢતા બોલી રહી હતી.
" સાહિલ....?? મને નથી લાગતું...." આરોહી વિચારી રહી હતી.
" સારું, તો તું તારી રીતે વિચારી મને કહેજે અને હા ઓફિસ માં પણ હવેથી સાહિલ નું વર્તન તારા પ્રત્યે કેવું છે એ નોટીસ કરજે. મારા ફોન ની બેટરી ડેથ થવા આવી છે એટલે પછી કાલે કોલ કરીશ. બાય.... ગુડ નાઈટ.... ટેક કેર!!' સોનુ ફટાફટ બોલી ફોન મૂકી દીધો.
" ઓકે.... ગુડ નાઈટ..." આરોહી હજુ કાઈ બોલે એ પેહલા કોલ કટ થઈ ગયો હતો.
" સાહિલ.................????" આરોહી મનમાં જ બોલી અને વિચારવા લાગી.


To Be Continue........


Thank you!!!!
⭐⭐⭐⭐⭐