પ્રકરણ-૨૫
“ડરવાની જરૂર નથી અરાઇમા, આઇ એમ ઓલ્વેઝ વીથ યુ.” બમ્પ આવતા જ પાછળ બેઠેલી અરાઇમાનો ચહેરો જોઇ ઇશાને કહ્યુ અને સાઇડ ગ્લાસમાંથી તેની સામે સ્માઇલ કર્યુ.
“યે હુઇ ના બાત ડીઅર.” અરાઇમાના ચહેરા પર આવતી સ્માઇલ જોઇ ઇશાન બોલ્યો. “અરે યાર, ડરવાની જરૂર નથી, યુ કેન હગ મી.” ઇશાને ફરી અરાઇમા સામે જોઇ આંખ મીચકારી. “પ્લીઝ સ્ટોપ ઇટ ઇશાન. આઇ એમ કમ્પ્લીટલી મુડલેશ.” “યાર તારો મુડ સુધારવા જ તને હું બહાર લઇ આવ્યો છું. પ્લીઝ હવે મારી સાથે છો એટલે મુડ ઓફ નહી ચાલે.” વાતો કરતા કરતા બન્ને દિલ્લીથી આગળ હાઇ-વે પર પહોંચી ગયા અને ત્યાં એક હોટેલ પર ઇશાને બાઇક સ્ટોપ કરી.
“ઇશાન, અહી શું કામ......?”
“બસ કાંઇ બોલવાનુ નથી તારે, આપણા વચ્ચે જે બન્યુ છે તેને ભૂલી જા અને જસ્ટ એન્જોય માય કંપની.” “તે આશાનીથી કહી દીધુ કે ભૂલી જા પણ મારા માટે એ અશક્ય છે ઇશાન, તારા માટે સહેલુ હશે પણ મારા માટે નહી. માન્યુ કે કાલે જે થયુ તેના માટે સંપૂર્ણ હું જ જવાબદાર છું પણ હું એ ભૂલી શકુ તેમ નથી.” “અરાઇમા, તુ તારી જાતને બ્લેઇમ કરવાનુ રહેવા દે. જે બન્યુ તેમા હું પણ એટલો જ કસુરવાર છું. સાચુ કહું તો તને મળ્યા પહેલા કોઇપણ ગર્લ્સ મારા માટે હાથરૂમાલ જેમ જ હતી, બસ તેની સાથે ફ્લર્ટ કરવાનુ અને દિલ ભરાઇ જાય એટલે તેને છોડી દેવાની પણ તારી સાથે હું એમ નહી કરું. આઇ વીલ બી વીથ યુ ટીલ ધ એન્ડ ઓફ માય લાઇફ. આઇ લવ યુ અરાઇમા..” કહેતા ઇશાન અરાઇમાને ભેંટી પડ્યો. “વીલ યુ બી માય લવ ડીઅર?” ઘ્ંટણીયાભેર બેસી ઇશાને અરાઇમાને પ્રપોઝ કર્યુ. ઇશાનના પ્રપોઝલને અરાઇમા ઇન્કાર કરી શકી નહી અને તે પણ ઇશાનને ભેંટી પડી. “થેન્ક્સ ઇશાન. મારા મન પરનો બહુ મોટૉ ભાર આ એક પ્રશનથી તે દૂર કરી દીધો.” “થેન્ક્સ કહેવાનુ??? અરે યાર મારા પ્રશ્નનો આ જવાબ નથી. ડુ યુ લવ મી ઓર નોટ?” “આઇ લવ યુ ટુ ઇશાન.” “યેહહહ.... આઇ લવ યુ અરાઇમા. યુ આર માય ફર્સ્ટ એન્ડ લાસ્ટ લવ ઓફ માય લાઇફ.” ઇશાન જોરથી બૂમ પાડીને બોલ્યો. “બસ ઇશાન, આ કોઇ ફિલ્મનો સેટ નથી. આઇ ફીલ અશેમ્ડ.” “ઓ.કે. ડિઅર, લેટ’સ સેલીબ્રેટ અવર લવશીપ.” કહેતા ઇશાને બ્રેકફાસ્ટનો ઓર્ડર આપ્યો અને બન્ને બ્રેકફાસ્ટ કરતા કરતા એકબીજા સાથે વાતો કરવામાં તલ્લીન થઇ ગયા.
**********
“જવાની ઇચ્છા થતી નથી અરાઇમા અહીથી.” અરાઇમાના ઘરે તેની ગોદમાં માથુ નાખી સુતેલો ઇશાન બોલ્યો. “તો કોણ જવાનુ કહે છે તને? યુ કેન સ્ટે હીયર.” “પછી વળી કાલે રડવુ આવશે તો?” “વ્હોટ?” “અરે યાર સમજી નહી તુ? અહી રહ્યો તો વળી કાલની જેમ.......” “યુ........ આઇ વીલ કીલ યુ.” કહેતા અરાઇમાએ બાજુમાં પડેલો તકીયો ઇશાનના ચહેરા પર દબાવી દીધો. “સોરી સોરી બેબી, પ્લીઝ ડોન્ટ બી એન્ગ્રી. આઇ એમ જસ્ટ કીડીંગ વીથ યુ.”
“કીડીંગ વાળા આજે તો તને નહી છોડુ.”
“કોણ કહે છે છોડવાનુ, આજે જ નહી ક્યારેય નહી છોડે એમ કહી દે એકવાર, પછી તારા માટે હું મારી જાન દેવા પણ તૈયાર છું.” ઇશાને અરાઇમાનો હાથ પકડી કહ્યુ ત્યાં અરાઇમા શરમાઇને નીચુ જોઇ ગઇ. “અરે આટલુ શરમાઇ જવાનુ? કાલે તો જરા પણ શરમાતી ન હતી.” બોલતા ઇશાન હસી પડ્યો. “યુ..... હવે નહી છોડુ તને. આજે તો તુ ગયો ઇશુ.” કહેતી અરાઇમા તેની પાછળ દોડી. અરાઇમાનુ બધુ દુઃખ દૂર થઇ ગયુ હતુ. ઇશાન પણ હવે કાંઇક હળવો થયો હતો. તે દિવસે બન્ને સાંજ સુધી અરાઇમાના ઘરે સાથે જ રહ્યા. “જવુ પડશે? નહી ચાલે ઘરે ગયા વિના?” ઇશાનને ઘરેથી કોલ આવતા તેણે જવાનુ કહ્યુ એટલે અરાઇમાએ નિરાશ થતા પુછ્યુ. “આપણે ફોન અને મેસેજથી સાથે જ છીએ, જ્યારે યાદ આવે તુ મને કોલ કરી શકે છે બેબી.” કહેતા ઇશાને અરાઇમાને એક તસતસતુ ચુંબન ગાલ પર કર્યુ અને તે અરાઇમાને અલ્વીદા કહી નીકળી ગયો.********* “ઇશાન, છેલ્લા બે દિવસથી હું જોઉ છું કે તુ ઘરે રહેતો જ નથી, ઇઝ એવરીથીંગ ઓલરાઇટ?” કાશ્મીરાએ ઇશાનને પુછ્યુ. “ના દીદી, એવરીથીંગ ઇઝ ફાઇન વીથ મી. આઇ એમ ઓ.કે.” ઇશાને લથડાતા શબ્દે માંડ માંડ બોલ્યુ. તે કાશ્મીરા સામે નજર મીલાવી શકે તે હાલતમાં પણ ન હતો. “જો ઇશાન, તુ તારા ફ્રેન્ડ્સ સાથે મોજ મસ્તી કરે, હરેફરે ત્યાં સુધી તો ઠીક છે કારણ કે આપણે પૈસાની કોઇ કમી નથી પણ એક વાત ખાસ ધ્યાન રાખજે કે સમાજમાં આપણી જે ઇજ્જત છે તે વર્ષોની પપ્પાની મહેનતથી કમાયેલી છે અને એ ઇજ્જત પર જો કાંઇ અસર થઇ છે તો યાસ રાખજે તારી ખેર નથી.”
“જી દીદી, ડોન્ટ વરી, આઇ વીલ નેવર સ્પોઇલ અવર રેપ્યુટેશન.” કહીને ઇશાન દોડતો તેના રૂમમાં દોડી ગયો. બે દિવસથી ફેસબુક કે વોટ્સ એપ અને બીજી શોશિયલ સાઇટ્સ જોઇ ન હતી તે આજે તે બેડ પર લેપટોપ લઇને આડો પડ્યો અને સાઇટ્સ સર્ફીંગ કરવા લાગ્યો ત્યાં મેસેન્જરમાં બે ત્રણ ગર્લ્સના મેસેજ અનરીડ દેખાયા. “હેય બ્લ્ડી બોય, યુ આર સો હોટ, આઇ લાઇક યુ સો મચ, વન રિપ્લાય પ્લીઝ.” “ઓહ માય ગોડ, આઇ કાન્ટ બીલીવ બ્લડી બોય વીલ રિપ્લાય મી, આઇ એમ સો લક્કી, ટુનાઇટ આઇ વીલ વેઇટ ફોર યુ ઓન ચેટ.” આવા અનેક મેસેજ તે વાંચી રહ્યો હતો અને મનમાં ને મનમાં હસી રહ્યો હતો.
“બાય બાય મીસ, આઇ ડોન્ટ વોન્ના ચેટ વીથ યુ.” આ એક જ પ્રકારનો ટીપીકલ આન્સર તેણે બધાને કોપી પેસ્ટ કરી દીધો અને બસ તે તેની અરાઇમાના વિચારમાં ખોવાઇ ગયો હતો.
**********
“તીર બરોબર નિશાના પર લાગ્યુ છે. હવે તને ખબર છે ને કે આગળનું સ્ટેપ શું હશે?”
“યસ સર, આઇ ક્નો ધેટ વેરી વેલ. ડોન્ટ વરી. આઇ વીલ મેનેજ એવરીથીંગ.”
“ગુડ ગર્લ અરાઇમા, ઓહ સોરી સોરી નોટ અરાઇમા, ઇટ’સ સરાહના. આ નાટકમાં હું તારુ અસલી નામ પણ ભૂલી જાંઉ છું.” બોલતા જ સામે છેડેથી અટ્ટહાસ્ય સંભળાયુ અને આ બાજુ અરાઇમા ઉર્ફ સરાહના પણ જોરજોરથી હસી પડી.
**********
“સો સ્વીટ બોય યુ આર ઇશાન પણ સોરી આ બદલાની આગમાં તારો પણ ભોગ લેવાવાનો છે. સુરેશ ખન્નાને અંદરથી તોડવા માટે તેની નબળી કળીઓ જ પકડવાની હતી અને મને ખબર છે ઇશાન, તુ અને કાશ્મીરા સુરેશ ખન્નાની નબળી કળી છો, તેના ફેમિલી માટે તે કાંઇ પણ કરી છુટે તેમ છે તો ચાલો હવે હું જોઉ છું કે તે પોતાની ફેમિલીને બચાવી શકે તેમ છે કે નહી.” અંધારીયા રૂમમાં આરામ ખુરશી પર બેસી કોઇ બોલી રહ્યુ હતુ.
TO BE CONTINUED………
કોણ છે આ જે સુરેશ ખન્નાને ચારે બાજુથી ભરડૉ લેવાનો પ્લાન ઘડી રહ્યુ છે? શું બદલાની આગમાં ઇશાનનો ભોગ લેવાશે? ઘણા પ્રશ્નો મનમાં સળવળી રહ્યા છે ને? જરૂરથી તમને બધા પ્રશ્નોના જવાબ મળશે, બસ વાંચતા રહો ચક્રવ્યુહ સ્ટૉરી, પણ એક વાત જરૂર યાદ રાખજો કે સ્ટોરી વાંચતા વાંચતા ક્યાંક તમે પણ વિચારોના ચક્રવ્યુહમાં ફસાઇ ન જાઓ.....