પ્રકરણ-૨૧
“મે આઇ કમ ઇન સર?” બે દિવસથી ચિંતામાં એકએક પળ વિતાવતા સુરેશ ખન્ના તેમની કેબીનમાં ગુઢ ચિંતામાં બેઠા હતા ત્યારે પ્યુને રજા માંગતા તેમની અવિરત વિચારધારાને બ્રેક મારતા અંદર આવવાની રજા માંગી. “હા આવો આવો અનવરકાકા. બોલો બોલો શું કામ પડી આવ્યુ?” “સાહેબ આ સી.ડી. બહાર એક માણસ આપી ગયો અને તમને આપવાનુ કહ્યુ છે.” અનવરકાકાએ સી.ડી. આપતા કહ્યુ. “સી.ડી.? કોણ આપવા આવ્યુ હતુ અને શું છે આ સી.ડી. માં?” “સાહેબ એ કોણ હતુ એ નામ તો ના આપ્યુ પણ બસ એટલુ કહ્યુ કે હું ખન્ના સાહેબનો શુભચિંતક છું અને તેમને કહેજો કે સી.ડી. મળે કે તરત જ જોઇ લે અંદર શું છે એ.” “ઠીક છે, રાખી દ્યો હું જોઇ લઉ છું.” ખન્ના સાહેબે એ સી.ડી. તરફ બહુ લક્ષ ન આપ્યુ અને ફરી તેની ગહન ચિંતામાં સરી પડ્યા. “લગભગ એકાદ કલાક બાદ ખન્ના સાહેબના ફોનની રીંગ રણકી ઊઠી ત્યાં તેનું ધ્યાનભંગ થયુ અને જોયુ તો દેશમુખનું નામ સ્ક્રીન પર ફ્લેશ થતુ દેખાયુ અને તેણે ઝટ દઇને ફોન ઉપાડી લીધો. “બોલો બોલો દેશમુખ સાહેબ, શું મારો ક્લેઇમ પાસ થઇ જશે કે હજુ વધુ પુરાવાની જરૂર પડશે?”
“ખન્ના સાહેબ તમારા જેવો દગાબાઝ માણસ મે ક્યારેય જોયો નથી, એક તો ખોટુ કામ કરો છો અને પાછુ આપણી વચ્ચે થયેલા વ્યવહારની સી.ડી. બનાવી મને બ્લેકમેઇલ કરો છો? આ જે તમે મારી સાથે ચાલ રમો છો તે સારૂ નથી.” “સી.ડી.??? બ્લેકમેઇલ??? શું બકવાસ છે આ?” “ખન્ના સાહેબ બહુ ભોળા બનવાનો પ્રયત્ન રહેવા દ્યો. હમણા જ એક સી.ડી. મળી મને અને તેમા આપણી મીટીંગમાં થયેલ એક એક વાત રેકોર્ડ થયેલી છે અને તમારો જ કોઇ હિતેચ્છુનો મને કોલ આયો હતો કે જલ્દી તમારો ક્લેઇમ પાસ કરાવું નહી તો આ બધુ તમે મારા હેડને પહોંચાડી દેશો. આ બધી રમત મારી સાથે રમવાનું રહેવા દેજો નહી તો જેટલો હું ગુનેગાર છું એટલા તમે પણ ગુનેગાર છો. આ સીડી મીડીયામાં પહોંચાડતા મને પણ બહુ વાર નહી લાગે.” “દેશમુખ સાહેબ, લાગે છે તમારી સાથે કોઇએ મજાક કરી છે, આપણી વાત કોન્ફીડેન્શલ જ રહેશે, તમે કલેઇમ પાસ કરાવવાનું કરો બાકી જે સી.ડી. નું તમે કહો છો તે તમારી સાથે કોઇએ મજાક કરી લાગે છે. તેને બહુ ગંભીરતાથી ન લો.” “અરે ખન્ના સાહેબ તમે મને શું બેવકુફ સમજો છો? મને મારુ કામ અને જોબ વ્હાલી છે અને તમારા પૈસા તમને મુબારક. આ ક્લેઇમ હવે લખી લેજો પાસ નહી થાય એટલે નહી જ થાય.” “અરે દેશમુખ સાહેબ, પ્લીઝ મારી વાત તો સાંભળો.” “ગુડ બાય ખન્ના સાહેબ.” કહેતા સામા છેડેથી ફોન કપાઇ ગયો અને આ બાજુ ખન્ના સાહેબને એ.સી. ચેમ્બરમાં પરસેવો છુટી ગયો. “આ સાલુ શું થવા લાગ્યુ છે, કાંઇ સમજાતુ જ નથી. એક પછી એક ગોટાળા કેમ થઇ રહ્યા છે?” મનમાં વિચારોના હિલોળા લેતા ખન્ના સાહેબ ચેમ્બરમાં આમથી તેમ ચક્કર મારવા લાગ્યા ત્યાં કાશ્મીરા ચેમ્બરમાં આવી. “વ્હોટ હેપ્પન્ડ પાપા? શું થયુ તે આમ ચિંતામાં ચક્કર મારી રહ્યા છો?” “નથીંગ બેટા, થોડુ ટેન્શન છે અને તેનો તોડ કાઢવા માટે મથી રહ્યો છું.” “શું ટેન્શન છે? પ્લીઝ શેર વીથ મી. આપણે સાથે મળીને વિચારીએ તો કાંઇક ઉપાય મળી રહે.”
ખન્ના સાહેબે કાશ્મીરાને બધી ઘટનાની જાણ કરી ત્યાં અચાનક તેમને સી.ડી. યાદ આવી જે અનવરકાકા આપી ગયા હતા. “બેટા મને પણ થોડીવાર પહેલા સી,ડી, મળી છે, પ્લીઝ તે ચેક કર તો જરા.” બોલતા બોલતા ખન્ના સાહેબે સી.ડી. આપી અને કાશ્મીરાએ સી.ડી. પ્લે કરી જેમાં એક વિડીયો હતો અને એક ઓડીયો ક્લીપ હતી. વીડીયો પ્લે કર્યો તો બન્નેએ જોયુ તો ખન્ના સાહેબ અને દેશમુખ સાહેબની બધી વાતો રેકોર્ડ થયેલી હતી, વાત તો જાણે એ રીતે રેકર્ડ થયેલી હતી જાણે ખન્ના સાહેબે જ બહુ ચાલાકીથી વીડીયો રેકર્ડ કરી લીધો હોય.
“પાપા આ બધુ તમે રેકર્ડ કર્યુ છે?” “અરી મારી કાંઇ મત્ત મારી ગઇ છે તે હું આ બધુ રેકર્ડ કરુ? આ રેકર્ડ કરવાથી મને શું ફાયદો?” “પણ પાપા, આખા વીડીયોમાં તમારો ચહેરો જ દેખાતો નથી, માત્ર અવાજ સંભળાય છે.” “મને એ જ સમજાતુ નથી કે આ બધુ કેમ થયુ? એ જ વિચારમાં હું ગુંથાયેલો હતો પણ કોઇ કળી પકડાતી જ ન હતી, જેટલો આ ગુત્થી ઉકેલવાનો પ્રયત્ન કરતો હતો તેટલો જ ગુંચવાઇ રહ્યો હતો ત્યાં તુ આવી ગઇ.” “ગુત્થી તો બહુ મોટી છે. લેટ મી ચેક ધ ઓડીયો ક્લીપ પાપા.” કહેતા કાશ્મીરાએ ઓડીયો ક્લીપ ઓન કરી ત્યાં ખડખડાટ અટ્ટહાસ્ય સંભળાયુ. “ખન્ના સાહેબ તમે તો બહુ ભારે કરી, એકબાજુ લાંચ પણ આપો છો અને બીજી બાજુ ક્લીપ ઉતારી સામેવાળાને બ્લેકમેઇલ કરો છો, ધેટ્સ નોટ ફેર. તમારા પોતાના ફાયદા માટે બીજાને રસ્તે રઝળાવવાની તમારી બહુ જુની આદત હજુ ગઇ નથી, સાચુ ને?” ત્યાં વળી અટ્ટહાસ્ય સંભળાવવા લાગ્યુ. “ફ્લેશબેકમાં પછી જાજો ખન્ના સાહેબ, તમને એ જાણીને તાજ્જુબ થશે કે મને તમારા ભૂતકાળની કેમ ખબર પડી પણ હું બધુ જાણું છું એ વાત યાદ રાખજો. આજથી મતલબ આ પળથી જ તમારી પડતીની સરૂઆત થઇ ચૂકી છે, તો તમે અને કાશ્મીરા બન્ને આ બધુ ભોગવવા માટે તૈયાર રહેજો, તમને અને તમારા ખાનદાનને રસ્તે ભીખ ન મંગાવું તો.......”
“નામ તો તમને નહી જણાવું.............” ઓડીયો ક્લીપનું છેલ્લુ અટ્ટહાસ્ય આખી ઓફીસમાં ગુંઝવા લાગ્યુ અને ખન્ના સાહેબ પરસેબે રેબઝેબ થઇ ગયા જે કાશ્મીરાની ધ્યાન બહાર રહ્યુ નહી. “કાલ્મ ડાઉન પાપા. પ્લીઝ ટેઇક ઇટ ઇઝી. નોવન કેન ડીફેટ અસ. હું છું ને તમારી સાથે. આવી ખોખલી ધમકીઓથી બીજા ડરી જાય આ કાશ્મીરા ખન્ના નહી.” કહેતા કાશ્મીરાએ તેના પિતાજીને પાણીનો ગ્લાસ આપ્યો. “નથી પીવુ મારે પાણી. પ્લીઝ લીવ મી અલોન કાશ્મીરા.” ખન્ના સાહેબે ગુસ્સાથી પાણીનો ગ્લાસ હવામાં ફંગોળતા કહ્યુ. એકબાજુ ગુસ્સો અને બીજી બાજુ ચિંતા ખન્ના સાહેબના મનને ભરડો લઇ ગઇ હતી કે તેણે પોતાની વ્હાલસોઇ દીકરી સાથે આવુ અઘટિત વર્તન લાઇફમાં પહેલીવાર કરી નાખ્યુ. કાશ્મીરા પણ તેના પિતાજીની હાલત સમજી ગઇ હતી એટલે તે કાંઇ રીએક્ટ કર્યા વિના ત્યાંથી નીકળી ગઇ. “કોણ છે આ બદમાશ અને મારા વિષે એવુ તે શું જાણે છે કે મને ધમકાવવા ચાલ્યો છે? નથી મારો કોઇ બીઝનેશ દુશ્મન કે નથી કોઇ ફેમીલી દુશ્મન, તો આ વળી કોણ આવ્યુ જે મારી નીવ હચમચાવવા મેદાને ઊતર્યુ છે? જલ્દીથી આનું કાંઇક કરૌ પડશે નહી તો આ બધુ મારી સાફ ઇમેજને એક મીનીટમાં ધૂળ કરી નાખશે. બેટા તુ ભલે જે હો તે, હજુ સુરેશ ખન્નાને સારી રીતે તે ઓળખ્યો નથી. તને એમ થાય છે કે મુંબઇ ક્લેઇમ પાસ ન થવા દઇ તે મેદાન મારી લીધુ છે તો તુ ભૂલ કરે છે, એકવાર સામેથી વાર કરીને જો, પછી તને બતાવુ કે સુરેશ ખન્ના શું ચીજ છે?” ફેફસાને આત્મવિશ્વાસરૂપી શ્વાસ ભરતા તે થોડા સ્થિર થયા.
TO BE CONTINUED…………
કોણ છે જે ખન્ના સાહેબ સામે પગ ભરાવી રહ્યુ છે? શું છે તેની દુશ્મની સુરેશ ખન્ના સાથે? સુરેશ ખન્નાએ આટલા પૈસાનો વરસાદ વરસાવ્યો છતા મુંબઇ બ્રાન્ચનો ક્લેઇમ પાસ કેમ ન થયો? જાણવા માટે ચાલો વાંચીએ ચક્રવ્યુહ-૨૧