Chakravyuh - 19 in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 19

Featured Books
Categories
Share

ચક્રવ્યુહ... - 19

( 19 )

“હેલ્લો મિસ્ટર દેશમુખ, માયસેલ્ફ કાશ્મીરા ખન્ના.” કાશ્મીરાએ દેશમુખ સાહેબને પોતાનો પરિચય આપતા કહ્યુ.   “નાઇસ ટુ મીટ યુ મેડમ, પ્લીઝ હેવ અ શીટ.”

“થેન્ક યુ, દેશમુખ સાહેબ.”   “સર, આ અમારી મુંબઇ બ્રાન્ચના ઇન્સ્યોરન્સ પેપર્સ અને જરૂરી કાગળો છે, પ્લીઝ તમે ચેક કરી લો અને કાંઇ પણ પેપર્સની ઘટ હોય તો કહો.” સુબ્રતોએ ફાઇલ આપતા કહ્યુ..   મિસ્ટર દેશમુખ બહુ ચિવટથી ફાઇલ અને તમામ પેપર્સ અને ભરેલા પ્રિમીયમની રિસીપ્ટ અને એ બધુ ચેક કરવા લાગ્યા. આ બાજુ કાશ્મીરા બહુ શ્યોર હતી કે તેમનો ક્લેઇમ આરામથી પાસ થઇ જ જશે.   “મેડમ, જરૂરી તમામ પેપર્સ ફાઇલમાં ઉપલબ્ધ છે પરંતુ.......”   “પરંતુ??? પરંતુ શું મિસ્ટર દેશમુખ?” કાશ્મીરાના ભંવા ચડી ગયા અને તે બહુ ઉગ્રતાથી સામે પ્રશ્ન કરી બેઠી.   “મેડમ કાલ્મ ડાઉન, ચિંતાનો કોઇ વિષય નથી બસ આ ફાઇલમાં ભરેલા છેલ્લા પ્રિમીયમની રિસીપ્ટ ઘટે છે. હાલ મે મહિનો ચાલે છે અને તમારુ પ્રિમીયમ એપ્રિલમાં ડ્યુ છે તો તમારે ક્લેઇમ પાસ કરાવવા માટે ભરેલા છેલ્લા પ્રિમીયમની પહોંચ સામેલ રાખવી અત્યંત જરૂરી છે.”

“શ્યોર, સાયદ બાય મીસ્ટેક લાસ્ટ રિસીપ્ટ ફાઇલ અપ કરતા ચુકાઇ ગઇ હશે. હું હમણૅઅ જ મેઇલ થૃ મંગાવી લઉ છું.” કહેતા જ કાશ્મીરાએ સુબ્રતો સામે જોયુ કે સુબ્રતો સમજી ગયા અને તેમણે તરત જ દિલ્લી સ્થિત તેમના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં કોલ કર્યો કારણ કે સુરેશ ખન્નાની દરેક કંપનીનુ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ એ બધુ દિલ્લીથી જ હેન્ડલ થતુ હતુ.

“મેડમ ખન્ના સાહેબ સાથે વાત કરી પણ તેમણે કહ્યુ છે કે ફાઇનાન્સ રીલેટેડ કોઇપણ બાબતની ચર્ચા રોહન સાથે કરી લો, તેને બધી વાતની ખબર હશે અને હાલ તે ઓફિસે જ છે.”   “રોહન, રોહન, રોહન, પપ્પાને રોહન સિવાય બીજુ કશુ દેખાતુ જ નથી લાગતુ.” મનોમન કાશ્મીરા ગુસ્સો કરી બેઠી.   “લગાવો ફોન રોહનને.” કાશ્મીરાએ સુબ્રતોને કહ્યુ.   “હેલ્લો રોહન, મેડમ વાત કરવા ઇચ્છે છે તમારી સાથે.” સુબ્રતોએ ફોન લગાડી કાશ્મીરાને ફોન આપી દીધો.   “મિસ્ટર રોહન, મુંબઇ બ્રાન્ચનુ લાસ્ટ ઇન્સ્યોરન્સ એપ્રિલમાં ડ્યુ હતુ તે ભરાઇ જ ગયુ હશે, તેની તાત્કાલિક રિસીપ્ટ મારા મેઇલ આઇ.ડી. પર ફોરવર્ડ કરો. ઇટ્સ વેરી અર્જન્ટ.” કાશ્મીરાએ ઓર્ડર આપતા કહ્યુ.

“જી મેડમ, હમણા જ ચેક કરીને આપને મેઇલ કરું છું.” કહેતા રોહન મુંબઇ બ્રાન્ચના ઇન્સ્યોરન્સની ફાઇલ્સ શોધવા કહ્યુ.

“ઓહ માય ગોડ નિરવ, આ તો બહુ મોટી પ્રોબ્લેમ થઇ છે.” રોહનને ફાઇલ ચેક કરતા જ પરસેવો વળી ગયો.   “વ્હોટ હેપ્પન્ડ સર?” નિરવે પુછ્યુ.   “નિરવ, મુંબઇ બ્રાન્ચનું ઇન્સ્યોરન્સ એપ્રિલમાં ડ્યુ હતુ જે આજ સુધી ભર્યુ નથી, ઇટ્સ અ વેરી બીગ મીસ્ટેઇક નિરવ.”

“સર, ઇટ્સ અ બીગ એન્ડ સીરીયસ મેટર, એક કામ કરીએ તો, આજે જ, આઇ મીન અત્યારે જ ચેક મોકલી આપીએ તો?”   “હમ્મમ, બટ લેટ મી ટોલ્ક વીથ કાશ્મીરા મેડમ.” કહેતા રોહને કાશ્મીરાને કોલ કર્યો.   “હેલ્લો મેડમ, રોહન સ્પીકીંગ.”   “યા રોહન, તમે રિસીપ્ટ મેઇલ કરી કે?”   “મેડમ............ મેડમ........ બન્યુ એમ કે......... બન્યુ જાણે એમ કે...........”   “આગળ બોલવાની ઇચ્છા છે કે ફોન કટ કરું?”   “મેડમ, બન્યુ જાણે એમ કે લાસ્ટ ઇન્સ્યોરન્સ હજુ સુધી ડ્યુ છે.”   “વ્હોટ????? આર યુ મેડ?” બોલતા કાશ્મીરા રોહન સામે ફોન પર બરાડી ઊઠી અને ખુરશી પરથી ઊભી થઇ ગઇ.   “વ્હોટ હેપ્પન્ડ મેડમ?” સુબ્રતોએ વચ્ચેથી પૂછ્યુ.   “સુબ્રતો અંકલ, પ્લીઝ લેટ મી ટોલ્ક વીથ રોહન.”

“રોહન, આર યુ સીરીયસ? આજ સુધી પ્રિમીયમ ભરાયુ જ નથી?” કાશ્મીરાએ બહાર નીકળી રોહન સાથે વાત કરતા પુછ્યુ.   “યસ મેડમ, આઇ એમ ૧૦૦% શ્યોર, ઇન્સ્યોરન્સની ફાઇલમાં બીજી બધી બ્રાન્ચના ભરેલા પ્રિમીયમની પહોંચ છે પણ મુંબઇ બ્રાંચના ઇન્સ્યોરન્સની પહોંચ નથી.”

“રોહન, આટલી કેરલેશનેશ??? ધીસ ઇઝ અ બીગ મીસ્ટેઇક બાય યુ. આઇ એમ કમીંગ રાઇટ નાઉ ધેર.”

“મિસ્ટર દેશમુખ, ઇન્સ્યોરન્સની ફાઇલ્સ મારી ચેમ્બરમાં છે અને બાય મીસ્ટેઇક ચાવી મારી પાસે રહી ગઇ છે, હું દિલ્લી જવા નીકળુ છું અને બને તેટ્લુ જલ્દી આપને રિસીપ્ટની નકલ મેઇલ કરુ છું.”

“ઓ.કે. મેડમ, આપનો સંપૂર્ણ રેકર્ડ બહુ સારો છે, બસ લાસ્ટ પ્રિમ્યમ ડ્યુ થયુ તેને એક માસ ઉપર થવા આવ્યુ છે એટલે એ પહોંચ બહુ જરૂરી છે માટે એ રિસીપ્ટ આવ્યે આપનો ક્લેઇમ ૯૦% તો આરામથી પાસ થશે જ.”   “થેન્ક્સ મિસ્ટર દેશમુખ, આઇ હેવ ટુ લીવ નાઉ. આઇ’લ કોલ યુ લેટર.” કહેતી કાશ્મીરા અને સુબ્રતો બન્ને ત્યાંથી નીકળી ગયા.

**********  

“મેડમ અચાનક આપણે નીકળી ગયા? એની પ્રોબ્લેમ?” સુબ્રતો રોયે પુછ્યુ પણ કાશ્મીરા ગહન વિચારોમાં ખોવાયેલી હતી એટલે તેનુ ધ્યાન સુબ્રતોની વાત પર ન ગયુ.   “મેડમ, એનીથીંગ સીરીયસ, આઇ આસ્ક્ડ?” સુબ્રતોએ બીજી વખત ઊંચા અવાજે પુછ્યુ ત્યાં કાશ્મીરા વિચારોના વમળમાંથી બહાર આવી.   “સુબ્રતો અંકલ, બહુ મોટો ગફલો થઇ ગયો છે. લાસ્ટ પ્રિમીયમની નકલ દેશમુખે માંગી છે પણ તે કોઇ કારણોસર ડ્યુ બોલે છે.”   “વ્હોટ???? આટ્લી મોટી ગફલત? મેડમ જો આમ થાય તો આપણો ક્લેઇમ પાસ........” કાશ્મીરાના ગુસ્સાને કારણે સુબ્રતો રોય અધુરુ વાક્ય ગળી ગયા.   “અંકલ, કેમ અટકી ગયા??? તમે અટકી ગયા પરંતુ હું સમજું છું કે તમારો કહેવાનો મતલબ શું છે પણ એક વાત નક્કી છે જો આ ગોટાળો જાણીજોઇને થયો હશે તો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના એમ્પ્લોઇની ખેર નથી, રોહનની પણ ખેર નથી.“ આ બાજુ કાશ્મીરાનો ગુસ્સો ફાટ્ફાટ થતો હતો અને બીજી બાજુ કાર મુંબઇ દિલ્લી હાઇ વે પર પૂરપાટ દોડી રહી હતી. કાશ્મીરા અને સુબ્રતો રોય બન્ને આ ગુંચવાળામાંથી નીકળવાના ઉપાય વિચારવામાં મશગૂલ હતા ત્યાં અચાનક ડ્રાઇવરે ગાડીની જોરદાર બ્રેક મારી દીધી. કાશ્મીરા અને સુબ્રતો રોય બન્ને હચમચી ગયા.   “આર યુ મેડ? ગાડી ચલાવતા આવડે છે કે તેની પણ ટ્રેનીંગ આપવી પડશે હવે મારે?”

“સોરી મેડમ, અચાનક બિલાડીનું બચ્ચુ આડુ પડ્યુ અને મારે બ્રેક મારવી પડી છતા પણ લાગે છે બચ્ચુ બચ્યુ નથી.”   “સ્ટોપ ધ કાર આઇ સેઇડ.” કાશ્મીરાએ દહાડ મારતા આદેશ આપ્યો.   “જી મેડ્મ.” ડ્રાઇવરે કારને બ્રેક મારી સાઇડ પર કારને થોભાવી દીધી અને વાયુવેગે કાશ્મીરા કારમાંથી નીચે ઊતરી અને આગળ જોયુ તો બોનેટ લોહીથી ખરડાયેલુ હતુ.   “શીટ.......... થયુ ગયુ મોટુ અપશુકન. તને ખબર પડે છે કે નહી?” બોલતા કાશ્મીરાનો હાથ ઉપડી ગયો પણ મહામહેનતે તેણે પોતાના હાથ અને મગજ પર કાબુ મેળવ્યો. આટલી ભણેલી અને મોર્ડન હતી કાશ્મીરા, પણ શુકન અપશુકનમાં તે બહુ માનતી હતી.   “મેડમ, એવુ કાંઇ ન હોય, ચલો આપણે નીકળીએ.” સુબ્રતો રોયે કહ્યુ.   “પ્લીઝ અંકલ, લેટ મી કાલ્મ ડાઉન પ્લીઝ.” કાશ્મીરા માથા પર હાથ દેતા કહ્યુ ત્યાં ડ્રાઇવર દોડતો પાણીની બોટલ લઇ આવ્યો અને કાશ્મીરાને આપ્યુ. પાણીના બે ઘુંટ પીધા બાદ બધા દિલ્લી જવા રવાના થયા.

**********

“આવા તો ઘણા ઓબ્સ્ટેકલ વચ્ચે આવવાના જ છે કાશ્મીરા ખન્ના, આગળ આગળ હજુ રસ્તો બહુ કાંટાળો છે ખન્ના પરિવાર તમારા માટે. પડછાયાની જેમ તમારી પાછળ જ છું, એમ કાંઇ આસાનીથી જમવાનો કોળીયો ગળે ઊતરવા નહી દઉ.” કાશ્મીરાની ગાડીથી થોડે દૂર ઊભેલી કારમાં બેઠેલો માણસ અટ્ટહાસ્ય કરવા લાગ્યો અને તેણે પણ ગાડી દિલ્લી તરફ દોડાવી. 

TO BE CONTINUED……