ભાગ-૧૨
“મેડમ, મે આઇ કમ ઇન? “ “યા, કમ ઇન રોહન.” “મેડમ, થોડી ચર્ચા કરવાની હતી તમારી સાથે.” રોહને અચકાતા અચકાતા કહ્યુ. “યા ટેલ મી, વ્હોટ હેપ્પન્ડ? ક્યા ટૉપીક પર ચર્ચા કરવા માંગે છે?”
“છેલ્લા દિવસે સર આવ્યા હત્અઅ હોસ્પિટલ અને.........” “એક્સક્યુઝ મી રોહન, આઇ હેવ અન અર્જન્ટ કોલ ફ્રોમ દેહરાદુન બ્રાન્ચ.” “ઓ.કે. મેડમ.”
“હે ભગવાન, સરે મને દ્વિધામાં મૂકી દીધો છે, પપ્પા એમ કહે છે કે કાશ્મીરા મેડમ હા કહે તો તેમને કોઇ વાંધો નથી પણ અહી તો મેડમ સાથે એ બાબતે વાત કરતા પણ ડર લાગે છે. મમ્મી-પપ્પાને બોલાવી તો લીધા છે પણ બર્થડે પાર્ટીમાં ક્યાંક મોટી ગરબડ ન થાય.” એકલા એકલા બબડતો રોહન પોતાની ચેમ્બરમાં જવા લાગ્યો.
***********
“મિસ્ટર રોહન, મુંબઇ બ્રાન્ચના હિસાબો મે તમને ચેક કરવા કહ્યુ હતુ તેનુ શું થયુ???” કાશ્મીરાએ ઇન્ટરકોમ પર વાત કરતા રોહનને પુછ્યુ.
“જી મેડમ, આઇ હેવ ચેક્ડ ઓલ ધ રેકર્ડસ. ધેર આર સો મેની મીસ્ટેક્સ ઇન ધ રેકર્ડસ. એ બાબતે હું આજે જ આપને વાત કરવાનો જ હતો ત્યાં આપનો કોલ આવી ગયો.” “ઓ.કે. તો આજનુ લન્ચ તમે મારી સાથે લેજો અને લંચ દરમિયાન આપણે બધી ચર્ચા કરી લઇએ.” “ઓ.કે. ડન મેડમ.”
************
“ગ્રેટ રોહન,, બહુ ચોકસાઇથી તે રિપોર્ટસ ચેક કર્યા છે, આઇ એમ પ્રાઉડ ઓફ યુ.”
“થેન્ક્સ મેડમ. ઇટ્સ માય ડ્યુટી.” “હું આજે જ આ રિપોર્ટસ મુંબઇ બ્રાન્ચના સી.એ. ને મોકલાવી આપુ છું અને આ તમામ ગોટાળા સોલ્વ કરવા માટે પ્રોસેસ કરાવવાની સરૂઆત કરી દઉ છું.”
“હમ્મમમ. મેડમ.” “અરે હજુ તે લંચ સ્ટાર્ટ કર્યુ નથી, પ્લીઝ ગો અહેડ રોહન, આ બધી ચર્ચા તો ચાલે રાખવાની છે, સાથે સાથે લંચ લેવાનુ પણ ચાલુ રાખો.” કાશ્મીરાએ લંચ મીટીંગ કંપનીના મીટીંગ રૂમમાં ગોઠવી હતી જ્યાં અનેક પ્રકારના વ્યંજનો પીરસાઇ રહ્યા હતા પણ રોહનનું ધ્યાન જમવામાં જરાય ન હતુ, તેને વારેવારે સુરેશ ખન્નાની વાત જ યાદ આવી જતી હતી અને તે બાબતે પોતે કાશ્મીરા સાથે વાત કરવા માંગતો હતો પણ એ બાબતે તેની જીભ ઉપડતી જ ન હતી. સેન્ટૃલી એ.સી. હોલમાં પણ રોહનને પરસેવો વળી રહ્યો હતો જે વારેવારે તે રૂમાલથી પોંછી રહ્યો હતો.
“મારે પુછવુ તો ન જોઇએ પણ હવે રહેવાતુ નથી તો પૂછી જ લઉ છું રોહન કે કેમ આટલો પરસેવો પડે છે. રૂમ ટેમ્પ્રેચર આટલુ લો છે છતા પણ કેમ પરસેવો પડે છે રોહન???” કાશ્મીરાએ હસતા હસતા રોહનને પૂછી લીધુ. “મેડમ મનમાં એક વાત ઘુમી રહી છે પણ હું કોઇને કહી પણ શકતો નથી અને કોઇ ચોક્ક્સ નિર્ણય પણ લઇ શકુ તેવી પરિસ્થિતિમાં નથી સો આઇ એમ લીટલ ટેન્શ્ડ.”
“અરે તારા જેવો હોનહાર એમ્પ્લોઇ જો આ રીતે અસમંજસમાં પડી જાય એ હું માનતી નથી. શું મેટર છે? કોઇ કંપનીને રીલેટેડ પ્રશ્ન હોય તો તુ મારી સાથે શેર કરી શકે છે.” “નહી મેડમ, ઇટ્સ નોટ રીલેટેડ ટુ પ્રોફેશન, ઇટ્સ રીલેટેડ ટુ માય પર્શનલ લાઇફ.” “હમ્મ્મ્મ.... જો હું ક્યારેય કોઇ એમ્પ્લોઇ સાથે પર્શનલી વાત કરતી જ નથી પણ આજે હું તને કહુ છું કે ઇફ યુ હેવ ટ્રસ્ટ ઓન મી, યુ કેન શેર યોર પ્રોબ્લેમ વીથ મી.”
“થેન્ક્સ મેડમ, ઇફ પોશીબલ મારી વાત સાંભળીને ગુસ્સો ન કરજો.” “અરે હું કાંઇ આટલી ક્રોધી સ્વભાવની છું??? નહી કરુ ગુસ્સો, કાલ્મ ડાઉન એન્ડ ટેલ મી યોર પ્રોબ્લેમ. આઇ વીલ ટ્રાય માય બેસ્ટ ટુ શોર્ટ આઉટ યોર પ્રોબ્લેમ.” કાશ્મીરાને આ રીતે શોફ્ટલી વાત કરતા રોહને સૌ પ્રથમ વખતજોઇ હતી એટલે પોતાના મનની વાત કહેવાની તેની હિમ્મત થઇ આવી. “મેડમ......... મેડમ....... એવુ છે ને કે લાસ્ટ ડે જ્યારે મને હોસ્પિટલમાંથી રજા મળવાની હતી તે દિવસે સર મને મળવા આવ્યા હતા અને..... અને.....અને તેમણે કહ્યુ કે..... મને કહ્યુ કે.......” “અરે.....અરે....અરે.... આ રીતે કેમ અચકાય છે તારા મનની વાત કહેવામાં? બી કોન્ફીડેન્ટ એન્ડ ટેલ મી યોર પ્રોબ્લેમ. પાપાએ તને કાંઇ કહ્યુ કે જે તને ન ગમ્યુ હોય અથવા તો તેમણે એઝ અ બોસ તારી સાથે વર્તાવ કર્યો છે?”
“નહી મેડમ, એ તો મારા બોસ છે, કદાચ તે કોઇપણ વાત કરે મને ખરાબ ન જ લાગે પણ આ વખતે તેમણે જ મને ધર્મસંકટમાં મૂકી દીધો છે.” “પાપા એ????” “જી મેડમ, તેમણે જ મને એવી રીતે ફસાવી દીધો છે કે મને સમજ પડતી નથી કે હું શું કરુ?” “એવુ તો શું કર્યુ પાપાએ કે તુ ધર્મસંકટમાં પડી ગયો રોહન?” "મેડમ, તેમણે મને....... તેમણે મને....... તેમણે કહ્યુ કે....... કે.......” “વ્હોટ ઇઝ ધીસ રોહન? કેમ આમ અચકાય છે? કાંઇ નાનુ બાળક છે કે બોલી શકતો નથી? લુક રોહન, ટાઇમ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન માય લાઇફ, સો ઇફ યુ વોન્ટ ટુ ટેલ મી ક્લીઅર્લી, ધેન આઇ એમ રેડ્ડી ટુ લીશન ધેટ, બટ આઇ ડોન્ટ લાઇક ધીસ ટાઇપ ઓફ નોન-સેન્સ.” કાશ્મીરા ગુસ્સો કરતા ઉકળી ઉઠી. “મેડમ, સાહેબે તમારા જીવનસાથી તરીકે મને પસંદ કર્યો છે................” રોહન ફટાફટ વાક્ય પુરૂ કરી ગયો અને ઘડી ભર માટે તો સન્નાટો છવાઇ ગયો મીટીંગ હોલમાં, કાશ્મીરા રોહનને અને રોહન કાશ્મીરા સામે જોઇ રહ્યા. મનની વાત કહી દીધી છતા હજુ રોહનને પસીનો છુટી જ રહ્યો હતો. “ટેક ધીસ એન્ડ બી કાલ્મ.” કાશ્મીરાએ ટીશ્યુ પેપર રોહન સામે ધરતા કહ્યુ. “નો થેન્ક્સ મેડમ એન્ડ આઇ એમ સોરી ફોર ધીસ ટાઇપ ઓફ ટૉલ્કીંગ વીથ યુ.” રોહને પોતાના રૂમાલ વડે પરસેવો લુંછતા માંફી માંગતા કહ્યુ. “ઇટ’સ ઓ.કે. રોહન, પાપાએ તારી પહેલા જ મને પોતાના મનની વાત જણાવી દીધી હતી.” “વ્હોટ???” “હા, તેમણે મને પણ આપણા બન્ને વિષે વાત કરી હતી, અને તે કોઇ બાબતે માનવા તૈયાર જ ન હતા, લુક રોહન મારી ઘણી મહેચ્છાઓ છે અને મહત્વાકાંક્ષાઓ પણ છે અને હજુ મારે ઘણુ પામવાનુ અને સફળ થવાનુ બાકી છે અને એ બધાની વચ્ચે મને તો આ સગાઇ લગ્નનું બંધન યોગ્ય લાગતુ નથી તેથી મે બધુ તારા પર છોડી દીધુ હતુ.” “સોરી ટુ સે મેડમ, બટ ઇટ ઇઝ ફેક્ટ ધેટ ધેર ઇઝ અ હેવી ગેપ બીટવીન અવર ફેમિલી, તમે હાઇ પ્રોફાઇલ પર્શન અને હું એક સામાન્ય એમ્પ્લોઇ છું. આપણા બન્નેનો કોઇ મેળ નથી એવુ મને ફીલ થાય છે.” “ઇટ’સ નોટ ઇમ્પોર્ટન્ટ ઇન માય લાઇફ રોહન, સ્ટેટસ આજે છે કાલે નથી પણ સાચુ તો એ છે કે લગ્નને હું એક પ્રકારનું બંધન માનુ છું જે મારી કારકીર્દીને સ્ટોપ કરી શકે છે, સો આઇ નીગલેટ મેરેજ.” “મેડમ, આઇ ડોન્ટ ફીલ લાઇક યુ. લગ્ન બાદ પણ તમે તમારા એઇમને સિધ્ધ કરી શકો, એવુ નથી કે લગ્ન બાદ તમે બંધનમાં આવી જાઓ.” “આઇ થીન્ક યુ આર ટ્રાઇંગ ટુ કન્વે મી ફોર મેરેજ.” કાશ્મીરાએ ગંભીર સ્વરે રોહન સામે વેધક નજરે જોતા કહ્યુ અને આ બાજુ રોહનના તો મોતીયા જ મરી ગયા. “નહી મેડમ, આઇ ડોન્ટ હેવ એની અટેન્શન લાઇક ધીસ. સોરી જો મારી કાંઇ ભૂલ થઇ હોય તો.” રોહન ડરને કારણે માંડ માંડ વાક્ય પુરૂ કરી શક્યો, તેનો ચહેરો શરમથી લાલ થઇ ગયો અને તે કાશ્મીર સામે નજર પણ મીલાવવાની હાલતમાં ન હતો ત્યાં અચાનક કાશ્મીરા ખડખડાટ હસી પડી. “સોરી રોહન, આઇ એમ જસ્ટ જોકીંગ વીથ યુ. ડોન્ટ વરી, મને તારી વાતનું કાંઇ ખોટુ લાગ્યુ નથી. ભલે પૈસાની દ્રષ્ટીએ તારી અને મારી તુલના શક્ય નથી પણ તુ બહુ ટેલેન્ટેડ છે એમાં કોઇ શક નથી અને રહી વાત આપણા લગ્નની તો એ બાબતે હાલ તો હું કાંઇ વિચારવાના મુડમાં નથી. ડોન્ટ માઇન્ડ ઇટ, ઓ.કે.?” કાશ્મીરાએ પોતાના મનની વાત બેધડક રોહનને કહી સંભળાવી. “ઇટ્સ ઓ.કે. મેડમ, હું આપની સાથે સંપુર્ણપણે સહમત છું. આજે આપની સાથે આ વાતની ચર્ચા થઇ ગઇ એટલે હવે આપનો જે નિર્ણય હશે તે મને મંજુર છે, અને સાચુ કહુ તો હવે હું આરામથી લંચને માણી શકીશ.” બોલતા જ રોહન હસી પડ્યો અને કાશ્મીરા પણ......
TO BE CONTINUED……………..
શું કાશ્મીરા રોહન સાથે લગ્ન કરવા સહમત થશે કે નહી? શું આ લગ્ન કરાવવા પાછળ સુરેશ ખન્નાનો કોઇ ખાસ ઇરાદો છે??? તમારા મનમાં ઉઠતા પ્રશ્નોના જવાબ મેળવવા માટે આગળનો ભાગ વાંચવો જ રહ્યો,