Chakravyuh - 7 in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 7

Featured Books
Categories
Share

ચક્રવ્યુહ... - 7

ભાગ-૭

“ઓ.કે. મેડમ.” સુબ્રતો રોયે કાશ્મીરાને માઇક આપ્યુ અને તેઓ પાછળ ખસી ગયા.   “ત્રીજુ અને આખરી નામ જે ખન્ના ગૃપ સાથે જોડાવાનુ છે તેના વિશે થોડુ કહેવા ઇચ્છું છું. એ વ્યક્તિ ખુબ મહેનતુ, એક્સ્ટ્રા ઓર્ડીનરી પર્શનાલીટી ધરાવે છે. સાચી વાત કહેવામાં જરા પણ અચકાઇ તેમ નથી. સમયનું મહત્વ તેના માટે ખુબ જ છે. મળતાવડો સ્વભાવ અને પોતાની વાત કોન્ફીડન્સથી કહેવાની ખાસીયત અને કાંઇક કરી છુટવાની ભાવના ધરાવે છે તે વ્યક્તિ.”   “રોશની નાઉ આઇ હેવ ટુ ક્વિટ. છેલ્લો દિવસ છે મારો ખન્ના ગૃપ સાથે. મને નથી લાગતુ કે લાસ્ટ નામ મારુ એનાઉન્સ થાય.” રોહનના ચહેરા પર ગભરાહટ સાફ સાફ નજર આવી રહી હતી.   “કાલ્મ ડાઉન યાર, હોપ ફોર ધ બેસ્ટ. લાસ્ટ મોમેન્ટ સુધી લડી લેવાની તાકાત રાખવી જોઇએ. સો ડોન્ટ વરી એન્ડ બી ચીલ.” રોશનીએ સાંત્વના આપતા કહ્યુ.   “સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, લાસ્ટ બટ નોટ લીસ્ટ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમ્પ્લોઇ ઓફ ધ ખન્ના ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઇઝ...........  ધ પર્શન ઇઝ મિસ્ટર રોહન ઉપાધ્યાય..... મિસ્ટર ઉપાધ્યાય પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ.”   “ઓહ માય ગોડ,,,,, આઇ કાન્ટ બીલીવ.” રોહન ખુશીના કારણે લગભગ ઉછળી જ પડ્યો અને એટલી જ સ્ફુર્તીથી સ્ટેજ પર જવા તેણે પગ ઉપાડ્યા. આજુબાજુ ઉભેલા બધા કલીગ્સ તેને અભીનંદન પાઠવી રહ્યા હતા અને આ બાજુ રોશની મનોમન ખુબ ખુશ થઇ રહી હતી.

“કોન્ગ્રેચ્યુલેશન મિસ્ટર ઉપાધ્યાય.” કાશ્મીરાએ તેને હાથ મીલાવી અભીનંદન પાઠવ્યા અને અપોઇન્ટમેન્ટ લેટર આપ્યો તથા પુષ્પ ગુચ્છ આપી તેને વેલકમ કર્યો.   “થેન્ક્સ મેડમ. થેન્ક્સ ફોર યોર ટૃસ્ટ.” રોહને કાશ્મીરા મેડમનો આભાર વ્યક્ત કરતા કહ્યુ.   “યુ ડીઝર્વ ધીસ મિસ્ટર ઉપાધ્યાય. વીશીંગ યુ બેસ્ટ ઓફ લક.”   “થેન્કસ અગેઇન મેડમ. આઇ વીલ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ માય બેસ્ટ ટુ ધીસ કંપની.”

“ગ્રેટ......... નાઉ એન્જોય ધ પાર્ટી.”   પોતાને કાયમી થયાની ખુશી રોહનના ચહેરા પર ખીલી ખીલીને નીખરી આવી રહી હતી. તે દોડતો રોશની પાસે આવી પહોંચ્યો.   “કેમ જનાબ, મે શું કહ્યુ હતુ???” રોશનીએ કટાક્ષમાં પુછ્યુ.   “થેન્ક્સ યાર, તે છેલ્લી ક્ષણ સુધી હિમ્મત હારી ન હતી, બાકી મારા તો પગ ધૃજવા લાગ્યા હતા.” કહેતા બન્ને ખડખડાટ હસી પડ્યા.

“ચલો હવે ગંભીર વાત, મને ક્યાં ટ્રીટ મળશે?” રોહને પુછ્યુ.   “અરે ટ્રીટ તો તારે મને આપવી જોઇએ. ખન્ના ગૃપનો હોનહાર એમ્પ્લોઇ તો બની ગયો છે તુ અને મારી પાસે ટ્રીટ માંગે છે? ધીસ ઇઝ નોટ ફેર.” રોશનીએ કહ્યુ.   “એમ???? હોનહાર એમ્પ્લોઇ???? તો તમે તો ડબલ હોનહાર હશો ને રોશની મેડમ???” રોહને પણ કટાક્ષમાં પુછ્યુ.   “નહી રે, અમે તો લાસ્ટ ટુ ફર્સ્ટ આવીએ, નોટ ઓન ધ ટોપ પોઝીશન લાઇક યુ.”

“એક્સક્યુઝ મી, મે આઇ જોઇન પ્લીઝ?” સુબ્રતો રોયે બન્નેની વાત રોકતા પુછ્યુ.   “યસ સર, તમારે રજામંદીની જરૂર થોડી હોય???” રોશનીએ કહ્યુ.   “કોંગ્રેચ્યુલેશન્સ મિસ્ટર રોહન. વેલકમ ટુ ખન્ના ગૃપ. સ્ટેજ પર તો હું અન્ય કામમા બીઝી હોવાના કારણે ધન્યવાદ આપી શક્યો નહી એટલે થયુ કે પર્શનલી જઇ તમને વીશ કરું.”

“થેન્ક્સ અ લોટ સર. તમે મારા કામને વખાણ્યુ અને મને ખન્ના ગૃપમાં સમાવવા માટે સક્ષમ માન્યો એ બદલ હું આપનો સદાયને માટે ઋણી રહીશ.” રોહને કહ્યુ.   “નો....નો..... મિસ્ટર ઉપાધ્યાય, તમને પસંદ કરવા એ મારો નિર્ણય ન હતો. આપની પસંદગી પર તો કાશ્મીરા મેડમની મહોર હતી. તેમણે ટ્રેનીંગના દસ જ દિવસમાં તમારા કામ કરવાની ઢબને પારખી લીધી હતી. હા, અને એવુ પણ નથી કે મે તમને સિલેક્ટ કર્યા ન હતા.” કહેતા સુબ્રતો રોય હસી પડ્યા.   “થેન્ક્સ સર, થેન્ક્સ અ લોટ. આપની પાસેથી ઘણું શીખવાનુ મળશે મને.”

“શ્યોર, નાઉ એન્જોય ધ પાર્ટી.” કહેતા સુબ્રતો રોય ત્યાંથી નીકળી ગયા.   “આજે તો કેટલી વાહ.....વાહ સાંભળવા મળે છે, નહી???” રોશનીએ પુછ્યુ.   “હમ્મ્મમમ...... આઇ એમ સો હેપ્પી યાર. મને હજુ વિશ્વાસ નહી આવતો કે હું ખન્ના ગૃપમાં કાયમી એમ્પ્લોઇ તરીકે નિયુક્ત થયો છું.” રોહને રોશનીનો હાથ પકડી પોતાની ખુશી વ્યકત કરતા કહ્યુ.   “હું પણ એમ જ કહીશ કે, યુ ડીઝર્વ ધીસ રોહન. દિન પ્રતિદિન તુ સફળતાના શીખરો સર કરે તેવી જ પ્રભુને પ્રાર્થના.” રોશનીએ હળવેકથી રોહનના હાથને દબાવતા પોતાના મનના ભાવ પ્રગટ કર્યા.   “લેડીઝ એન્ડ જેન્ટલમેન, નાઉ ટાઇમ ટુ ડીનર, પ્લીઝ ઓલ ઓફ યુ એન્જોય ધ ડીનર.” સુબ્રતો રોયે જાહેર કર્યુ.   “લેટ્સ હેવ અ ડીનર, મીસ રોશની.” પોતાનો હાથ રોશની તરફ ધપાવતા રોહને કહ્યુ.   “શ્યોર......” રોશની એ રોહનનો પ્રસ્તાવ તો સ્વિકારી લીધો પણ સમય અને સ્થળનો તેને ખ્યાલ હોવાથી રોહનનો હાથ પકડવાનુ ટાળી દીધુ.   બધા ગૃપમા સાથે મળી ડીનર કરતા કરતા વાતોના ગપ્પા મારી એન્જોય કરી રહ્યા હતા. જે લોકોને કાયમી સ્થાન મળી ગયુ હતુ તે બધા એકબીજાને અભીનંદન પાઠવી રહ્યા હતા અને પોતપોતાના હેડના અનુભવ એકબીજા સાથે વહેંચી રહ્યા હતા.   “મારા હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટની તો શું વાત કરવી? એક નંબરના ખડુશ, ગુસ્સાવાળા અને રોકટોક કરવાવાળા છે.” રોહને ત્રાંસી નજરથી રોશની સામે નજર કરતા કહ્યુ.   “દાદ આપવી પડે રોહન તારી. એવા એચ.ઓ.ડી. સાથે રહીને પણ તે કાયમી સ્થાન મેળવ્યુ તે ખુબ હિમ્મતનું કામ છે.” રંજીતાએ કહ્યુ.   “શું કરવું??? આપણે તો સારી જોબ માટે બધુ કરી છુટવુ પડે. ક્યાં જઇએ???” રોહન જવાબ તો રંજીતાની વાતનો આપી રહ્યો હતો પણ તેનુ ધ્યાન રોશની સામે હતુ અને આ બાજુ રોશની તેની સામે ગુસ્સાથી કતરાઇ રહી હતી પણ રોહનને તો ખુબ હસવુ આવી રહ્યુ હતુ.

“સારૂ થયુ કે મને એવા ખડુશ હેડ ન મળ્યા નહી તો આપણું તો આ કંપનીમાં રહેવુ શક્ય જ ન બને.” રંજીતાએ કહ્યુ.   “બાય ધ વે રોહન, તારા બોસનું નામ તો કે અમને એટલે અમને પણ ખબર પડે કે કોણ છે એવુ ખડુશ????” રોશનીએ વચ્ચે પોતાની વાત મુકી.   “હા રોહન, પ્લીઝ ટેલ અસ.” ઉદયે પણ રોશનીના પ્રશ્નના સમર્થનમાં કહ્યુ એ સાંભળી રોહન મુંઝાઇ ગયો કે હવે શું કરવું.   “ડોન્ટ વરી રોહન, આઇ વીલ ટેલ એવરીવન અબાઉટ યોર એચ.ઓ.ડી.” રોશનીએ રોહન સામે ભંવા ચડાવતા કહ્યુ.   “હેલ્લો એવરીવન, આઇ એમ રોશની મલ્હોત્રા, એચ.ઓ.ડી ઓફ માર્કેટીંગ ડીપાર્ટમેન્ટ.”   “હેલ્લો મેડમ, નાઇસ ટુ મીટ યુ. લુકીંગ બ્યુટીફુલ ટુડે.” રંજીતાએ વાતને અલગ વણાંક આપતા કહ્યુ.   “થેન્ક્સ રંજીતા.”

“બાય ધ વે રોહન, તને પણ માર્કેટીંગ ડીપાર્ટમેન્ટમાં જ ડ્યુટી આપી હતી કે નહી???” ઉદયે રોહનને પુછ્યુ અને રોહનના ચહેરાના ભાવ જોવા જેવા હતા. ઉદય અને રંજીતા તો સમજી જ ગયા કે રોહને બહુ મોટુ બાફી નાખ્યુ અત્યારે.   બધા ચુપચાપ નીચે જોઇ ડીનર કરવા લાગ્યા ત્યાં અચાનક રોશની ખડખડાટ હસી પડી અને તેને જોઇને રોહન પણ હસી પડ્યો. આ બધુ ઉદય અને રંજીતાના સમજની બહાર હતુ એટલે તે બન્ને એકબીજા સામે જુવે વળી રોહન સામે જુવે. કોઇ જાતના હાવભાવ વિના બન્ને એકબીજા સામે જોવા લાગ્યા.   “સોરી રંજીતા, ઉદય. આ રોહન ક્યારનો તમારા બન્ને સાથે મજાક કરે છે. મને ચીડવવા ખાતર એ જાણી જોઇને મારી બુરાઇ કરતો હતો. તેને ખબર જ હતી કે હું અહી જ ઉભી છું.” રોશની વાત કરતા કરતા વળી ખડખડાટ હસી પડી.   “યુ નોટી રોહન, હજુ તો કાયમી થયાને કલાક એક પણ થઇ નથી ને તુ મેડમ જોડે મજાક કરવા લાગ્યો.” રંજીતાએ નિરાંતનો શ્વાસ લેતા કહ્યુ.   “નો...નો..... ભલે હું હેડ છું પણ પહેલા જ દિવસથી મારે અને રોહનને સારુ ટ્યુનીંગ છે. તેનામાં કામ કરવાની ખુબ આવડત છે અને આ કંપનીને બસ એ જ જોઇએ છે. અમારા બન્ને વચ્ચે બોસ કરતા મિત્રતાના સબંધ વધારે છે, કેમ રોહન?”

“હા, રોશની મેડમ ઇઝ રાઇટ. તેમનો સ્વભાવ અતી મિલનસાર છે. આઇ એમ  સો લકી કે મને રોશની મેડમ જેવા એચ,ઓ.ડી. મળ્યા.” રોહને ભરપેટ રોશનીના વખાણ કરતા કહ્યુ.

“બસ બસ રોહન, વખાણથી નહી મારે ડીનરથી મારુ પેટ ભરવુ  છે એટલે બહુ વખાણ કરવાનુ રહેવા દે.” રોશનીએ કહ્યુ. હસી મજાકમાં બધાએ ડીનર પુરુ કર્યુ અને ત્યાર બાદ મ્યુઝીક પાર્ટીનું આયોજન હતુ.   સુમધુર ગાયક અને ગાયીકાઓ પોતાના કંઠે સુમધુર ગીતો વહાવી રહ્યા હતા. રોશની કાશ્મીરાની બાજુમાં બેઠી હતી. તમામ એચ.ઓ.ડી. અને કાશ્મીરા બધા ઉચ્ચ આશને બેઠા હતા અને તમામ એમ્પ્લોઇ સામે બેઠા હતા અને બધા જુના સદાબહાર ગીતોની રંગત માણી રહ્યા હતા.

બાર વાગવામાં બસ દસ મિનિટની વાર હતી ત્યાં તમામ લાઇટ્સ ઓફ થઇ ગઇ. બધા વિચારમાં પડી ગયા કે અચાનક બધી લાઇટ્સ ઓફ કેમ થઇ ત્યાં અચાનક સ્ટેજ પર લાઇટ્સ ઓન થઇ અને સ્ટેજનો નીચેનો ભાગ ઓપન થયો અને ત્યાંથી સુસજ્જિત ટેબલ પર સજાવટ થયેલી મોટી કેક બહાર આવતી બધાને દેખાઇ. થોડી જ ક્ષણમાં કેક સ્ટેજ પર ગોઠવાઇ ગઇ.    કાશ્મીરા તમામ ડીપાર્ટમેન્ટના હેડ સાથે મળી સ્ટેજ પર આવી અને બુલંદ સ્વરે માઇકમાં તમામને ન્યુ યર વીશ કર્યુ.

“વીસીંગ યુ હેપ્પી ન્યુ યર ટુ ઓલ ઓફ યુ.” ચારે દિશામાં કાશ્મીરાના પડઘા ઘુમરાવા લાગ્યા અને સામેથી તમામ લોકોએ પણ એટલા જ બુલંદ સ્વરે રિપ્લાય આપ્યો અને કાશ્મીરાએ કેક કટ કરવા પોતાનો હાથ લંબાવ્યો. જેવી કેક કટ થઇ કે બધા લોકો ચીચીયારીઓ કરવા લાગ્યા અને સ્ટેજના ચારે ખુણે લટકાવેલા નાઇટ્રોજનથી ભરેલા ફુગ્ગાઓનો સમુહ હવામાં ઉડવા લાગ્યા. કેક કટ થયા બાદ તમામ એમ્પ્લોઇ એકબીજાને ન્યુ યર વીશ કરવા લાગ્યા અને કાશ્મીરાને પણ અભીવાદન કરી અનુકુળતા મુજબ ઘરે જવા રવાના થઇ રહ્યા હતા.   “હેપ્પી ન્યુ યર ટુ યુ મેડમ.” રોહને કાશ્મીરાને વીશ કરતા પોતાનો હાથ લંબાવ્યો.   “સેમ ટુ યુ મિસ્ટર ઉપાધ્યાય.” બન્નેએ શેક હેન્ડ કર્યા અને કાશ્મીરાએ હળવા સ્મિત સાથે રોહનને બેસ્ટ વીશીશ પાઠવ્યા. થોડી ફોર્મલ વાતો બાદ રોહને પણ રજા માંગી લીધી અને પાર્કીંગ તરફ રવાના થયો.   “ઓ હેલ્લો, મને ભૂલી જવાની છે અહી કે શું?” રોહન પાર્કીંગમાં હતો ત્યાં પાછળથી રોશનીએ તેને ધમકાવતા પુછ્યુ.   “નોટ એટ ઓલ મેડમજી. મારી એવી મજાલ કે તમને ભૂલીને હું અહીથી નીકળું?”   “હમ્મ્મમ.... તો સારૂ. બાય ધ વે મિસ્ટર ઉપાધ્યાય, ભલે આજે તમને કાયમી પોસ્ટ મળી છે પરંતુ ડીસીપ્લીન અને કામમાં ચપળતા પહેલા જેવી જ કાયમ હશે તો જ મારી સાથે ટકી શકશો નહી તો કંપનીમાંથી પાણીચુ પકડાવતા વાર નહી લાગે.” રોશનીએ બનાવટી રોફ જમાવતા કહ્યુ.   “ના બાબા ના મેડમજી, મુજ ગરીબને આ નોકરીની ખાસ જરૂર છે. મને પ્લીઝ જોબમાંથી દૂર ન કરશો પ્લીઝ....” ઘુંટણીયાભર બેસી રોહન આજીજી કરવા લાગ્યો અને રોશની ખડખડાટ હસી પડી.   “એ બુધ્ધુ, ઊભો થા હવે, આ રીતે જાહેરમાં મારી માંફી માગે છે તે શરમ નથી આવતી??? ચલ ચલ હવે ઊભો થા જલ્દી, નહી તો કોઇ જોઇ લેશે તો અનેક પ્રશ્નો ઉભા થશે.” રોશનીએ તેને બન્ને હાથ વડે ખેંચતા કહ્યુ.   “નહી નહી મેડમજી, પ્લીઝ પહેલા મને ખાત્રી આપો કે તમે મને જોબ પરથી દૂર નહી કરો, નહી તો આજે તો હું અહીથી એક ડગલુ પણ ખસવાનો નથી.” રોહન મજાકના મુડમાં જ હતો એટલે ઉઠવાનુ નામ લેતો જ ન હતો.

“ઓ.કે. મજાક જ કરવી હોય તો હું જાંઉ છું.” કહેતી રોશની પાછુ વળી નીકળવા લાગી.   “અરે યાર, મજાક કરવાની પણ એક મિત્ર તરીકે મને છુટ નથી?” પાછળથી રોહને રોશનીનો હાથ પકડતા પુછ્યુ.   “એવુ કશું જ નથી રોહન પણ આ સમાજ સ્ત્રી પુરૂષના સબંધને મિત્રતાનું નામ કયારેય આપતો જ નથી એ તને પણ ખબર છે અને હું પણ આ વાત સારી રીતે જાણું છું ઉપરાંત તારી આ કંપનીમાં થતી હરણફાળ પ્રગતી ઘણાને ખુંચતી હશે, એ લોકો આવી વાતનો ફાયદો ઉઠાવતા જરા પણ અચકાશે નહી એ યાદ રાખવા જેવી વાત છે રોહન તારે. મારે મન તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને આજીવન રહેવાનો પણ છે જ, સમજ્યો??? પણ હા, સમાજની સામે એક ભેદરેખા જરૂરી છે એ ક્યારેય ભૂલવુ જોઇએ નહી.મારી વાતનું ખોટુ માનવાની કોઇ જરૂર નથી, નાઉ સ્માઇલ પ્લીઝ.” રોશનીએ રોહનના હાથને હળવેકથી દબાવતા કહ્યુ.

“ઓ.કે. મેડમ. હવે નીકળીએ?” રોહને જરા ગંભીર સ્વરે કહ્યુ અને બાઇક સ્ટાર્ટ કરી.   “ઓ.કે. લેટ્સ ગો.”

આખા રસ્તે રોશનીએ કોઇ ના કોઇ બહાને રોહનને વાત કરવા પ્રેર્યો પણ રોહન ટુંકી વાત કરી વાતને ટુંકાવી નાખતો હતો એટલે રોશની સમજી ગઇ કે રોહનને તેની વાતનું ખોટુ લાગ્યુ છે.

“થેન્ક યુ ફોર યોર હેલ્પ.” આટલુ જ બોલી રોશની પોછુ વળી ત્યાંથી ચાલી નીકળી પણ અચાનક જ તે પાછી વળી. રોહને બાઇક સ્ટાર્ટ કરી પણ લીધી હતી અને નીકળવા જ જતો હતો ત્યાં રોશનીએ જઇને રોહનની બાઇક બંધ કરી ચાવી ખેંચી લીધી. “મેડમ વ્હોટ ઇઝ ધીસ???” રોહને કુતુહલવશ તેને પુછ્યુ.

“વ્હેર ઇઝ માય પાર્ટી?” રોશનીએ પોતાના હાથમાં ચાવી ફેરવતા રોફ જમાવતા પુછ્યુ.   “પાર્ટી??? મેડમજી અત્યારે રાત્રીના બાર વાગવા આવ્યા છે અને આટલી મોટી ભવ્ય પાર્ટીમાંથી આપણે આવ્યા છીએ અને તમને હજુ પાર્ટી જોઇએ છે? ઇઝ ઇટ ઓ.કે. વીથ યુ ઓર નોટ?” રોહન રોશનીની આવી છોકરમત હરકતને જોઇ ગુસ્સાના ભાવથી પુછી બેઠો.   “યા, એવરીથીંગ ઇઝ ઓ.કે. વીથ મી. તે મને પાર્ટીમાં શું કહ્યુ હતુ? યાદ કર જોઇએ.”

“ઓહ હા, યાદ આવી ગયુ. એ સાચુ કે હું તમને પાર્ટી આપવાનું કહ્યુ હતુ પણ અત્યારે પાર્ટી?”

“હા હા હા, મારે તો અત્યારે જ પાર્ટી જોઇએ. સો વાતની એક વાત મારે અત્યારે જ પાર્ટી જોઇએ છે.” રોશની નાના બાળકની જેમ કુદવા લાગી.   “મેડમજી, આ જાહેર માર્ગ છે અને અહી આ રીતે વર્તન કરો એ યોગ્ય ન કહેવાય. આ સમાજ સ્ત્રી પુરૂષના સબંધને મિત્રતાનું નામ કયારેય આપતો જ નથી. તમે મારા સારા મિત્ર છો અને આજીવન રહેવાના જ છો પરંતુ બન્ને વચ્ચે એક ભેદરેખા જરૂરી છે એ ક્યારેય ભૂલવુ જોઇએ નહી. મારી વાતનું ખોટુ ન માનજો પણ આ તો મારા અંગત વિચારો છે. નાઉ સ્માઇલ પ્લીઝ.” રોશનીએ પાર્ટીમાંથી નીકળતી વખતે કહેલા શબ્દોને રોહન અક્ષરસઃ બોલી ગયો.   “હમ્મ્મ્મ તો તુ એ વાતનો બદલો લે છે મારી સાથે, રાઇટ? ક્યારની વિચારુ છું કે કાંઇ બોલતો કેમ નથી અને મેડમજી મેડમજી શું ચાલુ કર્યુ છે, પણ એ બધુ હવે મને સમજાયુ.”

“તમે જે કહ્યુ તેનુ હું પાલન કરવાનો પ્રયત્ન કરું છું છ્તા પણ આપ નારાજ થાઓ છો, આ ભોળુ પારેવુ બીજુ કરે તો શું કરે?” રોહનના નખરા ચાલુ જ હતા હજુ સુધી.   “ઓ.કે. સોરી. કહેતો હો તો પગે પડી જાઉ.”

અરે નહી નહી મેડમજી. તમે મને પગે લાગો એ થોડુ સારૂ કહેવાય.” કહેતો રોહન બાઇક પરથી ઉતરી રોશની સામે આવી ઉભો રહી ગયો.   “સારૂ ચલ , ગુડ નાઇટ. ટેઇક યોર કી.” બાઇકની ચાવી રોહનના હાથમાં થમાવતી રોશની ત્યાંથી ચાલી નીકળી.   “ઓ મેડમજી, જસ્ટ ટુ મિનિટ પ્લીઝ.” રોહને તેને રોકતા કહ્યુ.   “જે કહેવુ હોય તે હવે કાલે ઓફિસે જ કહેજો. નાઉ ટાઇમ ઓવર.” બસ આટલુ કહીને રોશની અપાર્ટમેન્ટ તરફ ચાલી ગઇ.

“લાગે છે હદ્દથી વધારે મજાક થઇ ગઇ રોશની સાથે.” રોહન તેના વીખરાયેલા વાળ પર હાથ ફેરવતા બબડ્યો અને પછી પોતાના ઘર તરફ નીકળી ગયો.

એકબીજાની મસ્તીમાં ધુન એવા રોહન અને રોશનીને એ ખબર ન હતી કે કોઇની નજરો ઘણા સમયથી તેને નિહાળી રહી હતી.   “અત્યારે પણ બન્ને સાથે જ છે અને પોતાની મસ્તીમાં ખોવાયેલા છે.”

“ઠીક છે.” આટલુ કહેતા જ ફોન કટ થઇ ગયો અને થોડે દૂર ઉભેલી રીક્ષા પણ ત્યાંથી નીકળી ગઇ.

TO BE CONTINUED………..