Chakravyuh - 4 in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 4

Featured Books
Categories
Share

ચક્રવ્યુહ... - 4

(૪)

“આટલી રાત્રે છોકરો કેમ રડતો હશે? લાગ છે કાંઇ અજુગતુ બની રહ્યુ છે.” વિચાર કરતા તેણે બાઇક એક બાજુ પાર્ક કરી અને રડવાની દિશામાં તે ચાલવા લાગ્યો ત્યાં અચાનક જ બે બાઇકસવાર પુરવેગે તેની બાજુમાંથી નીકળ્યા. રોહને જોયુ કે તે બન્નેની વચ્ચે એ જ બાળક હતો જેનો રડવાનો અવાજ આવતો હતો.   બીજી કાંઇ પણ પરવા કર્યા વિના રોહને પણ બાઇકનો પીછો કરવા લાગ્યો. ગાડી ભુજ બહાર નીકળી ગઇ તો પણ રોહને તેનો પીછો કરવાનુ ચાલુ જ રાખ્યુ. અચાનક જ રોહનને બાઇક દેખાતી બંધ થઇ ગઇ. રોહને પોતાની બાઇક થોભાવી દીધી અને ચારે બાજુ નજર કરવા લાગ્યો.

“ઓય.......માળી......રે..........” બસ આટલો જ અવાજ આવ્યો. રોહન સમજી ગયો કે આ એ જ છોકરાનો અવાજ છે જે રડી અહ્યો હતો. થોડે દૂર હાઇ-વે થી નીચે ઉતરતા કાંટાઓની ઘાટી વાળ હતી તે તરફ રોહને પોતાના પગ ઉપાડ્યા. તેને પરસેવો વળી ગયો હતો. પોતે એકલો હોવાથી તેને ડર તો લાગતો હતો પણ મન મક્કમ કરી તે આગળ વધ્યો.

કાંટાની વાળ પાસે પહોંચતા જ રોહનનુ માંથુ ફરવા લાગ્યુ. તેના પગ ધૃજવા લાગ્યા, આંખો ફાટી રહી ગઇ એ દ્રશ્ય જોઇને. હાંફળો ફાંફળો થતો તે ચોતરફ નજર દોડાવવા લાગ્યો પણ બીજુ કોઇ તેને દેખાણુ નહી. હાઇ-વે પર ગાડીઓ પુરપાટ દોડી રહી હતી પણ  રોહન હાઇ વે થી ખાસ્સો દૂર હોવાથી કોઇની મદદ માંગી શકવા સમર્થ ન હતો.   “ઓહ માય ગોડ, આ બાળક તડપી રહ્યો છે. લાગે છે પેલા બે બાઇકસવારોએ જ આ છોકરાને અહી ફેક્યો હશે. અચાનક રોહને મોબાઇલ ફોનની લાઇટ કરી જોયુ તો તે નાના બાળક પર છરીથી વાર કરી તેને કાંટાની વાળમાં ફેંકી દીધો હતો અને લાગતુ હતુ કે બાળકે જીવ મૂંકી દીધો હતો. આ જોતા જ રોહનને ચક્કર આવવા લાગ્યા અને તે દોડતો હાઇવે તરફ દોડ્યો.   “સમવન હેલ્પ પ્લીઝ, પ્લીઝ હેલ્પ મી. પ્લીઝ સ્ટોપ ધ કાર....”રસ્તેથી આવતા જતા તમામ વાહનોને રોકવાનો તે પ્રયત્ન કરવા લાગ્યો પણ કોઇ તેને સાંભલતુ ન હોય એમ વાહનો સ્ટોપ થતા જ ન હતા.   પરસેવેથી રેબઝેબ રોહન હિમ્મત હાર્યો ન હતો. હજુપણ તે વાહનોને રોકવા મથતો જ હતો કે કદાચ પેલા છોકરામાં જીવ હોય તો તેને બચાવી શકાય.

“હેલ્લો સર, પ્લીઝ હેલ્પ મી. ત્યાં સામે કાંટાની વાળમાં એક નાનો છોકરો તડફડી રહ્યો છે, તેને બહાર કાઢવામાં મારી મદદ કરશો?” એક કારચાલકે કાર ઉભી રાખતા રોહન મદદ માટે આજીજી કરવા લાગ્યો.   “હા ચાલો, ક્યાં છે??? આઇ વીલ હેલ્પ યુ.” કારચાલકે હકારાત્મક જવાબ આપતા રોહને થોડી ધરપત થઇ અને તે દોડતો પેલી કાંટાની વાળ તરફ જવા લાગ્યો. પેલા કારચાલક અને રોહન બન્નેએ પોતાના મોબાઇલની લાઇટ ઓન રાખી હતી.   “સર અહી જ છે પેલો છોકરો, આપનો ખુબ ખુબ આભાર કે તમે હેલ્પ કરવાની હા કહી. જુવો અહી.......... જ.............”   “એ ભાઇ શું દારૂ પીધો છે કે ભાગ??? ક્યાં છે છોકરો??? કોણ તડપી રહ્યુ છે???” પેલો કારચાલક ગુસ્સે થતો બરાડી ઉઠ્યો.   “અહી.....જ તો...... હતો એ છોકરો. હું ભુજથી તેનો પીછો કરતો હતો. બે બાઇકસવારોએ અહી જ એ છોકરાને મારીને ફેંકી દીધો હતો, તેને છરીથી પેટમાં મારીને અહી કાંટાની વાળમાં....”   “એય ખાલીખોટી કહાની ન બનાવ, નહી તો હમણા જ પોલીસને ફોન કરીને તને પકડાવી દઇશ. બહુ આવ્યો છરીના ઘા વાળો. તને બે થપ્પડના ઘા કરીશ ને તો અક્કલ ઠેકાણે આવી જશે. તુ પણ જાવા દે ઘરે અને મને પણ જવા દે.”

“અરે........ સર. મારી વાત તો સાંભળો, પ્લીઝ સર. મે કોઇ નશો કર્યો નથી. સાચે જ ત્યાં છોકરો તડપતો..................” રોહન હાઇવે સુધી તેને મનાવતો આવ્યો પણ પેલા ભાઇ રોહનની એક પણ વાત સાંભળ્યા વિના કાર હંકારતા ત્યાંથી નીકળી ગયા.   “વ્હોટ ઇઝ હેપ્પ્નીંગ યાર????? મને કેમ અવારનવાર ભ્રમ થાય છે??? પેલા લગ્નના કપડા અને પેલી રડતી સ્ત્રી પછી મનદીપના ખેતરમાં અચાનક જ મને કોઇ ડુબાડતુ હોય તેવો ભાસ થયો અને અત્યારે આ છોકરો???? મારી સાથે જ કેમ આવુ બને છે??” રોહન મનમાં જ બબડવા લાગ્યો અને ફરી એકવાર તે એ જ દિશામાં જ ગયો જ્યાં તેણે એ છોકરાને જોયો હતો.   અચાનક જ તેને પગમાં ઠેંસ વાગી, નીચે લાઇટ કરી તેણે જોયુ તો ખુનથી લથબથ ચાકુ પડેલો રોહનને દેખાયો. એ જોઇ તે દોડતો કાંટાની વાળ પાસે ગયો પણ ત્યાં તેને કોઇ દેખાયુ નહી. અનેક પ્રશ્નોથી ગુંચવાયેલો હતો ત્યાં તેનો ફોન રણકી ઉઠ્યો.

“હલ્લો પપ્પા, રસ્તામાં જ છું, આવુ જ છું.” આટલુ જ કહી તેણે ફોન કટ કરી દીધો અને ત્યાંથી જવા નીકળી ગયો.

આખા રસ્તે રોહન તેની સાથે બનેલી અઘટિત ઘટનાના વિચારમાં જ ખોવાયેલો હતો. ઘરે પહોંચી ફટાફટ તે દોડતો પોતાના રૂમમાં જતો રહ્યો અને બાથરૂમમાં જઇ ફુવારા નીચે ઉભો રહી ગયો.   “એક બાજુ સારી જોબ મળી તેની ખુશી છે અને બીજી બાજુ આ રીતે અજીબોગરીબ ઘટના મારી સાથે ઘટી રહી છે. આવુ કેમ થઇ રહ્યુ છે? જીવનના આટલા વર્ષો અહી જ મે ગાળ્યા છે પણ આવુ ક્યારેય કાંઇ બન્યુ નથી અને આમ અચાનક આ રીતે એક પછી એક ઘટના મારી સાથે બનવા લાગી, શું કાંઇ અજુગતુ બનવાના સંકેત છે આ બધા કે પછી મનનો વહેમ??? વિચારોના વમળમાં રોહન એવો તે ફસાઇ ગયો કે તે પાણીનો ફુવારો બંધ કર્યા વિના જ પોતાના રૂમમાં આવી ગયો.   અચાનક જ સમયનુ અનુસંધાન થતા તેણે ફુવારો બંધ કરી દીધો અને ટોવેલથી પોતાના માંસલ શરીરને લુછતો તે અરિસા સામે ઉભો વિચારયાત્રામાં ચકરાવા લઇ રહ્યો હતો.   પોતાના મનને ડાઇવર્ટ કરવા તેણે પોતાનુ એફ,બી, એકાઉન્ટ ઓપન કર્યુ અને અપડેટ્સ જોવા લાગ્યો. રાત્રીનો એક વાગવા આવ્યો હતો પણ રોહનની આંખમાંઊંઘનું નામોનિશાન ન હતુ. ઘટેલી ઘટનાને ભૂલવા તેણે એફ.બી. મિત્રો સાથે ચેટ કરવાનું શરૂ કર્યુ. પોતે એટલો ચાર્મીંગ હતો કે છોકરીઓ તેની પાછળ  ફીદ્દા હતી. ભારત અને અન્ય દેશોની છોકરીઓ તેના એફ.બી. ફ્રેન્ડ લિસ્ટમાં હતી પણ રોહન પોતાની મર્યાદામાં જ રહીને જ ચેટ કરતો. ક્યારેય કોઇનો ફાયદો ઉઠાવવાનો વિચાર સુધ્ધા તેના મનમાં આવતો નહી. થોડીવાર તેણે ફેસબુકના અપડેટ્સ જોયા પણ તેમા પણ તેનુ મન લાગ્યુ નહી એટલે ફેસબુક બધુ બંધ કરી તે સુઇ ગયો.    દરરોજ વહેલો છ વાગ્યે ઉઠનારો પોતાનો પુત્ર આઠ વાગ્યા છતા જાગ્યો નહી એટલે માતા કૌશલ્યાબેન તેને ઉઠાડવા રૂમમાં જતા જ હતા ત્યાં દરવાજા પાસે તેને પ્રકાશભાઇ મળી ગયા.   “રહેવા દે કૌશલ્યા, મીઠી નીંદ્રામાં પોઢેલા તારા લાલને આજે સુઇ રહેવા દે. આજનો દિવસ જ છે આપણી પાસે, રાત્રે તો એ આપણાથી દૂર નીકળી જવાનો છે. આજે મન ભરીને તારો લાડ અને તારો પ્રેમ તેના પર ન્યોચ્છાવર કરી દે. પછી તો આપણો કુંવર એટલો વ્યસ્ત બની જશે કે કદાચ આપણે યાદ કરવા જેટલો સમય પણ તેની પાસે રહેશે કે નહી?” બોલતા બોલતા પ્રકાશભાઇની આંખમાં ઝળઝળીયા આવી ગયા.

“બસ કરો તમે, આમ તો મને સલાહ આપતા હોવ છો કે કાળજે હિમ્મત રાખજે અને અત્યારે તમે જ કાળજાને માખણ જેવુ નરમ બનાવી દીધુ? તેનુ ભાવી સોનેરી ખુશીઓથી સજેલુ રહે તે માટે થોડો સમય આપણે તેનાથી દૂર રહેવામાં શું વાંધો છે? હવે તમારી આંખોમાંથી આ પ્રેમાશ્રુને વિદા કરો અને ચલો અહીથી નીચે, નહી તો મારો લાડકુંવર જાગી જશે.” પોતાના આંસુને કૃત્રીમ હાસ્ય પાછળ છુપાવતા કૌશલ્યાબેન પગથીયા વેગભેર ઉતરવા લાગ્યા.                          

******  

“ઓહ માય ગોડ, આટલા બધા મીસ્ડ કોલ???” ઉઠતાવેંત પોતાના ફોન પર મિત્રોના છુટી ગયેલા કોલ જોઇ રોહન બબડ્યો.   “બાર વાગી ગયા???? હાઉ સ્ટ્રેન્જ......” બોલતો તે ફ્રેશ થવા બાથરૂમમાં જતો રહ્યો.   ફ્રેશ થઇ મિત્રો સાથે વાત કરી તે પોતાનુ બેગ પેક કરવા લાગ્યો. જરૂરી તમામ વસ્તુઓ પેક કરી માતા પિતા સાથે બપોરનું ભોજન લીધુ અને પછી મન ભરીને વાતો કરી. સાંજે મિત્રોને પોતાનો ચહેરો થોડી વાર માટે બતાવી ફરી તે ઘરે આવી ગયો અને આખો દિવસ માતા પિતાની સાથે જ વિતાવ્યો.   “પપ્પા, હવે નીકળવાનો સમય આવી ગયો છે. ચલો હું નીકળું?” રોહને પરવાનગી માંગતા પુછ્યુ.   “હા બેટા, આરામથી જ’જે. દિલ્હી પહોંચી ફોન કરવાનુ ભૂલતો નહી અને અઠવાડીયે એકાદવાર ફોન પર વાત કરતો રહેજે અને ક્યારેક સમય મળ્યે અહી આવતો જતો રહેજે.” બોલતા બોલતા પ્રકાશભાઇની આંખ ભીની થઇ ગઇ.   “પપ્પા, તમે બીલકુલ ચિંતા ન કરો મારી, હવે બસ અહી થોડોક સમય જ અહી તમારે રહેવાનુ છે, એકવખત હું કંપનીમાં સેટલ્ડ થઇ જાંઉ પછી તમારે પણ મારી સાથે ત્યાં દિલ્હી રહેવા આવી જવાનુ છે. તમને જેમ મારા વિના ગમતુ નથી, તેમ મને પણ તમારા વિના એકલવાયુ જ લાગે છે.” બોલતા બન્ને પિતા પુત્ર ભેંટી પડ્યા.   “તારા માટે ખાસ મોતીચુરના લાડુ બનાવ્યા છે, લઇ જવાની ના પાડતો નહી. મને ખબર જ છે કે તને મિઠાઇ બહુ ભાવતી નથી પણ આ લાડુનો ડબરો તો તારે સાથે લઇ જ જવો પડશે.” કૌશલ્યાબેને નાટકીય ગુસ્સો કરતા રોહનના હાથમાં ડબરો થમાવતા કહ્યુ.   “મા આજથી કોઇ દિવસ નહી કહું કે મિઠાઇ ભાવતી નથી, બસ ખુશ ને? આ લાડુ માત્ર મિઠાઇ નથી, તેના એક એક કણમાં તારુ હેત છે. મને માત્ર ખાંડથી એલર્જી છે, નહી કે તારા અમૃતમય હેતથી. આ લાડુ તો હું અવશ્ય સાથે લઇ જઇશ.”

“ધ્યાન રાખજે દિકરા તારુ. બનીઠનીને મોટો અફસર બને અને તારી કારકીર્દીને ઊંચા આસમાને લઇ જા એ જ પ્રભુને પ્રાર્થના મારા લાલ.” બોલતા કૌશલ્યાબેન રડી પડ્યા.   “બસ મા, થોડો જ સમય આપણે અલગ રહેવાનુ છે, પછી તો હંમેશાને માટે આપણે સાથે જ રહેવાના છીએ. હવે રડ નહી અને મને હસીને વિદાય આપ. હું કાઇ તારી એકમાત્ર દિકરી નથી કે જે હંમેશાને માટે સાસરે વિદાય લઇ રહી છે.” રોહને મજાક કરતા કહ્યુ.   “રોહન ચાલ, મોડુ થાય છે. તારી ટ્રેન ચુકી જઇશ તુ.” મનદીપ બહાર આવી બૂમ પાડી.   “આવું છું, જસ્ટ વેઇટ ફાઇવ મિનીટ પ્લીઝ.” રોહને માતાપિતાને પગે લાગી પ્રણામ કર્યા અને બન્નેને ભેંટી તે બેગ લઇ નીકળ્યો.

“યાર, તારા વિના અમારી ગેંગ અધુરી છે યાર. તારા વિના જરા પણ નહી ગમે.” કહેતા બધા મિત્રો રોહનને ભેંટી પડ્યા. પાંચ જ મિનીટમાં ટ્રેન આવી ગઇ એટલે રોહન બધાને અલવીદા કહેતો રોહન ટ્રેનમાં બેસી ગયો અને પોતાની મંઝીલ કે જેની તે દિલથી ઇચ્છા હતી તે તરફ તેણે એક કદમ આગળ ધપાવ્યો. મનોમન તે ખુબ ખુશ હતો. તેને તો જલ્દીથી દિલ્હી પહોંચી જવાની તાલાવાલી લાગી હતી કે જલ્દી તે દિલ્હી પહોંચે અને ખન્ના ગૃપમાં પોતાની જોબ સ્ટાર્ટ કરે.

 

TO BE CONTINUED………..