Chakravyuh - 2 in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 2

Featured Books
Categories
Share

ચક્રવ્યુહ... - 2

ભાગ-૨

ચક્રવ્યુહ નોવેલના પ્રથમ પ્રકરણમાં આપણે વાંચ્યુ કે હેન્ડસમ યુવાન રોહન ઉપાધ્યાય ખન્ના ગૃપ ઓફ કંપનીમાં ઇન્ટરવ્યુ દેવા જાય છે, ત્યાં તેનું ઇન્ટરવ્યુ ખુબ સારૂ જાય છે અને રોહન ખુબ ખુશ થાતો પોતાના માદરે વતન ભુજ પહોંચી જાય છે તેના માતા-પિતાને મળવા અને પોતાના મિત્રોને મળવા પહોંચી જાય છે, ત્યાં તે પોતાના જીગરજાન મિત્રો સાથે માંડવી બીચ પર ફરવા જાય છે અને ખુબ મોજમસ્તી કરે છે, પાછા ફરતી વખતે અચાનક તે ગાડી રોકવાનું કહે છે, ચલો હવે વાંચીએ આગળ...................

“શું થયુ રોહન??? અચાનક કેમ કારને રોકી? એનીથીંગ સીરીયસ?” અભયે પુછ્યુ.

“સોરી ગાઇઝ બટ આઇ વોન્ટ ટુ બી ફ્રેશ.” રોહને ઇશારો કરતા કહ્યુ ત્યાં નીરજે પાછળથી હળવી ટપલી મારી   “બુળબક, તારા ફ્રેશ થવા પાછળ આજે હંમેશાને માટે ફ્રેશ થઇ જાત. હવે જા જલ્દી અને અહી ખુલ્લામાં જ ફ્રેશ થઇને આવ. હાઇ વે પર ક્યાંય પે એન્ડ યુઝ મળશે નહી મિ. દિલ્હી રીટર્ન.”

“ઓ.કે. બાબા ઓ.કે. હું હમણા જ આવ્યો.”   “એટલો બધો દૂર ક્યાં ભાગે છે??? શરમાય છે કોનાથી?” મનદીપે રોહનને હેરાન કરતા મજાક કરી.   રોહન ફ્રેશ થઇ પાછો ફરતો જ હતો ત્યાં કાંટાની વાળ પાછળ તેને નવનવેલી દુલ્હનના લગ્નના કપડાની શણગારેલી છાબ નજરે ચડી. તે પણ ચકિત થઇ ગયો કે આવા વેરાન વિસ્તારમાં દુલ્હનના કપડાની છાબ અને એ પણ કાંટાની વાળની પાછળ??? રાત્રીના કારણે અંધારુ બહુ થઇ ગયુ હતુ અને રોહનનો ફોન પણ કારમાં હતો છતા તેણે નજીક જઇ તપાસ કરવાનુ વિચાર્યુ.   રોહનના પગ કાંટાની વાળ તરફ ઉપડ્યા. તેને વાળ પાછળથી કોઇના રડવાનો અવાજ આવતો સંભળાયો.

“નક્કી કોઇ છે જ ત્યાં વાળ પાછળ.” રોહન મનોમન બોલ્યો અને અવાજની દિશામાં આગળ વધ્યો.   “રોહન....... એ ભાઇ રોહન....... આટલી વાર હોય ફ્રેશ થતા. ફ્રેશ જ થવા ગયો છે કે પછી બીજી કાંઇ ઇચ્છા થઇ આવી????” મનદીપે બહાર નીકળી બૂમ પાડી.

“મનદીપ ફોન લઇને અહી આવ તો, ફાસ્ટ.” રોહને કહ્યુ.   “યા, બટ વ્હોટ હેપ્પન યાર?”

“પહેલા તુ અહી આવને ભાઇ, જલ્દી.”   “મનદીપ ફોનમાં લાઇટ કરતો રોહન જ્યાં હતો ત્યાં દોડ્યો કે અચાનક ઠેંસ વાગતા તે પડી ગયો અને તેણે જોરથી બૂમ પાડી.   મનદીપની બૂમ સાંભળતા જ કારમાંથી અભય જીગર અને  જીગર એ બધા દોડ્યા અને પેલી બાજુથી રોહન પણ બૂમ સંભળાતા જ દોડતો આવ્યો.   “શું થયુ મનદીપ?”   “અરે કાંઇ નહી પણ એ તો કે, તારે ત્યાં ફોન અને લાઇટનું શું કામ પડી આવ્યુ અચાનક?”   “યાર ત્યાં કાંટાની વાળ પાછળ કોઇ સ્ત્રીના રડવાનો અવાજ આવે છે, અને ત્યાં લગ્નમાં દુલ્હનનો પહેરવેશની એક છાબ પણ પડી છે. અંધારાને કારણે કાંઇ દેખાતુ ન હતુ અને તુ અચાનક આવ્યો તે મે તને બૂમ મારી.”   “સ્ત્રી??? દુલ્હનના કપડા???? ચલો જોઇએ ત્યાં જઇને.” જીગરે કહ્યુ અને બધા રોહન સાથે તે દિશા તરફ આગળ ધપ્યા.   “આ દુલ્હનના કપડા છે???” હવામાં લહેરાતા લાલ દુપટ્ટાના ફાટેલા ટુકડાને હાથમાં લેતો મનદીપ બરાડી ઉઠ્યો.   “અને ક્યાં છે પેલી રડતી સ્ત્રી???” અહી સ્ત્રી તો શું તેના કાંઇ નામોનિશાન દેખાતા નથી.” જીગરે વાળ ફરતે ચક્કર લગાવતા રોહનને પુછ્યુ.   “હજુ તુ પેલી બે બ્યુટીફુલ આઇટમના જ વિચારમાં લાગે છે. ખબર છે બન્ને પાછળ ફરી ફરીને તને સ્માઇલ આપતી હતી એ.” અભયે રોહનનો કાન ખેંચીને કહ્યુ.   “અરે યાર, હું કોઇના ખ્યાલમાં ડુબેલો નથી, સાચે જ ત્યાં લગ્નની છાબ હતી અને કોઇના રૂદનનઓ અવાજ આવી જ રહ્યો હતો.”   “કોઇ કુતરુ રડતુ હશે. ચલ હવે તુ ફ્રેશ થઇ ગયો હોય તો, ચલ ગાડીમાં બેસ, આપણે ઘર તરફ જવાનુ છે ને?” મનદીપે લંગડાતા પગે  ચાલતા થતા કહ્યુ અને બધા ત્યાંથી જતા રહ્યા. રોહન પણ બીજી એકવાર નજર કરી પણ કાંઇ ન દેખાતા તે પણ જતો રહ્યો.   આખા રસ્તે બધા મજાક મસ્તી અને વાતોમાં મશગુલ હતા પણ રોહન ચુપચાપ બેઠો હતો. ઘર આવતા સુધીમાં તે કાંઇ બોલ્યો નહી, સતત તેના મનમાં પેલી ઘટના ઘુમરાતી હતી.

“રોહન, નાઉ ચીલ યાર. મનનો વહેમ સમજીને ભૂલી જા એ ઘટના અને હા, ઘરે કાકાને કાંઇ કહેતો નહી, અકારણ એ ચિંતા કરશે.”   “ઓ.કે. ગુડ નાઇટ ઓલ ઓફ યુ.” ટુંકો પ્રત્યુતર વાળી તે મિત્રોથી છુટો પડ્યો. ઘરે જઇ જોયુ તો માતા-પિતા બન્ને ઊંઘી ગયા હતા. પોતાની પાસે રહેલી ચાવીથી ઘર ખોલી તે ઉપર પોતાના રૂમમાં જતો રહ્યો.

જે બન્યુ તેના કારણે તેને ઊંઘ તો આવતી ન હતી એટલે તેણે મેઇલ ચેક કરવાનુ વિચારી, લેપટોપ લઇને બેડમાં આડો પડ્યો અને થોડી જ વારમાં આખા દિવસનો થાક તેના પર ભારે થઇ ગયો અને તે ઊંઘી ગયો.   વહેલી સવારે પાંચ વાગ્યે ઉઠી નિત્યકર્મ કરી અને જાપ જપવા એ પ્રકાશભાઇનો નિયમ હતો અને આ બાજુ નિયમિત વહેલા ઉઠી જોગીંગ અને કસરત કરવી એ રોહનનો નિયમ હતો અને એ મુજબ બન્ને પોતપોતાના કામમાં લાગી ગયા.   રોહન ઉપરના રૂમમાં કસરત કરી રહ્યો હતો ત્યાં  મનદીપનો કોલ આવ્યો.   “યાર, આજે ખેતરે જવાનુ છે આપણે બધાએ. ત્યાં મમ્મીએ આપણા બધા માટે દેશી જમણ બનાવ્યુ છે. તારે આવવાનુ જ છે.”

“ઓ.કે. ફાઇન, આઇ વીલ કમ.”   “સવારે આઠેક વાગ્યે બધા મિત્રો બાઇક લઇને મનદીપના ખેતરે પહોંચી ગયા.   “યાર મને એ ન સમજાયુ કે તારા પપ્પાને તો સારો એવો ધંધો છે તો પછી આ ખેતર શા માટે?” રોહને મનદીપને પુછ્યુ.   “પપ્પાને કુદરતી વાતાવરણ અને શુધ્ધ વસ્તુઓનો ખુબ શોખ છે, આજે બધી વસ્તુઓમાં ભેળસેળ આવે છે માટે શુધ્ધ ખોરાક, તાજી હવા એ બધુ મળી રહે એ માટે પપ્પાએ આ નાનુ ખેતર વસાવ્યુ છે. તે દરરોજ રાત્રે અહી આવી જાય અને અમરાકાકા અને પપ્પા બન્ને ભાગીદાર બેસી વાતો કરતા હોય.”   “સારો વિચાર છે કાકાનો.”   “ચાલ હોજમાં નહાવા જઇએ. શું કહો છો મિત્રો?”   “વાઉ, શ્યોર.” કહેતા બધા હોજ બાજુ દોડ્યા. નાના છોકરાની જેમ ગમ્મત કરતા બધા મિત્રો એક પછી એક હોજમાં કુદકા લગાવી દીધા. હોજ ખુબ જ મોટો અને પ્રમાણમાં ખાસ્સો ઊંડો પણ હતો. રોહનને તો તરતા આવડતુ હતુ એટલે તે તો જેવો હોજમાં પડ્યો કે સ્ફુર્તાઇથી તરવા લાગ્યો. અભય જીગર અને નીરજને તરતા આવડતુ ન હતુ એટલે તે કિનારે જ નહાતા હતા. રોહનને જોઇને મનદીપને પણ ચાનક ચઢી એટલે તે પણ રોહનની પાછળ કુદી પડ્યો અને તરવા લાગ્યો. બન્ને તરવામાં ખુબ માહેર હોય તેમ એક પછી એક અલગ અલગ સ્ટાઇલથી તરતા હતા.   “મનદીપ સ્ટોપ ધીસ નોન-સેન્સ.” રોહને બૂમ પાડી.

“શું થયુ રોહન? કેમ મનદીપ પર ગુસ્સો ઠાલવે છે?”   “નથીંગ યાર, નીચે પાણીમાં જઇ પગ ખેંચે છે સાલો, એકવાર નજરે ચડવા દે એટલે જો આજે તેની ખેર નથી.” રોહને તરતા તરતા કહ્યુ અને અચાનક જ મન્દીપને પાણીમાંથી પકડી લીધો.   “બહુ મજા આવે છે પગ ખેંચવાની?? ચલ હવે તારો વારો.”   “રોહન માફ કરી દે. હવે મસ્તી નહી કરું.”   “આઇ એમ જોકીંગ યાર. તુ તો ગંભીર બની ગયો.” કહેતા બન્ને ફરી પાણીમાં તરવા લાગ્યા અને બાકીના ત્રણેય મિત્રો હોજમાંથી નીકળી ખેતરમાં આંટો મારવા જતા રહ્યા.                        

******  

“બચાવો......બચાવો....... પ્લીઝ હેલ્પ મી........” હોજ બાજુથી અવાજ આવતા બધા મિત્રો એ તરફ દોડ્યા કે રોહન ડુબતો હતો અને મદદ માટે બોલાવી રહ્યો હતો.   “રોહન મજાક ન કર. ચલ ફટાફટ આવી જા કિનારે. બહુ થયુ હવે.” નીરજે કહ્યુ પણ રોહન સાંભળ્યો નહી એટલે બધાને લાગ્યુ કે સાચે જ ક્યાંક રોહન ડુબી ન જાય.   અચાનક રોહન તરતો તરતો કિનારે આવી ગયો. તેના હાથ-પગ ધૃજતા હતા. બધા મિત્રોએ તેને નજીકના ઝાડ નીચે પાથરેલા ખાટલે સુવડાવ્યો.   “રોહન, અચાનક આવી બૂમ પાડી, બધુ ઠીક છે ને?”   “યાર, તને તો ખબર છે મન્યો કેવો મસ્તીખોર છે, જાણીજોઇને પાણીમાં નીચે જઇ પગ ખેંચી મને નીચેની બાજુ ખેંચતો હતો.   “મે કેટલી વાર કહ્યુ પણ માને તો ને??? છેલ્લે તો હદ્દ થઇ ગઇ, પાછળથી મારી ગરદન દબાવી મને ડુબાડવાની કોશિષ કરી એટલે મે બૂમ પાડી પણ જેવી બૂમ પાડી તે પાછળથી ક્યાં જતો રહ્યો એ ખબર જ ના પડી. છે ક્યાં એ મનદીપ, આજે બરોબરનો પાઠ ભણાવુ તેને.”   બધા મિત્રો એક નજરે રોહન સામે તાકી રહ્યા.

“યાર તમે બધા કેમ આ રીતે મને જુઓ છો?”

“રોહન, મનદીપ તો અમારી સાથે જ હોજમાંથી નીકળી ગયો. અમે બધા લટાર મારવા નીકળા અને તે આપણા બધા માટે ચા બનાવવાનુ કહેવા ગયો. તો મનદીપ ફરી હોજમાં આવ્યો કઇ રીતે???”   અરે યાર, એ જ હોય. મનદીપ સિવાય બીજુ કોણ છે જેને તરતા આવડે છે?”

“રોહન કાલની જેમ આજે પણ કદાચ તુ વહેમમાં જ છે.”

“યાર પ્લીઝ, કાંઇ વહેમ નથી. હું તરવામાં ખુબ કુશળ છું અને કાંઇ આ હોજમાં ડુબી થોડૉ જાંઉ. પણ જાણી જોઇને મને નીચેની બાજુ કોઇ ખેંચી રહ્યુ હતુ.   “કોઇ કે પછી મનદીપ??????” અભયે વેધક પ્રશ્ન પુછ્યો.   “હજુ તો રોહન કાંઇ દલીલ કરે, તેણે મનદીપને સામેથી આવતા જોયો. તેના હાથમાં ચા ની કીટલી અને રકાબીઓ હતી. મનદીપને જોઇને રોહન પણ દંગ રહી ગયો.   “પ્લીઝ રોહન, આ બાબતે કાંઇ ચર્ચા ન કરજે, વિના કારણે મનદીપને ખોટુ લાગી જશે. વહેમ સમજીને આ વાત અહી જ ભૂલી જા.” અભયે રોહનનો ખભો દબાવતા ધીમેકથી કહ્યુ અને રોહને હકારમાં પોતાનુ માથુ ધુણાવ્યુ.

“ચા તૈયાર છે, લેટ્સ એન્જોય ફ્રેન્ડસ.” કહેતા મનદીપે બધાને ચા આપી. ચા પીતા પીતા બધા મિત્રો હસીખુશીની વાતો કરી રહ્યા હતા, બસ એક રોહન ગુમશુમ વિચારમગ્ન અવસ્થામાં બેઠો હતો.   “રોહન યાર ચા ઠંડી થાય છે, ક્યાં ધ્યાન છે તારુ?” મનદીપે પુછ્યુ.   “નહી બસ ઇન્ટરવ્યુ આપ્યુ છે તે વિષે વિચારમાં હતો.” રોહને વાતને વાળતા કહ્યુ.   “ડોન્ટ વરી યાર, બધુ સારુ થઇ જશે. તુ ખોટી ચિંતા ન કર.” મનદીપે  તેને સાંત્વના આપતા કહ્યુ.   “યા આઇ હોપ સો.” કહેતા રોહન ચા પીવા લાગ્યો. ત્યાર બાદ બધા મિત્રોએ ત્યાં ખેતરે જ બપોરનું ભોજન લીધુ અને સાંજ સુધી ત્યાં જ રહ્યા અને સાંજે બધા મિત્રો ઘરે આવ્યા. આખો દિવસ ખેતરમાં રહેવાથી અને તરવાને કારણે રોહન ખુબ થાકી ગયો હતો આથી વહેલુ જમીને તે સુઇ ગયો.

બીજે દિવસે વહેલી સવારે નિયમ મુજબ કસરત કરી નાસ્તો કરી રોહન લેપટોપ પર કામ કરી રહ્યો હતો ત્યાં તેના મોબાઇલની રીંગ વાગી. 

અચાનક રોહન સાથે તેના વતન ભુજમાં અજીબોગરીબ બનાવો ઘટવા લાગ્યા, રોહન પણ તે સમજી શકતો ન હતો કે શા માટે તેની સાથે આવી ઘટનાઓ ઘટે છે, એક પછી એક ઘટનાઓ વચ્ચે તાલમેલ સાધતો રોહન ગુંચવણમાં ફસાઇ જાય છે અને અચાનક વહેલી સવારે રોહનને ફોન આવે છે.

કોનો ફોન હશે??? શું કોઇ સારા સમાચાર માટે ફોન આવ્યો હશે કે વળી પાછા કોઇ માઠા સમાચાર રોહનને મળશે જાણવા માટે વાંચો ચક્રવ્યુહ ભાગ-૩