બહું સમજવા જેવી છે આ બાબતો,
🦹સીધ્ધી હાસીલ કરવી અને દેવીય શક્તિ ઓના સ્વામી બનવું,
🙏🕉️💐કે પછી બધુંજ શીવ ઓમકાર પરમપીતા ના શરણે ધરી શીવોમય બની જવું,
બન્ને માર્ગ એક જેવા લાગે છે, પણ એકબીજાથી ખુબજ ભીન્ન છે,
એક છે ભક્તિ માર્ગ -
જેમાં લોકો જેની ભક્તિ કરે છે જેને ભગવાન માને છે બસ તેમની સેવા પુજા અર્ચના કરે છે માળા ફેરવે છે કે ધ્યાન કરે છે, દાન પુન્ય કરે છે. અને જેમાં અમુક
🪔💑સંસારી લોકો શુખ શાંતી શોધવાના પ્રયત્નો પણ કરે છે,
જયારે બીજું
🪔🧘બ્રહ્મચર્ય જેમાં સાધું સંતો સંસારી જીવન ત્યાગી ભગવા ધારણ કરી આ કાર્ય કરે છે,
પણ ખરેખર ત્યાગવા નું શું અને ધારણ કરવાનું છે શું, પહેલા તે પણ સમજી લેવું જોઇએ,
(વારંવાર આપણે આ વાત સમજી ગયા છીએ કે માત્ર મનનાં વીકારોને ત્યજવાના છે, કામ ક્રોધ લાલચ લોભ અભીમાન, ઈર્ષ્યા, જયા પણ સ્વાર્થ જાગે તે તમામ , ધારણ કરવાનું છે તો ધૈર્ય શાંતી દયા કરુણા ક્ષમા પ્રેમ અહીસા નીર્વીભીમાન, અને આ સદગુણો ધારણ કરી બસ કંઈ બીજું મેળવવાનું નથી બસ સેવાજ કરવાની છે દીન અને દુખીયાની, દીન એટલે ગરીબ, અને દુખીયા એટલો કોઈ પણ રીતે પીડીત, જેમને મદદની જરૂર છે, સહાય કે સહારાની જરૂર છે, નીરાધાર ને આસરાની આધારની જરૂર છે, આસરો આપનાર આપણે માત્ર નીમીત બનવાનું છે બધાયનો આસરો તો એકજ બાપ શીવ ઓમકાર છે)
આ છે ભક્તિ માર્ગ - જેમાં એક છે ગૃહસ્થ લોકો અને બીજા છે બ્રહમચારી સાધું સંત મહાત્મા,
જો ઉપરના પાચ વીકારોમાનો એક પણ હોય તો ગૃહસ્થ હોય કે બ્રહમચારી તે સાચો સાધુ કે સંત નથી, તે સંપૂર્ણ નથી પણ અધુરાજ છે,
પણ ભલે ગૃહસ્થ હોય ભલે એક ટાઈમ પરમપીતા ને યાદ કરી એની દીન ચર્યા તેના કર્તવ્ય નું પાલન કરી ધીર ગંભીર બની કર્યો કરતો હોય તો તે સાચો ભક્ત કે સંત સમાનજ છે,
પણ ભગવા ધારણ કર્યો પછી પણ ગૃહસ્થ જીવન છોડયા પછી સંત બન્યાબાદ પણ , મનના વીકારો ત્યજી ન શક્તો હોય, ક્રોધ અહંકાર ઈર્ષ્યા કે પછી ધન વૈભવ કે માદક પદાર્થ ના નશામાં રહેતો હોય અફીણ ગાંજો ભાંગ માં તો તે સાચો સંત નથી,
આમ આધ્યાત્મિક પંથના ના બે માર્ગ એક ભક્તી સેવા પુજા , અને બીજો યોગ ધ્યાન,
( કહેવાય છે કે નારદ જેવા શ્રેષ્ઠ મુનીએ ઈર્ષ્યા માં આવી ફક્ત બ્રહ્મ ચર્ય પાળનાર આખો દીવસ નારાયણ નારાયણ નામ જપનાર પોતે મહાન છે, અને તેમની જેમ બ્રહમ ચર્ય પાળી સંત બનેલા ઋષિ કે સાધું સંતો મહાન છે , પણ ગૃહસ્થ નહીં સંસારી લોકો નહીં, અને આવી ઈર્ષ્યા થી પીડીત તેમણે શીવ શક્તિ ને અલગ કરી દીધા, માતા શક્તિ ના કાન ભરી પૃથ્વી પર ઋષિ અત્રીની અર્ધાંગિની અનસુયા સતી માતા નું સતીત્વ તોડાવવા માતાવ ઉમા ને મોકલ્યા અને તેમના દ્રારા ત્રીદેવને, અને પછી અનીતીનુ પરીણામ ત્રણે દેવ બાળક બની ગયા જેથી બ્રહમાણી શક્તી અને લક્ષ્મી જી દેવ વીના એકલા પડી ગયા, આનું કારણ જ્યારે શક્તી અને બ્રહમાણી ને જ્ઞાત થયું તો આદી માતા ઉમાએ તો બ્રહમા પુત્ર નારદને ક્ષમા કર્યું, પણ માતા બ્રહ્મણીએ તેમનાજ પુત્ર નારદ ને શ્રાપ આપી દીધો) આમ નારદ જેવા બાળ બ્રહમ ચારી, ઉતમ સંત સાધું પણ ઈર્ષ્યા અને અહંકારને વસ થઈ મુઢ બાળક બની ગયેલાં,
આમ આજના સંતો પણ વીકારોથી ધેરાયેલાં છે તે વાસ્તવિક સંત નથી,
પણ ધણા ગૃહસ્થી માટે શબ્દ વપરાય છે અરેરે આતો ગરીબડી ગાય જેવો, ભોળીયા ભગત જેવો છે,
વાત મુખ્ય મૃદાની,
આધ્યાત્મિક માર્ગે એ શીવને ઓળખવાનો તેમને પામવાનો અને તેમનામાં સમાઈ જવાનો ખુદને સમર્પિત કરી જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થવાનો છે.🙏💐🕉️
🧘
બીજો માર્ગ છે યોગ સાધના કે વીંધ્યા કે શક્તીઓ પામવાનો , જેને હઠ યોગ કહે છે,
હા આ બાબત સમજવી ખુબજ જરૂરી છે..
હઠ યોગ, જેને જીદ પણ કહી શકાય સમજવા ખાતીર,
દેવી દેવતાને મજબુર કરી પ્રશ્ન કરી તેમની પાસેથી સીધ્ધીઓ મેળવવાનો માર્ગ, જેને ભક્તિ માર્ગ કયારેય ન કહી શકાય,
પણ તેમના માટે શબ્દ વપરાય છે અધોરી બાવા, તાંત્રિક, ભોપો વીગેરે નામથી ઓળખતા હશો, તો બીજી બાજુ સામાન્ય ગૃહસ્થ સંસારી માણસ પણ આ હઠ યોગ કરે છે, વ્રત હવન પુજા ,પ્રણ ,બાધા માનતા રાખીને,
હા હઠ યોગ છે જેના દ્રારા વ્રત માનતા બાધાઓ તાંત્રિક વીંધ્યા થી લઈને યોગ સાધના કરી દેવી દેવતાઓને મજબુર કરી શક્તીઓ મેળવવામાં આવે છે, જે હઠ યોગ છે,
આ શક્તોઓનો સદ ઉપયોગ કરી પુન્ય કમાઈ શકાય છે દીન દુઃખીઓની સેવા મદદ કરી તેમના કષ્ટ દુઃખ પીડા હરીને તો બીજી બાજુ, તેનો દુરઉપયોગ બીજાને દુઃખ તકલીફ આપવા પણ,
તો સામાન્ય માનવી પોતાના દુઃખ તકલીફ આર્થિક પરિસ્થિતિ સુધારવા પુજા હોમ હવન વ્રત માનતા બાધા રાખે છે,
જયારે રાવણ તારકા સુર ,હીર્ણયાકક્ષ ,જેવા અસુરોએ મહાન તપ કરી ત્રીદેવ માંથી કોઈને મજબુર કરી પ્રશ્ન કરી, ઇચત
વરદાન પ્રાપ્ત કરી તેનો દુરઉપયોગ કરી ખુદને ઈશ્વર માનવા લાગવાની વાતો તમે શાંભળી હશે, આ છે હઠ યોગ,
જેનો ઉદ્દેશ્ય શક્તિ ઓ કે ઈચ્છા ઓ પુરી કરવાનો નકરો સ્વાર્થ પામવાનો હોય છે,
આ ભક્તિ નથી હઠ યોગ છે, તેથી શક્તીઓ ના સ્વામી બનાય છે પણ તે ભીખમાં આવેલી શક્તિ ઓ થોડો સમય કે આ જન્મ પુરતી સીમીત રહે છે,
પણ ઈશ્વર ની પ્રાપ્તિ તેથી થતી નથી, પરમ ધામનું શુંખ મળતું નથી,
પણ હા એ શક્તિ ઓનો સદ ઉપયોગ કરી તમે જન સેવા કરી શીવને પ્રીય જરૂર બની શકો છો, અને એમને પ્રીય બની એમના બતાવેલા માર્ગ પર ચાલી ને વીકારો રહીત જીવન કરી અંતે તેમને પામી પણ શકો.
🪔વાત આવી આખરે માનવ સેવા ની કે જીવદયાની આપવાની દયા કરુણા પ્રેમ ભાઈચારો અને શાંતી ની
🕉️જેમણે આટલી મોટી દુનીયા બનાવી પાલન પોષણ સંસાર ચક્ર ચલાવવાની જવાબદારી લીધી, કીડીને કણ હાથી ને મણ અન્ન પહોચાડવાની, અને કર્મ થકી પુરૂષાર્થ થકી કંઈક પામવાની મેળવવાની જેવા કર્મ તેવા ફળ થકી કર્મનો સિદ્ધાંત બનાવી, જીવને શીવ સુધી પહોંચવા ની શીવને ઓળખવાની તેના કાર્યો જાણવાની પ્રક્રિયા બનાવી, દેવ અને અસુરી પ્રવૃતીઓ દ્રારા માનવ ને દેવ કે દાનવ બની તે પ્રમાણે કર્મ ફળનો બોધ આપ્યો , શ્રૈષ્ઠતાનો સીધ્ધાંત સમજાવ્યો, આટલા બધા ઉપકાર દયા પ્રેમ દાખવનાર એ મનને શાંતિ આપનાર સદાય શાંતી પ્રેમના દાતાર ખુદ શાંત પ્રેમાળ અને બધી માયાથી રહીત છે, બલકી ખુદ માયા પતી છે, છતા માયાથી રહીત છે, પણ દયા કરૂણા ક્ષમા પ્રેમ વરસાવનાર છે,તેમને સમજવા અને તેમના સદગુણો જીવનમાં અપનાવી તેમને પ્રીય બની જીવનમાં કર્તવ્ય નીષ્ઠ બની ધીર ગંભીર બની એમના સોપેલ કાર્ય કરવા, વીકારોથી પરે રહેવું કર્મ કરવા પણ ફળની આશ ન રાખવી કે કરેલ કર્મનું અભીમાન ન કરવું, જીવનમાં સારા કાર્યમાં સેવા લેવી અને સેવા આપવી , નીર્વીભીમાની એ રીતે બનવું કે આપણે માત્ર નીમીત છીએ ઈશ્વરની કૃપા થકી કે આપણે કોઈને મદદ કરી શક્યા ,કોઈના શુખનું કારણ બન્યા, અને તે બદલ ઈશ્વરનો આભાર માનવો,
અને સદાય ઈશ્વરને પ્રાર્થના કરવી કે કોઈના દુઃખ પીડા તકલીફ કે મુશ્કેલી નું કારણ આપણે ન બનીએ,
બસ આ છે સાચી ભક્તિ,
સૌથી મોટું છે જ્ઞાન નું દાન, હા પણ એ માટે પહેલાં આપણે જ્ઞાન મેળવવું જરૂરી છે, જ્ઞાનની કોઈ સીમા નથી, સંપૂર્ણ માત્ર શીવ ઓમકાર છે, માટે તે માટે જરૂરી છે ધ્યાન , હા તેમને સમજવા ની જ્ઞાન પીપાસા જાગતી હોય તો ધ્યાન એકજ માર્ગ છે, બીજો કોઈજ નહીં, ધ્યાન જેને તમે યોગ પણ કહી શકો, પણ ધ્યાન એટલે મનને એકાગ્ર કરી શીવમાં લગાવવું એ શીવ જેનો અંશ માત્ર આપણે જીવ છીએ,
ધ્યાન થકીજ આપણે શીવ શુધી પહોચી શકીએ છીએ શીવને સમજી સીવોમય બની શકીએ છીએ, અને દેવીય રૂપ ધારણ કરી સદાય માટે જન્મ મરણના ફેરા માંથી મુક્ત બની ને શીવ લોકમાં વાસ કરી શકીએ છીએ,
બસ આજે આટલું ...
આ પછીની બુકમાં ધ્યાન અને તેની ચરણ સીમા દ્વારા ઈશ્વર પ્રાપ્તિ નો માર્ગ શોધીશું
જય ઓમકાર
ઓમ શાંતિ🕉️💐🙏🪔