Jivan Sathi - 32 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | જીવન સાથી - 32

Featured Books
  • ભાગવત રહસ્ય - 104

    ભાગવત રહસ્ય-૧૦૪   દેવહુતિ કહે છે-આપ સત્સંગ કરવાની આજ્ઞા આપો...

  • ખજાનો - 71

    "ત્યાં સુધી મિત્રો સાંભળો અહીં જે દુકાનદાર છે તે મારો ખાસ મિ...

  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

Categories
Share

જીવન સાથી - 32

સુમિત આન્યા સાથે વિતાવેલા સમયની મીઠી યાદો મનમાં કેદ કરીને ખુશ થઈને આન્યાના ઘરેથી પાછો વળે છે.

આન્યાના દિલને પણ સુમિત અને સુમિતની પ્રેમભરી વાતો ચૂમી જાય છે અને પોતે કપડાં બદલીને ફ્રેશ થઈને નિશ્ચિંતપણે પોતાના બેડ ઉપર લંબી તાણી દે છે.બસ હવે તો સવાર પડજો વહેલી...

બીજે દિવસે સવાર સવારમાં જ સ્મિતનો ફોન આવી જાય છે કે, " આજે મારી બર્થડે છે તો કોલેજથી છૂટ્યા પછી હું મારા બધાજ ફ્રેન્ડસને બર્થ-ડે પાર્ટી આપવાનો છું તો તારે પણ તેમાં આવવાનું છે અને પછી હું તને તારા ઘરે ડ્રોપ કરી જઈશ તો ઘરે મોમને કહીને આવજે. "
આન્યા: ઓકે.

બીજે દિવસે સવારે આન્યા તો બ્લેક કલરનું શોર્ટ ફ્રોક અને નીચે બ્લેક કલરની કેપ્રી પહેરીને વાળ ખુલ્લા મૂકીને આછો મેકઅપ કરીને ખૂબજ સુંદર દેખાય તેવી તૈયાર થઈ જાય છે.

તેને આમ સુંદર તૈયાર થયેલી જોઈને તરત જ મોનિકા બેન તેને પૂછે છે અને ત્યારે તે કોલેજ પૂરી થતાં જ સ્મિત સાથે તેની બર્થડે પાર્ટીમાં જવાનું છે તેમ જણાવે છે અને સાથે ડેડને આજે કોલેજમાં લેવા માટે ન મોકલતી તેમ પણ જણાવી જ દે છે. મોમ તેને આવી કોઈપણ બર્થડે પાર્ટીમાં મોકલવા માટે તૈયાર નથી માટે તેને ના પાડતાં કહે છે કે, " તારે આવી કોઈપણ બર્થડે પાર્ટીમાં જવાનું નથી. " પરંતુ આન્યા પોતાની મોમન અને ડેડને કહે છે કે, " સ્મિત મારો બહુ જૂનો સ્કૂલ લાઈફથી મિત્ર છે અને માટે હું તેની બર્થડે પાર્ટીમાં જવાની જ છું. " અને આમ જીદ કરીને તે પોતાના મોમ અને ડેડ બંનેની પરમિશન બર્થડે પાર્ટીમાં જવા માટે લઈ જ લે છે અને ડેડ સાથે કોલેજ જવા માટે નીકળી જાય છે.

સ્મિત પોતાની કોલેજ પૂરી થતાં જ આન્યાને પોતાની કારમાં સાથે લઈને જ જ્યાં બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું તે જગ્યા ઉપર પહોંચી જાય છે.

સ્મિતે તો પોતાની બર્થ ડે પાર્ટીનું ખૂબજ સુંદર આયોજન કર્યું છે. કદાચ આ બધું જ તેણે આન્યાને ઈમ્પ્રેસ કરવા માટે જ કર્યું છે.

તેણે પોતાના એક ફ્રેન્ડના ફાર્મ હાઉસમાં પોતાની બર્થડે પાર્ટીનું આયોજન કર્યું છે. જેમાં સ્મિતે પોતાની નજીકના દશ થી બાર ફ્રેન્ડસને બોલાવ્યા છે જેમાં ચાર પાંચ છોકરીઓ પણ છે.

ખૂબજ વિશાળ જગ્યામાં આ ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હતું.આ ફાર્મ હાઉસમાં એક સુંદર સરોવર બનાવવામાં આવ્યું હતું જેમાં સુંદર કમળ ખીલેલાં હતાં. ધીમું ધીમું સુંદર મીઠું મધુરું સંગીત લયબધ્ધ રીતે ચાલી રહ્યું હતું. એક પછી એક સ્મિતના બધાજ ફ્રેન્ડ્સ પાર્ટીમાં હાજરી આપવા માટે આવી રહ્યા છે.

જેમ જેમ બધા આવતા જાય છે તેમ તેમ પાર્ટીની રંગત જામતી જાય છે.
સ્મિત ખૂબજ ખુશ હતો. તેણે જેવું વિચાર્યું હતું તેવું જ બધું થઈ રહ્યું હતું બસ ફક્ત એક જ વાત એવી હતી કે, આન્યાની સામે પોતાના પ્રેમની કબૂલાત, જે કઈરીતે કરવી તેમ તે વિચારી રહ્યો હતો અને વિચારતાં વિચારતાં જ નર્વસ થઈ જતો હતો કે, આજે આન્યાને કહી દઉં કે, આઈ લવ યુ. અને પછી તરત જ વિચારતો કે, ના ના આજે નહીં. હજી આન્યા સાથે થોડી દોસ્તી વધારે પાક્કી કરી લઉં પછી જ કહીશ અને આમ વિચારમાં ને વિચારમાં જ તે આન્યા સાથે વધારે નજીક કઈરીતે જઉ તેમ વિચારવા લાગ્યો.

સ્મિતની જાણ બહાર તેના ફ્રેન્ડે આ પાર્ટીમાં હાર્ડ ડ્રિન્ક્સ અને હુક્કાનું પણ આયોજન કર્યું હતું જે સ્મિતને જરાપણ ગમ્યું ન હતું પરંતુ તેની બર્થડે હોવાથી તે કશુંજ બોલી પણ શક્યો ન હતો.

જેમ જેમ રાત જામતી ગઈ તેમ તેમ તેના મિત્રોને હુક્કાનો તેમજ હાર્ડ ડ્રિન્ક્સનો નસો બરાબર ચઢતો ગયો.

એક મિત્રએ કપલ ડાન્સ મ્યુઝિક વગાડવાનું ચાલુ કરાવ્યું અને પોતાની ગર્લફ્રેન્ડને પોતાની બાહોમાં લઈને કપલ ડાન્સ ચાલુ કર્યો.

એક પછી એક બધાએ પોતાની કંપની શોધી લીધી અને કપલ ડાન્સ ચાલુ કર્યો.

આન્યા તો પહેલી જ વખત આવી કોઈ બર્થડે પાર્ટીમાં ગઈ હતી તેની સમજમાં આ કોઈ જ વાત આવતી ન હતી તે એક બાજુ ઉપર ખૂણામાં ઉભી ઉભી આ બધું જ જોયા કરતી હતી અને મૂંઝાયા કરતી હતી એટલામાં જ તેને સ્મિતના એક ફ્રેન્ડે ખેંચી અને તેની સાથે કપલ ડાન્સ કરવાનું ચાલુ કર્યું. આન્યા હવે વધુ મૂંઝવણમાં મૂકાઈ ગઈ હતી તે છોકરાનાં મોંમાંથી આવતી ખરાબ દુર્ગંધથી તે અકળાઈ ગઈ હતી અને તેની હરકતોથી તે પરેશાન થઈ ગઈ હતી તેણે તેની પાસેથી છૂટવાની અને આ સર્કલમાંથી બહાર નીકળવાની ખૂબ કોશિશ કરી પરંતુ તે નીકળી શકી નહીં. તેણે આજુબાજુ નજર કરી કે કોઈ તેની મદદ કરી શકે તેમ છે તેની મજબુર આંખો સ્મિતને શોધવાની કોશિશ કરી રહી હતી પરંતુ એટલામાં ક્યાંય સ્મિત હાજર ન હતો..!!

પેલો અજાણ્યો છોકરો પોતાના શરીરને સ્પર્શ કરે તે પણ આન્યાને બિલકુલ ગમતું ન હતું જાણે તેના સ્પર્શ માત્રથી તે ધ્રુજી ઉઠતી હતી અને એ છોકરો એટલો બધો તો નશામાં ધૂત થઈ ગયો હતો કે તેને તેનું પોતાનું પણ ભાન ન હતું..!!

હવે એ આટલું જ કરશે આન્યા સાથે કે પોતાની તલપને બુઝાવવા કંઈ બીજું પણ કરશે ? તે વિચાર માત્રથી આન્યા ધ્રુજી ઉઠી હતી બસ તે ગમેતેમ કરીને આ છોકરાને પોતાનાથી અળગો કરવા માંગતી હતી. શું થશે હવે આગળ આપણે જોઈએ આગળના ભાગમાં.....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
31/1/22