એક ફુલથી બદલાયેલ જીવન (ભાગ-૩)
મારૂં નામ મયુર, મે તમને આગળનાં ભાગમાં જણાવ્યૂં તે મુજબ મારૂં બસ જોડે એકસીડન્ટ થયું હતું. મારૂં આવી રીતે એકસીડન્ટ થતાં જ ત્યાં લોકોની ભીડ ભેગી થઈ ગયી હતી અને બસનો ડ્રાયવર તો ત્યાંથી નાંસી ગયો હતો. પણ ત્યાં બસનો કંન્ડકટર બસમાં જ હતો તો ત્યાં આજુ-બાજુની પબ્લિક એ ભેગાં થઇને બસનાં કંન્ડકટરને મારતાં હતા અને હું તે દેખી રહ્યો હતો પણ પૂરેપૂરૂં નહિં કેમ કે મારા શરીર પર વધારે વજન આવવાના કારણે મારૂં શરીર ધીમે ધીમે કામ કરવાનુ બંધ થઇ રહ્યું હતું અને મને દુખાવો પણ વધી રહ્યો હતો અને મારા મોં માંથી લોહી પણ નીકળી રહ્યું હતું અને ધીમે ધીમે મારી આંખો પણ બંધ થવા લાગી અને હું બેહોશ થઈ ગયો............ પછી શું….?
હું મયુર ત્યાં રોડ પર પડી રહ્યો હતો અને પબ્લિક કંન્ડકટરને મારી રહી હતી અને હું તે જોઈ રહ્યો હતો પણ હું પૂરેપૂરો હોશમાં ન હતો. પછી હું બેહોશ થઈ ગયો. ત્યારબાદ આજુ-બાજુની પબ્લિકે મને ઉંચો કરીને રિક્ષામાં સૂવડાવીને નજીકનાં હોસ્પિટલમાં લઈ ગયાં. ત્યારબાદ મારી સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી અને ત્યાં મારી જોડે બહારની પબ્લિક જ હતી જે મને હોસ્પિટલ લઈને આવી હતી. મારા મમ્મી-પપ્પા ને આ વાતની ખબર જ ન હતી કે મારું આવી રીતે એકસીડન્ટ થયેલ છે. ત્યારબાદ ત્યાં ઉભેલો એક વ્યકિત જે મને લઈને આવ્યો હતો અને તે મારી પાસે મારા મમ્મી-પપ્પાનો મોબાઈલ નંબર માંગી રહ્યો હતો. મને ખબર પડતી હતી કે, તે વ્યકિત મારાં પપ્પાનો મોબાઈલ નંબર માંગી રહ્યો છે. પણ તે સમયે મારી હાલત બવ જ ખરાબ હતી અને મોં માંથી લોહી પણ નીકળી રહ્યું હતું. હું ગણો પ્રયાસ કરી રહ્યો હતો મારા પપ્પાનો મોબાઈલ નંબર આપવાનો પણ મારી ખરાબ હાલત હોવાનાં કારણે અને મોં માંથી લોહી નીકળવાનાં કારણે હું કંઇપણ બોલી શકતો ન હતો. છતાં પણ મે એ વ્યકિત પાસે ઈસારામાં વાત કરી અને કીધું કે તમારો મોબાઈલ મારી નજીક લાવો મારા ૩-૪ વાર કહ્યા પછી તે વ્યકિતને ખબર પડી કે આ ભાઈ મારો મોબાઈલ નજીક લાવવાનું કહે છે. ત્યારબાદ તે વ્યકિતએ તેનો મોબાઈલ મારી નજદીક લાવ્યો પછી મેં મારા હાથની આંગળીઓથી જે-જે આંકડાઓ બતાવતો હતો તે પ્રમાણે તે વ્યકિત તેનાં મોબાઈલમાં નંબર લખી રહ્યો હતો. ત્યારબાદ તે વ્યકિતએ મારા પપ્પા જોડે વાત કરી અને તેમને જણાવ્યું કે આવી રીતે તમારા પુત્રનું એકસીડન્ટ થયેલ છે અને અમે લોકો તેને સારવાર માટે હોસ્પિટલ લાવ્યાં છે. ત્યારબાદ મારા પપ્પા સ્કૂલ વાનમાં છોકરાઓને સવારે સ્કૂલે ઉતારીને ઘરે જ જતાં હતાં તે સમયે આવાં સમાચાર સાંભળતાં તે તરત જ હોસ્પિટલ આવી ગયાં અને તેમનાં આવ્યાં પછી મેં તેમને મારી નજીક આવવાનો ઈસારો કરતાં તે મારી નજીક આવ્યાં પણ હું કંઈપણ બોલી ન શકયો. મારા પપ્પા મારી નજીક જ હતાં. તેઓ મને કહેતાં હતાં કે કંઇ નથી થયું ચિંતા ના કરીશ. ત્યારબાદ હું બોલવાનો પ્રયાસ કરતો હતો અને મારા મોં માંથી “માં” નીકડયું ત્યારબાદ મારા પપ્પાએ મારી મમ્મીને તંરત જ બોલાવી દીધી, મારી મમ્મીને બહાર ઉભી રાખી હતી. કેમ કે ત મને જોઇને વધારે ગભરાઇ ન જાય એટલે. પછી મારી મમ્મી ત્યાં હોસ્પિટલ આવી ગઈ અને મને જોઈને બવ જ રોવાં લાગી હતી.
મારી સારવાર ચાલી રહી હતી થોડીક વાર થઈ ત્યારબાદ ડોકટર બહાર આવ્યાં અને મારા પપ્પા જોડે વાત કરવાં લાગ્યાં કે, તમારા બાબાની હાલની સ્થિતિ ખૂબ જ નાંજૂક છે અને તેનાં મોં માંથી લોહી બવ જ વહી ગયું છે અને તેની હાલત બવ જ ખરાબ થવાં લાગી છે અને ડોકટરે એમ પણ કીધું કે, તમારા બાબાને બંચાવવો ગણો જ મુશ્કેલ છે કેમ કે તેનાં મોં માંથી લોહી બવ જ નીકળી જવાનાં કારણે એનામાં બહુ ઓછો જ જીવ રહી ગયો છે આ સાંભળીને મારા મમ્મી-પપ્પા બંને બવ જ રોવા લાગ્યા.
પછી શું થયું એ જ વિચારો છો ને તમે..........?
મારી બીજી આગળની વાત તમને મારા ચોથા ભાગમાં જણાવીશ.
----------------*----------------*----------------