Love Revenge Spin Off Season - 2 - 3 in Gujarati Fiction Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-3

Featured Books
Categories
Share

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-3

લવ રિવેન્જ-2 Spin Off

Season -2

પ્રકરણ-3



“આ છોકરો કેટલે ર્યો .....!?” H L કોલેજનાં જ Convention Hallની પોર્ચમાં આવી પહોંચેલી નેહા બબડી ““પાર્ટીમાં આવાનો છે કે નઈ...!?”

નેહાના પપ્પા વિજયસિંઘ નેહાને પાર્ટીમાં ડ્રોપ કરી જસ્ટ નીકળી ગયાં હતાં. ફ્રેશર્સ પાર્ટીમાં જસ્ટ આવી પહોંચેલી નેહાએ પોતાનાં ફોનમાંથી સિદ્ધાર્થનો નંબર કાઢી ડાયલ કરવાં માંડ્યો.

“નેહા....! બવ મસ્ત લાગે છે....!” નેહાની પાછળથી આવતાંજ રોનકે કહ્યું “આ રેડ ડ્રેસ તને બવ ક્યુટ લાગે છે...!”

RED કલરના લોંગ ડ્રેસમાં સજ્જ નેહા આજે રોજ કરતા વધુ સુંદર દેખાતી હતી.

“થેન્ક રોનક....!” નેહાએ ઔપચારિક સ્મિત સાથે જવાબ આપ્યો અને સિદ્ધાર્થનો નંબર ડાયલ થતાં પોતાનો મોબાઈલ કાને ધર્યો.

“તું પાર્ટીમાં જ...! હું એક કૉલ કરીને આવું છું....!” Convention Hallની પોર્ચમાં hall તરફ જતાં-જતાં નેહાએ પોતાની જોડે ચાલી રહેલાં રોનકને કહ્યું “અંકિતાને બધાં ક્યારના પાર્ટીમાં આઈ ગ્યા છે...! એ લોકો અંદર આપડી વેટ કરે છે...!”

કાને માંડેલા ફોનમાં વાગતી કૉલની ડાયલ ટોન સાંભળતાં-સાંભળતાં નેહા બોલી અને પોર્ચમાં અટકી.

“હાં...! સારું...!” રોનક બોલ્યો અને hall તરફ ચાલવાં લાગ્યો.

“બીપ....બીપ....બીપ...!”

“અરે....ફોન પણ ના પીક કર્યો...!” આખી રીંગ વાગી જવાં છતાં સિદ્ધાર્થે કૉલ રીસીવ ના કરતાં નેહાને આશ્ચર્ય થયું “મેસેજ કરી જોવું....!”

એકલાં-એકલાં બબડતી નેહાએ whatsappમાં સિદ્ધાર્થનો નંબર ઓપન કરી મેસેજ ટાઈપ કરવાં માંડ્યો.

“આઈ ગ્યો કે નઈ બરોડાથી...!? પાર્ટીમાં આવે છે કે નઈ....!?” મેસેજ ટાઈપ કરી નેહાએ સેન્ડ કરી દીધો.

થોડીવાર સુધી મેસેજનો રીપ્લાય આવવાની રાહ જોવાં નેહા પોર્ચમાંજ ઉભી રહી.

“હુંહ...! રીપ્લાય પણ નઈ આપે...!” મોઢું મચકોડી નેહા બબડી.

સિદ્ધાર્થને મેસેજ પહોંચી જતાં ડબલ ટીક આવી ગઈ હતી. આમ છતાં સિદ્ધાર્થે મેસેજ રીડ નહોતો કર્યો.

ફોન હાથમાં પકડી નેહા hall તરફ જવાં લાગી.

“ઓહ....આ મેડમજી તો અહિયાંજ ઉભાં છે...!” hallનાં પગથીયા ઉપર એન્ટ્રન્સ પાસે ઉભેલી લાવણ્યાને જોઈ નેહા બબડી.

“પોતે બધું એરેન્જ કર્યું....! એટલે બધાંની વાહવાહી તો લુંટવાનીજને....!” hall તરફ ચાલતાં-ચાલતાં નેહા લાવણ્યા સામે જોઈ નેહા બબડી.

H L કોલેજનાં જ Convention Hall માં પ્રથમ વર્ષમાં અને નવાં પ્રવેશ લેનારાં ફ્રેશર્સ સ્ટુડન્ટ્સની પાર્ટી રાખવામાં આવી હતી તેમજ લાવણ્યાની આગેવાનીમાં પાર્ટીની બધીજ તૈયારી થઇ હોવાથી Convention Hallના પગથિયાં પર એન્ટ્રન્સ પાસે ઉભાં રહીને લાવણ્યા પાર્ટીમાં આવનારાં સ્ટુડેન્ટસને આવકારી રહી હતી.



“હુંહ....! પોતે પણ ફાલતું....એ કપડાં પણ ફાલતું...!” પાર્ટીમાં આવનારાં સ્ટુડેન્ટસને આવકારી રહેલી લાવણ્યાએ પહેરેલાં અતિશય ટાઈટ બ્લેક પાર્ટી ડ્રેસ ઉપર નજર પડતાં નેહા મોઢું મચકોડી મનમાં બબડી “બધાંનું ધ્યાન પોતાની બાજુ ખેંચવા ગમે તે પે’રશે...!”

“હાથે કરીને આવાં ઉઘાડાં કપડાં પે’રશે...!” લાવણ્યાનાં અતિશય ટાઈટ અને ટૂંકા ડ્રેસને ઉપરથી નીચે સુધી જોતાં-જોતાં નેહા બબડી “પછી છોકરાં અડપલાં કરેજને...!”

તે હવે Convention Hallના એન્ટ્રન્સ તરફ જતાં પગથીયાં સુધી પહોંચવા આવી હતી.

“આઈ ગ્યો એનો ફાલતું બોયફ્રેન્ડ....!” hallનાં એન્ટ્રન્સ તરફ જતાં પગથીયા ચઢી રહેલી નેહાએ જોયું કે એન્ટ્રસ પાસે ઉભેલી લાવણ્યા જોડે વિશાલ અને રોનક કંઈક વાત કરી રહ્યાં હતાં.

પ્રેમ પણ લાવણ્યાની પાછળજ ઉભો હતો.

“વાહ....! જોરદાર હોટ લાગી રહી છે યાર તું તો...!”

પાર્ટી હોલના મુખ્ય દરવાજે ઉભેલી લાવણ્યાએ પહેરેલાં અતિશય ટાઈટ બ્લેક પાર્ટી ડ્રેસ ઉપર નજર ફેરવતાં વિશાલે કહ્યું.

લાવણ્યાએ જાણી જોઇને આવો ટાઈટ ડ્રેસ પસંદ કર્યો હતો. તે જાણતી હતી એકદમ ટૂંકા અને ટાઈટ બ્લેક ડ્રેસમાં તેને જોઇને ભલભલાં છોકરાઓની આંખો ફાટી જવાની હતી અને છોકરીઓ બળી મરવાની હતી. ડ્રેસ તેનાં ઢીંચણથી થોડો ઉંચો અને ફીટ હતો. જેના લીધે લાવણ્યાનાં લાવણ્યમય ઉરજોનો ઉભાર વધી ગયો હતો અને સ્પષ્ટ રીતે તેનો અર્ધગોળાકાર ભાગ દેખાતો હતો. લાવણ્યા જાણતી હતી કે કોઈ છોકરાંની નજર તેનાં ઉરાજોના ઉભારથી ખસવાની નથી. વિશાલ સિવાય પણ પાર્ટીમાં એન્ટર થતી વખતે hallનાં એન્ટ્રન્સ પાસે ઊભેલી લાવણ્યાને લગભગ દરેક છોકરાએ “નિહાળી” હતી. પોતે પણ આ બધુંજ નોટિસ કરતી લાવણ્યાનો ઘમંડ આથી વધુ પોસરાતો હતો. આથી વિશાલે જ્યારે તેની ઉપર નજર ફેરવી ત્યારે લાવણ્યાએ ઘમંડથી તેનાં વાળની લટ્ટ તેનાં કાનની પાછળ કરી.

“કાશ....! તું મને પર તારાં આ સુંદર “હ્રદયમાં” જગ્યા આપતી....!” વિશાલે આંખ મીચકારીને ડબલ મિનીંગ વાક્ય કહ્યું.

લાવણ્યા તેનો અર્થ સમજતી હતી. લાવણ્યાની જોડે ઉભેલાં પ્રેમને વિશાલની આ હરકત નાં ગમી.

“વિશાલ....!સીધરીતે પાર્ટીમાં અંદર જતો હોય તો જા!” પ્રેમે વિશાલને ધમકાવતાં કહ્યું.

“હું તો સીધોજ અંદર જવાનો હતો....!” વિશાલે લાવણ્યાની વધુ નજીક આવતા કહ્યું “પણ તારું આ રૂપ સ્પીડ બ્રેકરની જેમ વચ્ચે આવી ગયું.....” વિશાલે આંખ મીચકારી.

“તું જતો હોય તો જાને....!” ચિડાઈને લાવણ્યાએ વિશાલ સામે મોઢું બગાડીને સહેજ મોટેથી કહ્યું.

“આ લફંગો નઈ સુધરે...!” હોલનાં દાદરા ચઢી રહેલી નેહાએ તેમની વાતો સાંભળી અને મનમાં બબડી અને ઉતાવળાં પગલે દાદરા ચઢવાં લાગી.

“stop it વિશાલ....” વિશાલ કંઇક બોલવા જતો હતો ત્યાંજ પાછળથી ચઢી રહેલી નેહાએ ઘાંટો પાડીને કહ્યું આવ્યો “તારે બાઉન્સરોના હાથે માર ના ખાવો હોય તો સીધે-સીધો અંદરજા.....”

વિશાલે નેહા અને લાવણ્યાની સામે જોઇને બેયના ચાળા પાડ્યા અને પછી ચાલતો થયો.

“લાવણ્યા ....! તે આપણી વચ્ચે થયેલી ડીલ તોડી છે ....!” જતાં-જતાં હૉલનાં એન્ટ્રન્સમાં અટકીને વિશાલે પાછળ વળીને લાવણ્યાને કહ્યું “પરિણામ તો તારે ભોગવવું જ પડશે....!”.

લાવણ્યાએ આગ ઝરતી આંખે તેની સામે જોયું. વિશાલ ચાલતો થયો. નેહા લાવણ્યાની નજીક આવીને ઉભી રહી.

પોતાનાં ચેહરા ઉપરના હાવભાવ છુપાવી લાવણ્યાએ એને ઉપરથી નીચે સુધી જોઈ રહી.

હોલના એન્ટ્રન્સના પ્લેટફોર્મના પગથીયાં ચઢી નેહા લાવણ્યાની નજીક આવી અને બોલી “સિધ્ધાર્થને સબક શિખવાડવાના ચક્કરમાં તું પોતે આ લુખ્ખામાં નાં ફસાતી....”

“ઓહ ..! તો હવે તને એનું નામ પણ ખબર પડી ગઈ એમ....!” લાવણ્યાએ સિધ્ધાર્થનું નામ નેહાના મોઢે સાંભળી ચિડાઈને કીધું.

તેણે તુચ્છકારથી નેહા સામે એક નજર નાખી મોઢું ફેરવી લીધું.

“લાવણ્યા.....!” નેહા ધીમા અવાજે બોલી “જયારે તું મુસીબતમાં ફસાઈશ ....”

“ત્યારે તું ત્યાં મને ઉપદેશ આપવા હાજર હોઈશ....! right....!?” લાવણ્યાએ નેહાની વાત કાપતાં ફરી એકવાર તેની સામે તુચ્છકારથી જોઈ મોઢું ફેરવી લીધું.

“ખબર નઈ આરવને તારાં જેવી ફાલતુંમાં શું દેખાઈ ગયું....!” નકારમાં માથું હલાવતી-હલાવતી નેહા થોડીવાર સુધી લાવણ્યા સામે જોઈ રહી મનમાં વિચારતી રહી પછી લાવણ્યાની બાજુમાંથી પસાર થઈ હોલમાં જવાં લાગી.

એકાદ-બે ક્ષણ પછી પ્રેમ પણ નેહાની જોડે અંદર ચાલવા લાગ્યો.

ઉતાવળાં પગલે પ્રેમ પાર્ટીમાં જવાં હોલના કોરીડોરમાં ચાલી રહેલી નેહાની સાથે થઈ ગયો.

“નેહા....! તું આ રેડ ડ્રેસમાં બવજ મસ્ત લાગે છે હોં....!” નેહાની જોડે ચાલતાં-ચાલતાં પ્રેમ બોલ્યો.

“થેન્ક્સ પ્રેમ...!” નેહા ઔપચારિક સ્વરમાં બોલી “તું કેમ ઓલી જોડે બા’ર ઉભો ‘તો...!? અને બાકીનાં બધાં ક્યાં છે...!?”

“હું બધાની રાહ જોવાંજ બા’ર ઉભો’તો...!” પોતાનો બચાવ કરતો હોય એમ પ્રેમ બોલ્યો “કામ્યા, રોનક, ત્રિશા આઈ ગ્યા છે....! અંકિતા હજી નઈ આઈ...! હું એનીજ વેટ કરતો ‘તો....!”

“હમ્મ....!” નેહાએ હુંકારો ભર્યો પછી પાછો પોતાનાં હાથમાં રહેલાં મોબાઈલનું સ્ક્રીન લોક ખોલી whatsappમાં સિદ્ધાર્થનો મેસેજ જોવાં લાગી.

ચાલતાં-ચાલતાં તે પ્રેમ સાથે હોલનાં દરવાજામાંથી પાર્ટીમાં એન્ટર થઈ. હોલમાં દાખલ થતાંજ નેહાનું ધ્યાન હોલમાં વાગી રહેલાં લાઉડ મ્યુઝીક તરફ ખેંચાયું. નેહાએ હોલમાં ચાલી રહેલી પાર્ટી તરફ જોવાં મોબાઈલમાંથી નજર હટાવી.

વિશાળ Convention Hallને પાર્ટીને અનુરૂપ સજાવવામાં આવ્યો હતો. રંગબેરંગી લાઈટો, બલૂન્સ વગેરેથી આખો Hall ઝગમગી ઉઠ્યો હતો. DJની તાલે પ્રથમ વર્ષના ફ્રેશર્સ તેમજ તેમનાં સિનીયર્સ ઝૂમી રહ્યા હતા. પાર્ટી શરુ થયે એક કલાક જેટલો સમય થઇ ગયો હતો. મોટાંભાગનાં યુવાન-યુવતીઓ આવી ચુક્યા હતા અને ટોળે વળી ડાન્સ કરી રહ્યાં હતાં.

“ઓહો...પાર્ટી તો જોરદાર જામી છે....!” નેહા બોલી.

જોકે પાર્ટીનાં લાઉડ મ્યુઝીકને લીધે જોડે ઉભેલાં પ્રેમને કશું ના સંભળાયું.

“આ છોકરો કેટલે ‘ર્યો....!?” નેહાએ પાછું પોતાનાં ફોનમાં સિદ્ધાર્થનો મેસેજ જોવાં માંડ્યો.

“ક્યાં છે યાર....!? પાર્ટીમાં નઈ આવે....!?” નેહાએ ઝડપથી મેસેજ ટાઈપ કરી સિદ્ધાર્થને whatsapp કર્યો.

****

“બસ...! પો’ચવાજ આયો છું....!” કારમાં સુરેશસિંઘની બાજુમાં બેઠેલો સિદ્ધાર્થ નેહાને મેસેજમાં રીપ્લાય આપવાં માંડ્યો “સોરી થોડું લેટ થઈ ગયું....!”

“બસ...બસ...! અહિયાંજ પોર્ચમાંજ ઉભી રાખ...!” સિદ્ધાર્થની જોડે બેઠેલાં સુરેશસિંઘે કાર ડ્રાઈવ કરી રહેલાં રઘુનાથ ભાઈને કહ્યું.

રઘુનાથ ભાઈએ કાર ધીમી કરી કૉલેજનાં convention hallની આગળ પોર્ચમાં ઉભી રાખી.

“મારું કામ પતે...! એટલે રઘુ મને ઘેર ઉતારી તને લેવાં આઈ જશે.....!” મેસેજ ટાઈપ કરી રહેલાં સિદ્ધાર્થને સુરેશસિંઘે કહ્યું.

“હં..હાં...હાં...! સારું...!” મોબાઈલમાંથી ધ્યાન હટાવી સિદ્ધાર્થ બોલ્યો અને પોતાની સાઈડનો કારનો દરવાજો ખોલી નીચે ઉતરવા લાગ્યો.

“ઓહો....!પાર્ટી માલદાર લાગે છે....!” કલ્લાકેકથી સિદ્ધાર્થની વેઈટ કરી રહેલી લાવણ્યા મોંઘીદાટ કારમાંથી ઉતરેલા સિદ્ધાર્થને જોઇને મનમાં બબડી.

લાવણ્યાએ જોયું કે પાર્ટીમાં આવેલાં અન્ય યુવાનો કરતાં અલગ સિદ્ધાર્થે એકદમ casual કપડાં પહેર્યા હતા. લાઈટ બ્લુ જીન્સ, સ્લીવ વાળીને પહેરેલો બ્લેક શર્ટ જેનું ઉપલું એક બટન ખુલ્લું હતું; અને તેનાં લીધે તેણે ગાળામાં પહેરેલી રુદ્રાક્ષની માળા દેખાતી હતી. કસાયેલું શરીર હોવાનાં લીધે તેની ચેસ્ટમાં પડતી એ ચેસ્ટ લાઈન જોઇને લાવણ્યાને સીટી મારવાનું મન થઇ ગયું. એકદમ casual lookમાં હોવા છતાં સિદ્ધાર્થનું કરિશ્માઈ વ્યક્તિત્વ કંઇક અલગજ તરી આવતું હતું.

“iPhone ....huh....obviously ….!” હાથમાં મોંઘો iPhone મચડીને તેની તરફ આવી રહેલાં સિદ્ધાર્થને જોઇને લાવણ્યા ફરી મનમાં બબડી.

“કોઈ વાંધો નઈ....! જલ્દી આય...!” hallમાં દાખલ થવા પગથિયાં ચઢતાં-ચઢતાં સિદ્ધાર્થ નેહા સાથે whatsappમાં વાત કરી રહ્યો હતો.

“Welcome to the pa....!”

સિદ્ધાર્થનું ધ્યાન ખેંચવા લાવણ્યા તેને આવકારવા ગઈ પરંતુ સિદ્ધાર્થની નજર તેનાં ફોનમાંજ હતી.

લાવણ્યાનું વાક્ય અધૂરુંજ રહી ગયું. હોલના એન્ટ્રન્સ પાસે ઉભેલી લાવણ્યાની હાજરીથી અજાણ સિદ્ધાર્થ તેની નજીકથી ફટાફટ પગથિયાં ચઢીને સીધો hallમાં જતો રહ્યો. તેણે લાવણ્યા તરફ જોયું પણ નહિ. જાણે તેનું કોઈ અસ્તિત્વ જ નથી. લાવણ્યા સમસમી ઉઠી. ગુસ્સાથી તેનાં ગાલ લાલચોળ થઇ ગયા. તે જાણે હાંફી રહી હોય એમ ઝડપથી શ્વાસ ભરવાં લાગી.

***

“આંખ મારે... લડકી આંખ મારે....!” DJની તાલે વાગી રહેલાં એક પછી એક રીમીક્સ ગીતો ઉપર કોલેજના યુવા હૈયાઓ ઝૂમી રહ્યાં હતાં. ઝગમગ થતી લાઈટોની રોશનીમાં એકબીજાથી અજાણ હોવાં છતાં યુવાન-યુવતીઓ એકસાથે ડાન્સ ફ્લોર ઉપર નાચી રહ્યા હતા. કોઈક ડાન્સમાં મસ્ત હતું તો કોઈક અન્ય યુવાન-યુવતીઓ સાથે પરિચય કરી મિત્રતા કરવામાં. કોઈ નાસ્તો, કોલ્ડડ્રીન્કસ વગેરેની મજા લુંટી રહ્યું હતું તો કોઈક પોતાનાં ગ્રુપના મિત્રો સાથે ચેટ કરવામાં વ્યસ્ત હતું. આખો hall જાણે પાર્ટીના લીધે જોરજોરથી “ધબકી” રહ્યો હોય તેવું વતાવરણ હતું.

“બાપરે....! આટલું લાઉડ મ્યુઝીક....!” પાર્ટીનાં હોલમાં દાખલ થતાંજ હોલમાં ધૂમધડાકાબંધ વાગી રહેલું મ્યુઝીક સાંભળી સિદ્ધાર્થ બબડ્યો.

“ક્યાં છે તું....!? હું પાર્ટીમાં આઈ ગ્યો છું....!” પાર્ટીનાં લાઉડ મ્યુઝીકમાં નેહાને કૉલનો અવાજ નઈ સંભળાય એ ગણતરીએ સિદ્ધાર્થે નેહાને whatsappમાં કર્યો.

“ઓય...! આટલું મોડું કરાય....!?” સિદ્ધાર્થ હજીતો મેસેજ સેન્ડ કરતો હતો ત્યાંજ નેહાએ સામેથી આવીને સિદ્ધાર્થના બાવડે હળવો પંચ કર્યો અને કહ્યું.

“સોરી....મામાની કાર સર્વિસમાં હતી એટલે મારે ઘરે જઈને આવવું પડ્યું...!” સિદ્ધાર્થ બોલ્યો અને નેહાની જોડે ઉભેલાં કોઈ છોકરાંને જોઈ પ્રશ્નભાવે નેહા સામે જોઈ રહ્યો.

નેહા તે છોકરાંને સહેજ અડીને ઉભેલી હોવાથી ના ઈચ્છવા છતાં સિદ્ધાર્થનાં ચેહરા ઉપર પ્રશ્નાર્થની સાથે-સાથે જેલસીના ભાવ પણ આવી ગયાં જે નેહાએ પારખી પણ લીધાં. બાળક જેવાં થઈ ગયેલાં સિદ્ધાર્થનાં ચેહરાને જોઈ નેહાથી પરાણે મલકાઈ જવાયું.

“આ પ્રેમ છે....! અમારાં ગ્રુપમાં છે......!” નેહા ઓળખાણ આપતાં બોલી પછી પ્રેમને સિદ્ધાર્થનો પરિચય આપવાં લાગી “પ્રેમ....આ સિદ્ધાર્થ છે....! મારો ફ્રેન્ડ છે....!”

“હાય....! તું અમારી કૉલેજમાં નઈને...!?” પ્રેમ હાથ લંબાવી કહ્યું.

પાર્ટીના લાઉડ મ્યુઝીકને લીધે બધાં ઊંચા સ્વરમાં વાત કરી રહ્યાં હતાં. છતાં એકબીજાંનો અવાજ સંભાળવામાં તકલીફ થઈ રહી હોવાથી નેહા બોલી.

“ત્યાં ચાલો....! સોફ્ટ ડ્રીંક કાઉન્ટર પાસે....!” નેહાએ હાથ કરીને કહ્યું અને પછી બંને વચ્ચેથી પસાર થઈ એ તરફ ચાલવાં લાગી.

પ્રેમ સામે થોડીવાર જોઈ રહ્યાં પછી સિદ્ધાર્થ નકલી હસ્યો અને પછી નેહાની પાછળ જવાં લાગ્યો. પ્રેમ પણ તેની જોડે જવા લાગ્યો.

“તું શું પીશ....!?” કાઉન્ટર પાસે ઉભાં રહી નેહાએ સિદ્ધાર્થને પૂછ્યું.

સોફ્ટ ડ્રીંકનું કાઉન્ટર હોલના એક ખૂણામાં બનેલું હોવાથી અહિયાં પાર્ટીના લાઉડ મ્યુઝીકનો અવાજ થોડો ઓછો આવતો હતો.

“મને સોફ્ટ ડ્રીંક નઈ ફાવતાં....!” સિદ્ધાર્થ માથું ધુણાવીને બોલ્યો.

“મેં થોડીવાર પે’લાંજ એક ગ્લાસ પીધો....એટલે હું નઈ પીવું....!” પ્રેમ બોલ્યો.

“બાકીના બધાં ક્યાં છે...!?” નેહાએ પ્રેમને પૂછ્યું.

“ત્યાં ડાન્સ ફ્લોરની આજુબાજુ ટોળામાં....!” ડાન્સ ફ્લોર તરફ હાથ કરીને પ્રેમ બોલ્યો “ડાન્સ મસ્ત ચાલે છે...! જીએલસએસની ગર્લ્સનું ગ્રુપ પણ આયુ છે....! એ લોકોએ ધમાલ મચાઈ દીધી છે....!”

“કેમ તો આપડી કૉલેજમાં કોઈને ડાન્સ નઈ આવડતો વળી...!?” ડાન્સ ફ્લોર તરફ જોઈ રહી નેહાએ પૂછ્યું.

“આવડે છેને...! પણ જીએલએસની ગર્લ્સ કમાલ લાગે છે...!” પ્રેમ આંખો મોટી કરીને બોલ્યો “આઈ મીન...! સારો ડાન્સ કરે છે...!”

નેહા હજીપણ ડાન્સ ફ્લોર તરફ જોઈ રહી હતી.

“ચલ...! આપડે જોઈએ....!” પ્રેમે ઉત્સાહપૂર્વક કહ્યું.

“હાં..હાં ચલ....!” નેહા બોલી અને પ્રેમ સાથે જવાં લાગી “તું પણ આયને સિદ્ધાર્થ....!”

“અમ્મ....! મને ડાન્સમાં કોઈ ઈન્ટરેસ્ટ નઈ...!” સિદ્ધાર્થ બોલ્યો.

“હાં તો હું થોડીવારમાં આઉ છું....!” એટલું કહીને નેહા ડાન્સ ફ્લોર તરફ ચાલવાં લાગી “ચલ પ્રેમ...!”

નેહાએ પ્રેમને સાથે આવવાનું કહેતાં પ્રેમ પણ જોડે ચાલવાં લાગ્યો.

“જવું કે ના જવું” ના મૂંઝવણના વિચારોમાં ખોવાયેલો સિદ્ધાર્થ બેયને જતાં જોઈ રહ્યો.

“હાય....!” ત્યાંજ પાછળથી કોઈ છોકરીનો અવાજ આવ્યો.

સિદ્ધાર્થે પલટીને પાછળ જોયું તો લાવણ્યા ઉભી હતી. તેને જોતાંજ સિદ્ધાર્થના ચેહરા ઉપર આપોઆપ અણગમો “ઉભરાઈ” આવ્યો. મહાપરાણે સિદ્ધાર્થે તે ભાવો પોતાનાં ચેહરા ઉપર આવતાં રોક્યા.

“અમ્મ....આઈ થીંક તું નવો છે કૉલેજમાં નઈ...!?” લાવણ્યાએ સ્મિત સાથે પૂછ્યું.

કશું બોલ્યાં વગર સિદ્ધાર્થે માથું હકારમાં ધુણાવ્યું.

“પાર્ટી કેવી લાગી...!?” લાવણ્યાએ આંખો મોટી કરીને પૂછ્યું “આઈ એમ ધી ઓર્ગેનાઈઝર....!”

મસ્કા મારતી હોય એમ લાવણ્યા બોલી અને પોતે પહેરેલાં અત્યંત ટાઈટ અને બોડી એક્સપોઝ કરતાં બોડીકોન ડ્રેસ તરફ સિદ્ધાર્થનું ધ્યાન ખેંચાય એટલે તેણે પોતાની કમર ઉપર હાથ મૂકી જાણે પોઝ આપતી હોય મોઢું સહેજ ઊંચું કર્યું અને સિદ્ધાર્થ સામે જોઈ પોતાની આઈબ્રો નચાવી.

“આ પે’લ્લી ફ્રેશર્સ પાર્ટી નથી જેમાં હું ગ્યો હોઉ...!” લાવણ્યાની કોઈપણ હરકત ઉપર ધ્યાન આપ્યાં વિના સિદ્ધાર્થ બોલ્યો.

“તો પણ...! સારો ટ્રાય હતો.....!” રૂડ સ્વરમાં બોલી ડાન્સ ફ્લોર તરફ જવા સિદ્ધાર્થ પાછો ફર્યો પાછું જોયાં વિના ત્યાંથી જવાં લાગ્યો.

લાવણ્યા મોઢું વકાસીને જોઈ રહી.

****

“સુરજ ડૂબા હેં યારો....દો ઘૂંટ નશે કે મારો...! રસ્તે ભુલાદો સારે સંસાર કે....!”

બોલીવુડની મુવીઝના હિટ સોન્ગ્સના રીમીક્સ વર્ઝનનાં મ્યુઝીક ઉપર કૉલેજનું યુથ મન મુકીને નાચી રહ્યું હતું.

“તેરી અંખીયો કા વાર જૈસે શેર કા શિકાર....!”

એક પછી એક હિટ સોન્ગ્સનાં ધમાલ મ્યુઝીક ઉપર ડાન્સ ફ્લોર ઉપર કેટલીક ગર્લ્સનું ગ્રુપ ડાન્સ કરી રહ્યું હતું. લાવણ્યાએ જેવો પહેર્યો હતો એવોજ એકદમ ટાઈટ બોડીકોન ડ્રેસ પહેરેલી ત્રણ-ચાર ગર્લ્સ ડાન્સ ફ્લોર ઉપર વચ્ચો વચ્ચ ડાન્સ કરી રહી હતી. કૉલેજનાં અન્ય સ્ટુડેન્ટસ આજુબાજુ ટોળુંવળીને તેમને ચીયર અપ કરી રહ્યાં હતાં.

ડાન્સ કરતાં-કરતાં એ ચારેય ગર્લ્સ હવે ડાન્સ ફ્લોર ઉપરથી ખસી અને સામે ઉભેલાં સ્ટુડેંન્ટસ તરફ હાથ કરીને ચેલેન્જ કરવાં લાગી.

“ગો રોનક...ગો...!” ત્યાંજ તેમણે જે તરફ હાથથી ઈશારો કરીને ચેલેન્જ કર્યો હતો તે બાજુના ટોળામાંથી એક છોકરો બ્રેક ડાન્સના સ્ટેપ કરતો-કરતો આવ્યો અને ડાન્સ ફ્લોર ઉપર વચ્ચો-વચ્ચ આવીને હીપ-હોપ અને બ્રેક ડાન્સના મુવ્ઝ કરવાં લાગ્યો.

ડાન્સ કરનારાં મોટાભાગના બોયઝ પહેરે છે એવીજ તેણે એકદમ ખુલ્લી હાલ્ફ સ્લીવની યેલ્લો ટી-શર્ટ પહેરી હતી, જેમાં છાતીના ભાગે આર્યન મેનનો ફોટો પ્રિન્ટ કરેલો હતો. નીચે ખુલ્લું ઢીલું જીન્સ, નાઈકીના ફેમસ જોર્ડનના શૂઝ અને ગોલ્ડન ફેમવાળાં ગાંધી ચશ્માં. સહેજ લાંબા ઊંચા સ્પાઈક હેયર સ્ટાઈલ કરેલાં વાળમાં તે “નખશિખ” ડાન્સર લાગતો હતો.

“I’m bad..... I’m bad...!” ઝડપથી બદલાતા રીમીક્સ સોન્ગમાં માઈકલ જેક્શનનું ફેમસ સોન્ગ આવતાં તેણે માઈકલ જેક્શનનો ફેમસ મૂન વોકનો સ્ટેપ કર્યો અને આજુબાજુ ઉભેલાં બધાંજ સ્ટુડેંન્ટસ જોરશોરથી હાથ ઊંચા કરીને ચીયર અપ કરવાં લાગ્યાં.

“ડાન્સ ફાઈટ...! હં...!” ટોળાની પાછલી લાઈનમાં ઉભેલો સિદ્ધાર્થ બબડ્યો પછી સર્કલમાં ઉભેલાં ટોળામાં નેહાને શોધવાં લાગ્યો.

“ક્યાં છે તું....!?” ડાન્સ ફ્લોરની આજુબાજુ દેખાતી ભીડમાં નેહા ના દેખાતાં સિદ્ધાર્થે તેણીને કર્યો.

“અરે તારો અવાજ નઈ સંભળાતો...!” લાઉડ મ્યુઝીકને લીધે નેહાનો અવાજ ના સંભળાતાં નેહાએ સામેથી કૉલ રીસીવ કરી મોટેથી કહ્યું.

“whatsapp કર....!” સિદ્ધાર્થે સાંભળ્યું છે એમ માની નેહાએ કૉલ કટ કરી દીધો.

“હાં બોલ...!? શું હતું...!?” કૉલ કટ કરી તરતજ નેહાએ whatsappમાં મેસેજ કર્યો.

“કંઈ નઈ...! હું ડાન્સ ફ્લોર પાસે હતો...તું દેખાઈ નઈ...! એટલે મેસેજ કર્યો....!”

“તે ડાન્સ જોયો...!? અમારાં ગ્રુપનો છોકરો છે...! રોનક...!” નેહાએ વળતો મેસેજ કર્યો “એ બઉ શોખીન છે ડાન્સ etc નો....!”

“હાં....જોયો...!” સિદ્ધાર્થ સહેજ નીરસ સ્વરમાં બોલ્યો “ક્યાં છે તું....!? મને એકલાં કંટાળો આવે છે...!”

“હું થોડીવારમાં આવું છું....!” નેહાએ મેસેજમાં કહ્યું.

“ઓકે....!” સિદ્ધાર્થે માથું ધુણાવી મેસેજ સેન્ડ કર્યો અને મનમાં બબડ્યો “તને જોડે ટાઈમ સ્પેન્ડ કરવામાં ઇન્ટરેસ્ટ જ નઈ....!”

આમતેમ નજર દોડાવી સિદ્ધાર્થ પાર્ટીનો માહોલ નીરખી રહ્યો. જગારાં મારતી રંગબેરંગી લાઈટોમાં મોટાભાગના સ્ટુડેંન્ટસ ધમાલ મસ્તી કરતાં-કરતાં પાર્ટી એન્જોય કરી રહ્યાં હતાં. સિદ્ધાર્થથી અલગ મોટાભાગના બોયઝ પાર્ટી ટાઈપ કપડાંમાં હતાં. કોઈએ વ્હાઈટ શર્ટની ઉપર બ્લેઝર ચઢાવ્યું હતું તો કોઈએ પાર્ટીમાં પહેરાય એવો ચળકાટ વાળો શર્ટ કે ટી-શર્ટ પહેર્યા હતાં. મોટાંભાગના લોકોએ નાઈકીના જોર્ડન કે એવાંજ મોઘાં શુઝ પહેર્યા હતાં. હાથમાં કે ગળામાં અવનવી એસેસરીઝ, જેલ વગેરે લગાવીને સેટ કરેલાં માથાના વાળ, પાર્ટીને અનુરૂપ બધાંજ બોયઝ તૈયાર થયેલાં હતાં. એમાંય સીનીયર બોયઝ જેમને ચેહરા ઉપર ઉગેલી દાઢીને “પાયથાગોરસનો કાટકોણ” મુકીને એકદમ પરફેકટ સેટ કરાવી હતી તેમને જોઇને સિદ્ધાર્થે પોતાનાં ચેહરા ઉપર ઉગેલી દાઢી ઉપર હાથ ફેરવ્યો.

સામે દીવાલ ઉપર લાગેલાં મોટાં-મોટાં મિરરોમાં સિદ્ધાર્થ પોતાનું પ્રતિબિંબ જોઈ રહ્યો. ઝગમગ થતી લાઈટ્સમાં પણ સિદ્ધાર્થ પોતાને જોઈ શકતો હતો.

બાકી બોયઝથી અલગ તેણે બ્લેક શર્ટ, નેવી બ્લ્યુ જીન્સ. તેણે પોતાનાં મધ્યમ લાંબા વાળ પણ જેમતેમ હાથ વડે ઓળાવી લીધાં હતાં. ચેહરા ઉપરની દાઢીને તેણે માત્ર રફ ટ્રીમ કરેલી હતી. ટૂંકમાં પાર્ટીમાં મસ્ત તૈયાર થઈને આવેલાં બોયઝની સામે સિદ્ધાર્થ “લઘરવઘર” કે પછી રફ કહી શકાય તેવો લાગતો હતો. પાર્ટીમાં તૈયાર થઈને આવેલાં બાકીનાં મોટાભાગનાં બોયઝ કરતાં તેનામાં એકજ વસ્તુ પ્લસ કહી શકાય તેવી હતી. તેનું એથ્લીટ જેવું ફીટ બોડી. રેગુલર એકસરસાઈઝને લીધે કસાયેલાં તેનાં બોડી ઉપર તેણે પહેરેલો બ્લેક શર્ટ પરફેક્ટ ફીટ બેસી જતો હતો. શર્ટની વાળેલી સ્લીવમાંથી ડોકાતી ઉપસેલી નસો, ગળામાં દેખાતી ચેસ્ટ લાઈનની ઉપર ઝૂલતી રુદ્રાક્ષની માળા.

“હશે વળી....! હુંહ....!” મિરરમાં પોતાને જોઈ રહેલાં સિદ્ધાર્થે એકલાં-એકલાં મનમાં બબડી ખભાં ઉલાળ્યા અને તારક મેહતાના બાઘાની જેમ બબડ્યો “જેસી જિસકી સોચ....! આપડે તો આવાંજ છીએ....!”

એકલાં-એકલાં બબડતો સિદ્ધાર્થ ત્યાંથી જવાં લાગ્યો.

“બીજાં માટે આપડે થોડાં બદલાવાનું હોય....!” પોતાની સાથે વાતો કરતાં-કરતાં સિદ્ધાર્થ ત્યાંથી જવાં લાગ્યો.

“અરે દોસ્ત....! જેન્ટ્સ વોશરૂમ કઈ બાજુ છે....!?” પાર્ટી હોલની બહાર નીકળી રહેલાં સિદ્ધાર્થે એક છોકરાંને પૂછ્યું.

સિદ્ધાર્થ તે છોકરાંને ઓળખી ગયો. તે એ જ છોકરો હતો જેને લાવણ્યા પોતાનો બોયફ્રેન્ડ બનાવી સિદ્ધાર્થને ધમકાવવા લઈ આવી હતી. સિદ્ધાર્થ જોકે તેનું નામ નહોતો જાણતો.

“હોલમાંથી નીકળી ડાબી બાજુ....! સીધાં કોરીડોર પૂરો થાય ત્યાં...! ખુણામાં...!” ઓલો છોકરો ઉતાવળા સ્વરમાં બોલી ગયો.

સિદ્ધાર્થ માથું ધુણાવી બહાર નીકળી ગયો.

“જલ્દી લેડીઝ વોશરૂમ બાજુ આય...!” સિદ્ધાર્થના ગયાં પછી તેણે પોતાનાં મોબાઈલમાંથી લાવણ્યાને મેસેજ કર્યો “તારો પ્લાન અમલમાં મુકવાનો ચાન્સ મલી ગ્યો છે....! હું રાકેશને લઈને આવુંજ છું....!”

“ઓકે વિશાલ....!” લાવણ્યાએ સામે ટૂંકમાં મેસેજ કર્યો.

“ઓકે...!” વિશાલ પણ સામે થમ્બ આઇકોન વાળું ઈમોજી મોકલી ઝડપથી પાર્ટી હોલમાંથી નીકળી લેડીઝ વોશરૂમ તરફ ભાગ્યો.

****

પાર્ટીમાં ધમાલ મસ્તી કરતાં સ્ટુડેંન્ટસની વચ્ચેથી વચ્ચેથી પસાર થઈ લાવણ્યા વીલા મોઢે girls restroom તરફ થવાં હોલમાંથી બહાર નીકળી જમણી બાજુ વળી. સિદ્ધાર્થે સહેજ “ભાવ” ના આપતાં લાવણ્યા નિરાશ થઈ ગઈ હતી. આખી પાર્ટીમાં જે છોકરો તેણીને જોતો, તે ઉપરથી લઈને નીચે તેણીને જોયાંજ કરતો. પણ સિદ્ધાર્થે તેની સામે ક્ષણ પુરતું પણ સરખું જોયું નહોતું. પોતાનો ઘમંડ ઘવાઈ જતાં લાવણ્યાને પાર્ટીમાંથી જાણે રસજ ઉડી ગયો હોય એમ તે એકલી ખૂણામાં ઉભી રહી હતી. વિશાલનો મેસેજ આવતાં તે ઢીલાં મોઢે ગર્લ્સ રેસ્ટરૂમ તરફ જવાં લાગી.

Restroom તરફ જઈ રહેલાં કોરીડોરમાં ચાલી રહેલી લાવણ્યાને રસ્તામાં પ્રેમ અને નેહા મળ્યા.

“લાવણ્યા ....!? તારું મોઢું ઉતરેલી કઢી જેવું કેમ થઇ ગયું છે....?” લાવણ્યાને રોકતાં નેહાએ પૂછ્યું.

“its none of your business...!” લાવણ્યાએ rudely કહ્યું અને restroom તરફ ચાલવા લાગી.

“લાવણ્યા....!?” નેહાએ પાછળ વળીને લાવણ્યાને ફરી ટોકી.

“Now what નેહા...! મને restroom તો જવા દે...!” લાવણ્યા અકળાઈ ઉઠી.

“All right fine....!” નેહાએ કહ્યું.

મોઢું બગાડતી લાવણ્યા પાછી ફરી restroom તરફ ચાલવા લાગી.

નેહાએ restroom તરફ જઈ રહેલી લાવણ્યાની પીઠ તરફ થોડીવાર જોયે રાખ્યું. લાવણ્યા restroom તરફ જવા કોરીડોરમાં જમણી તરફ વળી ગઈ. નેહા પાછી વળીને ચાલવા જતી હતી ત્યાંજ તેણે જોયું કે restroom ડાબી બાજુનાં કોરીડોરમાંથી વિશાલ તેનાં એક બીજા લફંગા મિત્ર રાકેશ સાથે ઉતાવળા પગલે restroom તરફ ગયો. વિશાલ પણ જેન્ટ્સ restroom તરફ જતો હશે, કેમકે લેડીઝ અને જેન્ટ્સ restroom સામ-સામે બનેલા હતાં એમ માની નેહા પ્રેમ સાથે ચાલવા લાગી. પણ થોડું ચાલતાંજ તેને યાદ આવ્યું કે પાર્ટીમાં આવતી વખતે વિશાલ અને લાવણ્યાની થોડી ચડ-ભડ થઇ હતી અને વિશાલે તેને કોઈક ડીલ તોડવાના બદલામાં ધમકી પણ આપી હતી.

“પ્રેમ ....! તું જા હું પણ restroom જઈને આવું છું...!” એટલું કહી નેહા પણ ઉતાળવા પગલે restroom તરફ ચાલી. પ્રેમ પણ જવાબ આપ્યા વિના તેનો મોબાઇલ મંતરતો hallમાં ચાલી રહેલી પાર્ટી તરફ ચાલ્યો.

***

“શું હતું જલ્દી બોલ....! મારું મગજ અત્યારે ખ...આ...હ....!” ગર્લ્સ રેસ્ટરૂમ તરફ લાવણ્યા હજીતો વળીજ હતી અને વિશાલને જોઇને બોલી રહી હતી ત્યાંજ વિશાલે તેણીને ખેંચીને દીવાલમાં દબાવી દીધી.

“શું કરે છે તું....!? આહ....!” દીવાલમાં દબાવી વિશાલ લાવણ્યાના ઘાટીલાં દેહના અંગો-ઉપાંગો જોરજબરદસ્તી મસળવા માંડ્યો.

“જે તે કીધું ‘તું...એજ....!” છૂટવા માટે તરફડીયા મારી રહેલી લાવણ્યાને જોરથી દબોચી વિશાલ તેણીની ખુલ્લી જાંઘો ઉપર હાથ ફેરવવા લાગ્યો.

“અરે પણ આવું નઈ..આ..વિશાલ.....મારી વાત તો સાંભળ....!” હતપ્રભ લાવણ્યા આજીજીપૂર્વક બબડી “વિશાલ પ્લીઝ....!”

લાવણ્યાથી રડી પડયું.

“ચુપ થાને તું.....!” વિશાલ ઘાંટો પાડીને બોલ્યો.

****

લાવણ્યાને શોધતી નેહા હવે restroom તરફ જવા કોરીડોરમાં જમણી તરફ વળી. તે જેવી વળી તેણે જોયું કે ગર્લ્સ રેસ્ટરૂમની સામે કોરીડોરમાં જ વિશાલ અને રાકેશ બંને ભેગા મળીને લાવણ્યા સાથે જબદાસ્તી અણછાજતું વર્તન કરી રહ્યા હતા.

“stop it વિશાલ...please...! લાવણ્યા રડી રહી હતી.

વિશાલે તેને જબરદસ્તી જકડી રાખી હતી. અને તેનો મિત્ર રાકેશ તેનાં મોબાઈલમાં વીડિઓ ઉતારતો હતો. વિશાલે તરતજ લાવણ્યાના ટાઈટ બ્લેક ડ્રેસને તેની કમર ઉપરથી ખેંચી ફાડી નાખ્યો.

“મેં તને કીધું હતું ને કે તારે ભોગવવું જ પડશે...!” વિશાલે દાંત કરડતો બોલ્યો.

નેહાના શ્વાસ અદ્ધર થઇ ગયા.

““stop it વિશાલ...!” લાવણ્યાને પોતાની “દુશ્મન” માનતી નેહા કશું પણ વિચાર્યા વગર બુમ પાડતી તેણીને બચાવવા દોડી ગઈ.

નેહાએ જોડે પહોંચી લાવણ્યાની કમર ફરતે વીંટાળેલો વિશાલનો હાથ છોડાવવા પ્રયત્ન કર્યો. વિશાલે તેને એક હાથ વડે ધક્કો મારવા પ્રયાસ કર્યો. પણ નેહાએ તેનાં પ્રયાસો ચાલુ રાખ્યા.

“નેહા....!” વિશાલે દમ મારતા કહ્યું “તું વચ્ચે નાં પડ....! નહિ તો તારો પણ વીડિઓ બનશે....!”

“God... વિશાલ તું....તું ગાંડો થઇ ગયો છે છોડ...છોડ....!” નેહાએ બે-ત્રણ વાર વિશાલના હાથ ઉપર તેની મુઠ્ઠી મારી “છોડ વિશાલ એને....તું આટલો નીચ ક્યારથી થઇ ગયો...છોડ...કીધુંને...!”

“ફોન બંધ કર તારો...! પ્લીઝ....!” વિડીયો રેકોર્ડ કરી રહેલાં રાકેશ સામે જોઈને લાવણ્યા રડમસ અવાજે બરાડી.

“છોડ .....!” નેહાએ ફરી દાંત ભીંચતા કહ્યું.

“નેહા...તું શું કામ વચ્ચે પડે છે....એમ પણ તારે ક્યાં આની જોડે બને છે....!” વિશાલે નેહાનો એક હાથ પકડી રાખીને કહ્યું. તે નેહાનો હાથ મચેડવા લાગ્યો.

“હરામી સાલા એનો અર્થ એ નથી કે એ મારી દુશ્મન છે....છોડ એને....!” નેહાએ પીડાથી કણસતા કહ્યું.

“નેહા....!” વિશાલે ઊંચા અવાજે રાડ પાડી અને નેહાને ધક્કો દઈ દુર હડસેલી. તેણે લાવણ્યાની ગરદન ઉપર ગંદી રીતે તેની જીભ ફેરવી “રાકલા બરોબર રેકોર્ડ કરજે....!” વિશાલે કહ્યું અને તેણે હવે લાવણ્યાનો ડ્રેસ ફાડયા પછી ખુલ્લી થઈ ગયેલી કમર તેનાં બંને હાથમાં પકડીને મચેડી. લાવણ્યા પીડાથી બુમ પાડી રડવા લાગી.

“વાહ.....!” રાકેશ રેકોર્ડ કરતાં-કરતાં લુચ્ચું હસ્યો.

નેહા હવે વીડિઓ રેકોર્ડ કરી રહેલાં રાકેશના ફોન તરફ ઝાપટી. તેણે એકદમ જ રાકેશનાં હાથમાંથી ફોન લઇ લીધો. રાકેશ પહેલાં હેબતાઈ ગયો. પછી તરત તેનો ફોન લેવા નેહા ઉપર ઝાપટ્યો. બંને ઝપાઝપી ઉપર ઉતરી આવ્યા.

“લાય ફોન....!” રાકેશ બરાડ્યો અને તેણે નેહાને દબોચી લીધી. તેણે નેહાનો એક હાથ પાછળથી પકડી રાખી તેને મચેડ્યો.

“ફોન લાય નહિ તો હાથ ભાંગશે તારો....!” રાકેશ ફરી બરાડ્યો અને નેહાનો હાથ થોડો વધુ મચેડ્યો. નેહાએ તેનાં બીજા હાથમાં ફોન કચકચાવીને પકડી રાખ્યો હતો.

“આહ....!” નેહા પીડાથી કણસી.

“નેહા ફોન આપ....!” વિશાલે બુમ પાડી. તેણે હવે લાવણ્યાને restroomની ભીંતમાં દબાવી રાખી હતી.

****

“અરે ભાઈ...જેન્ટ્સ વોશરૂમ કઈ બાજુ છે...!?” વિશાલે બતાવેલી બાજુએ કોરીડોર પૂરો થયાં પછી પણ જેન્ટ્સ વોશરૂમ ના મળતાં સિદ્ધાર્થ પાછો પાર્ટી હોલ બાજુ આવ્યો અને હોલના એન્ટ્રન્સની બહાર ઉભેલાં એક બાઉન્સરને પૂછવા લાગ્યો.

“આ બાજુ....!” ઓલા બાઉન્સરે જમણી બાજુ હાથ કરીને કહ્યું “લેડીઝ વોશરૂમના કોરીડોરની સામેજ છે..!”

“ઓકે...થેન્ક્સ.....!” ચીડાયેલા મોઢે બોલીને સિદ્ધાર્થ એ બાજુ જવાં લાગ્યો “સાલાએ ખોટી જગ્યા બતાડી....!”

વિશાલ ઉપર ગુસ્સે થયેલો સિદ્ધાર્થ જેન્ટ્સ વોશરૂમ તરફ જવાં લાગ્યો.

“આહ...પ્લીઝ....વિશાલ...સ્ટોપ ઇટ....!” જેન્ટ્સ વોશરૂમ જવાં સિદ્ધાર્થ કોરીડોરમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યાંજ તેણે કોરીડોરમાં સામેની બાજુ બનેલાં ગર્લ્સ રેસ્ટરૂમની બાજુથી કશોક ઘોંઘાટ સાંભળ્યો.

મોતાભાગના સ્ટુડેંન્ટસ પાર્ટી એન્જોય કરવામાં લાગેલાં હોવાથી વોશરૂમ તરફ જતાં કોરીડોરમાં કોઈજ નહોતું.

એક ડગલું આગળ વધતાંજ સિદ્ધાર્થ ચોંકીને સામેનું દ્રશ્ય જોઈ રહ્યો. જેન્ટ્સ વોશરૂમનું ખોટું “એડ્રેસ” બતાવનાર અને લાવણ્યાનો કથિત બોયફ્રેન્ડ તેણીને જોરજોરાઈથી દબોચીને મચેડી રહ્યો હતો. લાવણ્યાના ટૂંકા ડ્રેસમાંથી તે તેણીની જાંઘોમાં અંદર હાથ નાખવાં મથી રહ્યો હતો તેમજ બીજાં હાથ તેણીની ગરદન પકડી રાખી તેણીનાં તરફડીયા કન્ટ્રોલ કરવાં મથી રહ્યો હતો.

તરફડીયા મારતાં-મારતાં રડી રહેલી લાવણ્યાને જોઇને સિદ્ધાર્થનું લોહી ઉકળી ઉઠ્યું. કશુંજ વિચાર્યા વગર તે ગુસ્સાથી વિશાલ તરફ ધસી ગયો અને તેને બોચીમાંથી પકડી એક જોરદાર ઝટકાથી ખેંચ્યો.

વિશાલને પોતાની બાજુ ખેંચી લઈ સિદ્ધાર્થે તેને દબોચી રાખ્યો. વિશાલ છૂટવા માટે તરફડવા લાગ્યો. પણ સિદ્ધાર્થના મજબુત બાવડાંના જોર સામે તેનું કંઈ નાં ચાલ્યું.

નેહાને દબોચીને ઉભેલાં રાકેશે એ દ્રશ્ય જોયું. સિદ્ધાર્થની નજર નેહાને જકડીને ઉભેલાં રાકેશ ઉપર પડી. સિદ્ધાર્થની આંખોમાં જાણે લોહી ધસી આવ્યું હોય એમ તેણે વિશાલ ઉપર પોતાની પકડી જોરથી કસી.

“આહ....!” સિદ્ધાર્થના બાવડાઓમાં પીસાઈ રહેલાં વિશાલથી બરાડી ઉઠયું.

“Leave her....!” સિદ્ધાર્થે ભયંકર ઠંડા ક્રૂર અવાજમાં કહ્યું. સિદ્ધાર્થની ક્રૂર આંખો જોઇને રાકેશ તરતજ નેહાને હડસેલીને ત્યાંથી ભાગી છૂટ્યો.

સિદ્ધાર્થે વિશાલને એક ઝોરદાર ઝટકો આપી દુર ફંગોળ્યો. વિશાલ દીવાલે અફળાયો. અને માંડ-માંડ ઉભો થતો ત્યાંથી ભાગી છૂટ્યો. તે પાછુ વળીને જોવા પણ નાં રહ્યો.

સિદ્ધાર્થ હવે પોતાનાં બંને હાથની મુઠ્ઠીઓવાળી રાકેશની પાછળ જવાં ઉતાવળા પગલે ચાલવાં લાગ્યો.

“સિદ્ધાર્થ...સિદ્ધાર્થ....!” પોતાની આગળથી પસાર થવાં જઈ રહેલાં સિદ્ધાર્થનો હાથ કાંડેથી પકડી નેહાએ તેને ટોકી લીધો.

“શાંત થઈજા પ્લીઝ....!” નેહા આજીજીપૂર્વક બોલી.

સિદ્ધાર્થે આગ ઝરતી આંખે તેણી તરફ જોયું પછી પાછું મ્હોં ફેરવી લાવણ્યા સામે જોયું. ડરના માર્યા થથરતી તે દીવાલે ટેકો દઈને ઉભી હતી.

પોતાનો બધો ગુસ્સો ગળી જવાં માટે સિદ્ધાર્થ લાવણ્યા બાજુથી નજર ફેરવી સામેની બાજુ જોઈ રહી કેટલીક ક્ષણો આંખો બંધ કરી ઉભો રહ્યો.

હેબતાઈ ગયેલી નેહા સિદ્ધાર્થનું કાંડું છોડી લાવણ્યા પાસે આવી. લાવણ્યા પાસે આવી તેણે દીવાલે ઉભેલી લાવણ્યાને ટેકો આપ્યો.

પોતાનું મોઢું બંને હથેળીઓમાં દબાવીને લાવણ્યા રડી રહી હતી. નેહા પણ જે થયું તેનાં લીધે ડઘાઈ ગઈ હતી અને રડમસ થઇ ગઈ હતી.

લાવણ્યાની પીઠ ઉપર હાથ ફેરવી નેહા તેણીને સાંત્વન આપી રહી.

પોતાનો ગુસ્સો કન્ટ્રોલ કરી સિદ્ધાર્થ પાછું ફર્યો અને લાવણ્યા અને નેહા સામે જોઈ રહ્યો. થોડાં ડગલાં ચાલી તે હવે બંનેની પાસે આવ્યો.

“તું ઠીક છે ને...!?” પહેલાં લાવણ્યા પછી સિદ્ધાર્થે નેહા સામે જોઈને પૂછ્યું.

લાવણ્યા સામે જોતાં છેક હવે સિદ્ધાર્થની નજર લાવણ્યાના કપડાં ઉપર પડી. અત્યંત ટૂંકા ડ્રેસમાં તેણીનાં બંને પગ ઢીંચણથી ખાસ્સાં ઉપર સુધી ખુલ્લાં દેખાતાં હતાં. છેડતી કરતી વખતે વિશાલે તેણીની ખુલ્લી ઝાંઘો ઉપર અનેક જગ્યાએ ઉઝરડા પાડી દીધાં હતાં. લાવણ્યાની એવી હાલત જોઇને સિદ્ધાર્થને તેણી ઉપર ઘડીભર દયા આવી ગઈ.

પહેલેથીજ ટૂંકા ડ્રેસને વિશાલે છેડતી અંદર હાથ નાંખવાના પ્રયાસમાં સહેજ વધુ ઊંચો કરી દેતાં લાવણ્યાની ઝાંઘોનો વધુ પડતો ભાગ દેખાઈ રહ્યો હતો. સિદ્ધાર્થને અસુવિધા થતાં તેણે નજર જેન્ટ્સ ટોઇલેટ તરફ ફેરવી લીધી.

“thank you .....!” લાવણ્યાએ ડુસકા ભરતાં-ભરતાં સિદ્ધાર્થ સામે જોઈને કહ્યું “thank for ...!”

“ok fine.....!” સિદ્ધાર્થ જાણે કંઈ બન્યુંજ નાં હોય એટલાં સ્વાભાવિક સ્વરમાં વચ્ચે બોલી પડ્યો અને સામે જેન્ટ્સ restroom ના દરવાજા તરફ ચાલવા લાગ્યો અને પછી મનમાં બબડ્યો “ડફોળ જેવી છે....! એમ નઈ કે હવે તો ડ્રેસ સરખો કરીએ.....!”



તેણે લાવણ્યા સામે સરખું જોયું પણ નહીં.

સિદ્ધાર્થનાં એવાંજ ઉડાઉ બિહેવિયરથી લાવણ્યાનો ઘમંડ ફરીવાર ઘવાયો.

“આ છોકરાની પ્રોબ્લેમ શું છે....!?” લાવણ્યા અકળાઈ અને નેહાને પૂછવા લાગી.

“કદાચ એને બાથરૂમ લાગી હશે....!?” નેહાએ માંડ માંડ મજાક કરતાં કહ્યું. પછી તરત જે થયું તે યાદ આવતા તેણે લાવણ્યાને કહ્યું “લાવણ્યા ...! પોલીસને ફોન કરીએ....! વિશાલે આજે જે કર્યું તે ભયંકર છે....!ચાલ.....”

એટલું બોલી નેહાએ લાવણ્યાનો હાથ પકડ્યો અને તેણીને ખેંચી ચાલવાં લાગી.

“એક મિનીટ....!” લાવણ્યાએ તેનો હાથ છોડાવ્યો અને ત્યાજ ઉભી રહી ગઈ “I know નેહા ....કે આજે જે થયું એ બહુ ભયંકર છે. ...પણ મારે કોઈ ઝંઝટમાં નથી પડવું....!”

“What rubbish....લાવણ્યા....!” નેહા બરાડી ઉઠી “તારું મગજ ઠેકાણે છે....! કઈ સદીમાં જીવે છે તું....!?”

“look નેહા....!” લાવણ્યાએ નેહાના ખભા પકડાયા અને ધીમા સ્વરે કહ્યું “જો કોઈ મોટું લફરું થયું...તો.!”

“તો શું...!? હે...!” નેહા માથું ધુણાવવા લાગી “શું ફાલતું વાત કરે છે યાર તું...!?”

“નેહા પ્લીઝ....!” try to understand....” લાવણ્યાએ ફરી આજીજી કરી “વિશાલને હું સંભાળી લઈશ.....!”

“હા...! એતો મેં જોયું....!” નેહાએ કટાક્ષ કર્યો.

“નેહા...look હું મારું મારી જાતે ફોડી લઈશ....તું માથાકૂટમાં નાં પડ...” લાવાણ્યા ફરી બોલી.

“તું એમ નઈ માને....!” નેહા બોલી “સિદ્ધાર્થ .....! સિદ્ધાર્થ...!”

નેહા બુમો પાડતી-પાડતી જેન્ટ્સ restroomમાં ધસી ગઈ.

“સિદ્ધાર્થ...!” અંદર ઘુસતાજ નેહાએ બુમ પાડી. લાવણ્યા તેની પાછળ દોડી.

“What the F**k...!?” restroomમાં ઉભા-ઉભા “હલકો” થઇ રહેલો સિદ્ધાર્થ ક્ષોભીત ચેહરે બોલી ઉઠ્યો “આ જેન્ટ્સ restroom છે...!”

પેહલાં નેહા અને પછી તરતજ લાવાણ્યા ઉંધા ફરી ગયા.

“સોરી....!” બંને એકસાથે બોલી પડયાં.

“એવી તો શું “ઉતાવળ” આવી ગઈ તમને લોકોને....!?” સિદ્ધાર્થે વોશ બેશીન તરફ જતાં બોલ્યો. બેશીનનો નળ ચાલુ કરી તે હાથ ધોવાં લાગ્યો.

“We need your help....!” નેહાએ પાછા ફર્યા વિના કહ્યું. લાવણ્યા તેની તરફ ચિડાઈને જોવાં લાગી.

“Who’s “we”?” સિદ્ધાર્થે પૂછ્યું અને હવે તેમની તરફ ફર્યો.

“લાવાણ્યા વિશાલની કમ્પ્લેઈન કરવાની નાં પાડે છે...!” નેહા હવે સિદ્ધાર્થ તરફ ફરી. લાવાણ્યા પણ પાછી ફરી.

“નેહા....!” લાવાણ્યા વચ્ચે બોલવા જતી હતી ત્યાં સિદ્ધાર્થ બોલ્યો “કોણ વિશાલ....!?”

“જેને તે હમણાં ખંચેર્યો એ...!” નેહા બોલી.

“ઓહો.... you mean આ મેડમનો ઓલો ફોલ્ડરિયો જે ઓલા દિવસે મને ધમકાવતો હતો....!” સિદ્ધાર્થે કટાક્ષમય અવાજમાં લાવાણ્યા તરફ જોઇને કહ્યું.

“એ કોઈ મારો ફોલ્ડરિયો નથી ...ok...!” લાવણ્યા ચિડાઈ “અને નેહા....! મેં તને કહ્યુંને મારે કોઈ માથાકૂટમાં નઈ પડવું...!”

લાવણ્યા એટલું બોલી ત્યાંથી ચાલવાં લાગી.

“લાવણ્યા....!” નેહા તેની પાછળ બુમ પાડતી restroom ની બહાર નીકળી.

સિધ્ધાર્થ પણ તેમની પાછળ ચાલવાં લાગ્યો.

“મારી પાસે રાકેશનો ફોન છે...!” નેહાએ કોરીડોરમાં ચાલતાં-ચાલતાં અટકીને કહ્યું.

ચોંકી ગયેલી લાવણ્યા કોરિડોરમાં અટકી ગઈ અને તરતજ નેહા તરફ પાછી ફરી.

“એણે તારો વિડીયો રેકોર્ડ કરેલોને....!” નેહા બે ડગલાં લાવણ્યા તરફ આવીને બોલી “એ proof એ લોકોની against કામ લાગશે....”

લાવણ્યા તેની નજીક આવી. સિધ્ધાર્થ હવે નેહાની પાછળ આવીને ઉભો રહ્યો.

“નેહા....! તું સમજતી કેમ નથી....!” લાવણ્યા નેહાની જોડે ઉભી રહીને બોલી “જો વાત બહુ વધી ગઈ તો ....તો....!”

“લાવણ્યા ...! હું હેલ્પ કરીશને પણ...!” નેહાએ લાવણ્યાના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું “અને સિદ્ધાર્થ પણ હેલ્પ કરશે...!”

નેહાએ તેની પાછળ ઉભેલાં સિદ્ધાર્થ તરફ માથું કરીને કહ્યું.

“નેહા ....! હું તને હાથ જોડું છું....!” લાવણ્યા આજીજી કરવાં લાગી “તું ફોન મને આપી દે....મારું મન માનશે તો હું પોલીસ ફરિયાદ કરીશ...પ્લીઝ....!”

“સિધ્ધાર્થ ...!” નેહા પાછળ ફરી “તું આને કંઇક સમજાવને...!”

સિદ્ધાર્થ કેટલીક ક્ષણો સુધી લાવણ્યા સામે જોઈ રહ્યો પછી એક ઊંડો શ્વાસ ભરી બોલ્યો-

“જો એ જ કંઈ નાં કરવા માગતી હોય તો હું શું સમજાવું....!” સિધ્ધાર્થ ખભાં ઉછાળીને બોલ્યો અને ત્યાંથી ચાલવાં લાગ્યો પછી બહાનું કાઢતો હોય એમ બોલ્યો “એમ પણ....! હું તો હજી એને ઓળખતો પણ નથી....!”

“પ્રોબ્લેમમાં ફસાયેલી છોકરીની મદદ કરવા ઓળખ જરૂરી છે....!?” નેહા જઈ રહેલાં સિધ્ધાર્થને ઉદ્દેશીને મોટા અવાજે બોલી “આવા મોટા-મોટા બાવડાં ફુલાવી લેવાથી કંઈ મર્દ નાં થવાય....!”

“એની માને.....!” સિધ્ધાર્થ ઉભો રહ્યો પાછો તેમની તરફ ફરી મજાકીયા સ્વરમાં બોલ્યો “મર્દાનગીને ચેલેન્જ....એમ...!?”

નેહાએ રમતિયાળ સ્મિત કર્યું.

“All right...! બોલો શું કરવું છે...?” સિદ્ધાર્થે જાણે હાર માની લીધી હોય તેમ કહ્યું.

“નેહા ....! મારે કંઈજ નથી કરવું કીધુને....!” લાવણ્યાએ ફરીવાર કહ્યું.

“I got it લાવણ્યા...! હું બીજી રીતે એને સબક શીખવાડવાની વાત કરું છું...!” નેહા લાવણ્યા તરફ જોતાં બોલી.

“એટલે ....!?” લાવણ્યાએ પૂછ્યું.

“સિધ્ધાર્થ.....!” નેહાએ સિધ્ધાર્થ સામે જોયું “કોલેજમાં તારી પહોંચ કેટલી ઉંચી છે...?”

“ટ્રસ્ટી સુધી...!” સિદ્ધાર્થે સપાટ સ્વરમાં ટૂંકો જવાબ આપ્યો.

“ગ્રેટ....! તો એ બેય લફંગાઓને ....!”

“એક મિનીટ....! નેહા.....!” નેહા બોલવાં જતી હતી ત્યાં વચ્ચે લાવણ્યા બોલી પડી “સિધ્ધાર્થ ...! તું રેહવાંદે...!”

“પણ લાવણ્યા ...!” નેહા બોલવા જતી હતી ત્યાંજ ફરી લાવણ્યા બોલી પડી “તું રાકેશનો ફોન મને આપ ....! હું આવતીકાલે ટ્રસ્ટી સાહેબને મળીને બેયની કમ્પ્લેઇન કરીશ...ok....!”

લાવણ્યાએ ફોન લેવાં તેનો હાથ લાંબો કર્યો.

“આ છોકરી કેમ આવું બિહેવ કરે છે....!?” થોડીવાર સુધી નેહા ચુપચાપ લાવણ્યા સામે જોઈ રહી પછી કમને તેણે રાકેશનો ફોન લાવણ્યાની હથેળીમાં મુક્યો.

સિદ્ધાર્થને પણ થોડું આશ્ચર્ય થયું કે લાવણ્યા જેવી ભણેલી-ગણેલી છોકરી પોતાની સાથે થયેલાં આવાં વર્તન વિરુદ્ધ અવાજ ઉઠાવતાં કેમ ડરે છે?

“સિધ્ધાર્થ....!” નેહા હવે સિધ્ધાર્થને કેહવાં લાગી “પાર્ટી પૂરી થાય ત્યાં સુધી અમારી જોડે રઈશ....!? ખબર નહિ ઓલાં બેય જો ક્યાંક રાહ જોઈ રહ્યા હોય અને લાગ જોઇને ફરી ત્રાટકે...એમ પણ રાકેશનો ફોન હજી અમારી જોડે છે તો કદાચ એ લેવાં....!”

“હં..!” લાવણ્યા વિષે વિચારી રહેલાં સિદ્ધાર્થે હકારમાં માથું ધુણાવ્યું અને હૉલમાં જવાં તેમને વટાવી કોરિડોરમાં ચાલવા લાગ્યો.

સિદ્ધાર્થની પાછળ લાવણ્યા અને નેહા પણ ચાલવા લાગ્યાં.

“લાવણ્યા ...!” જતાં-જતાં નેહા બોલી “તારો ડ્રેસ તો ફાટી ગયો છે....!?”

ત્રણેય પાછાં કોરીડોરમાંજ અટકી ગયા. સિદ્ધાર્થે પાછાં ફરીને લાવણ્યા સામે જોયું.

લાવણ્યાએ તેનો ડ્રેસ ચેક કર્યો. વિશાલે તેનાં ડ્રેસનો આગળનો કમર ઉપરનો ભાગ ફાડી નાખ્યો હતો. લાવણ્યાની પીઠ હજી ઢંકાયેલી હતી.

“કઇ વાંધો નઈ....!” એટલું કહી લાવણ્યાએ પીઠ ઉપર પાછળના ભાગે બચેલો ડ્રેસનો વચ્ચેનો ભાગ ધીમે-ધીમે ફાડી નાખ્યો. હવે તેની ગોરી કમર નાભી સુધી ખુલ્લી થઈ ગઈ.

“કેવું લાગે છે ....!?” લાવણ્યાએ તેની કમર ઉપર હાથ મુકીને પહેલાં સિધ્ધાર્થ તરફ જોયું અને પછી તરત નેહા તરફ જોયું.

“ગૂડ....!” નેહાએ પરાણે ટૂંકો જવાબ આપ્યો.

“અનબિલીવેબલ.....!” મનમાં ની:સાસો નાંખી સિદ્ધાર્થકંઈ પણ બોલ્યા વિના આગળ ફરીને ચાલવાં લાગ્યો “આટલું થયાં પછી પણ એનાંમાં કોઈ ચેન્જ નઈ આવતો...!”

લાવણ્યાનાં એવાં બિહેવિયર વિષે વિચારતો-વિચારતો સિદ્ધાર્થ પાર્ટી હોલ તરફ ચાલવાં લાગ્યો.

“કોઈ રિસ્પોન્સ જ નઈ...!” લાવણ્યાએ મોઢું મચકોડયું અને મનમાં બબડી.

છેવટે નેહા સિદ્ધાર્થની પાછળ ચાલવાં લાગતાં લાવણ્યા પણ ચાલવાં લાગી.

પાર્ટી hallમાં ઘૂસતાં જ નેહા અને લાવણ્યાએ શક્ય હોય એટલાં સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કર્યો. નેહાનું મૂડ પાર્ટી એન્જોય કરવાનું નહોતું રહ્યું. સિધ્ધાર્થ માટે આ ઘટના કોઈ મોટી નહોતી. એ નોર્મલ જ હતો.

પાર્ટીમાં આવ્યા પછી નેહા અને લાવણ્યા બંને સોફ્ટ ડ્રીન્કના કાઉન્ટર પાસે રાખેલા ટેબલો ઉપર બેસી રહ્યા. સિધ્ધાર્થ તેમની જોડે એક બાજુ ઉભો રહ્યો. તે નવો હોવાથી કોલેજમાં તેનો કોઈ ખાસ મિત્ર નહોતો.



થોડીવાર પછી કંટાળો આવતાં સિદ્ધાર્થ પોતાનો મોબાઈલ કાઢી whatsappમાં વિકટને મેસેજ કરવાં લાગ્યો.

“ઓય...! શું કરે છે....!?” વિકટને મેસેજ કરી સિદ્ધાર્થ પોતાનાં whatsappમાં અન્ય મેસેજીસ ચેક કરવાં લાગ્યો.

“અમ્મ....! સિદ્ધાર્થ...! તું કોલેજનાં વાઈરલ ગ્રૂપમાં જોડાયો...!?” લાવણ્યાએ કાઉન્ટરનાં ટેકે ઉભેલાં સિદ્ધાર્થ સામે જોઈને પૂછ્યું.

“શું...! શેનું ગ્રૂપ...!?” સિદ્ધાર્થે તેનો ફોન મચેડતાં-મચેડતાં લાવણ્યા સામે જોયાં વિના ઔપચારિક સ્વરમાં કહ્યું.

“કોલેજનાં સ્ટુડન્ટ્સનું ગ્રૂપ....!” લાવણ્યા સ્ટૂલ ઉપરથી ઉતરીને સિદ્ધાર્થની નજીક સરકી “લાવ તારો મોબાઈલ નંબર આપ...!”

ઉત્સાહપૂર્વક લાવણ્યાએ સિદ્ધાર્થનો નંબર માંગ્યો.

“યુ મીન....! આ સામે જે બેનર લાગેલું છે એ ગ્રૂપમાંને...!?” સિદ્ધાર્થે હૉલની સામેની દીવાલ ઉપર લાગેલાં એક ફ્લેક્ષ બેનર તરફ જોઈને કહ્યું.

“કોલેજનાં “વાઈરલ ગ્રૂપ”નાં મેમ્બર બનવા માટે નીચે લખેલાં ગ્રૂપ એડમિન્સનાં નંબર ઉપર મેસેજ કરો....!”

લાવણ્યાએ કોલેજના વાઈરલ ગ્રૂપમાં જોડાવાં માંગતાં નવાં સ્ટુડન્ટ્સ માટે એવી ઇન્સટ્રક્શન લખેલું એક બેનર બનાવી હૉલની દીવાલ ઉપર લગાવડાવ્યું હતું. જેમાં તેણીએ વિશાલ, યશ જેવાં તેનાં બે-ત્રણ મિત્રો જેઓ લાવણ્યાની જેમ વાઈરલ ગ્રૂપનાં એડમીન હતાં તેમનાં નંબર લખ્યાં હતાં.

“હાં...હાં....! એ જ ગ્રૂપની વાત કરું છું....! લાવ તારો નંબર હું તને એડ કરી દઉં....!” લાવણ્યા એજરીતે ઉત્સાહથી બોલી.

“મને કોઈ રસ નથી હોં....આવાં વાઈરલ ગ્રૂપ-બુપમાં...!” સિદ્ધાર્થે તદ્દન ભાવવિહીન સ્વરમાં કહીને વાતજ ઉડાવી દીધી પાછો મોબાઈલમાં જોવાં લાગ્યો.

લાવણ્યા અવાચક થઈને સિદ્ધાર્થ સામે જોઈ રહી. તેને જાણે લાવણ્યામાં કોઈજ રસ નાં હોય એમ તે પોતાનાં મોબાઈલને મંતરતો રહ્યો. ઢીલી થઈ ગયેલી લાવણ્યા પાછી પોતાનાં સ્ટૂલ ઉપર બેસી ગઈ અને સિદ્ધાર્થ સામે વીલું મોઢું કરીને જોઈ રહી.

“તારે કંઈ ખાવું છે....!?” સિદ્ધાર્થ બીજી બાજુ ઉભેલી નેહાએ પૂછ્યું “ભૂખ બુખ લાગી હોય તો....!”

“હાં....ભૂખ તો લાગી છે....!” સિદ્ધાર્થ વિચારતો હોય એમ મનમાં બબડ્યો.

નેહા-સિદ્ધાર્થની વાત સાંભળી લાવણ્યા પણ વચ્ચે બોલી પડી-

“મને પણ ભૂખ લાગી છે....! પણ પાર્ટીમાં કંઈ ખાસ ખાવાનું નઈ રાખ્યું...! ખાલી સ્નેક્સ જ છે...!”

“હાં....! ખાલી ચીઝ કોર્ન રોલ....! અને સાદી સેન્ડવીચ...બસ....!” નેહા પણ સુર પુરાવીને બોલી.

સામે દેખાતાં ફૂડ કાઉન્ટર તરફ જોઈ રહી સિદ્ધાર્થ મોઢું બનાવી વિચારી રહ્યો.

“અમ્મ...આપડે ક્યાંક બા’ર જવું છે...! આઈ મીન....!” વિચારી રહેલાં સિદ્ધાર્થ સામે જોઈ લાવણ્યા બોલી “હું એક મસ્ત જગ્યાએ લઈ જવું....! જમવાનું સારું મલશે ત્યાં....!”

“નોપ....! હું બા’રનું ખાસ નઈ જમતો....!” લાવણ્યાના ઉત્સાહ ઉપર ઠંડુ પાણી રેડી દેતો હોય એમ સિદ્ધાર્થ બોલ્યો “મને ચીઝ કોર્ન રોલ ચાલશે....!”

એટલું કહીને સિદ્ધાર્થ ફૂડ કાઉન્ટર તરફ ચાલવાં લાગ્યો.

“આ છોકરો તો સે’જેય ભાવ નઈ આપતો...!” લાવણ્યાનું મોઢું ઉતરી ગયું અને ફૂડ કાઉન્ટર તરફ જઈ રહેલાં સિદ્ધાર્થ સામે જોઈને બબડી.

“ઓય....! તમે બેય જણા અહિયાં ખૂણામાં ઉભાં-ઉભાં શું કરો છો....!?” અચાનકજ અંકિતા “ટપકી” પડી અને બેયની આગળ આવીને ઉભી રહેતાં બોલી “ત્યાં રોનક બિચારો એકલો-એકલો ડાન્સ કરીને આપડા કૉલેજની ઈજ્જત બચાઈ રહ્યો છે....!”

“ઈજ્જત....!?” ઈજ્જત બચાવાની વાતથી નેહા અને લાવણ્યાએ એકબીજાંની સામે સૂચક નજરે જોયું.

“અરે આમ શું એકબીજાના મોઢાં તાકો છો....!?” અંકિતાની જોડે ઉભેલી ત્રિશા બોલી “પાર્ટીમાં ખાલી ઉભાં રે’વાં થોડી આયાં છે કંઈ....!?”

“તો શું....! આમ તો તું બવ ડાન્સ-ડાન્સ કરતી હોય છે..!” બીજી બાજુ ઉભેલી કામ્યા બોલી “એમાંય તું તો ઓર્ગેનાઈઝર છે પાર્ટીની....! ને અહિયાં ખુણામાં ઉભી રે’ એવું થોડી ચાલે....!”

“આ ચીઝ રોલ...!” ત્યાંજ સિદ્ધાર્થ આવીને ઉભો રહ્યો.

તેનાં બેય હાથમાં ચીઝ કોર્ન રોલ ભરેલા બે બાઉલ હતાં.

“ઓહ...! ભીડ વધી ગઈ....!” અંકિતા, કામ્યા, ત્રિશા સામે જોઈ સિદ્ધાર્થે નેહા સામે જોઇને કહ્યું.

“અરે વાહ મારાં માટે....!”

“ચીઝ રોલ યેસ્સ્સ....!” લાવણ્યા ખુશ થઈને બોલવાં જતી હતી ત્યાંજ અંકિતાએ અને આગળ વધીને સિદ્ધાર્થના એક હાથમાંથી બાઉલ લઈ લીધો.

“સખત ભૂખ લાગી’તી યાર....!” બોલતાં-બોલતાં ત્રિશાએ પણ સિદ્ધાર્થના બીજાં હાથમાંથી બાઉલ લઈ લીધો.

પ્રશ્નાર્થ ભાવે સિદ્ધાર્થે નેહા સામે જોયું.

“ઈટ્સ ઓકે....!” નેહાએ આંખના ઈશારા વડે અને સ્મિત કરીને જવાબ આપ્યો.

લાવણ્યા મોઢું વકાસીને બેયને ઈશારાથી વાતો કરતાં જોઈ રહી.

“હમ્મ...!મસ્ત છે....!” કામ્યાએ ચીઝ રોલ ખાતાં-ખાતાં કહ્યું.

ચીઝ રોલ ખાતાં-ખાતાં બધાં વાતોએ વળગ્યાં. હવે ગ્રુપ સિવાય અન્ય કેટલીક ગર્લ્સ પણ તેમની જોડે આવીને ઉભી રહી.

નવાં છોકરાં સિદ્ધાર્થને જોઇને કૉલેજની “પંકાયેલી” છોકરી મેઘાએ પોતાની આંખો નચાવી. લાવણ્યાની જેમજ મેઘાનું નામ પણ લફડેબાજ છોકરીઓમાં લેવાતું. જોકે લાવણ્યા અને મેઘાને ઉભે નહોતું બનતું.

“હેય...તું જીમ જાય છે નઈ....!?” સિદ્ધાર્થના ફોરઆર્મ ઉપર દેખાતી ઉપસેલી નસો જોઈને મેઘાએ સિદ્ધાર્થ સાથે વાત કરવાની તક ઝડપી અને તેની નજીક સરકી જઈ બોલવાં લાગી “સો હોટ હાં....!”

પહેલીવાર આ પ્રકારનો “ભાવ” મળતાં સિદ્ધાર્થને “ઓકવર્ડ” ફિલ થવાં લાગ્યું. તે મેઘાથી સહેજ છેટો ખસીને નેહા બાજુ ઉભો રહ્યો.

શરૂઆતમાં નેહાને પણ બાકીની ગર્લ્સની હાજરીથી અણગમો થયો. પણ પછી નેહાએ લાવણ્યાને “જેલસ” થતાં જોઈ. અન્ય ગર્લ્સને લીધે તેણીને જરા પણ એટેન્શન નહોતું મળી રહ્યું. આથી લાવણ્યા અકળાઈ ઉઠી હતી. એમાંય સિદ્ધાર્થ બીજી ગર્લ્સને ઔપચારિક પ્રતિભાવ આપતો હતો પણ લાવણ્યાની સામે જોવાની કે પછી તેની કોઈજ વાતનો રિસ્પોન્સ આપવાની એ દરકાર નહોતો કરતો એ જોઇને લાવણ્યા વધુ અકળાઈ ઉઠતી અને લાવણ્યાને અકળાયેલી જોઈ નેહા ખુશ થતી.

મેઘાની જેમ કોલેજની અન્ય કેટલીય છોકરીઓ સિધ્ધાર્થની જોડે આવતા-જતા ફલર્ટ કરવાનો પ્રયત્ન કરતી. સિધ્ધાર્થ હસતા મોઢે બધાને પ્રતિભાવ આપતો. આ બધું જોઈ રહેલી લાવણ્યા ખુબ અકળાતી. પોતે કોલેજની સૌથી સુંદર છોકરી હોવા છતાં સિધ્ધાર્થ તેને કોઈ ભાવ નહોતો આપતો અને કોલેજની અન્ય છોકરીઓ સામે જોઈને તે ઘણીવાર ઔપચારિકતા પૂરતું પણ સ્મિત જરૂર કરતો. લાવણ્યા સામે સરખું જોવાનું તો દૂર એ તેવું ઔપચારિક સ્મિત પણ નહોતો કરતો. આથી લાવણ્યાનો ઘમંડ ઘવાતો.

પાર્ટી દરમ્યાન સિધ્ધાર્થ ક્યારેક-ક્યારેક નેહા જોડે વાત કરી લેતો. લાવણ્યા તેમની વાતમાં સામેલ થવા પ્રયત્ન કરતી પણ સિધ્ધાર્થ કોઈ ભાવ નહોતો આપતો. આથી લાવણ્યા દર વખતે સમસમી જતી.

DJનાં લાઉડ મ્યુઝિકનાં શોર-બકોરમાં હૉલનાં ડાન્સ ફ્લોર ઉપર સ્ટુડન્ટ્સ ડાન્સ કરી રહ્યાં હતાં. સિદ્ધાર્થ કોઈ-કોઈવાર ડાન્સ કરી રહેલાં સ્ટુડન્ટ્સ સામે જોઈ લેતો અને પાછો પોતાનાં મોબાઈલમાં “ઘૂસી” જતો.

“ચાલ ડાન્સ કરીએ...!” સિદ્ધાર્થનું ધ્યાન પોતાની તરફ ખેંચવાંનો વધુ એક પ્રયત્ન કરતાં લાવણ્યાએ સ્ટૂલ ઉપરથી નીચે ઉતરીને સિદ્ધાર્થનું બાવડું પકડીને પૂછ્યું.

“હી...હી....! મઝાક કરે છે...!” સિદ્ધાર્થથી હસાઈ ગયું અને તેણે પોતાનાં બાવડાં ઉપર લાવણ્યાનો હાથ હટાવ્યો “મને ડાન્સ-બાન્સમાં કોઈ રસ નથી...!”

એટલું કહીને સિદ્ધાર્થ ત્યાંથી ચાલતો થઈ ગયો.

વધુ એકવાર અવાચક નજરે લાવણ્યા સિદ્ધાર્થને જતો જોઈ રહી.

“આ છોકરો પોતાને સમજે છે શું....!?” લાવણ્યાએ તેની જોડે એક બાજુ ઊભેલી નેહાને પુછ્યું.

નેહા એ વખતે પોતાનો મોબાઈલ મંતરી રહી હતી.

“હેં શું...!?” નેહાએ મોબાઈલમાંથી નજર ઉઠાવીને પૂછ્યું.

પાર્ટીનાં લાઉડ મ્યુઝિકમાં સાંભળી શકાય એટ્લે બંને થોડાં ઊંચા સ્વરમાં વાત કરી રહ્યાં હતાં.

“સિદ્ધાર્થની વાત કરું છું...!” લાવણ્યાએ ચિડાયેલાં સ્વરમાં કહ્યું.

“સિદ્ધાર્થ...!” નેહાએ લાવણ્યાની પાછળ જોયું “ક્યાં ગ્યો એ...!? મેં એને કીધું’તું કે આપડી જોડેજ રે’…! તો પણ આપડને મૂકીને જતો ‘ર્યો....!”

“હું એમ નઈ કે’તી...!” ઊંચાં સ્વરમાં લાવણ્યા ચિડાઈને બોલી

“તો...!?”

“કઈં નઈ છોડ...!” લાવણ્યાએ છેવટે મોઢું બગાડ્યું અને ઊંધું ફરીને સ્ટૂલની જોડે ઊભી થઈ ગઈ.

નેહા પાછી પોતાનો મોબાઈલ મંતરવા લાગી.

થોડીવાર પછી સિદ્ધાર્થ પાછો આવીને તેમની જોડે ઉભો રહ્યો. તે પણ જોકે મોબાઈલમાંજ લાગેલો હતો. પાર્ટી પત્યા સુધી તેમની વચ્ચે લગભગ કોઈજ વાતચીત ના થઈ.

***

“સિદ્ધાર્થ.....! તું અમને બેયને ઘરે મૂકી જાય છે ને..!?” પાર્ટી પત્યા પછી હૉલનાં એન્ટ્રન્સ પાસે ઊભેલી નેહાએ સિદ્ધાર્થને કૉલ કરીને પૂછ્યું.

નેહાએ સિદ્ધાર્થને ફોન કરતાં જોડે ઊભેલી લાવણ્યા નવાઈ પામીને તેણી સામે જોઈ રહી.

“અમે બેય એન્ટ્રન્સ પાસેજ ઊભાં છે....! હોં...!” નેહાએ એટલું કહીને ફોન કટ કર્યો.

“તારી જોડે સિદ્ધાર્થનો નંબર ક્યાંથી આયો...!?” લાવણ્યાએ એવાંજ આશ્ચર્યથી નેહા સામે જોઈ રહીને પૂછ્યું.

“મેં જ એની જોડે માંગ્યો ‘તો....!” નેહા સ્વાભાવિક સ્વરમાં બોલી.

“તો એણે તને નંબર આપી દીધો...!?” લાવણ્યાએ આશ્ચર્યથી આંખો મોટી કરીને પૂછ્યું.

“હાં….! કેમ....!?”

“મેં માંગ્યો...! તો મને ના આપ્યો...!?” નાનાં બાળકની જેમ ખોટું લાગ્યું હોય એમ લાવણ્યા રડું-રડું થઈ ગઈ અને મનમાં બબડી.

“આજે જે થયું...! એ પછી મને લાગ્યું કે આપડે એકલાં ઘેર જઈએ એ સેફ નથી....!” નેહા બોલી “એટ્લે મેં જ એને રિકવેસ્ટ કરી’તી....!”

ત્યાંજ સામે પૉર્ચમાં કારનાં હોર્નનો અવાજ સંભળાયો.

લાવણ્યા અને નેહાએ એ તરફ જોયું. એ સિદ્ધાર્થનીજ બ્લેક BMW કાર હતી. કારની પાછલી સીટનો દરવાજો ખોલીને સિદ્ધાર્થ નીચે ઉતર્યો.

“ચલ....!” નેહા લાવણ્યાનો હાથ પકડીને હૉલનાં પ્લેટફોર્મનાં પગથિયાં ઉતરવાં લાગી.

કાર પાસે ઉભેલાં સિદ્ધાર્થને જોતી-જોતી લાવણ્યા તેણીની પાછળ દોરવાઈ.

“સિદ્ધાર્થ અમારી બેયની વચ્ચે તો નઈ બેસે....!” પગથિયાં ઉતરતાં-ઉતરતાં લાવણ્યાએ સિદ્ધાર્થ સામે જોઈને મનમાં વિચાર્યું “પહેલાં નેહા બેસે....પછીજ હું બેસીસ.... અને પછી....સિદ્ધાર્થ..!”

બંને જેવાં કાર પાસે પહોંચ્યાં, કારનાં દરવાજા પાસેથી ખસીને સિદ્ધાર્થે દરવાજો ખોલ્યો.

“પે’લ્લાં...તું બેસ....! પછી હું બેસું...!” સિદ્ધાર્થની જોડે બેસવાં મળે એ માટે લાવણ્યાએ નેહાને પહેલાં બેસવાંનું કહ્યું.

નેહાએ હકારમાં માથું ધૂણાવી દીધું અને નીચાં નમીને કારની પાછલી સીટમાં બેસવાં લાગી.

“સિદ્ધાર્થ...! ચ...!” ખુશ થતાં-થતાં લાવણ્યાએ સિદ્ધાર્થ સામે જોયું અને કઈંક બોલવાજ જતી હતી ત્યાંજ પોતાનો મોબાઈલ મંતરતો-મંતરતો સિદ્ધાર્થ કારનો આગલી સીટનો દરવાજો ખોલીને અંદર બેસવાં લાગ્યો.

વીલું મોઢું કરીને લાવણ્યા ત્યાંજ ઊભાં-ઊભાં સિદ્ધાર્થને આગલી સીટમાં બેસતો જોઈ રહી.

“આ છોકરો તો જો...!” લાવણ્યા ફરીવાર રડું-રડું થઈ ગઈ “કેવું કરે છે...! સામું પણ નઈ જોતો...!”

“લાવણ્યા....!” પાછલી સીટમાં બેઠેલી નેહાએ નીચાં નમીને લાવણ્યાને કહ્યું “ચલ બેસ હવે..!”

લાવણ્યા સિદ્ધાર્થ સામે બે ઘડી જોઈ રહી. આગલી સીટમાં બેઠો-બેઠો તે હજીપણ પોતાનો મોબાઈલ જોઈ રહ્યો હતો.

છેવટે પોતાની ફીલિંગ્સ કંટ્રોલ કરીને તે પાછલી સીટમાં નેહા જોડે બેઠી. સીટમાં બેસીને તેણીએ દરવાજો બંધ કર્યો.

“મારું અને લાવણ્યાનું ઘર એકજ સોસાયટીમાં છે....!” નેહા આગલી સીટમાં બેઠેલાં સિદ્ધાર્થને કહ્યું.

“હાં....સારું....!” સિદ્ધાર્થ બોલ્યો અને પછી તેની કારના ડ્રાઈવરને કહેવાં લાગ્યો “જોધપુર લઈલો....!”

“તને કેમની ખબર અમે જોધપૂર રઈએ છે....!?” લાવણ્યાએ નવાઈપૂર્વક પૂછ્યું.

“મેં કીધું....!” સિદ્ધાર્થ બોલે એ પહેલાંજ નેહાએ કહ્યું.

“ઓહ....!” લાવણ્યાએ પાછું સિદ્ધાર્થ સામે જોયું “તો તું ક્યાં રે’ છે....!?”

“ઘરમાં....!” સિદ્ધાર્થે સહેજ રૂડ સ્વરમાં પોતાનાં ફોનમાં જોઈ રહીને કહ્યું.

લાવણ્યાને ખોટું લાગી જતાં તે સિદ્ધાર્થ સામે ચિડાઈને જોઈ રહી.

“સિદ્ધાર્થ...!?” નેહાએ સિદ્ધાર્થ ઉપર છણકો કર્યો.

એક હળવું સ્મિત કરીને સિદ્ધાર્થે પાછું જોયું –“આઈ મીન....! હું સેટેલાઈટ રઉ છું....!”

“એ આજ ગ્રહ ઉપર છે....! કે બીજાં….!?” હવે ચિડાયેલી લાવણ્યાએ ટોંન્ટ માર્યો.

“હાં....હાં...હાં....!” સિદ્ધાર્થ હસી પડ્યો અને માથું ધૂણાવીને આગળ જોઈ રહ્યો.

નેહા પણ મલકાઈ રહી.

“લાવણ્યા...! તું શ્યોર એ લોકોની કમ્પ્લેઇન નઈ કરવાં માંગતી...!?” નેહાએ પૂછ્યું.

લાવણ્યાએ સંકોચપૂર્વક કાર ડ્રાઈવ કરી રહેલાં ડ્રાઈવર સામે જોયું પછી મોબાઈલ મંતરી રહેલાં સિદ્ધાર્થ સામે અને પછી છેવટે નેહા સામે જોઈ નકારમાં માથું ધુણાવ્યું.

“અમ્મ...હું હજી વિચારું છું....શું કરું ...એમ...!?” સિદ્ધાર્થનું ધ્યાન પોતાની બાજુ ખેંચવા લાવણ્યા સહેજ મોટેથી બોલી.

છતાંય સિદ્ધાર્થ પોતાનાં મોબાઈલમાં “ઘૂસેલો” રહ્યો.

“સિદ્ધાર્થ....! અ...તું શું સજેસ્ટ કરે છે....!?” લાવણ્યાએ છેવટે તેનું ધ્યાન ખેંચવા તેને સીધુંજ પૂછી લીધું.

“હેં....શું....!?” સિદ્ધાર્થે પોતાનાં મોબાઈલમાંથી નજર હટાવી પૂછ્યું પછી બોલ્યો “હું થોડો બીઝી છું હોં...!”

એટલું કહીને સિદ્ધાર્થ પાછો પોતાનાં મોબાઈલમાં પાછો લાગી ગયો. લાવણ્યાનું મોઢું ફરીવાર ઉતરી ગયું.

“રોનકે મસ્ત ડાન્સ કર્યો નઈ....!?” થોડીવાર પછી નેહાએ પૂછ્યું.

“હમ્મ...!” સિદ્ધાર્થનાં ઇગ્નોરન્સભર્યા બિહેવિયરને સમજવા મથી રહેલી લાવણ્યાએ આગલી સીટમાં બેસી મોબાઈલ મંતરી રહેલાં સિદ્ધાર્થ સામે જોઈ હુંકારો ભર્યો.

ત્યાર પછી છેક સિધ્ધાર્થ તેની કારમાં લાવણ્યા અને નેહાને તેમનાં ઘરે ડ્રોપ કરી ગયો. આ દરમ્યાન તેઓની વચ્ચે એકબીજાની ઓળખાણ કરવા જેવી ઔપચારિક વાતો અને પાર્ટીમાં વિશાલ જોડે જે ઘટના ઘટી તેને લગતી વાતો થઇ. જોકે સિદ્ધાર્થ મોટેભાગે નેહાની જોડેજ વાત કરતો અને તેનેજ પ્રતિભાવ આપતો. લાવણ્યાને સિધ્ધાર્થ મોટેભાગે ઇગ્નોરજ કરતો રહેતો. આથી લાવણ્યા અકળાઈ ઉઠતી, પણ પોતાનાં ચેહરા ઉપર આવી જતાં ભાવો તે છુપાવતી.

“બસ...બસ...અહિયાંજ ઊભી રાખો...!” પાછલી સીટમાં બેઠેલી નેહાએ તેમની સોસાયટી આવી જતાં આગળ બેઠેલાં સિદ્ધાર્થને કહ્યું “આજ સોસાયટી છે....!”

કારના ડ્રાઈવરે સોસાયટીના ગેટ આગળ નાકે કાર ધીમી કરીને ઊભી રાખી. કારની આગલી સીટમાંથી પહેલાં સિદ્ધાર્થ ઉતર્યો. લાવણ્યા અને નેહા પણ કારમાંથી ઉતાર્યા.

કારમાંથી ઉતરી બીજી બાજુથી આવીને નેહા સિદ્ધાર્થ અને લાવણ્યાની જોડે ઊભી રહી.

“જો...! ઓલું જે દેખાય છે....!” નેહાએ સોસાયટીનાં નાકે કોર્નર પાસેના એક ઘર સામે આંગળી ચીંધીને કહ્યું એ મારું ઘર છે...!”

“હમ્મ....!” સિદ્ધાર્થ હુંકારો ભર્યો.

“અમ્મ...મારું ઘર થોડું અંદર છે...!” લાવણ્યાએ સિદ્ધાર્થ સામે જોઈ રહીને કહ્યું.

એક નજર લાવણ્યા સામે નાંખી સિદ્ધાર્થે ઔપચારિક સ્મિત કર્યું અને પાછું નેહા સામે જોયું.

“સારું....તો.....ગૂડ નાઈટ....!” સિદ્ધાર્થ બોલ્યો અને કારની આગલી સીટનો દરવાજો ખોલ્યો.

“કેમ....!? ઘરે નઈ આવે...!?” લાવણ્યાએ આગ્રહપૂર્વક કહ્યું.

“હું હજી સરખું ઓળખતો પણ નઈ...!”

“તો....!?” લાવણ્યા આંખો મોટી કરીને બોલી “છોકરીઓ અમે છીએ...! અમારે તને ઘરે બોલવાતા ડરવાનું હોય કે તારે...!?”

“અરે...! આઈ મીન બવ લેટ થઈ ગ્યું છે...! પછી ક્યારેક...!” સિદ્ધાર્થે પરાણે જવાબ આપ્યો અને દરવાજો વધુ ખોલીને અંદર બેસી ગયો.

લાવણ્યા અને નેહા બંને તેને કારની વિન્ડોના કાંચમાંથી જોઈ રહ્યાં.

તેનાં બેઠાં પછી ડ્રાઈવરે કાર ગિયરમાં નાંખીને ચલાવી દીધી.

“ચાલ...! હવે...! આપડે પણ જઈએ...!” નેહા બોલી અને સોસાયટીના ગેટ તરફ ચાલવાં લાગી.

લાવણ્યાએ ત્યાંજ ઊભાં રહીને સેટેલાઈટ રોડ તરફ જઈ રહેલી સિદ્ધાર્થની કારની પાછલી લાઈટ્સ સામે કેટલીક ક્ષણો જોયે રાખ્યું પછી તે પણ સોસાયટીના ગેટ તરફ ચાલતી થઈ.

“કાલે મલીએ....!” પોતાનાં ઘરનાં કમ્પાઉન્ડનાં ગેટને ખોલતાં-ખોલતાં નેહાએ આવી રહેલી લાવણ્યાને કહ્યું “ગૂડ નાઈટ...!”

“હાં....ગૂડ નાઈટ...!” અટક્યાં વગર લાવણ્યાએ પણ નેહાને વિશ કરી દીધું અને પોતાનાં ઘર તરફ જવાં લાગી.

સોસાયટીમાં નેહાના ઘરથી થોડે અંદર આવેલાં પોતાનાં ઘર તરફ જઈ રહેલી લાવણ્યાની પીઠ તરફ નેહા તાકતી રહી. પોતાનાં ઘરના ઝાંપા આગળ ઉભાં-ઉભાં તે લાવણ્યાને જતાં રહી. આરવની જોડે અને પોતાની જોડે જે કંઈ પણ થયું તેનાં માટે લાવણ્યાને બ્લેમ કરતી નેહાને આજે લાવણ્યા સાથે જે થયું તેનાં લીધે તેણી ઉપર દયા આવી ગઈ હતી. આમ છતાં, જયારે લાવણ્યાએ વિશાલ અને રાકેશ વિરુદ્ધ કમ્પ્લેઇન કરવાની ના પાડી, તો નેહા અકળાઈ ઉઠી હતી.

લાવણ્યા વિષે વિચારતાં-વિચારતાં નેહા પોતાનાં ઘરના કમ્પાઉન્ડનો ઝાંપો ખોલીને અંદર જતી રહી.

***

ઘરે આવ્યા પછી લાવણ્યા સીધી તેનાં બેડરૂમમાં જઈ ફ્રેશ થઈ.

બેડ ઉપર આરામથી પડ્યાં-પડ્યાં તે ક્યાંય સુધી સિદ્ધાર્થ વિષે વિચારતી રહી.

પાર્ટીમાં જ્યારે તે આવ્યો ત્યારથી લઈને છેક ઘરે મૂકવા આવ્યાં સુધીનાં દરેક દ્રશ્યો તેની આંખો સામે દેખાતાં રહ્યાં. સિદ્ધાર્થનું ઇગ્નોરન્સ ભર્યું બિહેવિયર યાદ આવી જતાં લાવણ્યાનો ચેહરો પહેલાં ગુસ્સાંથી લાલ થઈ ગયો પણ કેટલીક ક્ષણો બાદ તેણીનું મૂડ ઑફ થઈ ગયું. સિદ્ધાર્થ શા માટે તેણીને ઈગનોર કરે છે એ વાત લાવણ્યાને હજી નહોતી સમજાતી.

પોતે કોલેજની ક્વિન કે બ્યુટી ક્વિન છે એવાં ઘમંડમાં તે હમેશાં રાચતી અને વિશાલ જેવાં છોકરાંઓ જે તેણીની આસપાસ લાળ ટપકાવતાં ફરતાં, એ લોકો કાયમ લાવણ્યાનો એ ઘમંડ પંપાળતા અને તેણીને ક્વિન હોવાનો અહેસાસ કરાવતાં. તે કોલેજમાં આવી ત્યારથી લગભગ કોલેજનાં મોટાભાગનાં બોયઝની તે “ડ્રીમ ગર્લ” હતી. લાવણ્યાને ખુશ કરવાં, તેણી સાથે ફ્રેન્ડશીપ કરવાં કે તેણીને ગર્લફ્રેન્ડ બનાવા કેટલાંય છોકરાઓ તેને મોંઘી ગિફ્ટ્સ વગેરે આપતાં. આવાં કેટલાંય છોકરાઓને લાવણ્યા ટટળાવતી અને પોતાની પાછળ-પાછળ ફેરવતી. પણ સિદ્ધાર્થનાં કિસ્સાંમાં આવું કશુંજ નહોતું થયું. છોકરાઓનાં મોઢે પોતાની સુંદરતાંનાં વખાણ સાંભળવાં ટેવાયેલી લાવણ્યા માટે એ સમજવું અઘરું હતું કે જ્યારે સિદ્ધાર્થ કરતાં પણ વધુ દેખાવડાં છોકરાંઓ તેણીની પાછળ-પાછળ ફરતાં હોય, તો સિદ્ધાર્થ શા માટે તેણીને “ભાવ” નથી આપતો.

લાવણ્યાની જાણે ઊંઘ ઊડી ગઈ હોય તેમ તે બેડમાં આમતેમ પડખાં ફેરવતી રહી અને વિચારતી રહી. વિશાલ અને રાકેશની છેડતી બાદ જ્યારે સિદ્ધાર્થે તેણીની હેલ્પ કરી હતી, ત્યારે પણ સિદ્ધાર્થનું વર્તન એવુંજ ઇગ્નોરન્સ ભર્યું રહ્યું હતું.

“અરે હાં....!” છેડતીવાળી વાત યાદ આવી જતાં લાવણ્યાએ બેડ ઉપર એકબાજુ પડેલો રાકેશનો ફોન હાથમાં લીધો અને ફોનનું બટન દબાવ્યું.

“ફોને” આંકડાવાળો પાસવર્ડ “માંગ્યો”.

લાવણ્યાએ હવે પોતાનો ફોન હાથમાં લીધો અને વિશાલને ફોન જોડ્યો. બે-ત્રણ રીંગ વાગ્યા પછી વિશાલે ફોન ઉઠાવ્યો.

“સવારે મળજે....!? “ વિશાલે ફોન ઉઠાવતાં લાવણ્યાએ ઠંડા કલેજે કહ્યું.

“ક્યાં...!?” વિશાલે પૂછ્યું

“S G highway વાળી ખેતલાપા....!” લાવણ્યાએ એટલું કહીને ફોન કાપી નાખ્યો. તેનાં મોઢા ઉપર એક નાનકડું કુટલી સ્મિત આવી ગયું.

જે “બન્યું” તે અંગે વિચારતી-વિચારતી તે સુવાં લાગી.

****

“મને તો એજ નઈ સમજાતું કે આ છોકરીએ એ બેયની અગેઈન્સ્ટ કમ્પ્લેઇન કરવાની નાં કેમ પાડી....!?” સિદ્ધાર્થ સાથે નેહા ફોન પર વાત કરી રહી હતી.

ઘરે પહોંચીને સિદ્ધાર્થે નેહાને ફોન કર્યો હતો.

“આટલી ગંદી હરકત તેની જોડે કર્યા પછી પણ એણે કમ્પ્લેઇન કરવાની નાં પાડી....!?” નેહા આગળ બોલી.

પોતાનાં રૂમની બાલ્કનીમાં આંટા મારી રહેલો સિદ્ધાર્થ હવે નેહાની એકની એક વાતથી કંટાળ્યો હતો. મોડી રાતે સિદ્ધાર્થે નેહા સાથે વાત કરવાં માટે કોલ કર્યો હતો. પણ છેલ્લાં લગભગ અડધો કલ્લાકથી નેહા લાવણ્યા વિષેની એકની એક વાત કરેજ જતી હતી. લાવણ્યાએ કમ્પ્લેઇન શા માટે ના કરી એ વિષે તે વારેઘડીએ સિદ્ધાર્થને પૂછ્યા કરતી હતી.

“તને શું લાગે છે....!?” નેહાએ વધુ એક વખત પૂછ્યું.

“તું મને શું કામ પૂછે છે ક્યારની....!?” સિદ્ધાર્થ સહેજ ચિડાયો “એકની એક વાત કેટલીવાર કઉ યાર.....! મને એ છોકરીમાં કે એની કોઈ વાતમાં ઈંન્ટરેસ્ટ નઈ યાર....!”

“અરે કેમ...!? ઈંન્ટરેસ્ટ નઈ એટલે...!?”

“તું મને એમ કે’....! તને એની હેલ્પ કરવામાં આટલો ઈંન્ટરેસ્ટ કેમ છે...!?” સિદ્ધાર્થે પૂછ્યું “તને તો એ નઈ ગમતી ને...!?”

“એ વાત અલગ છે....! પણ કોઈ છોકરી જોડે આવું બિહેવ કરે એ મને ના ગમેં....!” નેહા બોલી “ભલેને પછી એ લાવણ્યા હોય....! તે પણ એટલેજ તો એને બચાવીને....!”

“હાં...! એટલેજ બચાવી...!”

“તો પછી....!? એની હેલ્પ કરવામાં શું વાંધો છે...!?”

“વાત એ નથી નેહા....! તું સમજતી કેમ નઈ....!?” સિદ્ધાર્થ સમજાવાના સુરમાં બોલ્યો “જેમ કોઈ માણસને પાંજરાથી પ્રેમ થઈ ગયો હોય....એવાંને આઝાદીનું મૂલ્ય સમજાવાનો કોઈ અર્થ નથી....! એવીજ રીતે...! જે વ્યક્તિ પોતેજ પોતાની માટે લડવા નાં માંગતું હોય એનાં માટે કોઈ બીજું કેવીરીતે લડી શકે....!?”

પોતાનાં બેડ ઉપર પડે-પડે સિદ્ધાર્થ સાથે વાત કરી રહેલી નેહા વિચારી રહી.

“તું જ કે’તી’તીને...! કે એ બધાં રખડેલ છોકરાઓની જોડે સિગારેટો ફૂંકતી હોય છે...! અને એ બધાં એને જ્યાં ત્યાં ટચ કરતાં હોય છે....! તોય એને કોઈ પ્રોબ્લેમ નથી હોતી...!?”

સિદ્ધાર્થની વાત નેહા સાંભળી રહી. નેહાએ ઘણીવાર કૉલેજ આવતાં-જતાં લાવણ્યાને કોમર્સ છ-રસ્તા પાસે આવેલાં પાનના ગલ્લાં પાસે લાવણ્યાને વિશાલ, યશ, પાર્થ જેવાં લુખ્ખા છોકરાઓ સાથે સિગરેટો ફૂંકતા જોઈ હતી. નેહાની સામે હવે એ લાવણ્યાના એ દ્રશ્યો તરવરી ઉઠ્યા.

વિશાલ, પાર્થ વગેરે જોડે “હા-હાં...હી..હી” કરતી લાવણ્યા તેમની જોડે ઉભાં રહી સિગરેટો ફૂંકતી અને એ લોકો લાવણ્યાને જ્યાં-ત્યાં અડપલાં કરતાં. નશેડી લાવણ્યા તેમની આવી હરકતોને હસી મજાક ગણી અવગણતી. કોઈવાર લાવણ્યાની ખુલ્લી કમર ઉપર ચૂંટલો ખણવો તો કોઈવાર તેની જાંઘો ઉપર થાપ મારવી. તેઓ વલ્ગર કહી શકાય તેવી મસ્તી લાવણ્યા સાથે જાહેરમાં કરતાં. નેહાએ ઘણીવાર લાવણ્યાને આ બાબતે ટોકી જોઈ હતી. જોકે ઘમંડી અને તોછડી લાવણ્યાએ ક્યારેય નેહાને સીધો જવાબ નહોતો આપ્યો.

“જો એને જ એવી મસ્તી ગમતી હોય....! તો પછી કોઈ એમાં શું કરે....!?” સિદ્ધાર્થ આગળ બોલ્યો અને નેહા જાણે એ દ્રશ્યોમાંથી બહાર આવી.

“પ..પણ....સિદ્ધાર્થ...! એ એની મરજીથી એવું બિહેવ કરવાં દે એ વાત અલગ છે....!” નેહા દલીલ કરતાં બોલી “આજે એની મરજી ન’તીને....!”

“મરજી ન’તી....કે પછી મૂડ ન’તું.....!?”

તલવારની તીખી ધાર જેવાં સિદ્ધાર્થનાં ધારદાર પ્રશ્નથી મૂંઝાઈ ગયેલી નેહા શૂન્યમનસ્ક થઈ ગઈ. પોતાનાં બેડમાંથી ઉભાં થઈ ફોન કઈને માંડી રાખી તે હવે બાલ્કનીમાં આવી. બાલ્કનીની બહાર સોસાયટીની સામેના રોડ સામે તે શૂન્ય મનસ્ક તાકી રહી. સિદ્ધાર્થનાં પ્રશ્નનો જવાબ તે મેળવવાં મથી રહી.

“મરજી ન’તી....કે પછી મૂડ ન’તું.....!?”

“મરજી ન’તી....કે પછી મૂડ ન’તું.....!?”

****

“S I D D H A R T H”

Jignesh

instagram@sid_jignesh19