ભાગ - ૬
આગળના ભાગમાં આપણે જાણ્યું કે,
રમણીકભાઈ, તેમની મૃતક માતાના બે અધૂરા સપના પુરા કરવાની જવાબદારી, શીવાભાઈ સરપંચને સોંપે છે.
રમણીકભાઈની, તેમની મૃતક માતા પ્રત્યેની આ લાગણી અને ઉત્સુકતા જાણી,
બીજા દિવસે સવારેજ, સરપંચ શીવાભાઈ,
તેમના મિત્ર ભીખાભાઈ દ્વારા, સ્કૂલનાં ઓડીટોરીયમના કામ માટે, શક્ય એટલા ઝડપી એમના કોન્ટેક્ટમાં હોય તેવા, કોઈ કોન્ટ્રાકટરને મળવા બોલાવે છે.
ફોનમાં ભીખાભાઈએ કોન્ટ્રાકટરને અર્જન્ટ મળવા આવવા જણાવ્યું હોવાથી,
બપોર થતાં સુધીમાં તો કોન્ટ્રાકટર તેજપુર ગામમાં સરપંચના ધરે આવી પહોંચે છે.
જેવો કોન્ટ્રાકટર શિવાભાઈના ઘરે પહોંચે છે, કે તુરંત,
સરપંચ શીવાભાઈ, એ કોન્ટ્રાકટરની સાથે-સાથે
રમણીકભાઈ અને ભીખાભાઈને લઈને તેઓ સ્કૂલ પર જવા નીકળે છે.
ભીખાભાઈએ, ગામની સ્કૂલમાં ઓડીટોરીયમ બનાવવા માટેની અડધી વાત તો કોન્ટ્રાકટરને, પહેલેથી જ ફોનમાં કરી હતી, અને કોન્ટ્રાકટરને બાકીની અડધી માહિતી શીવાભાઈ રસ્તામાંજ સમજાવે છે.
બસ આ રીતે,
ઓડીટોરીયમનાં બાંધકામની ચર્ચા કરતા કરતા, તેઓ સ્કૂલ પર પહોંચે છે.
કોન્ટ્રાકટર સ્કૂલનું મેદાન જોઈ, સ્કૂલમાં બાળકોની સંખ્યા જાણીને, એ સ્કૂલનાં મેદાનમાં,
ઓડીટોરીયમ કેવડું હોવું જોઈએ ?
કેવું હોવું જોઈએ ? ને
સ્કુલના મેદાનના કયા ભાગમાં એ બનાવવું ?
એ માટેના બે થી ત્રણ પ્રસ્તાવ આપે છે.
એ ત્રણ પ્રસ્તાવમાંથી, એક પ્રસ્તાવ નક્કી થઈ જતાં,
કોન્ટ્રાકટર, એ ભાગનું માપ લઈ, સફેદ પટ્ટા પાડી, મોટું-મોટું એસ્ટીમેટ કાઢે છે.
ઓડીટોરીયમ બનાવવાનો અંદાજીત એસ્ટીમેટનો આંકડો, લગભગ પચાસથી સાઈઠ લાખ રૂપિયાનો આવે છે.
ઓડીટોરીયમનું કામ ઝડપી કરવાની વાત જાણી,
કોન્ટ્રાકટર એસ્ટીમેટ આપી, અને જેવી સીતાબહેનની બારમા-તેરમાની વિધિ પૂરી થાય કે, તુરંત
બીજા દિવસથી કામ ચાલુ કરાવવાનું કહીને, ત્યાંથી નીકળી જાય છે.
આજે સીતાબહેનનું બેસણું છે.
બેસણામાં, ગામ લોકોની સાથે-સાથે, સગાવ્હાલા તેમજ નંદની પણ તેના પતિ સાથે આવી છે.
તેમજ, મુંબઈથી રમણીકભાઈના ધંધાદારી મીત્રો પણ મોટી સંખ્યામાં આવ્યા છે.
રમણીકભાઈના મુંબઈના એ મિત્રો,
જ્યારે સીતાબહેનની છેલ્લી ઈચ્છાઓ વિશે, તેમજ રમણીકભાઈ તેમનાં મમ્મીની એ ઈચ્છાઓ પૂરી કરવા જઈ રહ્યા છે, એ વાત તેઓ જ્યારે જાણે છે,
ત્યારે એ લોકો પણ, આ શુભ કામના ભાગીદાર થવાની તૈયારી બતાવે છે.
બેસણાને લગભગ આઠેક દિવસ વીતતા, અને આજે
બારમા-તેરમાંની વિધિ પૂરી થતાં,
એજ દિવસે રાત્રે, રમણીકભાઈ તેમના પત્ની, અવિનાશ અને વિનોદ, ચારેય આજે રાત્રે મુંબઈ પરત ફરવાના હોવાથી, રમણીકભાઈ, આગળનાં કામકાજ અંગે વાતચીત કરવા માટે શીવાભાઈને મળે છે.
રમણીકભાઈ :- ચાલો કાકા, અમે લોકો હમણાં મુંબઈ જવા નીકળીએ છીએ, તમે કાલથી પેલું ઓડીટોરીયમનું કામકાજ ચાલુ કરાવી દેજો, અને હાલ
હું આ પાંચ લાખ રૂપિયા તમને આપતો જાઉં છું, લો આ તમારી પાસે રાખો, અને બાકીના રૂપિયા પણ હું બે ચાર દિવસમાંજ, અવિનાશ અને વિનોદ સાથે મોકલાવું છું.
તમને મારી ક્યાંય પણ, ક્યારેય પણ, કોઈ જરૂર પડે તો તમે મને ગમે ત્યારે જાણ કરજો.
શિવાભાઈ :- રમણીક, બેટા તું એની બિલકુલ ચિંતા ના કરીશ, હું પૂરેપૂરું ધ્યાન આપી, સીતાબહેનના સપનાને સમય પર અને સારી રીતે, એમના આત્માને શાંતિ મળે, એ રીતે એમનું સપનું સાકાર કરવાની તને ખાતરી આપુ છું, આ બાબતને લઈને, તુ નિશ્ચિંત થઈ જા.
તુ અહીંના કામકાજની જરાય ચીંતા ના કરીશ.
રમણીકભાઈ, શીવાભાઈના હાથમાં પાંચ લાખ રૂપિયા રોકડા આપે છે.
ત્યાં સુધીમાં,
અવિનાશ અને વિનોદ પણ આવી જતા,
એ લોકો ભુપેન્દ્રની જીપમાં રાત્રે જ મુંબઈ જવા રવાના થાય છે.
બીજા દિવસે સવારે, વાત થયા મુજબ, પેલો કોન્ટ્રાકટર બે ત્રણ મજૂરને લઈને, શીવાભાઈ સરપંચના ઘરે પહોંચે છે.
અત્યારે સરપંચના ઘરમાં કોઈ વાતને લઈને, ગરમા ગરમી ચાલી રહી છે.
શીવાભાઈ ખૂબજ ઊંચા અવાજે, કોઈને વઢી રહ્યા છે.
કોન્ટ્રાકટર ને પણ પછી થી ખબર પડી કે,
શિવાભાઈ તેમના દીકરા, જીગ્નેશ ને વઢી રહ્યા હતા.
વાત એમ હતી કે,
જીગ્નેશે, કાલે રાત્રે રમણીકભાઈ જે પાંચ લાખ રૂપિયા રોકડા આપીને ગયા હતા, તેમાંથી તેણે તેનાજ ઘરમા ચોરી કરી હતી, ને તેની જાણ સરપંચને થતા, તેઓ તેમના જુગારી દિકરા જીગ્નેશને ધમકાવી રહ્યા હતાં.
વધુ ભાગ સાતમાં