Ek Poonamni Raat - 77 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત પ્રકરણ : 77

Featured Books
Categories
Share

એક પૂનમની રાત પ્રકરણ : 77

એક પૂનમની રાત

પ્રકરણ : 77

દેવાંશ ડો ખુરાનાસરને અસ્ખલિત રીતે રીપોર્ટીંગ કરી રહેલો બધાની નજર દેવાંશ તરફ હતી અને શાંતિથી સાંભળી રહેલાં અને દેવાંશે આગળ જે કીધું બધાની આંખો આષ્ચર્યથી પહોળી થઈ ગઈ. દેવાંશે કહ્યું સર આપ આખા ભારતનાં ખૂણે ખૂણે મુલાકાત લઇ સંશોધન કરી અમારાં સૌ માટે એક માહિતીનો ખજાનો પ્રસ્તુત કરેલો છે જે અહીં ડિપાર્ટમેન્ટમાં જનરલ રૂપે અમારી પાસે છે અમે એનાં અભ્યાસ કરીને ભણયા છીએ. સર અહીંની લોકલ લાઈબ્રેરીમાં પણ એક પુરાત્વ પુસ્તકમાં પૌરાણીક સ્થાપત્ય સાથે પૌરાણીક લિપિઓમાં મંત્રો અને ઋચાઓ છે એ પણ ખુબ તાકિર્ક અને પ્રભાવશાળી છે અને મારી અને વ્યોમાની સ્થળોની મુલાકાત દરમ્યાન અમને અગોચર શક્તિઓનો સામનો કરવો પડ્યો છે અને...

દેવાંશ આગળ બોલે પહેલાં ડો ખુરાના એ ઉભા થઈને કહ્યું દેવાંશ વેલડન તેં અત્યાર સુધી જે કંઈ કીધું મેં સાંભળ્યું મને જેવી વ્યક્તિની જરૂર હતી એ આજે મને મળી ચુકી છે અહીંથી પૌરાણીક સ્થાપત્યની જે આગળ કાર્યવાહી છે એ મારાં માગ્દર્શન મારાં સહકાર અને તમારી ટીમ સાથે હું પણ હાજર રહીશ મને લાગે છે મારાં અનુભવોનાં નીચોડમાં આ કોઈ યશસ્વં કલગી તરીકે બહાર આવશે એવું લાગે છે.

મી. કમલજીતનો મારી સાથેનાં કોમ્યુનિકેશનમાં સતત મને કુતુહલ અને જીજ્ઞાસા રહી હતી હું એમને અનેક પ્રશ્ન કરી રહેલો પણ લાગે છે બધાં જવાબ હવે મને મળી જશે.

આજથી નવરાત્રી ઉત્સવ તહેવાર ચાલુ થઇ રહ્યો છે એટલે અમે ચર્ચા કરીને નવી ટીમ બનાવીશું અને પછી જાહેર કરીશું અમને જેની જોડે વ્યક્તિગત ચર્ચા કરવાની જરૂર લાગશે એમને બોલાવીશું પ્રશ્નો અને ખુલાસા માંગી શું કારણકે આ બધી ડિપાર્ટમેન્ટની કાર્યવાહીમાં બીજા કોઈ તત્વો સામેલ હોય એવી ગંધ આવી છે એટલેજ હું અહીં તાત્કાલીક પણ યોગ્ય સમયે આવ્યો છું આપણી ટીમ સાથે અહીંનું પોલીસ પ્રસાશન અને જરૂર પડે SRP ની ટીમની પણ મદદ લઈશું. બીજી વાતો આગળ પર કરીશું જેમ જેમ એમાં આગળ માહિતી મળશે ખુલાસા થશે અમે જણાવીશું હમણાં આ ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ.

આમ કહી ડો ખુરાના હોલની બહાર નીકળી ગયાં અને કમલજીત સરે કહ્યું તમે તમારાં ઓફિસ ડેસ્ક પર જઇ શકો છો જયારે જેની જરૂર પડશે સર તમને એમની ચેમ્બરમાં બોલાવશે. બધાંજ કર્મચારી એકબીજાની સામે જોઈ રહ્યાં. કમજીત સરનાં ગયાં પછી અંદર અંદર ગણગણાટ ચાલુ થયો.

કાર્તિકે કહ્યું અમે કબ્રસ્તાન અને સ્મશાનભૂમિની મુલાકાત લઈએ છીએ એ છેક સુધી રીપોર્ટીંગ કોણે કર્યું એ તીખી નજરે અનિકેત સામે જોઈ રહ્યો. દેવાંશે કહ્યું ભાઈ આ સંશોધન કરતું તંત્ર છે એમાં કોઈ સામે આંગળી કે નજર કરવાની જરૂર નથી અહીં ગુપ્તચર પણ કામ કરતા લાગે છે એમ કહી હસવા લાગ્યો. દેવાંશે કહ્યું અનિકેત ચાલ આપણે બહાર જઈએ અહીં ફાલતુ ચર્ચા થયા કરશે. એમ કહી દેવાંશ સાથે અનિકેત અને અંકિતા વ્યોમા બહાર નીકળી ગયાં. વ્યોમાએ કહ્યું ડો ખુરાના સરમાં ખુબ તેજ છે થોડીવાતમાં બધું સમજી જાય છે તેઓ નવી ટીમ બનાવવા કહે છે.

અનિકેતે કહ્યું જે થાય છે સારુંજ છે. દેવાંશે કહ્યું અનિકેત પછી આપણે સંપર્કજ ના થયો તમે લોકો બંન્ને શાંતિથી ઘરે પહોંચી ગયાં હતાં ને ? અનિકેતે કહ્યું હા કંઈ નહીં પણ અંકિતાનાં પાપાનો રાત્રે ફોન હતો કે પછી શાંતિથી બધા એક સાથે મળવાનું નક્કી કરજો.

અંકિતાએ કહ્યું એ દિવસ પછી પાપા મારુ ખાસ ધ્યાન રાખે છે ઘરમાં કોઈ વાત કાઢતા નથી મારી સાથે મોબાઈલ પરજ વાત કરી લે છે. મને એવું સારું લાગે છે કે મમ્મી સાથેની રોજની માથાકૂટ બંધ થઇ ગઈ.

વ્યોમાએ કહ્યું સારું ને તારી પીડા જ બંધ થઇ ગઈ પણ આજે સાંજે નવરાત્રી માટે શું પ્રોગ્રામ છે ? આપણે ચારે સાથેજ જઈશું બધાં મારાં ઘરે ભેગા થઈશું ? મારાં નાના અને મામા પણ આવી ગયાં હશે બધાને મળવા મળશે.

અનિકેતે કહ્યું ઓફીસ તો પતાવીએ રાત્રે ૮ :૦૦ પછી મળીશું અને નક્કી કરીશું હજી ઓફીસમાં છીએ અહીંનું તો પતાવીએ. દેવાંશે કહ્યું અહીંથી સીધોજ હું પોલીસસ્ટેશન જવાનો ત્યાં મારે કામ છે.

સાંજે દેવાંશ ઓફીસથી નીકળી પોલીસસ્ટેશન પહોંચી ગયો. વ્યોમા રિક્ષામાં ઘરે જવા નીકળી ગઈ. પોલીસસ્ટેશન પહોંચી જીપ પાર્ક કરી એણે જોયું ચા ની કીટલી ચાલુ છે એણે એ તરફ નજર કરી સિદ્ધાર્થ સરની ચેમ્બરમાં ઘુસ્યો.

સિદ્ધાર્થ સર કોઈ ફાઈલમાં સહીઓ કરી રહેલાં દેવાંશને આવેલો જોઈને બોલ્યા આવ આવ દેવાંશ. અને દેવાંશને બેસવા ઈશારો કર્યો. કામની ફોર્માલિટી પતાવી એમણે ફાઈલ બંધ કરી અને દેવાંશ સામે જોયું.

દેવાંશ સિદ્ધાર્થને જ તાંકીને જોઈ રહેલો એણે કહ્યું સર તમે આજે કંઇક જુદાજ દેખાવ છો એકદમ ફ્રેશ તાજગીભર્યા અને ઉત્સાહમાં લાગો છો.

સિદ્ધાર્થે હસતાં હસતાં કહ્યું વાહ આવ્યો એવો મનેજ પકડમાં લીધો ? હાં હું ખુબ ખુશ છું મેં ૧૮ કલાકનો બ્રેક જો લીધેલો. પછી હસી પડતાં કહ્યું તારાં પિતા કમિશનર સર પેલેસ ગયાં છે કોઈ ખાસ કામ અંગે. હાં મેં તને ફોન કરેલો દેવાંશ તને ખાસ વાત કરવી છે એમ કહીને સાંજે પોલીસ સ્ટેશનથી નીકળી ઘરે ગયાં પછી હેમાલી અધવયુંનાં પ્રેત સાથેની વાતચીત એ પછી અઘોરી ઝંખનાની મુલાકાત પ્રશ્નો-ચર્ચા બધી વાત કરી પણ ઝંખના સાથેનો પ્રેમરાગ નાં કીધો બાકી બધી વાત કરી.

દેવાંશ બધી વાતો આઘાત અને આષ્ચર્યથી સાંભળી રહ્યો. થોડીવાર સાવ મૌન થઇ ગયો. એણે કહ્યું સર એ હેમાલી એકદમ તમારી પાસે કેમ આવી ? મારી સાથે વ્યોમાને પીડા આપી ભોગ ભોગવ્યા મારી સાથે કેમ વાર્તાલાપ નાં કર્યો ? મને તો કંઈ ધ્યાન નથી કે આવી કોઈ શક્તિ સાથે મારે કોઈ પૂર્વસંબંધ હોય. અને વાત રહી મહેલની મુલાકાતની તો અમારી ઓફિસમાં આજે રાષ્ટ્રીય અધ્યક્ષ ડો ખુરાના આવેલા એ અમારી નવી ટીમ બનાવીને અમારી સાથે આવીને કામ કરવાનાં આમાં આવી બધી વાતો ...? મને નથી સમજાતું આ બધું ફરેબ જેવું લાગે છે અને તમે સર આ બધામાં વિશ્વાસ કરો છો ?

સિદ્ધાર્થે કહ્યું તારી સાથે અનેકવાર થયું તો તને પ્રશ્ન નહોતાં થયાં ? આષ્ચર્ય નથી થયું ? બલ્કે મને તો એવો ભરોસો થયો છે કે આ બધી શક્તિઓનો ઉપયોગ કરીને બધાં રહસ્ય કોયડા ઉકેલી નાંખીએ એમાં તારું વ્યક્તિગત જીવન, મીલીન્દ, અને રામુનો કહું કેસ વંદનાનો એક્સીડન્ટ, એ ઘરમાં ચાલતી ગતિ વિધી કાર્તિક ભેરવસિંહની ભેદી ચાલ બધું બહાર આવી જશે તારાં લગ્ન પહેલાં તારું હેમાલી પ્રેત સાથેનું લંગર બધું મુક્ત થઇ જશે. જે જે વસ્તુ એણે મને કીધી છે એ તારી સાથે બની છે. તું હજી ઘરે નહીં પહોંચ્યો હોય એ પહેલાં એણે મને કહ્યું એનાં ફાધર આજે દેવાંશને આ જોબ છોડી દેવા સલાહ આપવાનાં છે. તમારો ફોન સ્વીચઓફ છે દેવાંશ તમને ફોન કરે છે.

દેવાંશ આ બધું સાંભળીને વિસ્મિત થઇ ગયો. સિદ્ધાર્થે કહ્યું હજી આપણે કોઈ વાતચીત થઇ નથી મેં તને ફોનમાં એટલેજ કોઈ વાત નહોતી કરી પણ બોલ આ બધું સાચું છે ને ?

દેવાંશે કહ્યું ઓહ આ બધી વાત સાચી છે એ માથું પકડીને બેસી પડ્યો એણે કહ્યું માનવું પડે એવુંજ છે.

સિદ્ધાર્થે કહ્યું તમારી જે ટીમ નવી બનશે એમાં પોલીસ ખાતા તરફથી હું સામેલ થઈશ અને મારી સાથે ઝંખના પણ હશે.

દેવાંશે આષ્ચર્યથી પૂછ્યું ઝંખના ? તમે તો જાણે તમારી... સોરી પણ સર તમારે એટલા બધાં સબંધ સ્થપાઈ ગયાં છે કે આટલાં કોન્ફિડેન્સથી કહો છો ?

સિદ્ધાર્થે કહ્યું મારે મારી જાંઘ ખોલવાની જરૂર નથી પણ એકવાત ચોક્કસ છે કે બધાંજ કેસ અને ઘટનાઓમાં ક્યાંકને ક્યાંક ઝંખનાનો અને બીજી કાળી શક્તિઓનો હાથ છે એણે મને પ્રોમીસ કર્યું છે એ બધેજ મારી મદદ કરશે આપણું કાર્ય પૂર્ણ થયા પછી એલોકોની સદગતિની વિધી આપણે કરીશું ઝંખનાની હું અને હેમાલીની તું...

દેવાંશ આઘાત સાથે સાંભળી રહેલો અને ત્યાંજ કોઈ ઝાંઝરનો અવાજ આવ્યો અને...

વધુ આવતા અંકે પ્રકરણ 78