આ વાર્તા ગુજરાતના આવેલા અમદાવાદ શહેરની છે. મનીષા ને હિમાંશુ બંને સેન્ટ ઝેવિયર્સ મહાવિદ્યાલયમાં ભણતા હતા. તેઓ એક જ વિભાગમાં હતા એટલે મળવાનું રોજ થતું હતું એટલે ઓળખતા હતા બાકી જાજી વાત થતી નહોતી.
થોડા દિવસ પછી મહાવિદ્યાલયમાં એક કાર્યક્રમનો આયોજન થવાનું હતું તેમાં બંનેનો અચાનક ભેટો થયો હતો.
પછી ઉત્તરાયણનો તહેવાર આવ્યો ત્યારે શનિવાર હોવાથી બે દિવસની રજા મહાવિદ્યાલયમાં આવી ગઈ એટલે એમની વાતચીત બહુ આગળ વધી નહીં એક બીજાનાં નામ સિવાય.
આ ઉત્તરાયણના તહેવાર પછી ફરી બંને મળ્યા. એમની ત્યારે પણ ખાસ કાંઈ વાત ન થઈ.
ત્યાર પછી એમની વાતચીત વધારે થવા લાગી. તે ફક્ત મહાવિદ્યાલય સુધી જ સીમિત હતી. તેઓ એક બીજા સાથે કામ વગર વાત કરતા ન હતા.
આમને આમ દિવસો પસાર થવા લાગ્યા ને બંને છેલ્લા વર્ષમાં આવી ગયા પણ એમની મિત્રતા હજી થઈ ન હતી. તેઓ એક બીજા સાથે કામ સિવાય વાત જ ન કરતા.
પછી મહાવિદ્યાલય વિભાગના બધા વિદ્યાર્થીઓ ભેગા મળીને ભણવાની સાથે પોતાના વિચાર વ્યક્ત કરતા હતા ત્યારે મનીષાને હિમાંશુ બાજુમાં હતા એમને ખબર જ ન પડી ને એક બીજાને જોતાજ રહ્યા ને પછી બધા વિદ્યાર્થીઓ છુટ્ટા પડી ગયા.
બીજે દિવસે મનીષા ને હિમાંશુ ફરી મહાવિદ્યાલયમાં મળ્યા ને ધીરે ધીરે એમની મિત્રતાની શરૂઆત થવા લાગી.
થોડા દિવસ પછી બંને સારા મિત્ર બની ગયા.
મહાવિદ્યાલયના પ્રાંગણમાં ચાલતા હતા ત્યારે અચાનક મનીષા લપસવાની જ હતી ત્યાં હિમાંશુ બાજુમાંજ ઊભો હતો અને મનીષાને પકડી લીધી પણ મનીષાને થોડી મોંચ આવી ગઈ ને દુખાવો ઉપડયો એટલે મનીષા હિમાંશુનો ટેકો લઈને ચાલતી હતી ત્યાં મહાવિદ્યાલયનો બગીચો દેખાયો એટલે હિમાંશુંએ એને ત્યાં બાંકડા પર બેસાડી એને મહાવિદ્યાલયમાંથી મલમ લઈ ને હિમાંશુએ મનીષાને લગાડી આપ્યું ને પછી એક બીજામાં ખોવાઈ ગયા ને એક બીજા સામે જોતા જ રહ્યા. એમની નજર થોડી વાર પછી હટી ત્યારે હિમાંશુએ મનીષાને ઊભા થવાની મદદ કરી.
મનીષાને હવે થોડું સારું લાગવા લાગ્યું ને એને હિમાંશુનો આભાર માન્યો પછી હિમાંશુએ મનીષાને એના ઘરે ઉપર સુધી ગયો ને બહારથી છોડી ને જતો હતો ત્યારે મનીષાએ એને અંદર બોલાવી પણ એને ના પાડી બીજીવાર ચોક્કશ આવીશ એમ કહીને નિકળી ગયો.
બંનેને ધીમે ધીમે એક બીજા પ્રત્યે લાગણી ઉત્પન્ન થઈ ને ગમવા લાગ્યું.
થોડા વખત પછી મનીષા એકદમ સારી થઈ ગઈ હિમાંશુને લીધે. એણે હિમાંશુનો ખુભ આભાર માન્યો. હવે બંનેને એક બીજા વગર ચાલતું ન હતું.
પછી એ દિવસ આવી ગયો કે એમને એક બીજા સાથે પ્રેમ થઈ ગયો.
આટલામાં જ મહાવિદ્યાલયનો છેલ્લો દિવસ આવી ગયો પણ એમનો પ્રેમ ઓછો ન થયો અને એમની વાતો તો ફોનમાં કલાકો સુધી ચાલતી જ હતી. પછી એમને ખ્યાલ આવ્યો કે એક બીજાના માતા પિતાને આ વાત કરીએ એટલે એમને વાત કરી એમના પ્રેમની.
હિમાંશુનાં માતા પિતાને તો કોઈ વાંધો ન હતો કારણ કે એક જ નાતના હતા. એક જ નાતના હોવા છતાં મનીષાના માતા પિતા પ્રેમ લગ્નમાં માનતા ન હતા.
મનીષાએ એમના માતા પિતાને બહુ મનાવ્યા પણ માનવા તૈયાર જ ન હતા. મનીષાએ હિમાંશુને વાત કરી તો હિમાંશુ મનીષાને ઘરે આવ્યો મનીષાના માતા પિતાને સમજાવ્યા પહેલા તો તે તૈયાર જ ન હતા આ લગ્ન માટે. આખરે હિમાંશુ એ તેમને મનાવી લીધા ને તે માની ગયા.
થોડાજ મહિનામાં મનીષાને હિમાંશુના લગ્ન નક્કી થઈ ગયા.
પછી એ દિવસ પણ આવી ગયો જયારે મનીષાને હિમાંશુનાં લગ્ન થઈ ગયા ને મનીષા સાસરે આવી ગઈ. એના સાસરામાં એનો સ્વાગત ખૂબ સરસ રીતે થયો.
હિમાંશુ તો મનીષાને ખૂબ સરસ રીતે રાખતો હતો ને એની સાસું પણ દીકરીની જેમ એને સારી રીતે રાખતા હતા.
હિમાંશુને મનીષાનું લગ્ન જીવન સારી રીતે ચાલી રહયું હતું.
એમના લગ્નને એક વર્ષ પણ થઈ ગયો એમને ખબરજ ન પડી.
મનીષાના સાસરામાં એની પહેલી ઉત્તરાયણ હતી ને બહુ જોશથી ઉત્તરાયણની તૈયારી ચાલી રહી હતી. મનીષાને તલની ચીક્કી બનાવવાની હતી. સાસુએ મનીષાને એમની પદ્ધતિ પ્રમાણે બનાવતા શીખવાડયું ને મનીષા પણ સાસુના કહેવા મુજબ હોંશેથી બનાવવા લાગી.
પછી બધી તૈયારીઓમાં મનીષા એ સાથ આપ્યો.
ઉત્તરાયણનો દિવસ આવી ગયો ને બધા આગાશીના પાળીએ બેઠા.
હિમાંશુએ પતંગની બધી તૈયારી બધા માટે કરી રાખી હતી. જેમાં પતંગ, માંજો, તુક્કલ, દોરી ને ફિરકી હતા અને આગાશીને પતંગથી શણગાર્યું હતું એટલે બધા ઉત્સાહ સાથે પતંગ ચગાવવા લાગ્યા.
હિમાંશુ ને મનીષા એક બાજુ ને બીજી બાજુ હિમાંશુના માતા પિતા પતંગ ચગાવવા લાગ્યા. ઠંડી ખૂબ હતી, એના લીધે પવનની લહેર સારી હતી.
એટલે હિમાંશુને અને મનીષાને પતંગ ચગાવવામાં મજા આવવા લાગી. બંને એક સાથે દોરને પકડીને ઊંચી ઉડાવી રહ્યા હતા. હિમાંશુના પાડોસી લોપેશની પતંગ પણ એમના આગાશીના પાળીએથી ઉડાવી રહ્યા હતા ત્યારે હિમાંશુને મનીષાની પતંગની બાજુમાં આવી પહોંચી પણ એમને બહુ હોશિયારીથી પતંગને ફેરવી કે લોકેશના પતંગનો પેચ કપાઈ ગયો ને પછી કાપ્યો છે એમ કરીને બંને બૂમ પાડવા લાગ્યા ને એમની પતંગ બહુ ઊંચી ઊડી રહી હતી હવાના જોરને લીધે. એમને ચગાવવાની બહુ મજા આવી રહી હતી. હવે લોકેશના ભાઈની પતંગ હિમાંશુ ને મનીષાની બાજુમાં આવી અને ફરી હિમાંશુ ને મનીષાએ પતંગને એવી રીતે ફેરવી કે એનો પણ પેચ કપાઈ ગયો ને કાઈપો છે એમ કહી ને બંને બૂમ પાડવા લાગ્યા.
પછી ત્યાં સુધી જમવા નો સમય થઈ ગયો. હિમાંશુ એ જમવાની વ્યવસ્થા અગાશીના પાળીએ કરી હતી. બધા ઘરના લોકો, થોડા બાજુના પાળીએથી ને સોસાયટીના લોકો આવેલા એટલે હિમાંશુ અને મનીષા પીરસી રહ્યા હતા. જમવામાં પુરી, ઊંધિયું, જલેબી, ચીકી, દાળ, ભાત, પાપડ, દહીં ને છાશ રાખવામાં આવ્યા હતા કે બધા આનંદિત થઈ ને જમી રહ્યા હતા.
છેલ્લે હિમાંશુ અને મનીષા એક થાળીમાં જમવા બેઠાને બંને એક બીજાને ખવડાવાવા લાગ્યા. ઘણા સમય પછી હિમાંશુ અને મનીષાએ સાથે સમય પસાર કર્યો.
તે ખુશ ખુશાલ થઈ ગયા એક મેકના સાથથી.
હિમાંશુ ને મનીષાની પહેલી ઉત્તરાયણનો તહેવાર સદૈવ યાદગાર ને સંસ્મરણીય રહી ગયો.