Tari Dhunma - 13 in Gujarati Love Stories by Writer Shuchi books and stories PDF | તારી ધૂનમાં.... - 13 - ખુશીઓની ભીનાશ

Featured Books
Categories
Share

તારી ધૂનમાં.... - 13 - ખુશીઓની ભીનાશ

મમ્મી ને જોતા જાણે ક્રિષ્ના ની નજર ત્યાં જ ફ્રીઝ થઈ જાય છે.
મમ્મી ની આંખોમાં પણ તેને જોઈ પાણી આવી જાય છે.
ક્રિષ્ના ને તો ખબર જ નથી પડતી ક્યારે તેની આંખોમાંથી આંસુઓ સરી ને તેના ગાલો સુધી આવી જાય છે.
મમ્મી ક્રિષ્ના ની પાસે આવી તેના માથે હાથ ફેરવતા તેને ભેટી પડે છે અને ક્રિષ્ના તેના આંસુઓ રોકી નથી શકતી.
આટલા દિવસોથી મનના એક ખૂણે દબાવી રાખેલું ગીલ્ટ આજે ઉભરાય રહ્યુ હતુ.
ઘર આ રીતે છોડીને આવી જવા માટે તેને પોતાની જાત પર પણ ગુસ્સો આવી રહ્યો હતો.
મમ્મી પપ્પા પર શું વીતી હશે!!
પપ્પા મમ્મી ને કેટલું બોલ્યા હશે!!
સાથે ભાઈ....એ ત્યાં અમેરિકામાં બેઠો બેઠો....
આ દ્રશ્ય જોઈ કુશલ પણ ભાવુક થઈ જાય છે.
ક્રિષ્ના ભલે એની સામે કઈ વધારે વ્યક્ત નહોતી કરતી પણ તેની હાલત નો અહેસાસ હતો કુશલ ને.
નીતિ : બસ દીકરા....
તે ક્રિષ્ના ની પીઠ પર હાથ ફેરવતા કહે છે.
બંને મમ્મી - દીકરી એકબીજાથી છૂટા પડે છે.
ક્રિષ્ના કુશલ સામે જોઈ હલકું હસે છે.
જવાબમાં કુશલ સામે મુસ્કાય છે.

નીતિ : ચાલો, બાકીની વાતો જમતા જમતા કરીએ.
કુશલ : હા આવો.
ક્રિષ્ના : 1 મિનિટ....
પહેલા ઘર તો જોઈ લે.
કુશલ : અરે....હા.
આવો....
બંને નીતિ ને ઘર બતાવવા લાગે છે.

* * * *

વિધિ : સોરી....
સારંગ : શેના માટે??
વિધિ : તને ખબર છે શેના માટે.
તે નીચું જોઈ મુસ્કાય છે.
સારંગ : પણ મજા આવીને.
વિધિ : બહુ મજા આવી.
સારંગ : વર્ષો પછી સાથે ગેમ રમ્યા ને આપણે.
સારંગ હસતાં હસતાં કહે છે.
વિધિ ને પણ જમતા જમતા હસવું આવી જાય છે.
સારંગ : પહેલા ખાઈ લે.
અંતરાસ ચઢી જશે.
કહેવાની જ વાર હતી કે વિધિ ને અંતરાસ ચઢી જાય છે.
સારંગ જગમાંથી વિધિ ને તેના ગ્લાસમાં પાણી કાઢી આપે છે.
વિધિ પાણી પીએ છે અને પીને ફરી હસવા લાગે છે.
સારંગ : કન્ટ્રોલ.
વિધિ : શું કામ કરું??
સારંગ : તને ઈન્ટરવ્યુ ચઢી ગયો લાગે છે.
વિધિ : મને લાગતું જ નહી હતુ કે the_happyheart ને આટલું પ્રોત્સાહન મળશે ઈન્ટરવ્યુમાં.
હું તો એના વિશે વાત પણ નહોતી કરવાની.
સારંગ : એટલે જ મે કરી.
વિધિ : આવા ઈન્ટરવ્યુઝ મે જોયા ઘણા છે પણ ક્યારેય વિચાર્યું નહોતું કે હું પણ આવા ઈન્ટરવ્યુઝ આપીશ.
આઈ એમ પ્રાઉડ ઓફ યુ.
સારંગ : અચ્છા....!!
મને લાગ્યુ હમણાં કહેશે કે આઈ એમ પ્રાઉડ ઓફ માયસેલ્ફ.
વિધિ સારંગ ને લુક આપતા હસી પડે છે.
તો સાથે સારંગ ને પણ હસવું આવી જાય છે.
સારંગ : હવે the_happyheart ખરી ઉડાન ભરશે.
વિધિ : જેટલી એ ઉડાન ભરશે એટલી જ લોકોની મદદ પણ થશે.
સારંગ : હંમ.
ચાલો, હવે હું મારા ઘરે જાઉં.
કહેતા તે ઉભો થાય છે.
વિધિ : આજની ચા??
સારંગ : અડધી અડધી??
વિધિ : થઈ જાય.
બેસ, હું બનાવી લાવું છું.
તે ચા બનાવવા રસોડામાં જતી રહે છે અને સારંગ ફરી બેડ પર બેસી જાય છે.

* * * *

નીતિ : અરે....બસ બસ....
કેટલું ખવડાવશો મને??
કુશલ : તમે પહેલી વાર ઘરે આવ્યા છો.
નીતિ : તમે ખરેખર બહુ સરસ ભોજન બનાવો છો.
કુશલ : થેન્કયુ.
કુશલ ખુશ થાય છે.
કુશલ : કેટલા વાગ્યા??
ક્રિષ્ના : 9:30.
કુશલ : આપણે ફોન કરવાનો છે.
ક્રિષ્ના : હમણાં કોને??
કુશલ : 1 મિનિટ....
તે પોતાનો ફોન લઈ અમેરિકા ક્રિષ્ના ના ભાઈ ને વિડિયો કોલ કરે છે.

નીતિ : દેવમ....!!
દેવમ : હેલ્લો ગાઈઝ....
શું ચાલી રહ્યુ છે ત્યાં??
ક્રિષ્ના : તને બહુ યાદ કરી રહ્યા છે.
દેવમ : આઈ નોવ.
હું પણ કરી રહ્યો છું.
કેવા લાગ્યા મારા જીજુ મમ્મી??
નીતિ : ઘણું બધુ છે કહેવા માટે.
તે ખુશ થઈ કુશલ સામે જોતા કહે છે.
દેવમ : એમના હાથના ખાવાના ના તો મે પણ બહુ વખાણ સાંભળ્યા છે.
કુશલ : તો આવી જાઓ ખાવા.
દેવમ : આવીશું આવીશું.
ક્રિષ્ના : જલ્દી.
દેવમ : સરપ્રાઈઝ માટે તૈયાર રહેજો.
કારણ કે હું ક્યારે આવીશ એ મને પણ ખબર નથી અત્યારે.
નીતિ : અમે તો તૈયાર જ છીએ બેટા.
ક્રિષ્ના : બસ, હવે તું આવ.
દેવમ : ઓકે.
પપ્પા ક્યાં છે??
નીતિ : તે નથી આવ્યા.
દેવમ : એટલે મારી જેમ તેમણે પણ આ સ્વાદિષ્ટ ખાવાનું મીસ કરી દીધુ??
કુશલ : કઈ નહી.
તેમને પણ જલ્દી ખવડાવી દેશું.
નીતિ : હા.
પપ્પા ની વાત આવતા ક્રિષ્ના નો ચહેરો ઉદાસ થઈ જાય છે.
નીતિ તે જુએ છે.

* * * *

વિધિ : કુશલ સાથે વાત થાય છે તારી??
સારંગ : હમણાં એ બીઝી રહે છે.
નવી જોબ શોધી રહ્યો છે અને બંને તેમનું નવું ઘર સેટ કરી રહ્યા છે.
મેસેજ આવેલો તેનો કે હમણાં હું ક્લાસમાં આવી શકું તેમ નથી.
વિધિ : હંમ.
નીતિ મને કહેતી હતી કે એને તો કોઈ વાંધો જ નહોતો પણ એના પતિ નહોતા માનતા એટલે છેલ્લે એની છોકરી ભાગી ગઈ.
હું તો તેનો ફોન આવે તો વાત કરી લઈશ.
તેને મદદ જોઈએ તો મદદ પણ કરીશ.
ભલે મારા પતિ કઈ નહી કરે.
સારંગ : પણ તમારી દીકરી ખુશ છે તો તમને વાંધો શું છે??
વિધિ : નીતિ પણ એ જ કહે છે.
એણે મારી સાથે જ્યારે આ વાત કરી ત્યારે....
મારા ગાળા સુધી આવી ગયેલું કે હું તારી દીકરીને મળી છું.
પણ મે ક્રિષ્ના ને કહ્યુ હતુ કે હું કોઈ ને નહી જણાવીશ એટલે....
ભલે, સારા છોકરા સાથે ભાગી છોકરી પણ ભાગીને.
એના પરિવાર ની શું હાલત થાય.
સારંગ : હંમ.
વિધિ : અને જ્યારે કોઈ પરિવાર છોકરીનો સાથ છોડી દે ત્યારે??
એ વેદના તો જે ભોગવે એ જ જાણે.
સારંગ : આમ જોવા જઈએ તો જીવનની બધી જ વેદના એવી છે.
જે ભોગવે એ જ ખરું જાણે છે.
તે ચા નો ખાલી કપ રકાબી માં મૂકતા કહે છે અને જવા માટે ઉભો થાય છે.
સારંગ : ચાલો, કાલે મળીએ.
વિધિ : આજનો દિવસ ઘણો સારો રહ્યો.
તે મુસ્કાય છે.
સારંગ : કાલે તું આરામથી આવજે.
હું તો સવારથી સ્ટુડિયો જતો રહેવાનો છું.
વિધિ : નાસ્તો કરીને જજે.
સારંગ : હંમ.
વિધિ : નાસ્તો બનાવવા વહેલી આવું??
સારંગ : એ તો કરી લઈશ.
ગુડ નાઈટ.
વિધિ : ગુડ નાઈટ.
સારંગ જતો રહે છે.

* * * *


~ By Writer Shuchi


☺️

.