Tari Dhunma - 12 in Gujarati Love Stories by Writer Shuchi books and stories PDF | તારી ધૂનમાં.... - 12 - નારાજગી

Featured Books
Categories
Share

તારી ધૂનમાં.... - 12 - નારાજગી

થોડા દિવસ પછી

કુશલ : જય શ્રીકૃષ્ણ મમ્મીજી.
નીતિ : કોણ??
કુશલ : હું કુશલ વાત કરી રહ્યો છું.
નીતિ : ઓહ....!!
જય શ્રીકૃષ્ણ બેટા....
કેમ છો તમે બંને??
કુશલ : અમે સારા છીએ.
તમને....
નીતિ : અમને પણ સારું છે.
ઘર સેટ થઈ ગયુ??
કુશલ : હા, ઘણું થઈ ગયુ.
નીતિ : સરસ સરસ.
ક્રિષ્ના કેમ છે??
કુશલ : તે સારી છે અને તમને અને પપ્પાજી ને યાદ કરે છે.
નીતિ ની આંખો ભીની થઈ આવે છે.
કુશલ : જાણું છું મમ્મીજી, અમે જે રસ્તો અપનાવ્યો એ રસ્તો....
એટલો યોગ્ય નહોતો પણ....
હું તમારી માફી ચાહું છું.
નીતિ : નહી જમાઈરાજ....
હું તો તમારા બંનેની સાથે જ હતી અને છું.
કુશલ : આજે સાંજે તમારાથી અને પપ્પાજી થી અમારા નવા ઘરે જમવા અવાશે??
પપ્પાજી હોસ્પિટલથી....
નીતિ : એમનું ખબર નહી બેટા.
હું ચોક્કસ આવીશ.
મને સરનામું તમારું જરા....
કુશલ : હું ઘરે લેવા આવી જઈશ તમને.
8 વાગ્યે ચાલશે ને??
નીતિ : બેટા એ....
કુશલ : બેટા કહો છો તો લેવા આવવા દો ને.
નીતિ : સારું.
8 વાગ્યે ફાવશે.
કુશલ : ઓકે.
આવજો, જય શ્રીકૃષ્ણ.
નીતિ : જય શ્રીકૃષ્ણ.

* * * *

વિધિ : સારંગ....સારંગ....
તે સારંગ રૂમ પાસે આવી જ હોય છે કે ડાર્ક બ્લૂ જીન્સ, બ્લૅક શર્ટ અને ક્રીમ કલર નો કોટ પહેરેલ સારંગ રૂમમાંથી બહાર આવે છે.
વિધિ : વાહ....
સરસ લાગી રહ્યો છે.
સારંગ : તું પણ.
બંને લિવિંગ રૂમમાં આવે છે.
વિધિ એ પણ ક્રીમ કલરની ચિકન ની સુંદર સાડી પહેરી હોય છે.
ગાળામાં ડેલિકેટ અમેરિકન ડાયમંડ નો સેટ, કાનમાં તેની જ નાની લટકતી બુટ્ટી, હાથમાં થોડી સિલ્વર બંગડી, નખમાં લાઈટ મરૂન નેઈલ પોલીશ, આંખોમાં કાજલ અને નાનો સરખો મેચીંગ ચાંદલો.
બંને સોફા પર બાજુ બાજુમાં બેઠા હોય છે.
વિધિ : હવે કહે તો ખરો,
મને મારી ફેવરિટ સાડી પહેરી સરસ તૈયાર થઈ ને આવવા શા માટે કીધું??
અને પોતે પણ શેના માટે તૈયાર થયો છે??
સારંગ : આપણે ઈન્ટરવ્યુ આપવા જવાનું છે.
વિધિ : આપણે??
તેને જરા નવાઈ લાગે છે.
સારંગ : હા, આપણે.
વિધિ : તો પહેલેથી કહેવાય ને.
સારંગ : મને આજે....
વિધિ : હવે ત્યાં જઈને શું બોલવાનું મારે??
સારંગ : થોડા તારા જીવન વિશે અને થોડા આપણા વિશે સવાલો પૂછશે.
પછી તો ગેમ જ રમવાની હશે બધી.
વિધિ : આવું સરપ્રાઈઝ અપાય??
સારંગ : લે....!!
મને એમ કે તને જાણીને ખુશી થશે કે જે થવાની તું મને કહ્યા વિના પણ ક્યારની રાહ જોઈ રહી હતી એ આજે થવા જઈ રહ્યુ છે ને અહીંયા મારાથી કોઈ નારાજ થઈને બેસી ગયુ છે.
એ પણ આટલા વર્ષો પછી પહેલી વાર.
છેલ્લું વાક્ય બોલતા સારંગ ને હસવું આવી જાય છે.
તે ધીમે રહીને વિધિ ની વધુ નજીક જઈ તેના ખભા પર હાથ મૂકે છે.
વિધિ તેની સાડીના પલ્લુથી રમવા લાગે છે તો સારંગ પણ તેના બીજા હાથથી વિધિ ની સાડીના પલ્લુથી રમવા લાગે છે.
થોડી ક્ષણો માટે બેમાંથી કોઈ કઈ નથી બોલતું.
બસ, બંને ના હાથ એકબીજા સાથે વાતો કર્યા કરે છે.
સારંગ નું સમય પર ધ્યાન જાય છે એટલે તે વાત શરૂ કરે છે.
સારંગ : હવે આપણે નીકળવું જોઈએ.
વિધિ કઈ બોલ્યા વિના સીધી ઉભી થઈ જાય છે અને પોતાના ચપ્પલ પહેરી, ઘરનો દરવાજો ખોલી, બહાર નીકળી લિફ્ટ બોલાવી લે છે.
સારંગ પાણીની બોટલ, ગાડીની ચાવી અને ઘરની ચાવી લઈ બહાર આવી ઘરને તાળું મારે છે ત્યાં સુધીમાં લિફ્ટ આવી જાય છે એટલે બંને ચૂપચાપ નીચે આવી જાય છે.
સારંગ ગાડી લેવા જતો રહે છે અને વિધિ ચાલતા ચાલતા કોરિડોર ની બહાર આવી જાય છે.
ગાડી આવતા તે સાડી સંભાળતા સારંગ ની બાજુની સીટ પર બેસી જાય છે.
સારંગ ગાડીના મ્યુઝિક પ્લેયરમાં ઈન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક શરૂ કરે છે.

* * * *

8:15

ક્રિષ્ના ઓફિસથી ઘરે આવે છે તો જુએ છે કે દરવાજા પર તાળું છે.
ક્રિષ્ના : કુશલ ક્યાં ગયો હશે??
વિચારતા તે ચાવીથી ઘર ખોલે છે અને અંદર આવે છે તો મસ્ત છોલે ભટૂરે ની સુગંધ તેના રોમ રોમને ખુશ કરી દે છે.
તે સીધી રસોડામાં જાય છે અને બધુ જુએ છે.
ક્રિષ્ના : ગુલાબ જાંબુ પણ બનાવ્યા છે!!
આજે જલ્દી ઘરે આવી ગયો હશે.
તે કપડા બદલવા જતી રહે છે.

કુશલ : તેને મે કીધું જ નથી.
તેના માટે સરપ્રાઈઝ છે.
તે મમ્મીજી ના ઉતારવા માટે ગાડીનો દરવાજો ખોલતા કહે છે.
નીતિ : અચ્છા.
તે ગાડીમાંથી ઉતરે છે.
કુશલ : ઘર છઠ્ઠા માળે છે આવો.

ક્રિષ્ના એ હજી કુશલ ને કોલ કર્યો જ હોય છે ત્યાં દરવાજો ખુલવાનો અવાજ આવે છે અને કુશલ અને ક્રિષ્ના ના મમ્મી અંદર પ્રવેશે છે.
ક્રિષ્ના તે બંને જણ ને સાથે જોતી જ રહી જાય છે.

* * * *



~ By Writer Shuchi



.