Raju Bangaya Gentleman - 2 in Gujarati Fiction Stories by PRATIK PATHAK books and stories PDF | રાજુ બન ગયા જેન્ટલમેન - 2

Featured Books
Categories
Share

રાજુ બન ગયા જેન્ટલમેન - 2

બીજા દિવસે સવારે હજી તો મોહન કાકા ના ઘરે બધા સુતા હતા અને રાજુ ત્યાં આવી પહોંચ્યો .
“અરે આમ હાલે કંઈ કાકા લગનનું ઘર છે ને બધા આમ સુતા છો? લાલિયો ક્યાં? એને સવારે જવાનું છે વાળ કાપવા એનો વાળંદ પછી છેક સંગીત ના દિવસે આવશે.”

એના રૂમમાં સૂતો છે,આખી રાત વાતો કરી હશે મોબાઇલ પર પછી ઊંઘ આવે કાઈ.??.કાકાએ કહ્યું.
રાજુ તેના રૂમમાં જાય છે તો ત્યાં તેને દીપુ મળે છે અને કહે છે હાય રાજુ ગુડ મોર્નિંગ.
દી...દી.. દીદી પૂ તુ ?
રાજુ ફક્ત એટલું જ બોલી શક્યો અને ભાઈને પરસેવો થઇ ગયો. અને દોડી ને લાલાના બેડ પાસે જઈ ને બોલ્યો લાલા ઉઠ હવે .
રાજુ ની આ હાલત જોઈ દીપુથી રહેવાયુ નહીં અને તેને હસવું આવી ગયું અને બોલી લાલા ને લગન કરતા પહેલા તારા થી છૂંટાછેડા લેવા પડશે.
રાજુ શરમાઈ ને બહાર જતો રહ્યો.
આટલા દિવસોમાં દિવસ અને રાત દીપુ ફક્ત રાજુને જ જોયા કરતી. રાજુ ની કામ કરવાની કળા, બધાને હસાવવા અને દરેક વ્યક્તિની જરૂરિયાત ને કેમ પુરી પાડવી એ શક્તિ એ આવડત રાજુ માં હતી એ આવડત દીપુ ને ખૂબ ગમી ગઈ .

સંગીત માં એક કપલ ડાન્સનું પરફોમન્સ હતું બધા એ પોત પોતાની જોડી બનાવી લીધી હતી પણ દીપુ ને પોતાની જોડી બનાવવાની બાકી હતી.
“એ લાલીયા તારા ભાઈબંધ રાજુ ને કે મારી સાથે જોડી બનાવે .” દીપુ એ લાલા ને કહ્યું.
કોણ રાજુ અને તારી જોડી એ ના માને એ કોઈ દિવસ લાલા એ કહ્યું
તું એને કહે છે કે નહીં એ ખાલી કે દીપુ એ ગરમ થઇ ને કહ્યું.
ના હું તો નહીં જ કહું,લાલા એ વળતો જવાબ આપ્યો.
જોડી તો હું તેની સાથે બનાવીને રઈસ તું હવે મારી પર છોડી દે દીપુ એ લાલા ને ચપટી વગાડીને કહ્યું.
અને રાજુ નઇજ માને તો. ?? લાલા એ તીખા ટોન માં કહ્યું.
તો તારી સંગીત સંધ્યા કેન્સલ. દીપુએ બેડરૂમ નો દરવાજો પછાડી ને જતા કહ્યું..
બપોર નો સમય હતો....
બધા જમીને આરામ કરતા હતા ,રાજુ બહાર શેરી માં મંડપ નીચે બે ખુરશીઓ સામ સામે રાખી
પગ ચડાવી ટેબલ પંખો કરીને મોઢાં પર હાથ રૂમાલ નાખી સૂતો હતો. રાજુ ના મોઢા પર રૂમાલ હતો એટલે પહેલાં તો તેને ખબર ના પડી પણ થોડી વાર એના ચહેરા પરનો રૂમમાં એકજ ઝાટકે કોઈએ લઇ લીધો..
એ કોણ છે એની માને ....રાજુ પર અચાનક કોઈએ પ્રહાર કર્યો એમ રાજુ ઉભો થઇ ગયો
“ દીપુ તુ? કોઈ આ રીતે ઉઠાડે રાજુએ કહ્યું
“ રાજુ આઈ નીડ યોર હેલ્પ “ દીપુ ખૂબ જ ગરીબડી થઈને બોલી


શું? શું કહે છે તું ? રાજુ ને કંઈ ન સમજાયું હોય એવું લાગ્યું


અરે મારે તારી મદદ જોઈએ છે, તું તો બધાને મદદ કરતો ફરેશ ને, દીપુ ને કહ્યું
મદદ ? તને? તને હું શું મદદ કરી શકું ?રાજુ એ પૂછ્યું

અરે રાજુ તુજ મને મદદ કરી શકે યાર ચાલ ઉભો થા .

હા પણ મને કહે તો ખરી મારે શું કરવાનું છે? રાજુ એ પૂછ્યું.
તને ગરબા રમતા આવડે છે !?
હા ગરબા તો આવડે જ ને જોરદાર.!! અહીં ગરબી થાય ને તો ગરબા રમી ને સવાર પાડી દઉં રાજુએ કહ્યું.
બસ તો તારે મારી જોડે ગરબા રમવાના છે દીપુ એ કહ્યું
તારી જોડે ... ? હું કંઈ સમજ્યો નહીં રાજુ અટકાઈ ને પૂછ્યું.
કાંઈ નહીં ચાલ અંદર જો બધા પ્રેક્ટિસ કરે છે તારે બસ મારી સાથે જોડી બનાવની છે. દીપુ એ ખુબજ ખુશ થતા કહ્યું .
“જોડી “ !! રાજુ એ આશ્ચર્ય થી પૂછ્યું .ગરબામાં કંઈ જોડી હોય? ગરબા તો મસ્ત એકલા જ મજા જોડી તો રાસ માં હોય.
તું ચાલને અંદર યાર પછી બધું સમજાવુ. દીપુ રાજુને ખેંચી ને અંદર લઇ ગઈ બધા લોકો અંદર પોત પોતાની જોડીમાં પ્રેક્ટિસ કરતા હતા અને દીપુ જોરથી બોલી so here Presenting મિસ્ટર રાજુ, માય પાર્ટનર .મીન્સ ડાન્સ પાર્ટનર..

રાજુ ને જોઈ લાલો અને તેના બીજા કઝિન્સ અને ફ્રેન્ડ્સ હસવા લાગ્યા, “અરે રાજ્યો હા હા આને તું પાર્ટનર બનાવીશ અને ડાન્સ નો ડ પણ નથી આવડતો.” લાલા એ કહ્યું.
“ડાન્સ ?મારે તો ગરબા ગાવા ને દીપુ આ ડાન્સ નું બધું શું છે મને ડાન્સ ના આવડે. હું તો જાઉં છું મારે ઘણું કામ છે “ ,રાજુ થોડો શરમ માં અણગમા થી બોલ્યો.


અરે રાજુ પ્લીઝ !ઉભો રે ડાન્સ આવડી જશે. ગીત ગરબા જેવું છે અને જો ના આવડે તો ના કરતો પ્લીઝ ટ્રાય તો કર. મેં તો ઘણું બધું સાંભળ્યું છે રાજુ કંઈપણ કરી શકે એને બધુ આવડે મને લાગે છે કે બધા ખોટા વખાણ કરે છે દીપુએ રાજુ ને ઉશ્કેરવા કહ્યું

તો એમ કેશતો રાજુ નાચશે અને હવે બધા જ જોશે. રાજુએ આગળ આવી હાથમાં રૂમાલ હલાવી લાલાને મારતા કહ્યું.

દિવસો જતા રહ્યા રાજુ લગ્નની તૈયારીમાં લાગી ગયો પણ રાજૂની દરેક વાતો, દરેક કામને બધા થઈ અલગ અને પરફેક્ટ કઇ રીતે કરવું એ સૂઝ,તેની આવડત ને કોઈ ચીવટ પૂર્વક નીરક્ષણ કરતું હતું અને એ વ્યક્તિ હતી દીપુ ખબર નહિ પણ રાજુ તેને ગમવા લાગ્યો હતો .
“ઇસમે દમ હૈ બોસ”

સંગીત ની રાત હતી બધા પોતપોતાના ડાન્સ પર્ફોર્મન્સ આપી રહ્યા હતા અને છેલ્લો ગ્રુપ ડાન્સ હતો રાજુ અને દીપુ ની જોડી એક બાજુ ગામડાનું ઓછું ભણેલો રાજુ અને એક બાજુ ઇંગ્લિશ ગોરી અને બંને એકમેકમાં પોરવાઈ ડાન્સ કરવા લાગ્યા .

અરે પશ્ચમ ના રાધારાણી પુરબ નો કાનુડો કેવી આ હંસલા ની જોડ રે ....


રાજુ માથું હલાવી હલાવીને ગરબા સ્ટાઇલમાં ડાન્સ કરી રહ્યો હતો અને દીપુ પણ તેની સાથે તાલ સાથે તાલ મિલાવી ડાન્સ કરી રહી હતી દીપુ ના મનમાં રાજુ માટે પ્રેમની કૂંપળ ફૂટી નીકળી હતી. પણ રાજુ? રાજુના મન માં શું છે? એ ફક્ત એને નિષ્પાપ નજરે જ તોલતો હતો કે એના મનમાં પણ પ્રણયની સુગંધ ઓસરતી હતી ? દીપુ પાસે આ પ્રશ્નનો જવાબ ના હતો.અને તેના મનમાં આ પ્રશ્ન સતત ફરતો હતો.
લાલા ના લગ્ન પુરા થઇ ગયા. દીપુ એ તેના મમ્મી પપ્પાને વાત કઇ પણ વાત ફેરવ્યા વગર સીધી વાત કરી કે મને રાજુ ગમે છે, અને મારે તેરી તેની સાથે લગ્ન કરવા છે.
પણ દીપુ ના મમ્મી પપ્પા કઈ રીતે માને !!? ક્યાં દીપુ અને ક્યાં રાજુ ??


પ્લીઝ પપ્પા રાજુ એક બહુ સારો છોકરો છે મને ખુશ રાખશે,દીપુ એ કહ્યું
બેટા સમજવાની કોશિશ કર તે તારી સાપેક્ષ માં સાવ ઓછું ભણેલો છે, સરખું કમાતો પણ નથી અને તેનું ઘર જોયું છે તે તું તેના ઘરમાં કઈ રીતે રહીશ તને કઈ રીતે ફાવશે? દીપુ ના પપ્પાએ કહ્યું
wait wait , પપ્પા હું અહીંયા નથી રહેવાની ,હું હું તેને અને તેના પરિવારને અમેરિકા લઈ જઈશ અને રહી વાત તેના મારા કરતાં ઓછા ભણેલાની અને કમાવાની તો એ બધું મારા પર છોડી દો હું બધું મેનેજ કરી લઇશ અને એનામાં ઘણી આવડત છે.દીપુ એ જવાબ આપ્યો.


અને આપણી જ્ઞાતિ ?દીપુ ના મમ્મી એ પૂછ્યું

અરે કમ ઓન મમ્મી આપણે ન્યૂયોર્કમાં રહીએ છીએ એ બધું મેટર નથી કરતું.લાલો હળવદમાં રહીને પણ ઇન્ટર કાસ્ટ લગ્ન કરી શકતો હોય તો મને શું વાંધો છે ?મમ્મી પપ્પા મેં મન બનાવી લીધું છે મને રાજુ ગમે છે બસ

તું આટલા દિવસમાં એને કઈ રીતે ઓળખી શકે, એ કેવો માણસ છે એ તું કઈ રીતે જાણી શકે ? દીપુ ના પપ્પા એ પૂછ્યું .

પપ્પા હુ મનોચિકિત્સક છું મેં એના મનને બહુ સારી રીતે જાણી લીધું છે તે કોઇની પણ મદદ કરવા કંઈ પણ કરી છૂટે છે તો એ મને ખુશ રાખવા કાંઈ પણ કરશે મને એનો વિશ્વાસ છે દીપુ હોય તેના મમ્મી-પપ્પા ને સમજાવતા કહ્યું

બેટા તું હજી હજારવાર વિચારી લે પછી જ નિર્ણય પર આવ દીપુ ના પપ્પા બોલ્યા
હું એકવાર વિચારું કે હજાર વિચારવું મારો નિર્ણય તો એક જ છે દીપુ એ કહ્યું

ઠીક છે બેટા તે વિચારી લીધું છે તો તારી મરજી પણ તારે આખું જીવન ગાળવાનું છે તેથી એનો વિચાર કરી આગળ વધ છે દીપુ ના પપ્પાએ કહ્યું

હા પપ્પા મે બહુ વિચાર્યું છે પછી તમારી પાસે રજૂઆત કરવા આવી છું..

તો હશે દીપુ ના મમ્મી પપ્પા નો જવાબ ? શું એ દીપુ ને રાજુ માટે હા પાડશે? ઘરના બીજા લોકો નું શું વલણ રહેશે? અને રાજુ આ વાત જાણી શું કહેશે ???
જાણવા માટે જોડાયેલા રહો. “રાજુ બન ગયા જેન્ટલમેન” અને માતૃભારતી ની સાથે.
ક્રમશઃ