સ્વાભિમાન
********
જિંદગીની રમતમાં પ્રિયા ખોવાઈ રહી હતી ત્યારે તેને સાચી હકીકતની ખબર ન પડી. પ્રિયા રૂટિન મુજબ કામ કરતી.
એક દિવસ પ્રિયા ખૂબ થાકીને લોથપોથ થઈ સુઈ રહી હતી ત્યાં જાણે તેને અવાજ સંભળાયો જોયું તો કોઈ હતું નહિ જ્યાં આંખ મીચી ત્યાં ફરી જાણે એને સ્વપ્નમાં કોઈ આવીને જગાડતી હતું કે તું મને ન્યાય અપાવે તો સારું.
પ્રિયા કહે ; તું કોણ છે?.શા માટે મને હેરાન કરી રહી છે.?ત્યારે અંદરથી અવાજ આવ્યો શું તું તારા અંદરના અસ્તિત્વને ભૂલી ગઈ છે.!!
પ્રિયા કહે; એવી વાહિયાત વાતો કરવાનો મારી પાસે સમય નથી.
અરે ....ગાંડી સમય વીતી જશે અને તું ત્યાંની ત્યાં રહી જઈશ થોડીક વાર મને સાંભળને ...
પ્રિયાએ કહ્યું; હાલ હું કહું. ...તો મને સહેજ વાત સાંભળવાનું મને કોઈ મૂડ નથી.. પ્રિયા એમ કહેતા સુઈ ગઈ.
ફરીથી અવાજ આવ્યો... અરે પ્રિયા હું તારા માટે વાત કરી રહી છું અને તને તારા માટે સમય નથી તો ક્યાંસુધી આવી રીતે જીવીશ.
પ્રિયા કહે; તને મારા જીવનમાં ખામી દેખાય છે .હું ખુશ છું.હું મારા પતિ , સાસુ અને મારા સંતાનો સાથે ખુબ જ સરસ રીતે જીવી રહી છું તને મારી ઈર્ષા થતી હોય એમ લાગે છે. મહેરબાની કરીને મને સુવા દે હવે મારે તારી કોઈ વાત સાંભળવી નથી.
આત્મામાંથી ફરીથી અવાજ આવ્યો હું ફક્ત તને એક જ વખત વાત કરવા માગું છું અને પછી ક્યારે તારી સાથે વાત નહીં કરું પ્રોમિસથી કહું છું આજે મને તો સાંભળી લે.
પ્રિયાએ કહ્યું ;મને ખબર છે તું મને હવે સુવા નહી દે. તુ જે કહેવું હોય એ મને જલ્દીથી કહી શકે છે.
અંદરના આત્માને કહ્યું ; પ્રિયા તું કોના માટે આ બધું કરે છે ત્યારે પ્રિયાએ કહ્યું ;મારા કુટુંબ માટે હું બધું જ કરી રહી છું અને એ પણ ઓછું છે.
આત્મા કહ્યું ;સાચી વાત છે કંઈ વાંધોનહિ ,પણ તે તારા માટે કંઈ વિચાર્યું છે .તું તારા શરીર પર તો જો તારા મોઢા પર કરચલીઓ દેખાવા લાગી છે. તારા આંખો નીચે કાળા કુંડાળા થવા લાગ્યા છે .તે ક્યારે દર્પણમાં તારા શરીરના સામુ જોયું છે !તો અઢાર વર્ષની હતી ત્યારે કેટલી રૂપાળી હતી કેટલા ઉમંગ હતા, તરંગ હતા. હું તને ના કહેતી તો પણ તું ઉછળકૂદ કરતી. આજે તો સાવ જાણે મશીન બની ગઈ છે મારી ઈચ્છા છે કે તું તારા અંદરથી તારી ઈચ્છાઓને કેમ દબાવી છે એને જાગૃત કર. હું તને એ યાદ કરાવવા માટે આવી છું. પરંતુ તું થાકી ગઈ છે એટલે સુવા માટેની તૈયારી કરે છે.
પ્રિયાએ કહ્યું; પણ મને ટાઈમ જ મળ્યો નથી કે હું મારા વિશે વિચાર કરી શકું.
આત્માએ કહ્યું ;તારા માટે લોકોએ કેટલું વિચાર કર્યો તને કોઈએ કહ્યું કે તારા શરીર ઉપર કરચલી કેમ છે! તારી આંખો નીચે કાળા કુંડાળા કેમ છે! તને થાક લાગ્યો છે! તારે કોઈ જરૂર છે! શું સ્ત્રી એટલે મશીન! તું કેમ મશીન બની ગઈ છે!
પ્રિયાએ કહ્યું; પોતાના માણસો માટે કામ કરવું એ મશીન નથી. હું તો વધુ મારા પ્રેમ માટે કરું છું મારા સંતાનોના પ્રેમ માટે, સાસુ-સસરાના પ્રેમ માટે પતિના પ્રેમ માટે કરું છું .
અંદરના આત્માને કહ્યું ;કંઈ વાંધો નહીં અત્યારે તારી સાથે કોણ છે? અત્યારે તો તારી સાથે કોઈ આવ્યું છે તું કેટલી થાકી છે કોઈએ તને આવીને પૂછ્યું ;
પ્રિયા કહે; રોજ બધા મને પ્રેમથી પૂછે છે.. કેમ છે ?એમાં શું થયું.
ત અંદરના આત્માએ કહ્યું ; તું તારા માટે તો જીવી જ નથી. તું બધાના કામ એકદિવસ પૂરતા બંધ કરી દે .આવતીકાલથી એક દિવસ પૂરતું એ લોકોને કહે કે તારું સ્થાન લઈને જીવે .ત્યાં સુધી હું આવતીકાલે તને મળીશ.
પ્રિયા કહે; મને ખબર છે હું મારા ઘરના લોકો માટે જે પણ કંઈ કરું છું એ લોકો મારા માટે પણ કરવાના જ છે .
અંદરના આત્માને કહ્યું; એક કામ કર સવારે તું તારું જીવનને એક દિવસ પુરતુ અરસ ,પરસ કરી લે હું તને સાંજે મળીશ. પ્રિયા સુઈ ગઈ .
સવારે પ્રિય જાગીને કહ્યું કે આજે મારે આરામ કરવો છે તરત સાસુએ કહ્યું ;કેમ પગે મહેંદી મૂકી છે કે પછી રાત સુધી પિક્ચર જોયા છે તમારે વળી આ બધાના ટિફિન નથી બનાવવાના.
પ્રિયા કહે; મમ્મી હું રોજ તો કામ કરું છું એક દિવસ તમે નહીં કરી શકો.
સસરએ કહ્યું ;તમારા સાસુથી કામ થતું હોય તો શું જોઈતું હતું. જલ્દી બધા માટે ટિફિન બનાવો .
પ્રિયાનો પતિ આવ્યો એને કહ્યું મારા માટે ચા ,નાસ્તો નથી બનાવ્યો.
પ્રિયાએ કહ્યું કે મને થાક લાગ્યો છે એક કામ કરો ને તમે ચા આજનો દિવસ બનાવી દો ને ત્યારે તેના પતિએ કહ્યું; મને ચા બનાવતાં આવડતી હોત તો શું કરવા તને કહ્યું હોત .એટલા માટે તેના બંને બાળકો આવ્યા કંઈ મમ્મી અમને નાસ્તો બનાવી દે
પ્રિયાએ કહ્યું; બેટા આજે મને બહુ સારું નથી તમે આજનો દિવસ બિસ્કીટ ખાઈ લો તરત જ એના સસરા બોલ્યા; "બેટા" બિસ્કીટ ન ખવાય શરીર બગડે
પ્રિયા કહ્યું; હું દરરોજ તમારા બધા માટે કામ કરું છું એક દિવસ તમે લોકો મારા માટે કામ નથી કરી શકતા. ત્યારે બધા એક જ સાથે બોલ્યા કે સ્ત્રીને કામ જ કરવાનું હોય આરામ તો રાત્રે જ કરવાનો હોય તમે ક્યાં નોકરી કરો છો? ઘરના કામમાં કેમ થાકી ગયા છો?
પ્રિયાએ રાત્રે જે આત્મા સાથે વાત થઇ હતી તે મનોમંથન શરૂ થયું એને એનું કામ શરૂ કરી દીધું રાત પડી થાકી ગઈ સુઈ ગઈ
રાત્રે આત્મા આવ્યોને પૂછ્યું; કેમ પ્રિયા મજામાં ને? તને ઊંઘ આવે છે તો હું જાઉં છું..
પ્રિયા કહે;ના ,આજે મને ઊંઘ નથી આવતી .આજે મને દર્દ થઈ રહ્યું છે.. તારા શબ્દો સાચા હતા કે હું મારા માટે તો જીવતી જ નથી પરંતુ હું જેના માટે જીવીએ લોકો પણ મારા માટે કંઈક કરવા માટે તૈયાર ન થયા. એનું મને દુઃખ છે હવે તું મને કહે મારે શું કરવાનું છે,? હું હવે મારા માટે જીવવાને લાયક બનવા માંગુ છું કારણ કે દરરોજ મશીનની જેમ હું કામ કરતી મેં ક્યારેય વિચાર્યું નહોતું કે સમય આવે ત્યારે હું ત્યાંની ત્યાં જ રહેવાની છું.
અંદરના આત્માએ કહ્યું કે તું તારા સ્વાભિમાન માટે જીવવાનો પ્રયત્ન કર. ભણેલી-ગણેલી છે તો પણ બહાર જઈને કોઈ કામ કરી શકે છે તું ખુશ રહેવાનો પ્રયત્ન કર. તું પણ બહાર બગીચામાં થોડીવાર ચાલવા જા સખીઓ જોડે થોડી વાર તારો ટાઈમ પસાર કર તું નાની, નાની વાતોમાં ખુશ થવાનો પ્રયત્ન કર ચોક્કસ તારી ખુશીઓ મળી જશે.
પ્રિયા સવાર પડી અને તેને પોતાની ફાઈલ કાઢી અનેજોબ માટે નીકળી.
ઘરના બધા કહ્યું કે ; ઘરના કામ કોણ કરવાનું છે? તરત જ પ્રિયાએ કહ્યું; મેં કામવાળી રાખી લીધી છે . હું જોબ કરવાની છું.
પ્રિયાના પતિએ કહ્યું; તને પૈસા ઓછા પડે છે? પ્રિયા કહે; ના,આ ઘરમાં મને બધું જ મળ્યું છે .પરંતુ નથી મળ્યું મને એક જ સ્વાભિમાન!!! આજે હું મારા સ્વાભિમાનને શોધવા માટે નીકળું છું .અને સ્વાભિમાનથી જીવવા માગું છું .એના પતિએ કહ્યું પરંતુ જરૂર નથી
પ્રિયા કહે; હું પણ તમારી જોડે ખભે ખભો મિલાવીને ઘરકામમાં પણ મદદ કરીશ પણ હું મારા આત્માના સંતોષ માટે કામ કરીશ. જે શિક્ષણ મેળવ્યું છે એને હું વેડફવા નથી માગતી. હું પણ તમારા જેટલી જ ભણેલી છું પરંતુ ઘરકામમાં હું ભૂલી ગઈ હતી અને મારા શિક્ષણને એક બાજુ કંડાર્યો હતો પરંતુ મારા આત્માના અવાજ મને જગાડી. અને કહ્યું પ્રિયા તુ અંદરથી સાવ મરી ગઈ છે અને તેના અવાજે હું આજે મારા સ્વાભિમાન માટે નીકળી રહી છું. એમ કહેતી પ્રિયા જોબ માટે નીકળી ગઈ અને જાણે પોતાના સ્વાભિમાનને પાછું મેળવી હોય એમ ખુશ થઇને જઈ રહી હતી.
આભાર
ભાનુબેન બી પ્રજાપતિ
"સરિતા"