Kone bhulun ne kone samaru re - 16 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલુંને કોને સમરુ રે - 16

Featured Books
Categories
Share

કોને ભૂલુંને કોને સમરુ રે - 16

જયાબેન રસોડામા બેઠા બેઠા કાન સરવા રાખીને સાંભળે છે...

"જો મારા ઠાકોરજીએ કેવી લીલા કરી ..હરીપ્રસાદ....તારે મોટો છોકરો ચંદ્રકાંત બરોબર?"

"પણ એનુ તમારે શું છે?"

" બડબડશંકર ક્યારેય મોઢામા જીભ નથી ઘાલતો...આખો દિવસ સોઇ મારવી પડીકીઆપવી..જરા વિચાર કર....મને તારા ચંદ્રકાંતને જોઉ ને પાણીપાણી થઇ જાવ સું કે નઇ?..."

" તો અમારે નાગરમા ગોરા ને નમણા હોય તારી જેવા કપોળમા બિબડા હોય...તું એક વળીનોખી પડીબાકી શુ તારો કાળીદાસ ..શું એનો કુંવર જગુભાઇ...મશ ચોટાડીને આવે..."હરીપ્રસાદભાઇએ જાણી જોઇને માડીને છેડ્યા..."

"એટલે તો ગોરી વહુ ગોતી ગોતીને લાવી કે ફાલ સુધરે.... બાબલો જોયો? હવે મને આડે પાટેચડાવવાનુ બંધ કર મારે કહેવાનુ હતુ કે સવારે જટાગોર આવીને કુંડળી કાઢી ગયો..."

"કેટલા લઇ ગયો બામણ?સુપડુ ભરીને ચાંદીના ખણખણીયા નક્કી લઇ ગયો હશે. મને તો આવુસારુ સારુ બોલુ તોય કાંઇ નથી મળતુ..."

"પોઠીયો કમાઇસે ને આપસુ તને શેની જાળ થાય સે?"

એણે રાશી કાઢી છે મીન...એટલે દચઝથ...મારી ચાલીસ વરસની હોંશ પુરી થઇ...તારે ઘરે ચંદ્રકાંતમારે ઘરે ચંદ્રકાંત....

.........

રાત્રે જયાબેને જગુભાઇને બધી વાત કરી...."બા ને પોતાની હોંશ પુરી કરવા માટે મારો છોકરો મળ્યો?આવા ચાલીશ વરસ જુના નામ રાખીને છોકરાને આખી જીંદગી અન્યાય નથી થાતો? તમારે કહેવુ જોઇએ કે મારે નવુ નામ દિનેશ કે દિપક કે ચંદ્રેશ રાખવાનુ કહોને...?"

"જો જયા, માડી કોઇનુ સાંભળશે નહી...ભુલેચુકે કંઇ બોલી તો અસલી માજગદંબા આવી જશે..આપણે એક કામ કરવાનુ....છોકરો થોડોક મોટો થાય એટલે નામ ફેરવી નાખવાનુ..."

જયાબેન લપેટામા આવી ગયા અને નામધણી એવો હુ ઉંવા ઉંવા રડતો રહ્યો ...

જયાબેને મને કહ્યુ "હું શુ કરુ?તારો કબજો માંએ લઇ લીધો છે મારુ કાંઇ ચાલે..સુઇ જા"જયાબેન કરતાં ચંદ્રકાંતને પણ જિંદગીભર એમ જ લાગ્યું કે મને જ આવું જુનવાણી નામ કેમ? પણ લક્ષ્મીંમાંની જીદ સામે જગુભાઇ જયાબેન વિવશ હતા..તો ચંદ્રકાંતનાં ભાગમાં તો ઉંવા ઉંવા ની ભાષામાં વિરોધ કરવા સિવાય કંઇ નહોતુ .

......

મણીમાંની અમી ભરેલી દ્રષ્ટિ ચંદ્રકાંત આજેય ભુલ્યા નથી . મોકો મળે થોડા મોટા થયા પછી સવારે મીણમાં પાંસે જઈ ગોદમાં બેસી જતા અને માં માં મીઠા અવાજમાં “જય કાના કાળા”સાંભળતાં માં નિબંધ આંખોથી મિત્રતા આંસું જોઈ રહેતા,એ વાત પછી ક્યારેક. મણીમા લાલાને જોઇને ગયા એટલે બાઇજીથી છાનુ એક મીશન પુરુ થયુ હતુ .તેની ખુશીમા વહુઓ ખુશ હતી.સાજના સાત વાગ્યા હશે એટલે જમી પરવારીને ઘરની વહુઓ કુંડાળુ વળીઓંશરીમા બેઠી હતી .લક્ષ્મીમાં આવ્યા "કેમ કુંડાળુ વળીને બધી બેઠી સો ?ડોશી મરી નથી ગઇ...

બધાને કરંટ લાગાડીને ઇંકવાયરી શરુ થઇ?બાઇજી છાની છાની આવી નથી ને? છોકરાનાં ઉંહકારાયેવાલામુયુને ક્યાં સંભળાય સે ?ઘી ખાઇ ખાઇને જાડી ભેશ જેવી થઇ જાહો...હીંચકાવવાનુ કામ કોણડોહા કરશે?....છઠ્ઠી માટે બે ફઇઓ આવી હતી તેની સામે માડી કતરાણા ભેગીજ ઉભી થઇને ભાગીઘોડીયે હીચકાવવા..."બા બહુ માથે ચડાવ્યો સે ...સુઇજા....હાં હાં હાં..."

બા દરવાજે ઉભા બધુ સાંભળી ગયા...બા ગરજ્યા " વંતરીઓ એકતો એક મારી હોંશનોછોકરો સે ઇને દબડાવો સો...?"સોપો પડી ગયો બીકમાં હુ સુઇ ગયો...અવાજ ને વાઉં વાઉં બંધ થયુએટલે બા પાછા ઓંશરીમા ગયા...

" જગુ હાવા પુરણ તમને કંઉ છું આમ હજીતો સાત વાગ્યા નથી કે ખાટલે હું પડ્યા સો ? જટાગોર કઇ ગ્યો સે કે કાલે સાંજે ચાર વાગ્યા પછી તરત નામ પાડી લ્યો.. તે બધાને નોતરુ મોકલી દઉં છુ.."

ત્રણેભાઇ સૈનિકની જેમ એટેંશનમા આવી ગયા હતા "ને તમે કંધોતરો ટોપી ઉંધી ઘાલીને કામમા નઇરેતા...મગન ગોરને સવારે રસોઇ માટે બોલાવવાનો છે ને...કઉં છુ હાંભળો છો ?આમ માથે ધાબળોભલે નાખ્યો પણ સવારમા ત્રીસ જણને થાય એટલુ શાક બકાલુ જોશે..."

કાળીદાસભાઇએ ખોંખારો ખાઇને " હા ભલે" કર્યુ.