Kone bhulun ne kone samaru re - 11 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલુંને કોને સમરુ રે - 11

Featured Books
Categories
Share

કોને ભૂલુંને કોને સમરુ રે - 11

અઠવાડીયામા એકાદ બે વાર સાંભળવા મળ્યુ કે ઝવરચંદ મેઘાણી લડવૈયાને પાનો ચડાવવા આવવાના છે તો હું એની રાહ જોઉછું... કે છેવાણીયો થઇને મોટા મુછુના કાતરા રાખે ...મોટીઆંટીયાળી પાઘડી પેરે સહેજ વાકી પાઘડી રાખે ત્યારે લાલા લજપતરાય જેવા લાગે એમ બધા વાતકરે .મારે તો છાના છાના સાંભળવાનુ...પણ આવી રુડી વાત ઓલો હજામે રાજાના સુપડા જેવા કાનનીવાત જંગલ જઇને ઝાડને કરી જાડના લાકડામાંથી સુતારે વાજુ બનાવ્યુ ... વાજુ બહુ સરસ સુરાવલી વગાડે પણ એકવાર રાજાના દરબારમા વાજુ લઇ સુતાર પહોંચ્યો.રાજા કાયમ પડદામારહેતા .સહુને નવાઇ લાગતી .રાજાએ વાજુ વગાડવા કહ્યુ એટલે વાજુ બોલ્યો"રાજા સુપડકન્નો"બસબિચારા સુતારને ફાંસીની સજા થઇ ...સુતારે કહ્યુ મેં તો જંગલમાથી લાકડુ કાપ્યુ હતુ અંતે હજામનાપેટમા ખીર નહોતી રહી વાતખુલી ને હજામને સજા મળી...સબુર મે કોઇની બુરાઇ નકરવાની કસમખાધી છે એટલે મકાન થઇને તમને સારી સારી વાતો કરીશ...

રાત્રે કિસન લાઇટના અજવાળામા આઝાદીના લડવૈયાઓ શૌર્ય ગીતો ગાતા હતા ..ઓચિંતીસભાસ્થાને બઘડાટી બોલી ગઇ....આવ્યા આવ્યા ....ઝવેરચંદભાઇએ નાનકડુ ભાષણ આપી "એ તારી હાક સુણીને કોઇ આવે તો એકલો જાને રે...”પછી ઉપાડ્યુ "રક્ત ટપટકતી સો સો જોળીસમરાંગણથી ઉપાડ્યુ ને લડવૈયાઓમા ગરમાટો છવાઇ ગયો...મશાલ સરઘસ નિકળવાનુ હતુ પણપોલીસનુ ધાડુ ઉતરી પડ્યુ ને લાઠી ડંડા નિહથ્થા સત્યાગ્રહીઓ ઉપર વરસાવી એટલે આંદોલન ઔરભડકી ગયુ ...

ઝવેરચંદભાઇ મારે આંગણે પીઠ ઉપર ડંડા ખાઇને આવ્યા ત્યારે લક્ષ્મીમાની આંખોમા આંસુનાતોરણ બંધાઇ ગયા હતા...ઝવેરચંદની પીઠ પસવારતા જાય ને બટકે બટકે રોટલો ગોળનુ દડબુ ને દુધઆપતા જાય....જમવાનુ પુરુ થયુ ત્યાંસુધી અંગરેજ રાજની પોલીસ ચુપચાપ ફળીયામા ઉભી રહી...દસ પોલીસમાંથી ચાર પોલીસે સરકારી લાઠી બીજા પોલીસવાળાને સોંપીને બા અને ઝવેરચંદબાપાનેસાષ્ટાંગ દંડવત કરી આખી બજાર સાંભળે એવી ત્રાડ નાખી "ભારત માતાકી જૈ"

...ચાર પોલીસ સહીત ઝવેરચંદભાઇને લઇ પોલીસ જેલ બાજુ લઇને નિકળી ત્યારે અંધારી રાતે સડકની શેરીની બે બાજુથી ગગનભેદી નાદ થયા"ભારત માતાકી જૈ .વંદે માતરમ " અમરેલીની નાની મોટી શેરી સડકો ચોરે ચૌટે એક જ જુવાળ ફેલાય ગયો.જે હજી છ મહીના પહેલા ટકોમુંડો ગાંધી કહેતા હતા તે ગાંધીજીની જૈ જૈકાર કરવા લાગ્યા.હવે આઝાદીના આ સૈલાબમાં હું તો પથ્થરનો દેહ પણ મારી અંદર પણ કઇંક રગરગવા માંડ્યુ .હા મારે કંઇ ન કરી શેકવાની પીડા ભોગવવાની હતી.

......

અઠવાડીયુ નાના જુવાનીયાની ટોળી છુપાઇને આમથી તેમ થતી હતી .....કોઇને ગંધ પણ આવીકે ટોળીનો ઇરાદો શું છે .શનિવારની રાત્રે પુરણભાઇ ચપચાપ ઘરની બહાર નીકળ્યા ત્યારે બાકીનાસાથી તૈયાર ઉભ હતા...લપાતા છુપાતા સરકારી હાઇસ્કુલ પહોંચ્યા...બધા દરવાજા બારી ઉપરઘાંસલેટ છાંટ્યુ ને દિવાસળી ચાંપીને ચુપચાપ એવા ભાગ્યા કે કોઇને ગંધ આવી . સહુ પોતપોતાનેઘરે ગોદડા ઓઢી સુઇ ગયા...

આખી હાઇસ્કુલ બળીને ખાક થઇ ગઇ...અંગ્રેજ પોલીસનુ નાક કપાઇ ગયુ...અઠવાડીયા સુધીસીઆઇ ડી ના માણસો તપાસ કરતા થાકી ગયા ...એમા પહેલો શિકાર હાથ લાગ્યો ..." છોકરાઆંઇ આવ... તારા ખમીસની બાંઇ ઉપર જોતો જરા ... કેમ કરતા ખમીસનો છેડો બળીગયો...?"

બે ડંડા પડ્યા ને પોપટ બોલી ગયો ...પુરણભાઇને લેવા પોલીસ આવી ત્યારે આવા ભોળા ચહેરાનાગોળમટોળ છોકરાને જોઇને પોલીસ માનવા તૈયાર નહી કે આવા સત્યાગ્રહીના ધરમા ક્રાંતિવીર પણછે...ઘરના બધા આવાચક થઇ ગયા "હોય નહી પુરણ?" પણ સગીર પંદર વરસની ઉમ્મરને લીધેચારપાંચ ડંડા પડ્યા રીતે આઝાદીની લડાઇમા બાકી રહેલા લક્ષ્મીમાંને સહુથી લાડકો ,સહુથી નાનોઉપરથી તાળવામા ખામીને લીધે કપાયેલ હોઠવાળા પુરણલાલનુ આઝાદીની લડાઇમા પદાર્પણ થયુબાકી તો સંગીતનો શોખીન...રસોઇનો શોખીન ...બધી બેનો અને ભાભીઓનો લાડકો રસોડામાભરાઇ રહેતો પુરણને મે બહુ સાચવ્યો છે....