હું આઝાદીની લડાઇમા મુખ્ય મંદિર બનેલુ લક્ષ્મીમાનુ ધર,હવેની કથાને આગળ લઇ જતા પહેલા મારાકેવા દિદાર હતા ઇ કહીશ...કાળીદાસભાઇએ પથ્થર અને રંગુનના બર્માટીકમાંથી મારો દેહઘડેલો.જુની બજારમાંથી હોમગાર્ડ કચેરીની બાજુમાથી વાંકીચુકી સાંકડી ગલ્લી માંથી અંદર આવવુહોય તો એક બાજુ હોમગાર્ડ કચેરીની દિવાલ બીજીબાજુ નિસંતાન નાથાલાલ સંધવી મામાની આગળદુકાન પાછળ ધરને અડીને ડાબી બાજુ વળો એટલે નાનુ નરકોળીયુ(ડેડએન્ડ વાળી ગલ્લી)જે મારાએક દરવાજાને હાઉકલા કરે ત્યારે હોમગાર્ડ કચેરીના મકાન માલીક કલક્ત્તાવાળા રમાબેન હાઉકલાકરતા રહે. ઘરમાં આવો એટલે પાકુ ફળીયુ ડાબી બાજુ મોટી ઓંશરી તેની પાછળ વાડો ...જોવાડામા નાંદ દેખાઇ છે એવી માથોડાભર હાઇટની પીત્તળની નાંદ કાયમ જારના દાણાથી છલોછલ્લહોય એ કાળીદાસબાપા જીવ્યા ત્યાં સુધી એનો રુમ હતો બાજુનો રુમ લક્ષ્મીમાંનો તેની પાછળ કોઠારહતો .અનાજના પીપડા કાયમ ભરેલા રહે બદામ કાજુના ડબ્બા ભરેલા હોય રુમની અંદર બે મોટીતિજોરીઓ એક ખુણે છાશની રવાઇ પછી ઉપર પહેલે માળે જવાનો એક દાદરો તેની નીચે ધંટી નેવચ્ચોવચ્ચ બાનો ખાટલો...બરાબર ચારેકોર નજર રાખે...લક્ષ્નીમાં...એક હાંકોટેો કરે તો ઘરની વહુઓદિકરીઓ તો ઠીક કામવાળી દુધીવહુ મંડે કાંપવા... ...મને ય એની બીક બહુ લાગતી ...
પછી બહાર ઓંશરીમાં ડાબી બાજુ પાણીયારુ તેની આગળ ગજાર (ડાયનીંગ રુમ)આગળ રસોડુત્યાંથી ગળકવાની નાની જાળી ....સામે મોટી ચોકડી હવે રસોડા પાછળ બળતણની ઓરડી સામેમોટી હાથી જેવી ચાર પગે સફેદ ને કપાળે સફેદ રંગની નવચંદરી ભેંસ ભાંભરડે એટલે નીરણ નાખવાસહુ દોડે...રોજનુ વીસ શેર સવારે ને વીસ શેર સાંજે ખીરા જેવુ દુધ આ છોકરાવે પીધુ છે હો...
હવે આ ઘરમાં આઝાદીની લડાઇમા કેવા કેવા માણસોએ મને પવિત્ર કર્યુ તેની વાત કરવી છે...
ગાંધીબાપાના સત્યાગ્રહીઓ માટે અમરેલી મુખ્ય સૈરાષ્ટ્રનુ મથક ...આ ગામથી બધા ભેગા મળે લડાઇની સ્ટ્રેટેજી ઘડાય...સરકારી પોલીસતો બિચારી એક પછી એક આઝાદીનાં લડવૈયાઓને પકડવા આવે ત્યારે તો જાણે ઉત્સવ હોય એમ બાકીના લડવૈયા “ભારત માતાની જય “ પોકારે ફેલોની માળા પહેરાવે તિલક કરે ,ચોખા ચડાવે ,પછી એક એક લડવૈયા લેવા આવેલા પોલીસ લક્ષ્મીમાંને પહેલા પગે લાગે પછી નામ પોકારે"હાવાભાઇ,રતુભાઇ હાલો..."એટલે બા માથે કંકુથી તિલક કરે ...આરતી ઉતારે...ને આશીર્વાદ આપે.. અને બન્નેને લઇને આંખમા ઝળઝળીયા સાથે પોલીસ બાની માફી માંગેને લઇ જાય...વળી કોકદી બાજુવાળી રમાબેન અને જગુભાઇને લેવા આવે ત્યારે ય બા રમાનેય તિલક કરે "સોડી મુંજાતી નઇ હોં.."
......
ઘરમા રતુભાઇ અદાણી ઘંટીએ બેઠા ભજન ગાતા લોટ દળે છે વજુભાઇ શાહ ને જયાબેન શાહ શાકશમારે છે વચ્ચે ઇંજેક્શન મારવા હરિપ્રસાદ દાકતર આવે ને આખુ ઘર હાસ્યનાં હિલ્લોળે ચડે...
"આ શુ લક્ષ્મી, ગાંધીની ગુજરી બજાર ભરી છે?આ રતુ જો કેવો જાડીયો થઇ ગયો સે પછી આરઝીહકુમત માટે દોડશે કેમ ? દડઘો થઈ ગાયો સે જો લક્ષ્મી.”
"મારા ઘરનુ ઘી ખાઇને તગડા બને ઇમા તું શુકામ બળે સે?"
"આ વજુને લોહી ચડતુ નથીને એની વહુ જયા રોજનુ પાશેર લોહી પી જતી લાગે છે" આ રાઘવજીલેવવો ભાઇ બહુ ચીપી ચીપીને બોલે ઇ ના કરતા નાનો પ્રેમજી લેવવા સારો "
બધ્ધા હસતા જાય ને લક્ષ્મીમાંને ક્યારે ઇંજેક્શન લાગી જાય ખબર નપડે...
આજે ઢેબર આવવાનો છે ...કાલે મનુભાઇ પંચોળી ગયો ને આ ગોરીયો મનુ શાહ આવીને ઉપર પડ્યોપડ્યો ઘોરેસે..ઓણસાલ મારો રવિશંકર ન આવ્યો એનુ ગોદડુ હવે ફાટી ગયુ હશે....
.......હવે આ બધ્ધા આઝાદી પછી કાં દેશ કાં દ્વીભાશીસરકાર સંભાળનારા હતા ઇની મને શું ખબર?અને ખબર પડે તોય હું થોડો પગે લાગવા વાંકો વળવાનો ?પણ મારી છાતીતો ફાટફાટ થાય કે નહી?તમને ભલે જડ લાગુ પણ અંદરની ચતના એવી જ કડેડાટ છે હોં.