Shapit - 1 in Gujarati Fiction Stories by bina joshi books and stories PDF | શ્રાપિત - 1

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

શ્રાપિત - 1















આ ધારાવાહિક કલ્પના માત્ર છે.તેના પાત્રો સ્થળ અને ઘટના સાથે વાસ્તવિક જીવનમાં કોઈ આડકતરી રિતે સંબંઘ નથી.

***********************************

ટક...ટક...ટક... દરવાજાની બહાર ઉભેલા વ્યક્તિએ દરવાજો ઝડપભેર ખખડાવતાં કહ્યું :" ખોલો દરવાજો"એક સ્ત્રી અંદરથી દરવાજો ખોલવા આવી.જેવી દરવાજાની સાંકળ ખોલી ત્યાં બહાર ઉભેલા વ્યક્તિએ પેલી સ્ત્રીને ધક્કો માર્યો અને બળજબરીથી ઘરમાં અંદર ઘુસી આવ્યાં. પાછળ અન્ય આઠ-દશ વ્યક્તિનો અવાજ સંભળાયો.

" ચાલો અંદર આજે આપણા ગામમાંથી અપશુકનિયાળ ડાકણનો વધ કરીને ગામને એનાં પ્રકોપથી મુક્તિ અપાવી છે. " ચાલો ચાલો બઘાં ".

દરવાજો ખોલનારી સ્ત્રી અચાનક બધાંને એકસાથે અંદર ઘુસી આવતાં જોઈ ગભરાઈ ગઈ. " કોણ છો તમે ! શું કામ આવ્યાં છો" ?

" હું કોઈ ડાકણ નથી તમારી જેમ સામાન્ય મનુષ્ય છું" રડતાં અવાજે પેલી સ્ત્રી બોલી.

અંદર ઘુસી આવેલા વ્યક્તિમાંથી બે વ્યક્તિઓ પેલી સ્ત્રીને ધક્કો મારીને પુછવા લાગ્યાં " ક્યાં છે પેલી તસવીર " ?
પેલી સ્ત્રી એકદમ મૌન ઉભી રહે છે. એક વ્યક્તિ બોલ્યો,
"હુકમ આપો માલીક આ શું એની સાત પેઢી પાસેથી સાચું બોલાવી શકું. તમે બસ ખાલી હુકમ આપો " બાજુમાં ઉભેલો લાખો બોલ્યો .

હાથમાં સળગતી મશાલ સાથે ઉભેલાં વ્યક્તિએ કહ્યું : "માલિક હુકમ આપો "!

મોટાં બંધ ઓરડામાં અંદરથી જોરજોરથી અવાજ આવતો હતો. "નહીં મને માફ કરો હું નિર્દોષ છું ".મને છોડી દ્યો.

હાથમાં સળગતી મશાલ સાથે ઉભેલો લાખો : " માલિક હુકમ આપો આ ડાકણને મુક્તિ મળી જાઈ ".

પીળા રંગની ધોતી અને સફેદ ઝભ્ભો પહેરીને ઉભેલાં વ્યક્તિએ કહ્યું : " આ તે કરેલા તારાં કર્મોની સજામાંથી તને મુકિતના માર્ગે મોકલી રહ્યાં છે ".

બંધ ઓરડામાંથી બુમાબુમ સંભળાતી હતી. હાથમાં સળગતી મશાલ સાથે ઉભેલા બે વ્યક્તિ આખાં ઓરડામાં કેરોસીનો છંટકાવ કરવા લાગ્યાં.ઘરની ઘરવખરી વેરવિખેર કરીને કશુંક શોધતાં હોય તેમ ઘરનો સામાન અને બધી વસ્તુઓ આમતેમ ફેંકવા લાગ્યાં.

પેલી ગભરાયેલી સ્ત્રી ડરીને બુમાબુમ કરવા લાગી. " શું કામ મારો સામાન તોડફોડ કરો છો ! શું જોઈએ છે " ? પેલી સ્ત્રી જેવી ઓરડાની બહાર આવવા નીકળે છે. ત્યાં બે વ્યક્તિઓ બળજબરીથી પેલી સ્ત્રીને અંદર ખેંચીને ઘરની વચ્ચેનાં સ્તંભ પર દોરડાં વડે બન્ને હાથ પાછળ બાંધીને આખાં ઓરડામાં કેરોસીનો છંટકાવ કરવા લાગ્યા.

પીળા રંગની ધોતી પહેરીને ઉભેલાં ગામનાં સરપંચ :" ક્યાં છે એ તસવીર ?

" મને કશું ખબર નથી શું કામ આવું કરો છો મારી હારે ? મને માફ કરો, હું આ ગામ છોડીને જતી રહીશ " રડતાં અવાજે પેલી સ્ત્રી બોલી.

ઘરનાં પાછળના દરવાજા પાસે ખુણામાં એક લોખંડની પેટી પડી હતી. પેટી ઉંચકીને બહાર લઈ જવામાં આવી .બે વ્યકિત પેલી સ્ત્રીને ઘરની વચ્ચે ટેકાવી રાખેલા લાકડાંના થાંભલા સાથે બાંધીને એની પર કેરોસીનનો છંટકાવ કરવા લાગે છે. સ્ત્રીની આંખોમાં ખુબ આક્રોશ દેખાય છે. આંખોમાં સામે ઉભેલાં ત્રણ વ્યક્તિના ચહેરા ઉભરાઈ આવે છે.

રડતી આંખોમાં હવે ડર નથી,મરવાનો ખોફ નથી, જીવવાની ઈચ્છા નથી, ઉભેલાં કોઈ પણ વ્યક્તિનો ડર નથી. એના ચહેરાના હાવભાવ અચાનક બદલાયેલા નજરે પડે છે. હાથમાં મશાલ સાથે ઉભેલાં વ્યક્તિ તરફ ગામનાં સરપંચ આંખના પલકારે એને સળગાવી દેવાની મંજૂરી આપે છે.

બધાં ઘરની બહાર નીકળવા લાગે છે‌. પેલી સ્ત્રીને આગ ચાંપી દેવામાં આવે છે. ધીમે-ધીમે એના વસ્ત્રો સળગવા લાગે છે બુમાબુમ ચીસો સંભળાવા લાગી. અંતે બહાર નીકળતાં ગામનાં સરપંચ પાછળ ફરીને જુવે છે.

આંખોમાંથી વરસતાં અંગારા જાણે હમણાં સરપંચના દેહને ભસ્મ કરી રહ્યું હોય, એવુ ડરામણું દશ્ય આંખો સામે ઉભું હતું. આજુબાજુના વિસ્તારમાં પ્રકાશ પડતો હતો.કાળી અંધારી અમાસની રાત્રે આખું ચોગાન રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું.

ત્યાં પેલી સ્ત્રી " સાધુ " એવો અંતિમ શબ્દ બોલે છે. સળગતા દેહમાંથી અંગારા વરસતાં હતાં. અને સાધુ શબ્દ આસપાસના આખાં વિસ્તારમાં ગુંજી ઉઠ્યું. ઘરની બહાર ઉભેલાં બધાં એકદમ સ્તબ્ધ બની ગયાં.

ગામનાં સરપંચના કાનોમાં એક શબ્દ વારંવાર ગુંજતો હતો. " સાધુ "...."સાધુ"...." સાધુ"......

ક્રમશ...