(સુખદેવના સુવાની રાહ જોતો જીગ્નેશ મહાદેવના નામનું રટણ કરતો પડ્યો હતો અને લગભગ ત્રણ વાગ્યાની આસપાસ મહાદેવે જાણે એની પ્રાથના સાંભળી અને સુખદેવ સુખની નિંદ્રામાં ઘેરાયો......)
હવે આગળ વાંચો.....
હવેલીમાથી એ લપાતો છુપાતો બાહર આવ્યો. અને ધીમા પગલે ગેસ્ટહાઉસ તરફ ચાલ્યો. ગેસ્ટહાઉસની પાછલી દીવાલને અડીને જે પીપળાનું ઝાડ એણે સવારે પસંદ કર્યું હતું. એ ઝાડ પર ચઢીને પહેલાં તો એ દીવાલ પર આવ્યો. બારેક ફુટ ઉંચી દીવાલ હતી. એણે સોમનાથને કહી રાખ્યું હતું એમ સોમનાથે દીવાલ ઉપર એક ડાંગ અને એક નાની એવી કોદાળી મુકી રાખી હતી. કોદાળી ને એણે કમરે બાંધેલા ખેસમાં ભરાવી અને ડાંગ હાથમાં ઝાલીને એ વાંકો વાંકો દીવાલ ઉપર ચાલતો છઠ્ઠા નંબર ના ઓરડા સુઘી પોહચ્યો. છઠ્ઠા નંબર ના છાપરે જઈને એણે ચાર નળિયા ખસેડ્યા. અને એ ઓરડામાં ખાબક્યો. પહેરણના ખિસ્સામાંથી એણે નાની ટોર્ચ કાઢીને એક ખુણામાં મૂકી. કમરેથી કોદાળી કાઢીને એ કામે લાગી ગ્યો. જરાક વારમાં તો એણે ખાસ્સુ એવુ ખોદી નાખ્યું. એને ખાત્રી થઈ કે આ ઓરડામાં કંઈ નથી. ત્યારે એણે ખોદવાનું બંધ કર્યું. ટોર્ચ પાછી ખિસ્સામાં સેરવી. કોદાળી ફરીથી કમરના ખેસમા ખોસી. અને નટબજાણિયાની જેમ ડાંગના ઉપયોગ થી જ્યાંથી એ ઉતર્યો હતો ત્યાંથી પાછો ઉપર ચડ્યો. અને સાતમા નંબર ના ઓરડામાં આજ રીતે ઉતર્યો. ત્યાં પણ એણે ખોદકામ કરી જોયું. અહી પણ એને નિરાશા જ મળી. હવે એને આઠમા નંબર ના ઓરડામાં જવું હતું. સાતમા નંબર ના છાપરે થી એ આઠમા નંબર ના છાપરા તરફ જ્યારે એ સરકી રહ્યો હતો. ત્યાં અચાનક એનુ ઘ્યાન ગેસ્ટ હાઉસના ડેલા તરફ ગયુ. એક માણસ હાથમા ફાનસ લઈને ડેલામાં પ્રવેશ્યો. એણે માથે ધાબળો ઓઢેલો હતો. અને એની સાથે ડેલાની પાસે બેસી રહેતા બે રખેવાળો પણ હતાં. એ લોકોને જોઈને જીગ્નેશને પરસેવો વળવા લાગ્યો. નક્કી આ સુખદેવ હોવો જોઈએ. મારાં પરાક્રમ ની એને ખબર પડી ગઈ હશે. એટલે મને એ રંગે હાથ પકડવા જ આવ્યો હોવો જોઈએ. એ છાતી સરસો છાપરા ઉપર સુઈ ગયો. પણ એણે પોતાની નજર પેલા ત્રણે ઉપર જમાવી રાખી. પણ એ ત્રણે જણા તો ત્રીજા નંબર ના ઓરડામા પ્રવેશ્યા. જીગ્નેશે એ ત્રણે ને ત્રીજા નંબર ના ઓરડામાં જતાં જોયા એટલે એણે મહાદેવનું નામ લઈને આઠમા ઓરડાની જડતી લઈ લેવાનો નિર્ણય કર્યો. પણ અહી પણ એને કંઈ હાથ ના લાગ્યું. એટલે મનોમન એ અંબાલાલ ઉપર શ્રાપ વરસાવતો છાપરે થી પાછલી દિવાલ પર આવ્યો. અને વાંકો વાંકો પીપળાના ઝાડ તરફ ચાલ્યો. ત્રીજા નંબર ના ઓરડા પાસે એ પોહચ્યો ત્યા એના કાને એક પુરુષનો સતાવાહી સ્વર સંભળાયો.
"બસ. બહુ થયુ હો..." જીગ્નેશ દિવાલ પર થી ગભરાહટ માં પડતા પડતા બચ્યો.
"માર્યા ઠાર..." એ મનમાં બબડ્યો. ત્યા એ સ્વર ના જ્યારે બીજા શબ્દો સંભળાયા ત્યારે એને ધરપત થઈ કે હજી એ કોઈની નજરે નથી ચડ્યો. ત્રીજા નંબર ની પાછલી જાળી માંથી અવાજ આવી રહયો હતો.
"... મારી ધીરજની કસોટી કરવા નુ હવે રેહવા દે. અને લગ્ન માટે હા પાડી દે.". જીગ્નેશે એ સ્વર ને ઓળખ્યો. સમી સાંજે જ્યારે સુખદેવ એને હવેલીએ લઈ જઈ રહ્યો હતો ત્યારે હાથમા પૂજાની થાળી લઈને સામે મળેલા આધેડ વયના ભાભા અંબાલાલ નો એ સ્વર હતો. અને જવાબમાં રુપા ની ઘંટડી જેવો પણ મક્કમ અને ક્રોધિત અવાજ સંભળાયો.
" હું બ્રાહ્મણ ની દીકરી તારા જેવા વાણિયા ને પરણું? શક્ય જ નથી."
'બ્રાહ્મણ ની દીકરી' આ શબ્દ સાંભળતાં જ જીગ્નેશ સાવચેત થયો. નક્કી કોઈ મારી નાત ની કન્યા અહી મુસીબત મા લાગે છે. મારે ગમે તેમ કરી ને આની મદદ કરવી જોઈએ. એ દિવાલ પર થી ફરી એકવાર છાપરે આવ્યો. ત્રીજા નંબર ના ઓરડાની ઉપર થી એણે એક નળિયું ખસેડ્યું. અને અંદર દ્રષ્ટિ કરી તો અંબાલાલ એના બે રખેવાળો સાથે ત્યા ઉભો હતો. અને સામે એક ખુબસુરત કન્યા દિવાલ ને અઢેલીને ઉભી હતી છોકરીના નકારથી એ ધુવાફુવા થતો તાડુક્યો.
"લગન તુ તો શુ તારો બાપ પણ કરશે." છોકરી સામે બમણા જોર થી તાડુકી.
"હા. તારી માને તૈયાર કરીને માંડવામાં લઈ આવજે. મારો મરી ગયેલો બાપ ભુત થઈને તારી માને ઘરઘવા આવશે." અને અંબાલાલ નો પિત્તો ગયો. એણે એક લપડાક છોકરી ના ગાલ પર મારી. અને પછી પસ્તાવા ભર્યા સ્વરે કહ્યું.
"ચકોરી. શા માટે મને હાથ ઉપાડવા માટે વિવશ કરે છે. સીધી રીતે માની જાને."
"હું તારી દીકરી ની દીકરી જેવડી છું. તને જરાય શરમ નથી આવતી?" ચકોરી ની આંખમાં પાણી આવી ગયા હતા. પણ અંબલાલ તો સાવ નફ્ફટ હતો.
"હા શરમ તો ખુબ આવે છે. પણ એ વાતે કે હું આ દૌલતનગરનો માલિક. આટ આટલી મારી પાસે જાહોજલાલી હોવા છતાં મને. મને.તારા જેવી બે બદામની છોકરી પરણવાની ના પાડે છે."
"હુ એક પંડિત શિરોમણિ ની કન્યાં. તારા જેવા વાણિયા નો હાથ ઝાલું. એ સંભવ જ નથી. અને તુ વાણિયાને બદલે બ્રાહ્મણ પણ હોતને તોય તારા જેવા ડોસલાને તો નો જ પરણત સમજ્યો."
ક્રોધથી ડોળા તગતગાવતા અંબાલાલ બરાડ્યો.
"ચોવીસ કલાક. કાન ખોલીને સાંભળી લે. ચોવીસ કલાકનો સમય આપુ છુ. માની જા."
"નહિતર.?"અંબાલાલ ને પડકારતા ચકોરી બોલી.
"નહિતર. અહીજ. આ ભોંય ઉપર પછાડીને હુ તારા ઉપર બળાત્કાર ગુજારીશ. પછી જોવ છુ કે તુ કેમ મને નથી પરણતી." .................જીગ્નેશ કઈ રીતે એ અબળાની મદદ કરે છે રાહ જુવો.....