"શીરાવીને ઉભા થાય એટલે લક્ષ્મીમાં કાળીદાસભાઇને ફરીથી ટોકે.."આ બળદીયાની જેમ દોડ દોડકરોસો તો રોજ કેવુ પડે કે આ વાટકી બદામનો ગરમ શીરો ખાઇ લેવાનો..?"બાપા પાછા પાટલે ધડામબેસી પડે ને શીરાની વાટકી પુરી કરે ત્યાં સુધી લક્ષ્મીમાં મરક મરક હસ્યા કરે..કાળીદાસબાપા છેલ્લીચમચી શીરો ખાઇને પુછે "હવે ઉભો થાંઉ?""ના ના મારા રોકયા રોકાવાના સો? એ જાવ હોં"
.......
ખીસ્સામા બે ત્રણ ચોક નાખીને કાળીદાસભાઇ અનાજમાર્કેટમાં (દાણાપીઠ)પહોંચે એટલે પટેલોલાઇનમા ઉભા રહીને બાપાને"એ રામ રામ બાપલા"કરે ને કાળીદાસભાઇ એક એક ગાડાખેડુનો અનાજના ભાવ પ્રમાણે હિસાબ કરી તેના ગાડાના સાઇડના પડખામા વજન અને હિસાબ લખતાજાય...અગીયાર વાગેતો પચાસ સો ગાડાના હિસાબ લખાઇ ગયો હોય અને વળી લફડફફડ ડાફુભરતા જુની બજારની ઉંચા ઓટલાવાળી દુકાને પહોંચી જાય...પોતાની રીતે બધાના હિસાબનો આંકડોમાંડીને માણસને દુકાનની સામેની મોદી શેરીના ધરે મોકલે..."બા પૈસા મંગાવ્યા સે..."
બા તિજોરી ઉધાડી પૈસાનુ પોટલુ આપી દે..."જા વેતો થા " જો ધરમા નાની છોડીયુ રમતી હોયતો એનેબોલાવે .." એઇ...કમુ કાંતા કરીને ચાર પાંચ છોડીયુના નામ બોલે ..પણ હાજર હોય ઇ ફરાકમા પોટલુકે માથા ઉપર પોટલુ લઇને દોડે..."જા મેલી છાંડ.."પણ ઇ પવન પાવડી રમતી દોડાવી હોય એટલે હડીકાઢતી પાછળ ગાંધીચોકની દુકાને ભાગે પાછળ પાછળ માણસ દોડતો હોય..
ઓટલો ચડીને પોટલુ ગાદી ઉપર ફેકીને ધોડતી પાછી ભાગે...
કાળીદાસબાપા પોટલુ ઉપાડી મેજમાં મુકે .કાળીશાહીનો ખીત્તો કાઢી લાંબા ચોપડાની ગડી ખોલે..
ગાડાખેડુ એક પછી એક આવતા જાય ...બાપા ગાડા ઉપરનો આંકડો વાંચતા જાય નામ લખતા જાય નેહિસાબ કરતા જાય...હાં રવજી કેમ સો મજામા સોને?રવજી બહાર ઠંડુ ગોળાનુ પાણી પીવે પાધડી કેટોપી ઉતારી વાહર ખાતા બેસે ત્યાં બાપા બધો હિસાબ સમજાવે..પછી રુપીયા આપી ગણાવે...લે હવેહાંચવીને લઇ જાજે બહુ હટાણુ ન કરતો.."
પણ રવજી ઉભો થઇને કાળીદાસભાઇને ધરે જાય "બા રામ રામ..."પછી ફળીયામા બેસી પડે..
લક્ષ્મીમાં ઓંશરીમા પાટ ઉપર બેઢઠા હોઇ ઇ ઉભા થઇ જાય "રોટલા નથી લાવ્યો?"
બા અટલુ બોલે ત્યાંતો ધ્રુસકે ધ્રુસકે રડી પડે"હુ થ્યુ પટેલ માંડીને વાત કર".....
........
ગાડાના હિસાબ થતા જાય એમ ગુણીયુ ગણીને ગોડાઉનમા ઠાલવતા જાય...ગામમા કોઇનુ ગજુ નહીકે સાંઇઠ સીતેર કે સો ગાડા માલ રોજ લે... ખેડુતો જ્યાં છાંયો મળે ત્યાં ગાડા છોડીને ભાતુ ખાવાબેસી જાય....બધા ગાડાખેડુનો હિસાબ થાય ત્યારે બપોરા થઇજાય છે.બાપા ધરે પોટલુ બાંધીને પીઠપાછળ લટકાવતા ધરે આવે છે,ત્યારે રવજી મુંગો મુંગો લક્ષ્મીમાના રોટલા શાક ને દાળ જમતો નીચીનજર કરી બાપાને જોઇને મોઢુ ફેરવી લે છે.
બાપા એક અક્ષર બોલ્યા વગર હાથ પગ ધોઇને ગજારમાં જમવા બેસે છે ત્યારે લક્ષ્મીમાં હાથમા પંખોહલાવતા ધીરે ધીરે શરુ કરે..."બશારાની છોડી પાછી થઇ સે જમાઇ રુપીયા માંગેસે કેછે કે છોડીનેઢોરમાર માર્યો સે...તે ઇના દાગીના પડ્યાસે ...બચારાના આંહુ રોકાત નથ્ય તે ઓલા જમને દાગીનાઆપી દે તો છોડી હચવાઇ જાય..."
બાપા "હું ...હમમમ હુંમ કરતા જાય ને જમતા જાય... તે તમે કાંઇ નક્કી તો કરી લીધુ હશેને ? બા હસતાજાય"હાય હાય તમને પુછ્યા વગર એમ કેમ નક્કી કરુ? રવજી હોય કે શામજી કે કરશન
તમે હા પાડો તો જ..."
"ઇ ને કે જો લખાણ કરીને દાગીના આપે ને ડારો દેજો કે વ્યાજુકા પૈસા ક્યારે આપશે? મને ઇ ના મોઢાઉપરથી હવાર લાગ્યુ તુ નક્કી હલવાણો સે એટલે મે કીધુતુ બહુ હટાણુ નકરતો પણ વાલીડો મારીપાંહે મોઢેથી ફાટતો નથી ...અંહીયા આવીને રો કકળ કરી મુકી હશે એટલે તમારે તો હાંઉ...દઇદ્યો બસદઇદ્યો......આપણે ધર્માદાની પેઢી નથી...જરા હમજો..."
"તો ના પાડી દઉંસુ બસ ભલે રોતો કકળતો રવજી એને ગામડે જાય ..
"મેં કીધુ આપીદ્યો,પણ ડારો દેજો કે પૈસાય લઇ ગ્યો છેને દાગીનાયે લઇ જાય છે ,આવતા વરસે કાંદાગીના કાં પૈસા ને કાં વ્યાજ દેવુ પડશે....."