વસુધા
પ્રકરણ : 24
પીતાંબર ડેરીએ દૂધ ભરાવવા ગયો અને વસુધા અને સરલા ધોવાનાં કપડાં વાડામાં લઈને આવ્યાં. સરલાએ પીતાંબરનું પહેરણ જોયું એમાંથી તીવ્ર વાસ આવી રહી હતી એ થોડામાં બધું સમજી ગઈ. પીતાંબર ડેરીએથી આવ્યો બધાં ચા નાસ્તો કરવા સાથે બેઠાં અને સરલાએ સીધુંજ વસુધાની સામે પીતાંબરને પૂછ્યું ભાઈ તું રાત્રે ખેતરે ગયેલો ? સારું કર્યું રાતે પણ ચોકી તો જોઈએજ. ઉભો પાક કોઈ ભેલાણ ના કરે એટલે જરૂરી છે પણ તેં આમ હલકાં કામ ક્યારે શરુ કર્યા ? રાત્રે કેમ પીધેલું ?
વસુધા સમજી નહોતી રહી અને પીતાંબર સરલા સામે ના જોઈ શક્યો એણે મોઢું અને આંખો નીચી કરી દીધી. સરલાએ વસુધાને કહ્યું તું પરણીને આવી છે આ ઘરની લક્ષ્મી છે અને આ ઘરમાં ગૃહલક્ષ્મીએ ધ્યાન રાખવાનું છે કે એનો પતિ શું કામ કરે છે કોની સાથે ઉઠે છે બેસે છે અને શું પીએ છે ?
વસુધાએ પૂછ્યું કેમ એમણે શું પીધેલું ? એતો જમીને ગયાં હું ખુબ થાકી હતી પડી એવી સૂઈજ ગયેલી. સરલાએ હવે એણે સ્પષ્ટજ કહી દીધું તારાં પિતાંબરે કાલે રાત્રે દારૂ પીધો છે.વસુધાનો હાથ એનાં મોઢાં પર આવી ગયો એની આંખોમાંથી આંસુ નીકળી આવ્યાં એનો ચેહરો પડી ગયો આજે પીતાંબરથી કદી માફ ના થાય એવો ગુનો થઈ ગયેલો...સરલાએ પીતાંબરની સામે જોઈને કહ્યું પહેલાં તો મને પણ આ બધી ખબર નહોતી પડતી સાવ બાઘીજ હતી હું ભોળી હતી કે બધી મને નથી ખબર પણ ભાવેશ પણ આવી રીતે રાત્રે ખેતરે પીને આવેલાં. મેં એમણે મારાં સમ આપ્યાં છે અને સ્પષ્ટ કીધું કે હવે પીધું છે તો પીયર જતી રહીશ.અને એમાં તમારી અને મારી બંન્નેની બદનામી થશે.
પીતાંબર તને આ શોભે છે ? તું હજી નાનો છે અને હમણાંજ તારાં લગ્ન થયાં છે તારી સૂજેલી આંખો તો જો.
પિતાંબરે પોતાનો લૂલો બચાવ કરતાં કહ્યું દીદી એ તો આખી રાત ઉજાગરો થયેલો એટલે છે. અને...પેલો..
સરલાએ કહ્યું મારે બીજી કોઈ વાત સાંભળવી નથી અત્યારે માં મંદિરે અને બાપા ખેતરે ગયાં છે એટલેજ મેં આ વાત અત્યારે કાઢી છે ખબરદાર ફરીથી આવું કઈ પીધું છે તો.
પીતાંબરે કહ્યું દીદી ભૂલ થઈ ગઈ માફ કરો હું ખેતરે ગયેલો અને કલાક પછી ખેતરમાં શેઢે શેઢે ફરતો હતો ત્યાં રમણીયો અને પકલો આવેલાં એ લઈને આવેલાં બધાએ ખુબ દબાણ કરેલું અને લગ્નની પાર્ટી માંગી હતી હવે ફરીથી આવી ભૂલ નહીં થાય વસુધાતો આવું સાંભળી રડતી રડતી મેડીએ એનાં રૂમમાં જતી રહી.
સરલાએ કહ્યું પીતાંબર તને ખબર પડે છે કંઈ? માં પાપા જાણશે તો શું થશે ? અને આવી ગુણીયલ અને સુંદર છોકરી તને મળી છે તારે તારો સંસાર બગાડવો છે ?
પીતાંબરે સરલાની સામે થોડી તીખી નજર કરતાં કહ્યું દીદી સંસાર મારો તમે સળગાવવા બેઠાં છો વસુધાને તો ખબર જ નહોતી તમારે એણે જણાવવાની ક્યાં જરૂર હતી ? મને એકલાને પૂછી ના લેવાય ? એણે હવે બધી ખબર પડી ગઈ તમે આવું શા માટે કર્યું ?
સરલાને એકદમ ગુસ્સો આવી ગયો એણે કહ્યું વાહ મારાં નાનકા ભાઈ ચોરી ઉપર સીના જોરી તું ગુનો કરે ઉપરથી મને ધમકાવે છે ? તારો સંસાર સળગાવું છું ? તને બોલતાં આવું આળ મૂકતાં શરમ ના આવી ? મેં વસુધાની સામે એટલેજ કહ્યું કે એને કશી ખબરજ નહોતી પડી અને હું તો અહીં ક્યાં સુધી રોકવાની ? મને ખબર છે મારી ફરજ શું છે ? મારુ સાસરુજ મારુ ઘર છે આ બાપનું ઘર મને વળાવી ત્યારથીજ પારકું થઈ ગયું છે તેં આજે મને મહેણું મારીને શું સાબિત કર્યું ? તારાં આનંદમાં કે તારાં સારા સંસારમાં હું આગ ચાંપું છું ? એ છોકરી ભોળી છે મૂર્ખ નથી એને આજે નહીં તો કાલે ખબર પડવાનીજ હતી તું હજી આગળ ના વધે તારું ધ્યાન રાખે એટલેજ મેં એની સામે તારો ભાંડો ફોડ્યો છે એ સરવાળે તારાં હિત અને સારાં માટેજ છે તું મને ગમે તેવા શબ્દોથી મને મ્હેણાં મારે મને કોઈ ફર્ક નહીં પડે પણ આજે ચૂપ રહી તારું ભવિષ્ય ખરાબ કરવા નહોતી માંગતી એ રમણીયો અને પકલો તો રખડેલ છે હજી કોઈનાં લગ્ન નથી થયાં હરાયા ઢોરની જેમ આખાં ગામમાં અને સીમમાં રખડતાં ફરે છે તું બ્રાહ્મણનો ઉચ્ચ કુળનો છોકરો છે તારી આટલી સારી પત્ની છે એ તું કેમ ભૂલે છે ? આમ શોખમાં ને શોખમાં આ દારૂની લતે ચઢી ગયો બરબાદ થઇ ગયો તો એ રખડેલો તને બચાવવા નહીં આવે થોડી સમજણ કેળવ અને નહીં સુધરે તો નહીં ચાલે હું હજી વસુધાને સમજાવીશ આટલી સારી છોકરી મળી છે એની સાથે આનંદથી રહે આમ તારાં સંસારમાં તું તારી જાતે જ પલીતો ના મુકીશ. આજે તને મારી વાણી કાળવાણી લાગે છે પણ તારાં સારાં માટેજ છે. હું તારી દુશ્મન નથી તારું સારું ઈચ્છું છું તારાં અને વસુધા વચ્ચે ઝગડો નથી કરાવતી પણ એની આંખો ખોલું છું કે આ ગામમાં આવું પણ થાય છે તને સારાં લાગતાં એ રખડેલ દોસ્તો સારાં અને અમે ખરાબ લાગીએ છીએ.
સરલાએ થોડાં શાંત થઈને આંખમાં આંસુ સાથે કહ્યું મારાં નાનકા હજી નાનો છું તું ખુબ હુંશિયાર અને મહેનતું છે આપણાં ઘરમાં આ જાહોજલાલી અને પૈસો બાપાની મહેનત બચત અને તારાં સાથથીજ છે. હું આ બધું જોઈ ચુકી છું અનુભવી ચુકી છું તારી પાસે હું મારી સાથળ ખુલ્લી ના કરી શકું આટલામાં સમજીજા.. હું તારું અને આપણાં ઘરનું સારું અને ભલું ઈચ્છું છું એમ કહેતાં કહેતાં રડતી રડતી પીતાંબરને વળગી પડી.
પીતાંબર પણ ઢીલો થઇ ગયો એપણ લાગણીથી ભીંજાયો સમજ્યો અને રડી પડ્યો અને બોલ્યો દીદી મને માફ કરો હું તમને ગમે તેમ બોલ્યો છું હવેથી હું કદી નહીં પીઉં એ રમણ અને પકલા સાથે દોસ્તી નહીં રાખું પણ તમે વસુધાને સમજાઓ હું એવો છોકરો નથી.
સરલાએ પીતાંબરનાં માથે હાથ ફેરવતાં કહ્યું પીતાંબર તને ખુબ લાડમાં અમે ઉછેર્યો છે કોઈ વસ્તુની માં બાપાએ તને ખોટ નથી પડવા દીધી કાલે ઉઠીને તારે ત્યાં છોકરાં થશે તું એમને કયો વારસો આપવા માંગે છે શું શિક્ષણ અને સંસ્કાર આપીશ ?
પીતાંબરે કહ્યું બસ કરો દીદી હું માફી માંગુ છું હું લગ્નની ખુશી અને આવેશમાં ભૂલ કરી બેઠો છું ફરીથી નહીં કરું પણ તમે વસુધાને સમજાવજો. નહીંતર....
સરલાએ કહ્યું એણે જાણવું જરૂરી હતું એટલે કીધું છે પણ હું એણે સમજાવીશ વાળી લઈશ પણ હમણાં તું ઉપર જ એની પાસે બેસ એણે સમજાવ એણે તું પાકી ખાત્રી આપ વિશ્વાસ કરાવ એ વધુ જરૂરી છે બાકીનું હું સંભાળી લઈશ. તમારાં બે વચ્ચે ખટરાગ થાય તારું સ્વમાન એની પાસે નાં રહે મને એપણ નહીં ગમે.. નથી ગમ્યું પણ મને મારી સ્થિતિ યાદ આવી ગયેલી એ ગુસ્સામાં મેં એને કહી દીધું અને એ છોકરી હમણાંજ તને પરણી ને આવી છે. એનાં માં બાપે આપણું કુટુંબ આપણાં સંસ્કાર જોઈને એને આપણને સોંપી છે. હું જાણીને પણ એને અંધારામાં કેવી રીતે રાખી શકું? તું જા એની પાસે...
પીતાંબરે કહ્યું હવે કયું મોઢું લઈને એની પાસે જાઉં ? હું કેવી રીતે સમજાવું ? એ મારાં ઉપર વિશ્વાસ કરશે ? મારી હિંમતજ નથી થતી.
સરલાએ કહ્યું નાનકા ભૂલ કરી ત્યારે વિચાર નાં આવ્યો કે ઘરે ખબર પડશે તો શું થશે ? હવે હિંમત કેળવી ને જા એને સમજાવ પ્રેમથી બાકી હું બેઠી છું તારી દીદી છું તારું કંઈ પણ બગડવા નહીં દઉં તારો લીલો અને મીઠો સંસાર અને આપસી સબંધ જોવા માંગુ છું જા ...ઉપર..માં બાપા આવે પહેલાં બધું સામાન્ય થઇ જવું જોઈએ...
પીતાંબર આંખો લૂછીને ઉભો થયો અને ધીમા પગલે મેડ઼ી પર એનાં રૂમમાં ગયો.
વસુધા ત્યાં પલંગ પર બેઠી રડતી હતી રડી રડીને એની આંખો લાલ થઇ ગઈ હતી.પીતાંબર એની બાજુમાં બેઠો અને થોડીવાર વસુધાને જોઈ રહ્યો અને વસુધનો હાથ પકડીને બોલ્યો વસુ મને માફ કર મારી ભૂલ થઇ ગઈ.
વસુધાએ જોરથી હાથ છોડાવી દીધો અને રડતાં રડતાં બોલી તમને આવાં નહોતા ધાર્યા...મને તમારાં ઉપર કેટલું અભિમાન હતું કે તમે કેવા સંસ્કારી અને મહેનતું અને પ્રેમાળ છો તમે આ શું કરી નાખ્યું ?
પીતાંબરે કહ્યું વસુ મારી ભૂલ થઇ ગઈ ત્યાં રાત્રે મિત્રો આવીને લગ્નની પાર્ટી માંગેલી એલોકોજ લઈને આવેલાં બધાં અહીં લગ્ન પછી આવી પાર્ટી આપે છે મેં સાવ થોડુંક્જ પીધેલું મને પણ એનો સ્વાદ નહોતો ગમ્યો. ભૂલ થઇ ગઈ માફ કરી દેને.
વસુધાએ કહ્યું તમે વિશ્વાસ તોડ્યો છે મારો મને ભોળીને કંઈ ખબરજ નાં પડી મેં ઘરમાં કદી આવું જોયું નથી નથી મારાં બાપાને કે કોઈને જોયાં તમે આ શું કરી નાખ્યું ? આ સારી લત નથી આમાં આખું ખોરડું કુટુંબ વગોવાઈ જાય અને બરબાદ થઇ જાય આ ગામની દીવાલો અને પંચાયતની દીવાલો પર દારૂ વિષે કેટલી ચેતવણી આપી છે આમાં તો બધું લૂંટાય જશે હજી આપણેતો સાથે જીવવાનું શરૂ કર્યું છે તમે મારી બધી હિંમત ભાંગી નાંખી છે નિરાશ કરી દીધી છે હવે શું માફી માંગો છો અને ત્યાં દાદર પર પગરવ થયાં અને...
વધુ આવતા અંકે - પ્રકરણ :25