Vagdana Phool - 5 in Gujarati Short Stories by Divya Jadav books and stories PDF | વગડાનાં ફૂલો - 5

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

વગડાનાં ફૂલો - 5

" બા હુ કામ ! " પૂનમ કડવીબેનના ખોળાને આંસુઓથી ભીંજવી રહી હતી.

" કંચન! " કડવીબેન બોલતા અટકી ગયા.

" કોણ કંચન બા" પૂનમે કહ્યું .

" તારા સસરાને એ ત્રણ ભાયું હતા. વચેટના ભાઈ રવજીભાઈની વહુ કંચન. રવાભાઈ તો ટીબી માં પરલોક સિધાવી ગયા. ને બાપડી કંચન! એક એક દી એના માટે વસમાં થઈ પડ્યા. સગા તો નોતા પરંતુ કાકાનાં ભાઈભાડું એ આવા વખતે સાથ છોડી દીધો. નાક આડું આવે ને!
બચારી એ જીવતે જીવ ખાપણ ઓઢી લીધું . બે ઘડી કોઈના મીઠા શબ્દ હાંભળી લે તો યે બીસારી રાજી રાજી થઈ જાતી. આવા દી તો ક્યારેક જ આવતા જ્યારે જમકૂ માં ન હોય તારે. બાકી તો કંચન માટે હસવું એ પણ દોહ્યુલું હતું. "

" બા ! કંચનકાકી, એનાં વિશે મે પણ હાંભળ્યું પણ આખી વાત પુસવાનો વખત ન આવ્યો. હે બા હાચી વાત સે ગામનાં કે સે એ કે કંચનકાકી કોઈની હારે! " મેનાએ કહ્યું.

" અઢાર વરહની ઉંમરે વિધવા થઈ.હજી તો એ નાનું બાળ કેવાય એના એ ઓરતા હોય ને. ભૂખ.. ભૂખ ભૂંડી સે બેન. એ બાપડી કેને કેવા જાય જુવાની ભઠ્ઠીમાં ધગતી હોય તયે રાત કેમ કાઢવી એ જેને વીતી હોય એ જાણે. જનારું તો હાલ્યું ગયું. વાહેનાને જીવતા મારતું ગયું. એમાંય રિવાજના નામે, ધરમ કરમના નામે થતાં અત્યાચારોનો સામનો એ બચારી મુંગે મોઢે સહન કરી લીધો.પરંતુ ભેંકાર ભાસતી રાત કેમ કાઢે. કોને કે. તે જમાનામાં જમકુડોહી પાહે તારા બાપાનું એ કંઈ ન હાલતું.

એમાંય દીકરાને ખાઈ ગઈનું આળ જીવતરને વધારે આકરું કરી મેલતું. એ ટાણે એને રોવા કોઈનો ખંભો મળી ગયો એમાં ખોટું સુ હતું. રિવાજના નામે જીવતી બાળવા કરતા તો બીજે પરણાવી દે તો હુ ખોટું! પણ નઇ નાક વઢાઈ જાય મોભીઓનું આપણે સ્ત્રીની જાત સહન કયરે જવાનું?"

" બા કોણ હતું એ જે કંચનકાકી હારે." મેના બોલતા સહેજ ખચકાઈ

" મોહન હતો."

" મોહનકાકા! "

" હા! મોહન લાલચુ તો હતો જ . હારે વિધવાભાભી ઉપર નજર બગાડી એ તે દહાડે માણસ મટી ગયો. ને અટાણે હલકટ નાક વારો થઈને ફરે સે. એમાં કંચનનો વાંક જરાયે નોતો હો! એ તો એ'દી ઘરમાં કોઈ નોતું. આભ માથે વરસાદનું જોર ને માંડવી કાઢવાની ઉતાંબર એટલે કંચન ઘરે એકલી ને અમે હંધાય ખેતરે.


ઘણા સમયે આમતો કહી શકાય કે જાણે સદીઓ વીતી ગઈ હોય એમ આજે ખુલ્લો શ્વાસ લેવાનો વારો આવ્યો. કંચન ફળિયામાં બાહો ફેલાવી ઊભી હતી. આંખો આકાશ તરફ મંડાય ને પંખીઓ ઊડતા નજરે ચડ્યા. ધૂળ સાથે કેટલા દિવસે જાણે મેળાપ થયો. પવનના વાવટા એ સાડીનો પાલવ ઉડાડી જમીન દોસ્ત કર્યો. ને હૈયે ધરબેલી વરાળ જાણે બહાર આવવા મથી રહી હતી. કંચનની કાંચનવરણી કાયા જુવાનીની આગમાં નીતરી રહી હતી. એના શરીરના હરેક વળાંકોમાંથી પરસેવો નીતરી રહ્યો હતો. લાંબા ખુલ્લા વાળ ઘણા સમય પછી હવા સાથે વાતો કરી રહ્યા હતા. કંચનના રૂપાળા દેહને જ્યારે પવનનો સ્પર્શ થતો ત્યારે લાગતું કે બે ઘડી એ પણ થંભી ગયો હોય.

" કોરીકાટ ધરામાં હવે અનરાધાર વરસાદની રાહ જોવાની ન હોય હવે તો અગનગોળા જ નસીબે વરસવાના સે." કંચન હાથમાં ધૂળનો દોથો ભરીને દૂર ઉડાડતા બોલી.

શરીરના પરસેવાને પણ આજે નિતરવાની છૂટ મળીને કંચનના શરીરને તરબોળ કરી મેલ્યું. કંચન ઘરની પાછળ આવેલા કૂવા પાસે પહોંચી." કેટલાય જુગ પસી ધોરા દ'હાડે કૂવો ભાર્યો" કંચન કૂવાની પાળનો સ્પર્શ કરતા પોતાનો ધણી યાદ આવી ગયો. બેય જોડલાઓની કેટલીયે સોનેરી પળોનો સાક્ષી હતો કૂવો. જ્યારે પણ કંચન કુવે પાણી ભરવા આવતી ને પાછળથી રવજી પણ આવી પહોંચતો.

કૂવાનાં ગરેડા ઉપરથી દોરડું ખેંચતી કંચનના હાથનાં એ સોનાના કડાઓનો મીઠો રણકાર રવજીના મનને રોમંચિત કરી મેલતા. ત્યારે રવજી કાંચનનો હાથ પકડી લઇ પોતાની બહોપાસમાં સમાવી લેતો. અને કંચન પોતાના દેહને રવજીનાં હવાલે કરી નાખવા તલપાપડ થઈ ઉઠતી.

કૂવામાં ગાગર પડવાનો આવજ કંચનને રવજીની યાદોમાંથી બહાર ખેંચી લાવ્યો. કંચને આજુ બાજુ નજર ફેરવી તપાસી જોયું. " કોઈ નથી" મનમાં બબળતી કંચન ગાગરમાના પાણીને પોતાને માથે રેડી દીધું. પાણીના સ્પર્શથી કંચનના રૂંવાડે જાણે હાશકારો અનુભવ્યો. પછી તો બીજી ,ત્રીજી કરતા પાંચ ગાગર ભરીને પાણી માથે રેડી દીધું. છતાંય રવજી મનમાંથી બહાર જવાનું નામ નહતો લેતો. માથે પડતાં સતત પાણીના રેલા છતાંય આખું શરીર ધગી રહ્યું હતું. " ફ્ટ રે! ભૂંડી અટાણે કમતી હુજવા બેઠી કે હુ. ભાયડો મહણે ક્યાં ગોતવો."
કંચન હૈયાફાટ રુદન કરવા માંગતી હતી. ગુંદરની જેમ ચોંટેલી વેદના બહાર લાવવા મથતી હતી. પરંતુ એમ કરવાનીએ પરવાનગી જમકુમાં પાસે લેવી પડે એટલી ધાક જમકૂમાની હતી. " રખે ને અતાર મને નાતા કોઈ જોઈ જાહે તો ફજેતો થાહે. " કંચન શરીર સંકોડતી ત્યાંથી ઘર તરફ દોડી ગઈ. પાણીથી લથબથ શરીરમાં કંચનનું રૂપ દેખાઈ આવ્યું. એના શરીરના હરેક ભાગ પારદર્શક થવા લાગ્યા. હાથ આડા રાખી શરીર ઢાંકતી કંચન ઝડપભેર ઘરમાં પ્રવેશી. ખાટલે આરામ કરી રહેલા મોહનથી અજાણ એ કપડાં બદલી રહી હતી. ઓરડાની ખુલ્લી બારીમાંથી દેખાઈ રહેલું કાંચનનું શરીર મોહનને સળગાવી ગયું.

દિવસે આવેલા તોફાને કંચનને વધારે બેબાકળી કરી મેલી. કંચન ઊભી થઈ રાત વેરણ થઈ ગઈ અને એ ઓરડાની બહાર આવી.અસ્તવ્યસ્ત
થઈ ગયેલી સાડી સરખી કરી,માથેથી છેક નાક સુધી સાડલો ઓઢી ફરીએ પાછળના કુવે પહોંચી. જમકુમાં એ કૂવા સુધી જ અવવાની રજા આપી હતી. એ પણ રાતનાં અંધારે કોઈ જોવે નહિ તેમ. કંચનની નીત્યક્રિયા રાતે ઘોર અંધારીમાં થતી.
આ વાતનો જાણકાર મોહન ધરારથી ફરિયામાં ખાટલો નાખી હૂતો ને છાનોમાનો કંચનના દેહને નીરખવા લાગ્યો. એની હવસની આગ વધી રહી હતી. અને એ ખાટલેથી ઊભો થઈ ધીમા પગલે કૂવા પાસે જઈ ઊભો રહી ગયો.

(ક્રમશ.)