Vagdana Phool - 2 in Gujarati Short Stories by Divya Jadav books and stories PDF | વગડાનાં ફૂલો - 2

Featured Books
Categories
Share

વગડાનાં ફૂલો - 2

વહેલી પરોઢે પંખીઓના કલરવ સંભળાઈ રહ્યા હતા. સૂરજના સોનેરી કિરણો બારીમાંથી પ્રવેશી ઓરડામાં દાખલ થવા લાગ્યા. આંખોમાં આવતાં સૂર્યના કિરણોને રોકવા હથેળી આડી કરી આંખોના બિડાયેલા પોપચાઓને બળજબરી પૂર્વક ખોલતી પૂનમ પથારીમાંથી ઉભી થઇ. આખી રાત કાર્તિકની રાહ જોવામાં કાઢી ક્યારે પોતાને નીંદર આવી ગઈ એ ખબર નાં રઈ. એણે બહાર નીકળી જોયું. કડવીબેન ફરિયું વાળી રહ્યા હતા. મેના ખાટલે સૂતી હતી. પુનમની નજર ઘરની ડેલીએ જઈને અટકી ગઈ. "કાર્તિક! " ઊંડા નિસાસા સાથે એ બોલતા અટકી.

ઓસરીની કોરે ઊભેલી પૂનમને જોઈ કડવીબેન સાવરણાને જમીન પર પછાડી. માથે સાડીનો છેડો ઓઢતા મલકાતાં પૂનમની નજીક આવ્યા." બટા કેમને ઊપાદી નાં કરાય. વરસાદ હતો તે ક્યાંક રોકાય ગયા હસે. તું તારે નાહી ધોઈ શિરામણની તૈયારી કર. હમણાં બાપ દીકરો બેય આવી જાશે તો ભૂખ્યા ખાવું ખાવું કરશે. તે ય રાતે નથી કઈ ખાધું. હાલ હવે હંધિય ચીંત્યા મુક ને . શિરામણ બનાવી નાંખ. કાર્તિકને ભાવતું કઈક બનાવજે, એમ કર થોડો પરસાદ જ હલાવી નાખને! તારા બાપાય ખાશે." કડવીબેન પૂનમને
હિંમતમાં લાવવા કહી રહ્યા હતા.

ડેલીએ ખખડાટ સંભળાયો. મેના પથારીમાંથી એકદમ ઉભી થઇ ગઈ. એને દોટ મૂકી ડેલી ખોલી. સામે જમકુંડોસી અને મોહનભાઈ અને એના પત્ની ત્રણેય ઊભા હતા. એના ચહેરા ઉતરી ગયેલા જોઈ મેના જાણે એક ધબકારો ચૂકી ગઈ .અને છાતી પર હાથ રાખી વધી રહેલા ધબકારાને શાંત પાડવા નિર્થક પ્રયાસ કરવા લાગી.

" આવો ભાઈ ! કંઈ હમાચાર આયવા કે તમારા ભાઈના? " કડવીબેન ફળિયામાં ખાટલો ઢાળતાં બોલ્યા.

મોહનભાઈના પત્ની પુરીબેન અને જમકુમાંને મોહનભાઇની પાછળ હળવે પગલે ડેલેથી છેક ફળિયાં સુધી આવતા જોઈ કડવીબેન મજાક માં બોલ્યા." હાહુ, વવ બેય આમ ધીમે કાં આવોસ. અટાણમાં બેય નવરિયું થઈ ગ્યું લાગોસ. "

" મેના હાલ જટ ચા મુક ! મારે મોડું થાય સે." મોહનભાઈ બોલ્યા.

" તે પરસાદ જ ખાઇ લો ને ભાઈ. હમણાં પૂનમ બનાવી નાખશે. એટલે હંધાય હારે શિરાવિ લિયે. "

" ના ના, મારે પરસાદ નથી ખાવો. ચા મૂકો હંધાય પીય નાખીએ. ને તમ તમારે શીરાવી લ્યો." મોહનભાઈનો શાદ ભારે થઈ ગયો.

" કેમ ભાઈ તમને તો બોવ ભાવે ને! આજ કાં નાં પાડોસ?" કડવીબેન માથે ઓઢણું સરખું ઓઢતાં આંખો ઝીણી કરી બોલ્યા.

" બેન, એને કાલનું પેટમાં દુઃખેસ એટલે નાં પાડે. તમતમારે શીરાવી લો.અમે ઘરેથી શિરાવીને આયવા." પુરીબેને વાતને વાળતા કહ્યું.

" હું તો તમારા ભાઈ આવે પસી હારે શિરામણ કરી. સોકરિયું તમે બેય ખાઇ લો. એટલે વેલેરું પતે. ને એ બાપ દીકરો આવે એટલે ઉતાંબરા થાહે વાવણી કરવા જવાનું સ. તે ભાઈ તમારે વાવણી નાથ કરવા જવું. તે અટાણે આય." કડવીબેનેની આંખો ચમકી .

" ના બાં અમેય ભાઈ આવ્યે હારે ખાશું. " મેનાએ ચા ની રકાબી મોહનભાઈનાં હાથમાં આપતા કહ્યું.

" એને વેલા મોળું થાય તમે તયણેય ખાઈ લો. પસી વાવણીની તૈયારી કરવાની સે. વાવણી ટાણે ખેડુને ઉભવાનીય નવરાશ હોય! કે જોઈ. મયુરનીબાં હવે ઝટ કરો પસી મોળું થાય સે. " મોહનભાઈએ પુરીબેનની સામે આંખોથી ઈશારો કરતા કહ્યું.

કડવીબેન મોહનભાઈના ઈશારાને જોઈ ગયા. " ભાઈ હુ વાત સે, હાચુ કે જો હો." કડવીબેન ભોંય પર બેસી ગયા. એની આંખોમાં ઝળઝળીયાં આવી ગયા .

" કંઈ નથી તમે બાયુંની જાત નાં હોય એવું વિસારીને બેહો હો. મયુર ,મારાંભાઈ અને કાર્તિક હારે જ સે. હમણાં પુગતા હૈસે. આતો આખી રાત તમેય નઇ હુતા હોવ એટલે કવ સુ. " મોહનભાઈ કડવીબેન સામેથી પોતાની નજર ફેરવીને બોલ્યા.

" કંઈ નથી થયું તો આમ આડું કાં જોઈ ગયાં. જમકુમાં તમી કો હુ વાત સે. તું કે ને પૂરી હુ સે." કડવીબેન કાકલૂદી કરતાં બોલી રહ્યા હતા. મેના અને પૂનમ કડવીબેનની પાસે આવીને બેસી ગયા.

પૂનમ જમકૂમાંની પાસે જઈને ધીમેકથી બોલી." માં હુ વાત સે ક્યો ને."


જમકૂમાં પૂનમના સ્પર્શમાત્રથી જાણે ધ્રુજી ગયા હોય એમ એના મો માંથી ચીસ નીકળી ગઈ. " મારો કાંધોતર વિયો ગયો." જમકુમાં ખાટલેથી
નીચે ઉતરી જમીનમાં પછડાઈ પડ્યા.

" એટલે! કોણ . હું થયું. " પૂનમ જમકુમાંને હચમચાવી નાખતા બોલી.

જમકુમાંના કલ્પાતથી મોહનભાઈ અને પૂરી બહેન પણ તૂટી ગયા. પોક મૂકી રડવા લાગ્યા. કોણ કોને સાંભળે એવી સ્થિતિ હતી. ફળિયામાં થતાં આક્રંદને સાંભળી સવારના આડાઅવળા થતાં પરબતભાઈના ઘર બાજુ આંટામારતાં ગામવાસીઓ ઘરમાં પ્રવેશ્યા.

" બોલને માળી હુ થયું. " કડવીબેન લમણે હાથ પછાડતા બોલ્યા.

મોહનભાઈ કડવીબેનની નજીક જઈને બોલ્યા." ભાભી, બાપ દીકરો બેય. એક્સિડન્ટમાં " મોહનભાઇથી આગળ બોલવા માટે જીભ નાં ઉપડી.

" બેય " પૂનમ ત્યાં જ બેભાન થઈને ઢળી પડી. બેભાન અવસ્થામાં પૂનમનું શરીર ખેંચવા લાગ્યું. મોઢે ફીણ આવવા લાગ્યા. મેનાએ અને પૂરીબેન બંનેએ થઈને પૂનમના હાથ પગ અને મોં દબાવી રાખ્યું. મોહનભાઈ માટલામાંથી પાણી ભરીને આવ્યા. અને પૂનમના મોં પર પાણીનો છટકાવ કર્યો.

ગામનાં લોકો હૈયાફાટ રુદન કરતા જમકૂમાંને અને. કડવીબહેનને છાના રહેવા માટે સમજાવી રહ્યા હતા. ઘર પર આવી પડેલી આ અણધારી મુસીબતના કારણે ત્રણેય મહિલાઓના માથેથી છત છીનવાઈ ગઈ. કોણ કોના આંસુ લૂછે એવી વિકટ પરિસ્થિતિ જે એના માથે પડી હતી એનો સામનો કરવા માટે કાળજું કઠણ કરવું પાડે એમ જ હતું. કડવીબેન ઊભા થઈ પૂનમ એને મેનાનાં માથે હાથ મૂક્યો. ત્રણેય મહિલાઓ એક બીજાને વળગી કલ્પાત કરી રહી હતી.

ત્રણેય મહિલાઓના કલ્પાત અને જમકુમાંનાં મોઢામાંથી નીકળી રહેલાં મરસિયા ગામ લોકોની છાતીને આરપાર કરી ચિરી રહ્યા હતા.

( ક્રમશ.)