૧૩ એપ્રિલ, ૧૯૧૯ ના બૈસાખીના દિવસે, બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરના નેતૃત્વમાં, અંગ્રેજી હુકૂમતના સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, શાંત એવાં આબાલ-વૃદ્ધ અને બાળકો સહીત સેંકડો લોકો પર ગોળીઓ ચલાવી, અને સેંકડોને મોતને ઘાટ ઉતારીને જલિયાંવાલા બાગની જમીનને લોહીના લાલ રંગે રંગી નાખી હતી. જેમાં ૪૦૦ લોકો શહીદ અને ૧૫૦૦ થી વધુ ઘાયલ થયા હતા. આ આખું ટોળું, અહિંસક વિરોધીઓ અને બૈસાખીના યાત્રાળુઓનું હતું.
આ દર્દનાક, આકરું અને રૂંવાટી ઉભી કરનારી
ઐતિહાસિક ઘટના વિષે, કયો એવો ભારતીય હશે, જેને નહીં ખબર હોય??
ચાલો, કાંઈ પણ આગળ ચર્ચા કરવા પહેલા, એક નઝર એ દુર્ઘટનાની બારીકીને યાદ કરીએ. જ્યારે જનરલ ડાયર પોતાની ટુકડીને લઈને ત્યાં પહોંચ્યા, ત્યારે જલિયાંવાલા બાગ હજારો લોકોથી છલો છલ ભરાયેલું હતુ. ડાયર એ મુખ્ય પ્રવેશદ્વાર બંધ કરાવી નાખ્યો. અને લોકોને કોઈ પણ ચેતવણી આપ્યા વગર, પોતાની ટુકડીને અંધાધૂંધ ગોળીબાર કરવાનો હુકમ આપ્યો. સૈનિકોએ ત્યાં સુધી ગોળી ચલાવી, જ્યાં સુધી એમનો દારૂગોળો ખાલી ન થઈ ગયો. દસ
મિનિટમાં ૧૬૫૦ રાઉંડ ગોળીબાર થયો હતો.
ઘણા ગોળીબાર થી મરયા અને ઘણા જે નાસભાગ મચી ગઈ, એમાં કચડાય ગયા. કેટલાકોએ કુવામાં કુદીને જીવ ગુમાવ્યો.
ડાયરએ પછી થી સ્વીકાર્યું, કે એમનો ઉદ્દેશ્ય સભાને વેર વિખેર કરવાનો ન્હોતો. એ ત્યાં ઉપસ્થિત બધા ભારતીયને આજ્ઞાભંગ કરવા માટે સજા આપવા માંગતા હતા. ડાયર ના આ ગંભીર સ્તરના અણધાર્યા અને નિર્દયતા પૂર્વક કરેલા કાંડ એ સંપૂર્ણ રાષ્ટ્રને આઘાત પોહચાડયો હતો.
સેંકડો સ્વતંત્રતાની લડાઈઓમાંથી, આ એક ખૂબજ દુઃખદ લડાઈ હતી. જેમાં પુરુષો, સ્ત્રીઓ, વૃદ્ધઓ અને બાળકો પણ હતા. અને આ લડાઈ એમણે ન્હોતી શુરૂ કરી. જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી,
સ્વતંત્રતાના સંઘર્ષનો ચેહરો જ બદલાઈ ગયો. જે લોકો આ હત્યાકાંડમાં શહીદ થઈ ગયા, એમના પછીના પરિવારના સદસ્યો, આજે પણ ગર્વ તો અનુભવ કરતા જ હશે પણ કોઈક એમને યાદ કરીને રડતા પણ હશે.
ઘણા પ્રશ્ન મનમાં આવે છે. જે આઝાદીની મજા આપણે આજે માણી રહ્યા છીએ, શું એનું મૂલ્ય આપણને યાદ છે? શું આવનારી પેઢીને આ સ્વતંત્રતાની કિંમત ખબર હશે અને જો ખબર હશે, તો શું એનું મહત્વ સમજશે?
ઇતિહાસ, ફક્ત વિદ્યાલયના પુસ્તકો વાંચીને, પરીક્ષા આપવા માટે નથી. એનું મહત્વ આપણા જીવનમાં છે. આપણા બુઝુર્ગો આપણા રાષ્ટ્રની સુંદર ધરોહર માટે લડ્યા, અને એનો લાભ મેળવ્યા વગર ચાલ્યા ગયા. એ અમૂલ્ય ધરોહરને સાંચવી રાખવી આપણી જવાબદારી છે. આપણી આઝાદી ફક્ત પરસેવો પાડીને નથી મળી. અગણિત બલિદાનો અને સેંકડોના લોહી થી સિંચવામાં આવી છે. જે ન કદી આપણે ભૂલવું જોઇયે અને આવનારી પેઢીને પણ સ્મરણ કરાવતા રહેવું જોઇયે.
કોઈકજ એવો દેશ હશે, જેની ઐતહાસિક ધરોહરની વાર્તાઓ થી, પુસ્તકોના પુસ્તકો ભરાઈ જાય અને તે છતાંય, એના સંસ્કૃતિ અને ઇતિહાસના કિસ્સા ખૂટે જ નહીં.
આપણે જ્યારે આજુ બાજુ નજર નાખીએ અને ફરિયાદ કરવાની ઈચ્છા જાગે, તો થોડોક સમય કાઢીને પોતાથી પણ એક પ્રશ્ન કરવો જોઇયે. આ ધરતી માતા એ આપણા માટે ઘણું કર્યુ અને ઘણું આપ્યું. આપણે એનુ ઋણ કેવી રીતે ચુકવ્યું? આપણે આપણા દેશ માટે શું કર્યું?
દિલ પર હાથ મૂકીને કહેજો, આજની પેઢીમાં એ બળ કે એ ભાવના છે, કે રાષ્ટ્ર માટે એવું બલિદાન આપે, જે આપણા બુઝુર્ગો હસતા હસતા આપી ગયા?
જલિયાંવાલા બાગ હત્યાકાંડ, ફક્ત એક ઐતહાસિક ઘટના નથી, પણ એક એવો દાગ છે, જેણે સ્વતંત્ર ભારતના ઇતિહાસને લાલ કરી, આંસુ થી ભરી નાખ્યો. પ્રવાસી બનીને ક્યારે જલિયાંવાલા બાગ જોવા જાવ, તો એક વાર આંખ બંધ કરીને એ હત્યાકાંડને મનમાં જીવવાનો પ્રયત્ન કરજો.
હું આજે મારા લેખન દ્વારા, આ નાનકડા પ્રયત્નથી જલિયાંવાલા બાગ હત્યાકાંડના શહીદો અને એમના પરિવારજનોને નમન કરતા મારી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.
શમીમ મર્ચન્ટ, મુંબઈ
-----------------------------------------------------
Shades Of Simplicity
This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much
https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/
Follow Me On My Blog
https://shamimscorner.wordpress.com/