One unique biodata - 28 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૮

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૮


નિત્યા અને એની મમ્મી બંને સુઈ ગયા હતા.અચાનક નિત્યા મનમાં કંઈક બોલવા લાગી.નિત્યાનો બબળવાનો અવાજ સાંભળી એની મમ્મી ઉઠી ગઈ અને નિત્યા તરફ જોવા લાગી.નિત્યા હજી પણ મનમાં કંઇક બોલી રહી હતી.નિત્યાની મમ્મી એ એને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પણ નિત્યા જાણે સપનાની દુનિયામાં ખોવાઈ ગઈ હોય એમ સૂતી જ રહી.નિત્યાની મમ્મીએ જોરથી નિત્યાનો હાથ પકડ્યો અને કહ્યું,"નિત્યા ઉઠ,શું બોલે છે"

નિત્યા અચાનક ગભરાઈને ઉઠી ગઈ.એના કપાળ પર પરસેવો વળેલો હતો.ઊંઘમાંથી ઉઠી હોવાથી એની આંખો પણ લાલાશ પડતી દેખાઈ રહી હતી.

"નિત્યા શું થયું?"કામિનીબેને નિત્યાને પાણી આપતા પૂછ્યું.

"કકકકક.....કંઈ નહીં મમ્મી"નિત્યા અટકાતા અટકાતા બોલી.

"ખરાબ સપનું જોઈ લીધું કે શું?"

"હા મમ્મી,એવું કંઈક થયું"

"શું જોયું સપનામાં!"

"મમ્મી બધું ધુધળું દેખાતું હતું,કંઈ ખબર ના પડી"

"ચિંતા ના કર,સુઈ જા.હું અહીંયા જ છું તારી પાસે"

"હા મમ્મી,તું પણ સુઈ જા"

નિત્યાએ ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ એને ઊંઘ નહોતી આવતી.નિત્યા પોતાને આવેલું સપનું સમજવાનો પ્રયત્ન કરી રહી હતી.આમતો એને ઊંઘમાં ઘણા સપના આવતા હતા પણ આજ જે હતું એ કંઇક અલગ હતું.એને થયું કે કદાચ કાલ એની સાથે જે થયું એના રિલેટેડ વિચારો કરતી હતી તેથી આવું થયું હશે.દવાની અસરથી એ આવા બધા વિચારો કરતા કરતા જ સુઈ ગઈ.

સવારે હજી નિત્યા ઊંઘી જ હતી એટલામાં એના ફોનની રિંગ વાગી.નિત્યાએ સ્ક્રીન પર જોયા વગર જ ડાયરેક્ટ ફોન રિસીવ કરી લીધો અને બોલી,"હેલો"

"હેલો,શું હું નિત્યા પટેલ સાથે વાત કરી શકીશ"

ફોન દેવનો હતો.દેવનો અવાજ સાંભળતા જ નિત્યા બોલી,"ના,અત્યારે નિત્યા પટેલને બહુ જ ઊંઘ આવે છે તો તમે એને ડીસ્ટર્બ ના કરો"

"સારું ત્યારે,સુતા રહો"

"અરે મજાક કરતી હતી હું તો"

"હાહાહાહાહા,હું પણ....."દેવ રાક્ષસી હાસ્ય સાથે બોલ્યો.

"કેમ આટલું વહેલા ફોન કર્યો,મારી એટલી બધી યાદ આવે છે તને"

"જરા ઘડિયાળમાં જો કેટલા વાગ્યાં"

નિત્યા ઘડિયાળમાં જોતાં બોલી,"હાય હાય,સાડા નવ થઈ ગયાં"

"હાસ્તો,પણ મને એમ થાય છે કે,તને આટલા મોડા સુધી ઊંઘ આવી કેવી રીતે!"

"કેમ ઊંઘવા પર ફક્ત તમારા બધાનો જ અધિકાર છે"

"ના ના ઊંઘવાનો તો બધાનો જન્મસિદ્ધ અધિકાર છે.મને તો એટલા માટે એમ થયું કે એક મહિનો તને આરામ કરવાનો હતો તો પણ તું સવારે સાત વાગે ઉઠીને બધાનું લોહી પીતી હતી અને આજ બધું સારું છે તો પણ..........."

"હા,રાત્રે થોડું.."આટલું બોલતાં જ નિત્યા રોકાઈ ગઈ અને વિચાર્યું કે મને જ ખબર નથી તો દેવને શું કહું કે શું થયું હતું.

"હા બોલ રાત્રે.....શું કહેવા માંગતી હતી તું"

"કંઈ નહીં,તું કોલેજમાં છે?"

"વાતને બદલવાનો પ્રયત્ન ના કર.બોલ રાત્રે શું થયું હતું?"

"સપનામાં તું આવી ગયો હતો એટલે હું ડરી ગઈ હતી"નિત્યાએ મજાકમાં કહ્યું.

"કંઈ નહીં ના કહેવું હોય તો"

"અરે સાથે જ કંઈ નથી થયું"

"ઓકે"

"કેમ ફોન કર્યો હતો?"

"બસ એમ જ ખબર પૂછવા"

"અચ્છા"

"હું હવે લેક્ચરમાં જાઉં છું,સાંજે કે રાત્રે આવીશ"

"ઓકે,બાય"

"બાય,ટેક કેર"

*

સાંજના સમયે નકુલ ઓફિસથી આવીને ચા પી રહ્યો હતો અને એની મમ્મી સાથે વાતો કરી રહ્યો હતો એટલામાં દરવાજા પર ડોરબેલ વાગી.નોકરે દરવાજો ખોલ્યો અને સલોની હાથમાં બે બેગ સાથે અંદર પ્રવેશી.

હાથમાં સામાન જોતા નકુલે પૂછ્યું,"આ બધું શું લઈને આવી?"

"મેં સલોની પાસે માર્કેટમાંથી થોડો સામાન મંગાવ્યો હતો"જ્યોતિબેને(નકુલની મમ્મી) કહ્યું.

"એણે શું લેતા આવડે છે"નકુલે સલોનીને હેરાન કરવા કહ્યું.

"ઓ મિસ્ટર,મમ્મીએ મને બધું જ શીખવી દીધું છે ઓકે!,સો માઈન્ડ યોર લેન્ગવેજ"સલોની નકુલની ધમકી આપતી હોય એમ બોલી.

"ઓકે યાર,આમ ડરાવીશ નહીં"

"કાલ તું નિત્યાને મળી હતી ને,કેવું છે એને?"નકુલે પૂછ્યું.

"હા એક્ચ્યુઅલી,કાલ સાંજે હું અહીંથી મહેતા હાઉસ જવા નીકળી ત્યારે મને રસ્તામાં નિત્યા દેખાઈ તેથી હું ગાડી પાર્ક કરી નિત્યાને મળવા માટે ગઈ.મને એની પાસે પહોંચતા પહોંચતા ખબર નઈ એને શું થયું,અચાનક એ બેહોશ થઈ ગઈ.પછી દેવ આવ્યો અને અમે બંને એને હોસ્પિટલમાં લઈ ગયા"

"તો શું કહ્યું ડોક્ટરે?,શું થયું હતું એને?"જ્યોતિબેને ચિંતા વ્યક્ત કરતા પૂછ્યું.

"બ્લડપ્રેશર લો થઈ ગયું હતું"

"અચ્છા,હવે કેવું છે?"

"ખબર નથી મેં પૂછ્યું નથી"

"બરાબર,હું કોલ કરું એને"

"નકુલ,ચલ આપણે એને મળવા જઈએ.કાલ પણ એની મમ્મી મને બઉ જ ફોર્સ કર્યો કે ઘરે આવ તો આજ જઈ આવીએ"

"હા બેટા,તમે બંને જઈ આવો"

"ઓકે"

(સલોનીના અને નકુલના પેરેન્ટ્સ બંનેનાં સંબંધ માટે માની ગયા પછી સલોની પોતાનો વધુને વધુ સમય નકુલના ઘરે વિતાવતી હતી.જ્યોતિબેન સાથે બેસીને વાતો કરતી,ઘરના કામકાજ શીખતી અને જ્યોતિબેન કહેતા એ બધું જ કરતી હતી.કોઈક વાર સલોની એના મમ્મી-પપ્પા સાથે ઓફિસ જઈને ઓફિસના કામમાં પણ થોડી મદદ કરતી.સલોનીનો આ બદલતો અંદાજ બધાને ખૂબ જ ગમી રહ્યો હતો.એક જિદ્દી અને ગમે તેમ બોલનારી છોકરી આજ-કાલ બધાનું સાંભળતી થઈ ગઈ હતી.)

સલોની અને નકુલ બંને નિત્યાના ઘરે ગયા.ઘરનો દરવાજો ખુલ્લો જ હતો અને નિત્યા હોલમાં બેસીને ન્યૂઝ પેપર વાંચી રહી હતી.નિત્યાને જોતા નકુલે ડોરબેલ વગાડ્યો અને પૂછ્યું,"મે આઈ કમ ઇન મેમ?"

"અરે આવો આવોને શેઠ"નિત્યાએ હસતા હસતા કહ્યું.

"યાર શેઠાણીની જેમ તો તું બેસી છે ને અમને શેઠ કહે છે"

"તમે શેઠ જ છો"

સલોની નિત્યાની બાજુમાં આવીને બેસી અને પૂછ્યું,"નિત્યા,કેવી છે તબિયત હવે?"

"હા નિત્યા,કાલના ઇનસીડન્સ વિશે જાણ થઈ મને,કેવું છે તને હવે"નકુલે પૂછ્યું.

"એક દમ મસ્ત.કાલ કદાચ થાકના લીધે એવું થયું હશે"

કામિનીબેન ઉપર નિત્યાના રૂમની સાફ-સફાઈ કરી રહ્યા હતા.બધાનો અવાજ સાંભળી નિત્યાને પૂછ્યું,"કોઈ આવ્યું છે નિત્યા?"

"હા મમ્મી,નીચે આવ"

કામિનીબેન નીચે આવ્યા.સલોની ઉભી થઇ અને કામિનીબેનને પગે લાગી અને હગ કરતા જય શ્રી ક્રિષ્ના કહ્યું.સલોનીને જોઈ નકુલ અને નિત્યા એક-બીજાની સામે જોઇને હસવા લાગ્યા.પણ સલોનીને ખોટું લાગશે એમ માનીને નિત્યાએ નકુલની ઇશારાથી હસવાની ના પાડી.

"જય શ્રી ક્રિષ્ના આંટી"નકુલે કહ્યું.

"જય શ્રી ક્રિષ્ના બેટા,કેમ છે"

"મજામાં આંટી"

"તમે બેસો,હું તમારા માટે પાણી લઈને આવું"કામિનીબેને કહ્યું.

"કશું જ નથી લાવવું તમે બેસો આંટી"સલોની બોલી.

"હા આંટી,બેસો અને અમારી સાથે વાતો કરો.અમે બસ નિત્યાને મળવા જ આવ્યા છીએ"નકુલે સલોનીનો સાથ આપતા બોલ્યો.

બધા બેસીને વાતો કરતા હતા એટલામાં જીતુભાઇ(નિત્યાના પપ્પા) પણ આવી ગયા.એ પણ નકુલની સાથે વાત કરવામાં વ્યસ્ત થઈ ગયા.

નિત્યાની મમ્મી ઉભી થઇ અને બોલી,"ચલો હવે હું જમવાનું બનાવું,તમે બંને પણ જમીને જ જજો"

"ના આંટી અમે બસ હવે નીકળીએ"નકુલ બોલ્યો.

"અરે રોકાઈ જાવ ને,આમ પણ હવે થોડી વારમાં ડિનરનો સમય થઇ જ જશે.ડિનર કરીને જ જવાનું છે તમારે"નિત્યાએ કહ્યું.

"એક કામ કરીએ,ચાલો આપણે બધા જ બહાર જઈએ ડિનર માટે"સલોનીએ કહ્યું.

"ના બેટા, હું તો તૈયાર જ છું પણ તારા અંકલને એસિડિટી થાય છે બહાર જમવાથી.ઉંમર થઈને એટલે"કામિનીબેન જીતુભાઈની મજાક ઉડાવતા બોલ્યા.

"ઓ મેડમ તમારે વાળના કલર કરવાની જરૂર પડે છે અને મને ઉંમરલાયક બતાવે છે"

"હાઉ ક્યૂટ યાર,તમે બંને બહુ જ ક્યૂટ છો.નિત્યા યુ આર સો લકી"સલોની ખુશ થઈને બોલી.

"હા,આ બંનેનું તો રોજનું છે.એકબીજાની આમ જ કાપતા હોય છે"નિત્યા બોલી.

"સારું પણ નિત્યા તો આવી શકે ને અમારી સાથે!,હું દેવને પણ બોલાવી લઉં છું"નકુલે કહ્યું.

"યાર મારી પણ બહાર જવાની ઈચ્છા તો છે પણ............."

"પણ શું?"

"મને નથી લાગતું કાલ હે થયું એ પછી આ લોકો મને ઘરની બહાર નીકળવા દે.અને કદાચ મમ્મી-પપ્પાને તો હું મનાવી લઉં પણ દેવ તો મને નઈ જ લઈ જાય"

"અરે ના શું માને,હું એની સાથે કરું છું વાત"

"અંકલ-આંટી તમને તો વાંધો નથી ને?"સલોનીએ પૂછ્યું.

"થોડા ટાઈમ માટે જ જવાનું છે તો વાંધો નઈ,એમ પણ બધા સાથે છો એટલે જઇ આવો"જીતુભાઈએ જવાબ આપ્યો.

નકુલે દેવને ફોન કર્યો.

"હેલો દેવ,શું કરે છે?"

"કંઈ ખાસ નઈ"

"નિત્યાના ઘરે આવી જા"

"કેમ?"

"આપણે ડિનર માટે બહાર જઈએ છીએ"

"આપણે મતલબ?"

"હું,તું,નિત્યા અને સલોની"

"નિત્યાને નઈ યાર,કાલે જ એની તબિયત ખરાબ થઈ ગઈ હતી.એને હજી રેસ્ટની જરૂર છે"

"હા તો ત્યાં ક્યાં એને પહાડ ચડવાનો છે અને આપણે તો સાથે છીએ.ટ્રસ્ટ મી કઈ જ નઈ થાય"

"અરે તું સમજ,પછી કોઈ વાર જઈશું"

"પણ આજ કેમ નઈ?"

"નકુલ એક કામ કરને"

"હા બોલ ભાઈ"

"નિત્યાને ફોન આપજે"

"હા"

શું દેવનું નકુલ અને સલોની સાથે ડિનર પર નહીં જવાનું કારણ નિત્યાની હેલ્થ છે કે દેવ સલોનીને ઇગ્નોર કરવા માંગતો હતો?