( પાર્ટી સ્પેશિયલ ભાગમાં થયા ઘણાબધા ધમાકા...કિઆરાએ આપ્યું રનબીર સાથે ધમાકેદાર પરફોર્મન્સ..જે જોઇ કાયના,એલ્વિસ અને આયાન જેલેસ થયાં.કિઆરા અને અહાનાએ નમિતા તથાં અકીરાને સબક શીખવ્યો.નમિતાએ બધાં સમક્ષ માફી માંગી.એલ્વિસે કિઆરાને અંડર એસ્ટીમેટ કરવા બદલ માફી માંગી.એલ્વિસ દારૂના નશામાં પોતાના નિયમો ભુલીને કિઆરા સાથે શારીરિક સંબંધ બનાવવા જઇ રહ્યો હતો.)
બીજા દિવસે સવારે આઠ વાગ્યાની આસપાસ એલ્વિસના બેડરૂમની બારીમાંથી સુર્યના કિરણો રૂમની અંદર પ્રવેશ્યાં.તેની સાથે સહેજ અધખુલ્લી બારીમાંથી ઠંડા પવનની લહેરખી એલ્વિસના ચહેરાને સહેલાવી રહી હતી.સુર્યનો પ્રકાશ તેના સુંદર અને હસમુખા ચહેરા પર પોતાનું તેજ પાથરી રહ્યા હતાં.ઊંઘમાં પણ તેના સુંદર ચહેરા પર ખૂબજ મોહક સ્મિત હતું.
સુર્યના કિરણો આંખોને વધુ પ્રકાશ આપતા સુંદર મીઠી ઊંધમાં ખલેલ પડી.તેણે ધીમેધીમે આંખો ખોલી અને આળસ મરડીને બેડ પર બેઠો થયો.તેણે માત્ર એકદમ ટુંકા શોર્ટ્સ પહેર્યા હતાં.તેનું મશ્કયુલર બોડી,સિક્સ પેકસ્ અને મજબુત બાવળા તેના હેન્ડસમ ચહેરાને એકદમ મેચ કરતા હતાં.તેને હેંગઓવર હતું.પોતાનું માથું બે હાથે પકડી લીધું અને તેને યાદ આવ્યું કે તેણે ખૂબજ ડ્રિન્ક કર્યું હતું.અચાનક તેનું ધ્યાન ગયું કે તેની બાજુમાં પણ કોઇ સુઇ રહ્યું છે.જેણે બ્લેંકેટ માથા સુધી ઓઢેલું હતું.તેને ફાળ પડી,તેને યાદ આવ્યું કે રાત્રે કિઆરા અને તે ડાન્સ કરતા કરતા બેડ પર પડ્યા હતા અને પછી તે કિઆરાને પ્રેમ કરવા લાગ્યો હતો.તેના ચહેરા પર ચિંતાના વાદળો છવાઇ ગયાં.
"ઓહ શીટ...ઓહ માય ગોડ.ઓહ જીસસ..મે આ શું કર્યું?હું લગ્ન પહેલા કિઆરા સાથે શારીરિક સંબંધ કેવી રીતે બનાવી શકું?હું મારા જ નિયમો કેવીરીતે ભુલી શકું?એક જોતા મે દાદીની વાત સાચી સાબિત કરી.જો કિઆરા સાથે કઇ ખોટું થયું તો? તે પ્રેગન્નટ થઇ તો?નહીં ...હું આ કેવી રીતે કરી શકું?"એલ્વિસ બોલ્યો.તે પોતાના પર ગુસ્સે થયો.તેની આંખમાં પસ્તાવાના આંસુ હતાં.
"હું નશામાં હતો કિઆરા પણ તું તો ભાનમાં હતીને તે મને કેમ ના રોક્યો?આઇ હેટ યુ ફોર ધીસ.મે તને ચોખ્ખું કહ્યું હતું કે હું તને કિસ નહીં કરી શકું કે બીજું કશુંજ નહીં.લગ્ન પહેલા તો નહીં જ.છતા પણ તે આ થવા દીધું?તું મારી નજરોમાં તારા માટેની ઈજ્જત ગુમાવી ચુકી છો.હું તને નફરત કરું છું કિઆરા."એલ્વિસ ગુસ્સામાં બોલ્યો.બરાબર તે સમયે બેડની બાજુમાં પડેલા લેન્ડલાઇનમાં રીંગ વાગી.એલ્વિસે તે ઉપાડ્યો.
"હેલો."તેનો અવાજ ભારે હતો.સામે હાઉસ મેનેજર હતો.
"ગુડ મોર્નિંગ સર,સોરી ટુ ડિસ્ટર્બ યુ.કિઆરા મેમ આવ્યાં છે અને ખૂબજ ઉથલપાથલ મચાવી છે.અડધા કલાકથી આખું ઘર માથે લીધું છે. પ્લીઝ જલ્દી આવો." હાઉસ મેનેજર આટલું કહીને ફોન મુક્યો.એલ્વિસને પોતાના કાન પર વિશ્વાસ ના આવ્યો.
"કિઆરા નીચે છે તો આ કોણ છે."એલ્વિસે ડરતા ડરતા બ્લેંકેટ હટાવ્યું.તો બાજુમાં નાના બાળકની માફક સુતેલો વિન્સેન્ટ દેખાયો.એલ્વિસના ચહેરા પર ખૂબજ સુંદર અને રાહતભર્યું સ્મિત આવી ગયું.તેણે વિન્સેન્ટના ગાલ પર બે ત્રણ પપ્પીઓ કરી દીધી અને જોરથી તેને ગળે લગાવી દીધો.
"શું છે તારે?હું કિઆરા નથી.આખી રાતમાં ઊંઘમાં તે મને ચોંટવાની અને કિસ કરવાની કોશિશ કરી.બે વાર તે વોમિટ કરી એટલે હું અહીં ઊંઘ્યો નહીંતર અહીં ઊંઘત જ નહીં.સદતું ના હોય તો આટલું કેમ પીવે છે?"વિન્સેન્ટ ગુસ્સામાં બોલ્યો.એલ્વિસે તેને ફરીથી ગાલ પર પપ્પી કરી.વિન્સેન્ટે તેને ધક્કો માર્યો.
"આપણે મારા ઘરે છીએ?"
"ના તાજમહેલમાં છીએ."વિન્સેન્ટ ખૂબજ ગુસ્સામાં હતો.
"હું અહીં કેવીરીતે આવ્યો?"
"ઊડીને."વિન્સેન્ટ ફરીથી ગુસ્સામાં બોલ્યો.
"સોરી યાર,બોલને મને કશુંજ યાદ નથી."એલ્વિસે કાન પકડીને કહ્યું.
"સારું,પણ દૂ્ર રહે મારાથી.હું અને કિઆરા તને માંડમાંડ અહીં સુધી લાવ્યા અને સુવાડ્યો પછી હું કિઆરાને ઘરે મુકવા ગયો.પાછો અહીં આવ્યો તો તું બાથરૂમમાં વોમિટ કરી રહ્યો હતો.મને લાગ્યું તારી તબિયત ઠીક નથી તો હું અહીં જ સુઇ ગયો.તારી તબિયતની સાથે નિયત પણ ઠીક નહતી.તે મને કિઆરા સમજીને શું શું કરવાની કોશિશ કરી તે હું કહી પણ નહીં શકું.ચિપ માણસ."વિન્સેન્ટે ગુસ્સામાં કહ્યું.
બરાબર તે જ સમયે નીચે કાચ તુટવાનો અવાજ આવ્યો.એલ્વિસ અને વિન્સેન્ટ ઊભા થયા.એલ્વિસે ટ્રેક અને ટીશર્ટ પહેર્યુ અને બંને દોડીને નીચે ગયાં.સામેનું દ્રશ્ય જોઇને તે બંને આઘાત પામ્યાં.કિઆરા ઘડાઘડ બિયર અને વોડકાની બોટલો તોડી રહી હતી.તે ખૂબજ ગુસ્સામાં હતી.
એલ્વિસ કિઆરાને જોઇને ખુશ થયો.તેણે બ્લુ જીન્સ અને આખી બાયનું આખું ગળું કવર થાય તેવા કોલરવાળું વ્હાઇટ ટીશર્ટ પહેર્યું હતું.તેના વાળ હાઇપોનીમાં બાંધેલા હતાં.એલ્વિસ દોડીને બધાની હાજરી અવગણીને કિઆરાને ગળે લાગી ગયો.કિઆરાએ તેને મોટી મોટી આંખો બતાવીને દૂર કર્યો.
"આ બધું શું છે કિઆરા?"વિન્સેન્ટે પૂછ્યું.
અહીં ઘરનો સ્ટાફ થાકી અને કંટાળી ગયો હતો.કિઆરા બોલી,"આજથી બંધ."
"પણ શું?"એલ્વિસ અને વિન્સેન્ટે પૂછ્યું.
"દારૂ.મે બધી જ બિયર અને વોડકાની બોટલ તોડી નાખી છે.બાકી જે મોંઘી વ્હિસ્કી,રમ,શેમ્પલેઇનની બોટલો છે તે સ્ટોરરૂમમાં એક મજબૂત કબાટમાં મુકીને લોક કરી છે.જેની ચાવી મારી અને હાઉસ મેનેજરની પાસે છે.જે તમારા માટે નહીં પણ ઘરે કોઇ એવું મહેમાન આવે જેને આપવું પડે તેના માટે છે.તમે આજથી દારૂનું એક ટીપું પણ નહીં પીવો.
આજથી આ ઘર અને તમે મારા નિયમો પ્રમાણે ચાલશો.આજથી આ ઘરની અને તમારી માલકિન હું છું.મહારાજ, આજથી રોજ સવારે એલ્વિસને આમળા,બિટ,પાલક,ફુદિનો,કોથમીર અને લિંબુ નાખેલો ફ્રેશ જ્યુસ આપશો.રાત્રે દુધી,ટામેટા અને અન્ય શાકભાજીનો સૂપ ફરજિયાત આપવાનો છે.
મેનેજર,તે સૂપ અને જ્યુસ પીવામાં નાટક કરે તો મને ફોન કરજો.આજથી તમે મારા ઓર્ડર ફોલો કરશો."કિઆરા બોસના અંદાજમાં બોલી રહી હતી.
"મારું મોઢું ના જોવો.કામ પર લાગો બધાં અને હાઉસ મેનેજર આ બધું સાફ કરાવો."કિઆરાનો અંદાજ અલગ હતો.તેણે પોતાના ફોનમાંથી કોઇને કોલ લગાવ્યો અને પૂછ્યું,"છેલ્લા અડધા કલાકથી પાંચ મિનિટ પાંચ મિનિટ કરો છો.જો હવે પાંચ મિનિટમાં ના આવ્યાં ને તો તમારા બધાંની હાલત ખરાબ કરીશ."તે ખૂબજ ગુસ્સામાં હતી.
"કિઆરા,કોને ફોન કર્યો છે?કોણ આવી રહ્યું છે?"એલ્વિસે પૂછ્યું.
"મેડિકલ ટીમ,તમારું કંપલીટ બોડી ચેકઅપ થશે.હું જાણવા માંગુ છું કે આજસુધી પીધેલા દારૂએ તમારા શરીર પર શું ખરાબ અસર કરી છે."કિઆરાએ કહ્યું.એલ્વિસનો બોડીગાર્ડ કિઆરાના બોલાવવા પર અંદર આવ્યો.
"અાજથી એલ્વિસની સુરક્ષામાં કોઇ ચુક નહીં જોઇએ.નમિતા,અકીરા અને તેના જેવી કોઇપણ એલ્વિસની નજીક ના ફરકવી જોઈએ.તે દારૂને હાથ ના લગાવે તે જોવાનું કામ તમારું.તેને એક ખરોચ પણ આવીને તો તમે ગયાં.જાઓ."કિઆરાનો અંદાજ અલગ હતો.
એલ્વિસ કિઆરાને તેના બેડરૂમમાં લઇ ગયો.
"કિઆરા,કાલે રાત્રે આપણે એકબીજાની એકદમ નજીક હતા.હું સવારે ઉઠ્યો મને લાગ્યું કે આપણે બંનેએ....શું તે સ્વપ્ન હતું મારું કે પછી?કાલે રાત્રે શું બન્યું હતું?"એલ્વિસે પૂછ્યું.
કિઆરાએ તેને જણાવ્યું કે કેવીરીતે એલ્વિસે તેને કિસ કરી અને લાઇટ બંધ કરી પછી તે અટકી ગઇ.
"એટલે શું આપણા વચ્ચે કઇ?"એલ્વિસ આગળ ના બોલી શક્યો.
"ના કશુંજ નથી થયું.આપણો પ્રેમ એટલો પવિત્ર છે જેટલો પહેલા હતો.જીસસ અને શિવજીએ આપણા પ્રેમ પર લાંછન લાગતા બચાવી લીધો છે."કિઆરાએ કહ્યું.
"કિઆરા,તો શું થયું હતું પછી?"એલ્વિસે પૂછ્યું.
કિઆરા એલ્વિસ તરફ પોતાની પીઠ કરીને ઊભી રહી અને બારીમાંથી બહાર જોવા લાગી.થોડીક વાર રહીને તે બોલી,"એલ્વિસ,તમારા પર નશો એકદમ હાવી થઇ ગયો હતો.તમે નશામાં હતા પણ હું તો ભાનમાં હતી પણ મારા પર તમારા પ્રેમનો નશો હતો.તમારા સ્પર્શે કઇંક અલગ જ લાગણી જન્માવી.મારી અંદર લડાઇ ચાલી હતી એક કિઆરા કહી રહી હતી કે આ ખોટું છે જ્યારે બીજી કિઆરા તમારા પ્રેમની સંપૂર્ણતા પામવા ઇચ્છતી હતી અને પહેલીવાળી કિઆરા હારી ગઇ.
હું પણ તમારા સ્પર્શમાં સંપૂર્ણતા પામવા ખોવાઇ ગઇ.અચાનક મારા મોબાઇલમાં મેસેજ આવ્યો અને લાઇટ થઇ.મોમનો મેસેજ હતો કેમકે મે મોમ માટે અલગ મેસેજ અને રીંગટોન રાખેલો છે.મને ભાન થયું અથવા તો કહો કે ભાન આવ્યું.તમે મને પ્રેમ કરવામાં ખોવાયેલા હતા.મે તમને મારાથી દૂર કર્યા.
મારા કપડાં લીધાં અને ખોટું થતાં અટકાવી દીધું.મે મોમને ફોન કર્યો હું ખૂબજ રડી.મે તેને બધું જ કહ્યું.મોમે મને પાર્ટી કેવી રહી તે પૂછવા ફોન કર્યો હતો.મે તેને શરૂઆતથી ત્યાર સુધીની બધી વાત કરી.મને લાગ્યું કે મોમ ગુસ્સે થશે પણ મોમ ગુસ્સે ના થઇ.તેણે મને સમજાવી.
"બસ મારી દિકરી,શાંત થઇ જા.કશુંજ ખોટું નથી થયું.ઇટ્સ ઓ.કે આપણે માણસ છીએ.જેની અંદર લાગણી હોય,સંવેદના હોય,ઇચ્છાઓ હોય.આમપણ તમે પ્રેમમાં પડો પછી સતત તમારા પ્રેમીનો સાથ અને તેનો સ્પર્શ ઇચ્છો તેમા કશુંજ ખોટું નથી પણ તે માટેનો સમય અને સંજોગો યોગ્ય હોવા જોઇએ.તારે તારું લક્ષ્ય હાસિલ કરવાનું છે.તેમા એલ્વિસના પ્રેમને તારી તાકાત બનાવ ના કે નબળાઇ.ચલ જે થયું તે ભુલી જા.ચિંતા ના કર અને તેના વિશે વિચારવાનું છોડ.નવી શરૂઆત કર.બાય."
આઇ એમ સોરી.મારાથી ભુલ થવા જઇ રહી હતી.મે નક્કી કર્યું કે દારૂના નશાએ મને પણ ખોટું કરવા પ્રેરી હતી અને તમને પણ એટલે જ મે નિશ્ચય કર્યો કે તમે દારૂ નહીં પીવો.દારૂ પીવો આમપણ સ્વાસ્થય માટે હાનિકારક છે.નહીં પીવોને?"કિઆરાએ પૂછ્યું.
"હા,એક ટીપું પણ નહીં.આઇ એમ પ્રાઉડ ઓફ યુ.થઇ જાય ભુલ બધાંથી પણ તેને સ્વીકારવાની હિંમત હોવી જોઇએ.ચલ, ડોક્ટર આવતા જ હશે."એલ્વિસે કહ્યું.
"એલ,મે એક નિર્ણય લીધો છે આજથી એક મહિના સુધી આપણે નહીં મળીએ."કિઆરાએ કહ્યું.તેની વાત સાંભળીને એલ્વિસને આઘાત લાગ્યો.
શું કિઆરાના એલ્વિસથી દૂર રહેવાના આ નિર્ણયને કારણે તેમની વચ્ચે દૂરી આવશે?
એલ્વિસ અને કિઆરાની કહાની શું મોડ લેશે ?
જાણવા વાંચતા રહો.