Anokhi safar - 4 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | અનોખી સફર - 4

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અનોખી સફર - 4

પછી મેં કશીશને તેના બિલ્ડીંગ નીચે ઉતારી અને હું મારા રૂમ પર આવી ગયો તે દિવસે આખી રાત હું ઊંઘી શક્યો નહીં મને કશીશના જ વિચારો આવતા રહ્યા રાત્રે મેં નક્કી કર્યું કે સવારે ઉઠીને હું કશીશને ફોન કરીશ અને તેને" આઇ લવ યુ " કહીશ. પણ "આપણું ધાર્યું ક્યાં કંઈ થાય જ છે..?" સવારમાં જ મારા પપ્પાનો ફોન આવ્યો અને મને જણાવ્યું કે તને વોટ્સએપ માં ફોટા મોકલ્યા છે એ છોકરી પણ આઈ.ટી. એન્જિનિયર થયેલી છે અને આપણી કાસ્ટની છે ખૂબજ સુંદર દેખાય છે મને અને તારી મમ્મીને ગમી છે તું જોઈ લેજે પછી આપણે જવાબ આપીશું અને મારો મૂડ બિલકુલ ઑફ થઈ ગયો.

કશીશને ભૂલી જવાનું અને આ નવી છોકરી મારા જીવનમાં આવી છે તેને એક્સેપ્ટ કરવાનો મેં મનોમન ખૂબજ પ્રયત્ન કર્યો પણ હું મારા મનને મનાવી ન શક્યો... મને મારી નજર સમક્ષ હસતી-ખેલતી, મારી સાથે વાતો કરતી કશીશ જ દેખાતી હતી અને મેં નક્કી કર્યું કે મમ્મી-પપ્પાને કશીશ માટે હું મનાવી લઈશ. અને લગ્ન તો કશીશ સાથે જ કરીશ.

લગભગ આમને આમ એક અઠવાડિયું નીકળી ગયું. ન તો મેં કશિશને ફોન કર્યો ન એનો ફોન આવ્યો. બીજે દિવસે રવિવાર હતો સવારે ઉઠીને મેં તરત જ કશીશને ફોન કર્યો અને આજનું તેનું શું શિડ્યૂલ છે તેમ પૂછ્યું કશીશે જણાવ્યું કે હું પણ તમને ફોન કરવાની જ હતી તમે જો ફ્રી હો તો આપણે મળીએ અને અમે બંને એક સારી રેસ્ટોરન્ટમાં મળ્યા.

મેં તેનો હાથ પ્રેમથી મારા હાથમાં લીધો તેની આંખોમાં આંખો પરોવી અને હું " આઈ. લવ. યુ. " બોલ્યો.👩‍❤️‍👨 તેણે પણ એટલા જ પ્રેમથી મને " આઇ.લવ.યુ. " કહ્યું. કશીશના ઘરમાં તે અને તેની મમ્મી બંને એકલા જ રહેતા હતા તેના પપ્પા એક્સિડન્ટમાં એક્સપાયર્ડ થઇ ચૂક્યા હતા તેના કાકા જે અમદાવાદ રહેતા હતા તે જ તેનું બધું ધ્યાન રાખતા હતા. કશીશ પણ એન્જીનીયર થએલી હતી અને જોબ કરતી હતી તેણે મને જણાવ્યું કે મારા ઘરેથી કોઈ જ વાંધો નથી મારા કાકાએ મને કહી રાખ્યું છે કે, " મને કોઈ છોકરો ગમે તો હું તેની સાથે મેરેજ કરી શકું છું ખાલી તમારે એકવાર મારા કાકાને મળવા મારી સાથે અમદાવાદ આવવું પડશે. "

આમ કશિશ તરફથી તો બધી જ વાત નક્કી થઈ ગઈ પણ મારા મમ્મી-પપ્પાને કઈ રીતે મનાવવા તે હું વિચારી રહ્યો હતો. રાત્રે ઘરે જઈને મેં મમ્મીને ફોન કરીને આ બધી જ વાત જણાવી મમ્મીએ આ બધી વાત પપ્પાને જણાવી અને પપ્પાએ ચોખ્ખી "ના" પાડી દીધી હવે મારે શું કરવું તે હું વિચારતો હતો.

મારાથી મોટી મારી બહેન હતી વનિતા મેં તેની હેલ્પ લેવાનું નક્કી કર્યું બીજે દિવસે મેં મારી દીદીને અને જીજાજીને મારી અને કશીશની બધી જ વાત જણાવી તેમણે મને પ્રોમિસ આપી કે તેઓ મમ્મી-પપ્પાને મનાવી લેશે પણ થોડો સમય લાગશે.

આમ કરતાં કરતાં, છ મહિના નીકળી ગયા. હું અને કશીશ અવાર-નવાર મળતાં રહ્યા. હું હવે તેના ઘરે પણ જતો અને તેની મમ્મીને પણ મળતો. તેના કાકા સાથે પણ મેં ઘણી બધી વાર વિડીયો કોલ પર વાત કરી. એ લોકોને મારી સાથે કશીશને પરણાવવામાં કોઈ પ્રોબ્લેમ ન હતો. બસ, પ્રોબ્લેમ હતો તો મારા ઘરેથી જ હતો..!!

પણ દીદી અને જીજાજીએ ખૂબજ જહેમત ઉઠાવીને મમ્મી-પપ્પાને મનાવી લીધા અને મારા લગ્ન કશીશ સાથે નક્કી થઈ ગયા👍અને મારા જીવનમાં પ્રેમરૂપી સુખનો સૂરજ🌅 ઊગ્યો.

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
12/9/2021