The Author वात्सल्य Follow Current Read પપ્પાની પરી...નંદી.. By वात्सल्य Gujarati Moral Stories Share Facebook Twitter Whatsapp Featured Books दरिंदा - भाग - 12 इस तरह अचानक अशोक अंकल को अपने सामने खड़ा देखकर अल्पा समझ ही... द्वारावती - 74 74उत्सव काशी में बस गया था। काशी को अत्यंत निकट से उसने देखा... दादीमा की कहानियाँ - 4 *!! लालच बुरी बला है !!*~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*एक बार... My Devil Hubby Rebirth Love - 54 अब आगे रूही रूद्र को गुस्से में देख रही थी रूद्र रूही के इस... कॉर्पोरेट जीवन: संघर्ष और समाधान - भाग 2 संघर्ष का आरम्भ कॉर्पोरेट जीवन की चुनौतियाँ अब गहराई तक जाने... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share પપ્પાની પરી...નંદી.. (7) 1.2k 3k 1 પપ્પાની પરી..===🌹===એ સાત બહેનો હતી.સૌથી નાની નંદા.સૌથી નાની એટલે કામ કશુંય કરવાનું નહિ,કામચોર હતી.ઘર હોય એટલે કામ ઘણું હોય.કરવું હોય તેને સમય જ ના મળે.ના કરવું એને નખરાં ઘણાં.નાની એટલે પપ્પાની લાડકી.પપ્પાની પરી.પપ્પા થાક્યા આવી ને ઘરમાં આડા પડે ત્યાં નંદાનો નંદી આવી જ પહોંચે.રીતસર પપ્પા ના પાડે તો ઉધડો લઇ જ લે."પપ્પા ચાલો કાર લઇ મારે ગાર્ડનમાં જવું છે.મારા ફ્રેંડ્સ લોકોને મેં કહી દીધું છે.કે હું આવું છું." પપ્પાની બહુ લાડકી એટલે માનવું જ પડે.એની જીબ અને પપ્પા ના પગ. કોઈ ઘરમાં કોઈ કામ કરે જ નહિ.તેની દરેક માગણી.પ્રેમે ના પતે તો જીદથી પતાવે પણ ધાર્યું એ કરે જ.ડ્રાંઇવિંગ,ઘોડેસવારી,તરણ,ઝૂડો,જિમ કે દરેક બાબતે પપ્પાએ ધૂમ ખર્ચ કરી નંદીને ટ્રેન કરી હતી.બધાં કે આને માથે ના ચડાવો.એને પારકે ઘરે મુકવાની છે.સંસ્કાર શીખવાડો.એ કોઈનું કીધું માનતી નથી.પરંતુ પપ્પાને પરાણે વ્હાલી લાગતી નંદા નો શબ્દ મુખે નીકળે તે પહેલાં માગણી ની વસ્તુ હાજર જ હોય. ધીરે ધીરે મોટી થઇ તેમ તેમ પપ્પાના પાવરથી તે સ્વછંદ બનવા લાગ.સામે ગમે તે હોય તે સંભળાવી દે તેવી તેની જીભ ની લગામ ઢીલી થવા લાગી.હવે તે ઘરનાં તમામ નાનાં મોટાં નું અપમાન કરવા લાગી.મમ્મી ખૂબ ટોકે ત્યારે તેના પપ્પા બધાંની સાથે કડક ભાષામાં કે'…. "મારી છોકરીને કોઈએ કશું પણ નહિ કહેવાનું." વણ માગ્યો સ્વછંદ અને સ્વતંત્રતાનો કાયદો પોતાના હાથમાં આવી ગયો.બાઈક ઉપર બજાર ચીજ વસ્તુનું ખરીદનું કામ નંદીને સોંપ્યું.ધૂમ ખર્ચ કરવા લાગી. બજારમાં વસ્તુ લેતાં જે વધે તે રકમ પાછી આપવાની જગ્યાએ તે ઉડાવવા લાગી. પાછા નંદીના પપ્પા શેરીમાં કહેતા ફરે કે જુઓ "મારી દીકરી બાઈક ચલાવી બધું કામ પતાવી આપે છે.તે તો મારી પરી છે.એનામાં કંઈજ કહેવાપણું જ નથી." આ રીતે તેના પપ્પાનો સપોર્ટ મળતો ગયો.બજારમાં અંગે અર્ધ વસ્તરે વટ મારવા લાગી.પપ્પાના ટેકાથી તે તમામ સામાજિક મેળાવડામાં જવા લાગી.હવે રીતસરના કોઈના બાઈક જોડે બિંદાસ પોતાનું બાઈક બીજાના બાઈક સાથે ભટકાવી નુકશાનીના વળતર માંગવા લાગી.ઝઘડા ઘર સુધી આવવા લાગ્યા.પપ્પાના માથે ટાલ પડી ગઈ હતી. Lકમાવાની શક્તિનાં પાણી વળતાં થઇ ગયાં હતાં.અકાળે ધોળાં ડોકિયું કરવા લાગ્યાં હતાં.પપ્પાને નંદીની મમ્મી કહેતી...આને આટલી ના ચગાવો! આ તમને એક દિવસ ભારે પડશે.માટે એને દુનિયાદારી શીખવાડો.નાની મોટી બાબતોમાં કંકાસ આવ્યો.નંદી હવે કૉલેજના પહેલા વરસમાં આવી ગઈ હતી. કોલેજન પ્રથમ સત્ર સુધી તો તે કૉલેજ સ્ટુન્ડ લીડર બની ગઈ.તેને બે પાંચ ટપોરીયાનો સાથ મળ્યો.તે વિરોધીઓના જૂથ સાથે હપ્તે એકવાર ઝઘડો થવા લાગ્યો.વાત ઘર સુધી આવવા લાગી. પપ્પા લાચાર હતા કેમકે નંદી હવે કોઈનું માન સન્માન જાળવતી ન્હોતી.તે ટપોરીનો સાથ લઇ મનફાવે તેમ નિર્દોષ કોલેજીયનને મારઝૂડ કરવા લાગી. પપ્પાની પરી હવે પપ્પાના મગજનો પારો વધારવા લાગી.બાકીનાં ભાઈ બહેન કે તેની મમ્મીનું એમ ગામમાં કોઈનું એ સાંભળતી ન્હોતી.પપ્પાને આખું ગામ નંદીનાં પરાક્રમથી વાકેફ કરતું હતું.છતાં તે હવે નંદી ને વાળી શકે તેમ નાં હતા. પપ્પાને ખૂબ પસ્તાવો થતો'તો કે મેં મારી પત્નીનું કીધું ના માની હાથે કરી હૈયે વગાડ્યું છે.સવારે નંદિની મમ્મી રજ્જઇ ઓઢેલા તેના પપ્પાને જગાડવા જાય છે.ત્યાં તો તે ગાઢ નિંદ્રાએ પોઢી રહ્યા હતા.... જેની ઊંઘ જોઈ મમ્મીએ મોટો પોંક મૂકી.નંદી ના પપ્પા જે ક્યારેય ઉઠે એમ ન્હોતા.નંદીએ તેનો બાપ ખોયો.તેની મમ્મીએ ઘણી.ગામ લોકોએ એક ભલો ભોળો આદમી ખોયો.પપ્પાની પરી એ સાંતાક્લોઝ ખોયો.આજે નંદી ખૂબ પસ્તાય છે.તેને તેના આઝાદીના દિવસો આથમી ગયા હતા.ટપોરી મિત્રો એક પછી એક વિખરાઈ ગયા હતા.મમ્મીને અંગે સફેદ સાડી જોઈ નંદી ખૂબ પસ્તાવો કરતી હતી.મા આશ્વાસન સિવાય શું આપી શકે?ઘરનો મોભ તૂટી પડ્યો હતો.સંસાર પિંખાઈ ગયો હતો..(પોતાના બાળકને સંસ્કાર, સ્વતંત્રતા આપો પરંતુ સ્વછંદપણું ક્યારેયના શીખવો.) - સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય) Download Our App