My country And I... - 1 in Gujarati Magazine by Aman Patel books and stories PDF | મારો દેશ અને હું... - 1

Featured Books
Categories
Share

મારો દેશ અને હું... - 1

આપણો મહાન દેશ - ભારત. વિશ્વગુરુ બનવા માટે પુરી રીતે લાયક છે.અને અહીંના લોકો, હું ભારતીયો ની વાત નથી કરતો, એ તો એનાથી પણ વધુ લાયક છે વિશ્વગુરુ દેશના લોકો બનવા માટે...

આપણે બધા એટલા ડિસિપ્લિનમાં રહ્યે છીએ કે ધોળે દિવસે પણ આપણે રૉડ પર રોન્ગ સાઇડમાં જઇએ છીએ અને જો કોઈ 'બીચારો' પોલિસ આપણને રોકે તો "એનાથી મને રોકાય જ કેમ" એવા સ્ટેટ્મેન્ટ સાથે એને ખખડાવીયે પણ ખરા... એટલેથી અટકીયે તો આપણે વિશ્વગુરુ દેશના થોડા કહેવાઇએ... એટલે આ મહાન કામની વાત આખા ગામને કોલર ચડાવીને કરીયે અને એમાં પાછા આપણાં જ ભાઈઓ ' હા હા હી હી ' કરીને સાથ પૂરાવીએ... અને વળી પછી આપણી વાતનો વિષય ' મારો ભાઈ આપણાં દેશમાં એકસિડેન્ટ બહુ થાય... કોઈ નિયમ ન પાળે... '

મિત્રો, હું કોઈ લેખક કે પત્રકાર નથી, હું તમારા જેવો જ એક સામાન્ય નાગરિક છું જે થોડો ઘણો દેશને પ્રેમ કરું છું અને તેની અસ્મિતા, તેનું ગૌરવ, તેના ઈતિહાસ, તેની દરેક ચીજને અને તેના દરેક અંગને ચાહવાનો પ્રયત્ન કરું છું, ક્યારેક 'કહેવાતા' દેશભક્તોના આવા વર્ણન જોઈ - સાંભળીને અત્યંત દુઃખ થાય છે ત્યારે વિચાર આવે કે આમ કરી નાખું તેમ કરી નાખું પરંતુ..... બસ આ પરંતુ એ આવીને અટકી જાઉં છું... હું પણ જાણુ છું કે આપણને દરેકને કયાંક ને ક્યાંક આવું થતું હોય જ છે પણ આપણે તેને અવગણીયે છીએ...

એક ફિલ્મનો ડાયલોગ છે કે, " કોઈ દેશ perfect નથી હોતો, તેને perfect બનાવવો પડે છે " અને આજ વાત હું કરવા માંગુ છું કે આપણે માત્ર એક જ વાત ધ્યાનમાં રાખવાની છે કે જે પણ કરશુ તેના કેન્દ્રમાં આપણો દેશ હશે... ત્યાં કોઈ જાતિ નહી, ધર્મ નહી,જ્ઞાતિ નહિ, ભાષા નહી, રંગ નહિ, હું નહી, તમે નહિ, મારાં તમારા કોઈ સગા નહી.....બસ હોય તો માત્ર એક જ અને તે છે આપણો દેશ, જેવો છે તેવો પણ આપણો દેશ...

આવા લોકો આપણે જોઈએ પણ છીએ... ઘણી વાર તો કોઈ મોટા અમીર કે અધિકારી કે નેતા કરતા એક સામાન્ય વ્યક્તિમાં આ દેશ ભક્તી ના દર્શન થાય છે...

એક કિસ્સો કહીશ...

એક વાર સુરત રેલવે સ્ટેશન પર હું બેઠો હતો, ત્યાં બાજુની એક બેન્ચ પર એક વૃધ્ધ માજી આવીને બેઠા અને ફૉન પર કોઈની સાથે વાત કરવા લાગ્યા. થોડીવાર પછી ત્યાંથી થોડી દૂરની બેન્ચ પર બીજો એક વ્યક્તિ આવીને બેઠો અને ત્યાં જ નાસ્તો ( ફૂડ પેકેટ ) કરવા લાગ્યો... પેલા માંજી પણ ફોન પૂરો કરીને પોતાની બેગ માંથી નાસ્તો ( ફ્રૂટ ) કાઢીને કરવા લાગ્યા... થોડી વાર પછી તે માજીએ એ ફ્રૂટ્સની વધેલી છાલો પોતાની બેગમાં એક થેલીમાં નાખીને મૂકી દીધી... આ ઘટના મેં અનાયસે જોઇ... થોડી વાર પછી પેલા ભાઈએ પણ વધેલા પેલા પ્લાસ્ટિકના પૅકેટ ત્યાં જ નીચે નાખી દિધા... આ દ્રશ્ય પેલા માજી એ જોયું...

જોતા જ પેલા ભાઈને તરત તેમને કહ્યુ, " ભાઈ, કઈ આ રીતે કચરો થોડો નંખાય ? "

પેલા ભાઈ, "અરે એમાં શુ? અહીં સ્વીપર આવે જ છેને clean કરવા... આમ પણ અહીં ક્યાં નજીક કોઈ dustbin છે? "

માજી, " ભાઈ, સ્વીપર આવે છે એનો એતો અર્થ નથી કે આપણે કચરું કરવું? ઘરે પણ તમારે કોઈ સાફ કરતુ હશે તો તમે ત્યાં પણ આમ કચરો નાખો છુઓ? અને વાત રહી dustbin ની તો એ તમારી બાજુમાં જ છે? "

ખરેખર ફક્ત તે ભાઈ હાથ લંબાવે એટલા અંતર પર dustbin હતી... આ સાંભળીને તે ભાઈ હસવા લાગ્યો... આ જોઇ મેં તે ભાઈને કહ્યું, " મિત્ર, આ વડીલ માજીએ પોતાનો કચરો dustbin માં દૂર હોવાથી પોતાની બેગ માં નાખ્યો અને તમે જુવાન થઈને નીચે નાખો? "

અમારા બંને ની આવી વાત સાંભળીને એ ભાઈ ત્યાંથી હસ્તો નીકળી ગયો... અમે બંને તો જોતા જ રહી ગયા... અમારી ટ્રેન આવવાનો સમય થયો એટલે પેલા માજી ઉભા થયાં અને પોતાના બેગ માંથી કચરું પેલી dustbin માં નાખી દીધું અને ટ્રેન પકડવા ચાલતા થયાં...

મને ત્યારે ખરેખર લાગ્યું કે એક વડીલ માજી જે પોતાની વૃધ્ધા અવસ્થામાં ક્દાચ કચરું કરે તો સ્વાભાવિક લાગે પરંતુ એક જુવાન 25-27 વર્ષનો વ્યક્તિ સામાન્ય આળસ અને બેદરકારી માં આવું કરે?
શુ ખરેખર આપણે વિશ્વગુરુ બનવાને લાયક છીએ?
આપણાંમાં વિશ્વગુરુ બનાવની ત્રેવડ કહો કે લાયકાત કહો કે ઔકાત છે?

જો આવા જ દ્રશ્ય જોવા મળે તો ખરેખર આપડે નથી જ. જ્યાં એક ભૂતકાળનું એક પાનું પોતાના દેશ પ્રત્યે સભાન છે અને તે જ દેશના ભવિષ્યની કિતાબ પોતે બેજવાબદાર ! .....તે દિવસે એ વ્યક્તિનું હાસ્ય એ માંજી કે મારાં પર નહિ પણ આપણાં દેશના સંસ્કાર પર એક કટાક્ષ હતો...

આ ઘટના મોદીજી ના સ્વચ્છ ભારત અભિયાન પહેલાની છે પરંતુ હું નથી માનતો કે એ અભિયાન પછી પણ કોઈ તફાવત મેં જોયો હોય... હા એક જોયો કે ઝાડુ લઈને ફોટા પડવાવાની એક ફેશન આવી ગઇ...

અરે આપણને ખરેખરમાં શરમ ન આવવી જોઈએ કે જે દેશમાં એક સમયે વિદેશીઓ વેપાર કરવા તલપાપડ હતા, જે દેશના રાષ્ટ્રપિતા સ્વચ્છતાના પરમ આગ્રહી હતા, જે દેશે સ્વચ્છતાનું મહત્વ દુનિયાને સમજાવેલું તે દેશના વડાપ્રધાન ને રાષ્ટ્રીય તહેવાર ના દિવસે પણ સ્વછતા વિશે એના દેશના લોકોને કહેવું પડે...

આવા તો અનેક ઉદાહરણ છે...

શુ આમ બનીશું વિશ્વગુરુ?... હમમમ... આમ તો આપણે એક માત્ર મજાક બનીશુ...

ફરી મૂળ વાત પર આવીશ કે દેશને સુદ્રઢ બનાવા, સક્ષમ બનાવા આવા સામાન્ય ગુણો આપણે કોઈ શાળા કે અભિયાન માંથી શીખવાની કે શીખવવાની જરૂર નથી... એ આપણી ફરજ છે, જવાબદારી છે અને એનું શિક્ષણ આપણે દરેક એ માતાના ખોળે થી જ આપવું જોઈએ...એટલે કે પાયામાંથી જ આપવું જોઈએ....