Premrang - 15 in Gujarati Fiction Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | પ્રેમરંગ. - 15

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રેમરંગ. - 15

પ્રકરણ-૧૫

પ્રેમ કપૂર હવે પોતાના માતા પિતાને ત્યાં મળવા આવ્યા હતા. એમણે દરવાજા પરની ડોરબેલ વગાડી. પ્રેમની માતાએ દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા જ એમને સામે પ્રેમ કપૂર દેખાયા. પ્રેમને જોઈને એની મા ખૂબ ખુશ થઈ ગઈ. એણે તરત જ પ્રેમને આવકાર આપતા અંદર આવવા કહ્યું, " પ્રેમ! બેટા! અમે બંને તારી જ રાહ જોઈ રહ્યા હતા. હું અને તારા પિતા અમે બંને તને મળવા માટે ખૂબ ઉત્સુક છીએ. તારા પપ્પા તો તને બહુ જ યાદ કરે છે. ઘરના ઉંબરાના દ્વારેથી પ્રવેશ કરતાં જ પ્રેમને પોતાના ઘરની બધી જૂની યાદો તાજી થવા લાગી.

હા! આ એ જ ઘર હતું, એ જ આંગણ હતું, જ્યાં બેસીને એમણે પોતાની ડાયરીમાં અનેક કવિતાઓ લખી હતી. આ એ જ ઘર હતું જ્યાં પ્રેમના રંગો ખીલ્યા હતા. આ એ જ ઘર હતું, જ્યાં રેશમ સાથેના પોતાના પ્રેમનો એકરાર એમણે પોતાના રૂમમાં બેસીને પોતાની ડાયરીમાં કર્યો હતો. થોડી ક્ષણોમાં જ પ્રેમ કપૂરને લાગ્યું કે, પોતે કદાચ ક્યારેય અહીંથી ક્યાંય ગયા જ નહોતા.

એણે પોતાના ઘર પ્રત્યેક એક દ્રષ્ટિ નાખી અને એણે જોયું તો એમનું ઘર હજુ પણ એવું ને એવું જ હતું. જેવું એ આટલા વર્ષો પહેલાં છોડીને ગયા હતા બિલકુલ એવું જ હતું. એમાં કોઈ જ પ્રકારના બદલાવ કરવામાં આવ્યા ન હતા. એ બોલ્યા, "મા! તે તો ઘરને હજુ એવું ને એવું જ સાચવી રાખ્યું છે. એવું લાગે છે જાણે આ ગઈકાલની જ વાત હોય. મેં ઘર છોડ્યું એને આજે દસ વર્ષ જેટલો સમય થઈ ગયો, છતાં પણ મને હજુયે એવું જ લાગે છે કે હું ગઈકાલે પણ અહીંયા જ રહેતો હતો. હું કદાચ ક્યારેય અહીંથી ગયો જ નહોતો."

"હા દીકરા! આ ઘર હજુ પણ એવું ને એવું જ છે, જેવું તું દસ વર્ષ પહેલાં છોડીને ગયો હતો. તું ભલે આ ઘર છોડીને ચાલી ગયો હોય પણ તારી યાદો તો હંમેશાથી આ ઘરમાં વસી જ રહી છે અને હજુ પણ વસતી જ રહેશે." પાછળથી પ્રેમ કપૂરના પિતા આવ્યા અને બોલ્યા.

"પપ્પા!" આટલું બોલીને પ્રેમ કપૂર પોતાના પિતાને ભેટી પડ્યા. એમની આંખોમાંથી આંસું વહી રહ્યા. અને આ બંને બાપ દીકરાના મિલનનો સાક્ષી હતો ઈશ્વર. બંને બાપ દીકરાનું આજે આટલાં બધાં વર્ષો પછીઅનોખું મિલન થઈ રહ્યું હતું.

"પપ્પા! મને માફ કરી દો. મારે આવી રીતે ઘર છોડીને નહોતું ચાલ્યા જવું જોઈતું હતું. મારે પણ તમારી પરિસ્થિતિને સમજવી જોઈતી હતી." પ્રેમ કપૂર બોલ્યા.

" જે કંઈ પણ બન્યું તે બધામાં તારા એકલાનો જ કોઈ વાંક નથી બેટા! અમે બંને પણ આજની આ પરિસ્થિતિ માટે કદાચ એટલા જ જવાબદાર છીએ જેટલો તું છે. અને કદાચ હું તો વધુ જવાબદાર છું. પૈસા કમાવાની દોડમાં હું આન, બાન, શાન બધું જ ભૂલી બેઠો હતો. હું જો પૈસા કમાવવાની લાલચમાં ખોટા રસ્તે ન ગયો હોત તો કદાચ તારી માતા જોડેના મારા સંબંધો સારા રહ્યા હોત. આજે જ્યારે ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં નજર કરું છું તો મને સમજાય છે કે, મારી પૈસા પાછળની દોડ બિલકુલ નિરર્થક હતી. આજે મને સમજાય છે કે, પૈસામાં બધું સુખ નથી સમાયેલું. હા, સારું જીવન જીવવા માટે પૈસા જરૂરી છે, એ વાત સાચી પણ પૈસા જ સર્વસ્વ નથી, એ આજે મને હવે સમજાય છે. આજે મારી પાસે ખૂબ પૈસા છે પણ એ પૈસાની દોડમાં હું મારો દીકરો જરૂર ખોઈ બેઠો એ સત્ય મને આજે સમજાય છે. ભૂતકાળમાં મારા અને તારી માતાના, અમારા બન્નેના સંબંધો જો સારા રહ્યાં હોત તો કદાચ તું આવું પગલું ન ભરત. લોકો સાચું જ કહે છે, મા બાપના સંબંધોનો પડછાયો બાળકના જીવનમાં અવશ્ય પડે છે. તારા જીવનમાં પણ અમારા સંબંધોનો ખરાબ પડછાયો પડયો છે. અને એટલે જ આજે આવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે." પ્રેમ કપૂરના પિતા એ આજે પોતાના હૃદયની વાત કહી દીધી.

"ના, પપ્પા! એવું નથી. હું પણ હવે સમજી ગયો છું કે, તમારી પૈસા કમાવાની જે દોડ હતી એ મને સારું ભવિષ્ય મળે એ માટેની હતી. પોતાના પુત્રને સારું ભવિષ્ય આપવાના સપનાં ક્યાં મા બાપ નથી જોતાં? દરેક વાલી પોતાના સંતાનને સારું ભવિષ્ય મળે એ જ ઈચ્છે છે અને એ માટે એ પૂરતાં પ્રયત્નો પણ કરે છે. તમે પણ મારું ભવિષ્ય ઉજ્જવળ બને એવું જ ઈચ્છયું હતું એ હવે મને આજે સમજાઈ રહ્યું છે. અને તમારી દોડ પણ એ માટેની જ હતી. મને માફ કરી દો." પ્રેમ કપૂર બોલ્યા.

"ચાલો હવે બધાંએ એકબીજાની માફી માંગી લીધી હોય તો જમવા પધારો." પ્રેમની માતા બોલી.

"ના, મમ્મી! હજુ હમણાં નહીં. અત્યારે તો મારે હોસ્પિટલ જવાનું છે." પ્રેમે કહ્યું.

"હોસ્પિટલમાં? કેમ? બધું બરાબર તો છે ને? કોણ છે હોસ્પિટલમાં?" પ્રેમ કપૂરની માતાને કંઈ સમજ ન આવતાં એમણે પ્રશ્ન કર્યો.

"અમારી સીરિયલની હિરોઈન મોહિની ત્યાં દાખલ છે મમ્મી! એની તબિયત થોડી ખરાબ છે એટલે અત્યારે હું જાઉં છું. મમ્મી! મારે ત્યાં પહોંચવું બહુ જ જરૂરી છે. હું ઘરે આવીને વિગતવાર બધી જ વાત કરીશ. અત્યારે મને બહુ મોડું થાય છે. હું નીકળું છું." આટલું કહી પ્રેમ કપૂર હોસ્પિટલ જાવા રવાના થયા.

પ્રેમ કપૂર હવે હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. આદિલકુમાર પણ હવે હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. ડૉ. અનંત હવે મોહિનીના આગળના સેશનની તૈયારી કરવા લાગ્યા હતા. પ્રેમ કપૂરનું મન ખૂબ ઉથલપાથલ અનુભવી રહ્યું હતું. આદિલકુમારને પણ મોહિનીની ખૂબ ચિંતા થઈ રહી હતી.

ડૉ. અનંત હવે મોહિનીના રૂમમાં દાખલ થયા. બધાં હવે શું થશે એની આતુરતા પૂર્વક રાહ જોવા લાગ્યા. ડૉ. અનંતે મોહિનીને ફરી એક વખત હિપ્નોટાઈઝ કરવાનું શરૂ કર્યું. બધાંની નજર હવે ટીવી પર થઈ રહેલા વીડિયો રેકોર્ડિંગ પર મંડાઈ.